________________
મહાવીરનો વારસદાર કોણ?
(૮૩ તો પછી વીતરાગતા તથા વીતરાગી ભગવાનની મહિમા વીતરાગતાને દેખ્યા વિના કેવી રીતે આવે? દુઃખની વાત તો એ છે કે અજ્ઞાની વીતરાગતાને દેખતા જ નથી. અજ્ઞાની પોતાને તો દેહરૂપે માને છે, સાથેસાથે પરમાત્માને પણ માત્ર દેહરૂપે જ માને છે. જો જીવ શુદ્ધ ભાવથી પરમાત્માનું ચિંતવન કરે, તો પરમપદને
પામે છે.
શ્રી યોગસાર ટીકામાં કહ્યું છેजिण सुमिरहु जिण चिंतवहु जिण झायहु सुमणेण । सो झाहंतह परमपउ लब्भइ एक्कखणेण ।।१९।।
“શુદ્ધ ભાવથી જિનેન્દ્રનું સ્મરણ કરો, જિનેન્દ્રનું ચિંતવન કરો, જિનેન્દ્રનું ધ્યાન કરો. એવું ધ્યાન કરવાથી એક ક્ષણમાં પરમપદ પ્રાપ્ત થઈ જાય છે.”
- ઉપરોક્ત વાતને શાસ્ત્ર કે ગુરુમુખેથી સાંભળીને ક્યારેક જિનમંદિરમાં દર્શન કરવા જાય તો પણ જિનેન્દ્ર ભગવાનના વીતરાગી સ્વરૂષથી અપરિચિત તે અજ્ઞાની જિનમંદિરમાં પ્રવેશ કરતા જ પોતાની આંખો બંધ કરી દે છે અને જિનેન્દ્રપ્રતિમા સમક્ષ ભગવાનના દર્શન કરે છે, આંખો બંધ કર્યા પછી તેને પ્રતિમા દેખાય ક્યાંથી? તે ભગવાનની પ્રતિમામાં ભગવાનના દર્શન કરવા જાય છે કે અદર્શન કરવા માટે પોતે મંદિરની બહાર તો પોતાની આંખો ખુલ્લી રાખે છે, પણ મંદિરમાં પ્રવેશ કરતા જ આંખો બંધ કરી દે છે, ફરી મંદિરથી બહાર આવીને આંખો ખોલે છે. એનો અર્થ તો એમ થયો કે જ્યાં આંખો ખોલવાની ખરી જરૂર હોય છે ત્યાં તો આંખો ખુલ્લી રાખીને ભગવાનના દર્શન કર્યા જ નહિ. કોઈ એમ પણ કહે કે આંખો બંધ રાખીને સ્થિરતા વધુ રહે છે. જો એમ હોય તો આંખો બંધ રાખીને ઘર પર જ સ્થિરતા કેમ ન રહી? જિનપ્રતિમા સમક્ષ આવવાની જરૂર જ કેમ પડી? તેથી આંખો વડે પ્રતિમાને નિહાળીને વીતરાગી ભગવાનનું ચિંતવન કરવું.
શ્રી યોગસર ટીકામાં કહ્યું છે