Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 74
________________ મહાવીરનો વારસદાર કોણ? (૬૫ વિચારતા ન હતાં કે જો યુદ્ધના મેદાનમાં હું મરણ પામીશ તો મારી પત્ની અને બાળકોને કોણ સાચવશે? તેમનું ભરણપોષણ કોણ કરશે? બસ, એ બધા વિચાર છોડીને પોતાનું કર્તવ્ય કરવું જોઈએ. એવી જ રીતે કોઈ વીર પુરુષ જ્યારે મુનિદીક્ષા લે છે ત્યારે ભવિષ્યનો એ વિચાર કરતા નથી કે જો હું દીક્ષા લઈશ તો મારી પત્ની-પુત્ર તથા પરિવારનું શું થશે? સાચો વીર પોતાના અપાર પુરુષાર્થના બળ પર સંયોગોના વિકલ્પોને વિદાય આપીને નિજ સ્વભાવમાં પ્રયાણ કરે છે. મુક્તિરૂપી લક્ષ્મીનું વરણ કરે છે. આવા નિકૃષ્ટ પંચમકાળમાં આવા ઉત્કૃષ્ટ સંયોગો મળ્યા એ જ અતિપુણ્યોદય છે. અનેક પ્રકારે અનુકૂળતા મળવા છતાં પ્રતિકૂળતાને લક્ષમાં લઈને દુ:ખી થવું એ અજ્ઞાનીની આદત છે અને તે આદતના કારણે જ અજ્ઞાની દુઃખી છે. આપણો મહાપુણ્યનો ઉદય છે કે આપણે ભારતદેશમાં જન્મ્યા. જરા વિચાર કરો કે જો પરદેશમાં જન્મ્યા હોત તો શું થાત? જ્યાં શાકાહાર અને માંસાહારની પરિભાષાની પણ લોકોને ખબર નથી, જ્યાં લોકોએ જન્મથી માંસાહાર સિવાય બીજુ કંઈ ભોજન જ કર્યું નથી. વિદેશોમાં ક્યાંક સુવર વગેરે પ્રાણીઓને માંસાહારની શ્રેણીમાં ગણવામાં આવે છે તથા ગાય, બકરી, મરઘી, વગેરે પ્રાણીઓને શાકાહાર તરીકે માનવામાં આવે છે. વળી, ક્યાંક મરઘી વગેરે પ્રાણીઓને માંસાહારની શ્રેણીમાં ગણવામાં આવે છે તો ઈંડા, માછલી વગેરે હિંસક પદાર્થોને શાકાહાર માનવામાં આવે છે. દરેક ભારતીયે પોતાનું મહા સદ્ભાગ્ય સમજવું જોઈએ કે ભારત દેશમાં જન્મીને તેણે શાકાહાર અને માંસાહારની સાચી પરિભાષા તો સાંભળી ! જે જીવને સત્યનું જ્ઞાન હશે, તે સત્યનું પાલન કરશે. પણ જ્યાં પાપ અને પુણ્યની સત્ય પરિભાષાનું જ્ઞાન નથી એવા વિદેશોમાં પાપ પ્રવૃતિ દૂર થવી અશક્ય છે. ચીન, જાપાન, ઇંડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, થાઈલેંડ તથા તાઈવાન વગેરે દેશોમાં માંસાહારી લોકોને માંસાહાર છોડાવવો, તે અતિ કપરું કાર્ય છે, તેનું કારણ એ જ છે કે તેઓ માંસાહારને પાપરૂપ માનતા જ નથી. કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવા માટે તે વસ્તુને પાપરૂપ કે દુઃખનું કારણ માનવામાં ન

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98