Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 94
________________ મહાવીરનો વારસદાર કોણ? જિતેન્દ્ર છે.’’ (૮૫ શ્રી પરમાત્મપ્રકાશમાં કહ્યું છે 66 જેણે સર્વ કર્મ દૂર કરીને અને દેહાદિ પરદ્રવ્યોનો સંયોગ ટાળીને પોતાના જ્ઞાનમય આત્માની પ્રાપ્તિ કરી છે, તે જ પરમાત્મા છે, તેને શુદ્ધ મનથી જાણ. તે પરમાત્મા નિત્ય છે, નિરંજન વીતરાગ છે, અજ્ઞાનમય છે, પરમાનંદ સ્વભાવના ધારક છે. તે જ શિવ છે, શાંત છે, તેના શુદ્ધભાવને ઓળખો. જે વેદો દ્વારા, શાસ્ત્રો દ્વારા કે ઈન્દ્રિયો દ્વારા જાણી શકાતો નથી, માત્ર નિર્મળ ઘ્યાનમાં ઝળકે છે, તે જ અનાદિ અનંત, અવિનાશી શુદ્ધ આત્મા પરમાત્મા છે.’’ આમ, રાગી દેવ તથા વીતરાગી પરમાત્મા એમ બન્નેના ભેદનો નિર્ણય દરેક જીવે પોતે જ કરવો જોઈએ. પોતાનો નિર્ણય પોતાને જ ઉપયોગી બનશે, બીજા જીવોને નહિ તથા બીજા જીવોનો નિર્ણય બીજા જીવોને જ ઉપયોગી બનશે, પોતાને નહિ. પોતાનો નિર્ણય સાચો છે કે બીજાનો નિર્ણય સાચો છે એ નિર્ણય પણ પોતે જ કરવો જોઈએ. હાં, જેણે ધર્મમાર્ગ પર ચાલવું હોય તેણે દરેક વ્યક્તિ સાથે ધર્મચર્ચામાં પડવું જોઈએ નહિ, જો તમારે કોઈ સાથે વિવાદ કરવો હોય તો જ ધર્મના મુદ્દા પર ચર્ચા કરજો અને જોઈ લેજો કે ચર્ચા કરતા મરચા ઉડે છે કે નહિ? તેથી સમજવું કે ધર્મ માત્ર ચર્ચાનો વિષય નથી, પરંતુ ચર્ચાનો વિષય છે. હાં. એટલું જરૂર હોવું જોઈએ કે પોતે સાચા અને ખોટાનો ભેદ કરવો જોઈએ. તેનાથી વીતરાગી ભગવાનની મહિમા ઓછી થતી નથી પણ તે નિર્ણય વાદવિવાદ ટાળવા માટે તથા જિનેન્દ્ર ભગવાનના પથ પર ચાલવા માટે ઉપયોગી બને છે. એ વાત અલગ છે કે કોઈ રુચિવાન જીજ્ઞાસુ જીવ તમને તત્ત્વના જાણકાર માનીને ધર્મ સંબંધી જાણકારી લેવા ઈંચ્યું તથા જો તમારી પાસે એ વિષય પર અનુભવ કે આગમ પ્રમાણ સાથે સમજણ હોય તો બીજાને તે વિષય યુક્તિ તથા આગમ પ્રમાણ સહિત સમજાવવો. તેમ છતાં પોતાનું ધ્યેય તો પોતાને સમજવાનું જ હોવું જોઈએ. કારણકે ધર્મને સમજાવવો એ પુણ્ય છે તથા ધર્મને સમજવો એ ધર્મ છે. પોતાને સમજાયા પછી તે જ વિષયને બીજાને જ

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98