Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 71
________________ કર) મહાવીરનો વારસદાર કોણ? પર્યાય દષ્ટિએ વિચાર કરતા આત્માનવામાં નવો છે. આમ, આત્માનો અપેક્ષા સહિત વિચાર કરતાં આત્માનું અનેકાંતપણું સમજાય છે. એ જ રીતે અંતિમ બે સિદ્ધાંતોનું પણ સત્ય સ્વરૂપ સમજવું. જગતની કોઈ ઘટના વહેલી નથી કે કોઈ ઘટના મોડી નથી. કોઈ કાર્યની કલ્પના કરવાથી તેમાં વહેલા કે મોડાપણાનો ભાવ ઉત્પન્ન થાય છે. તમે કોઈ વ્યક્તિને પાંચ વાગ્યે મળવા ઈચ્છતા હતા તથા તે વ્યક્તિ તમને સાત વાગ્યે મળવા ઈચ્છતી હતી પણ તમે તેને છ વાગ્યે મળ્યા. ત્યાં તમે એમ કહેશો કે હું એક કલાક મોડો મળ્યો તથા તે વ્યક્તિ એમ કહેશે કે હું એક કલાક વહેલા મળી. પરંતુ છ વાગ્યે મળવાનું તો નિશ્ચિત જ હતું. કુદરતના નિયમ પ્રમાણે તે ઘટના વહેલા કે મોડા થઈ નથી. તે ઘટના તો તેના સમય પર જ થઈ છે. જે લોકો રસ્તા પર રેડ સિગ્નલના કારણે ગાડીમાં બેસીને ગ્રીન સિગ્નલ થવાની રાહ દેખતા હોય છે, તેઓ જલદી જવા ઈચ્છે છે પણે જઈ શકતા નથી. કારણકે જેટલા વાગ્યે, જે સમયે સિગ્નલ ખુલવાનું હશે એટલા વાગ્યે જ ખુલશે. સમય પહેલા સિગ્નલ ખુલશે નહિ અને સમય થયા બાદ સિગ્નલ ખુલ્યા વિના રહેશે નહિ. હવે તો સરકાર પણ લોકોની આકુળતાને સમજી ગઈ છે. તેથી ચાર રસ્તા પર રેડ સિગ્નલની સાથે સમય પણ બતાવે છે. જેથી લોકોને આકુળતા ન થાય કે કેટલી સેકંડ બાદ સિગ્નલ ખુલશે. ત્યાં એ આકુળતા તો થતી નથી કે સિગ્નલ ક્યારે ખુલશે? પણ ત્યાં બીજી આકુળતા એ શરૂ થાય છે કે આટલી સેકંડ ક્યારે પુરી થશે? સમયને જાણતા હોવા છતાં પણ સમય ક્યારે પુરો થશે એવી આકુળતા શું અજ્ઞાનીની મુર્ખતા નથી? માંડમાંડ એક સિગ્નલથી છૂટીને આગળ જાય છે તો બીજી આકુળતા ઉત્પન્ન થાય છે કે આગળના સિગ્નલો પર રોકાવું પડશે તો? આમ, અજ્ઞાનીને સર્વજ્ઞ ભગવાન પર શ્રદ્ધા નહિ હોવાથી મબુદ્ધ પર્યાયને માનતો નથી અને વહેલું થવું તથા મોડું થવું એમકાળ સંબંધી વિકલ્પ અને આકુળતા કરે છે. તે જ્યારે સિનેમાગૃહમાં ફિલ્મ દેખવા જાય છે, ત્યારે પોતાની ઈચ્છાનુસાર દશ્ય દેખવા મળે એવી અપેક્ષા રાખે છે. ત્યાં ફિલ્મના દશ્યનો પોતે પ્રત્યક્ષ અકર્તા હોવા છતાં ફિલ્મના દશ્યને રોકવા કે દૂર કરવાના વિકલ્પ કરીને તે વ્યર્થમાં જ દુઃખી થાય છે. જો કે ફિલ્મની રીલમાં રહેલા નિશ્ચિત દશ્યને તેના

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98