Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 10
________________ મહાવીરનો વારસદાર કોણ? ભગવાન મહાવીરનો અસલી વારસદાર કોણ છે? એ રહસ્ય જાણવા માટે ભગવાન મહાવીરના જીવન તથા તેમના દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતોથી પરિચિત થવું અનિવાર્ય છે. એ તો સર્વવિદિત છે કે ભગવાન મહાવીર જન્મથી ભગવાન ન હતા, તેમનું મૂળ નામ મહાવીર ન હતું. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું, મહાવીર તો તેમનું ઉપનામ છે. - અજ્ઞાની જગત એમ માને છે કે જ્યારે તે બાળક હતાં, ત્યારે તે મિત્રો સાથે રમતા હતા અને તે જ સમયે ત્યાં એક સાપ આવ્યો, તે સાપને દેખીને બધા બાળકો ડરીને દૂર ભાગી ગયા પરંતુ વર્ધમાન ડર્યા નહિ, તેમણે સાપને ઉપાડીને ત્યાંથી દૂર કરી દીધો. તે નીડર વર્ધમાન આ ઘટનાના લીધે વીર’ કહેવાયા. એટલું જ નહિ, એકવાર રાજ્યમાં હાથી પાગલ થઈ ગયેલો; તે હાથી પર કોઈપણ વ્યક્તિ અંકુશ રાખવામાં સફળ ન થઈ, ત્યારે વર્ધમાને તે પાગલ હાથીને અંકુશમાં આણ્યો. પોતાની આ મહાનતાના કારણે તેઓ ‘મહાવીર' કહેવાયા. પરંતુ એ તો લૌકિક જગતમાં પ્રચલિત માન્યતા છે. સત્યકંઈક જુદું જ છે. જો સાપને ઉપાડીને દૂર કરી દેવા માત્રથી, તેઓ વીર કહેવાતા હોય, તો મદારીના નાના છોકરાઓ પણ સાપથી ડરતા નથી, તેથી મદારીના છોકરાઓને પણ મહાવીર માનવા પડશે. એટલું જ નહિ, જો હાથીને અંકુશમાં રાખવા માત્રથી, જો તેઓ મહાવીર કહેવાતા હોય, તો મહાવત પણ હાથીને અંકુશમાં રાખે છે, તેથી દરેક મહાવતને પણ મહાવીર માનવા પડશે. જો બીજાને અંકુશમાં રાખવાથી મહાવીર થઈ જવાતુ હોય તો મનુષ્ય કરતા પ્રાણીઓ બીજાને વધુ અંકુશમાં રાખે છે તેથી દરેક પ્રાણીઓને મહાવીર કહેવા પડશે. આમ, ત્રણલોકના નાથ જિનેન્દ્ર ભગવાનને, પ્રાણીઓ પર અંકુશ રાખવા, માત્રથી જ ભગવાન માની લેવા તે ઉચિત નથી. સરકસમાં કામ કરતા લોકો એક નહિ, પણ અનેક પ્રાણીઓ પર અંકુશ રાખે છે પરંતુ તેના કારણે તેઓ મહાવીર થઈ જતા નથી. તેથી તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે જો ઉપરોક્ત ઘટનાના કારણે તેઓ મહાવીર ન થયા હોય, તો તેમની મહાવીરતાનું ખરૂં કારણ શું છે? - તેમાં છુપાયેલું ખરું તત્ત્વ તો એ છે કે આત્મામાં ઉત્પન્ન થતા કામવિકારના વેગને ભલભલી વ્યક્તિ પણ અંકુશમાં રાખી શકતી નથી. પરંતુ તે

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98