Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 95
________________ ૮૬). મહાવીરનો વારસદાર કોણ? સમજાવવાનો ભાવ આવવો યોગ્ય છે, પણ બીજાને સમજાવવાના લક્ષ્ય પોતે સમજવું યોગ્ય નથી. કારણ કે આ કાળમાં શ્રોતાની સંખ્યા ઘટવા લાગી છે અને વક્તાનો વધારો થઈ રહ્યો છે. ઉપદેશ સાંભળવો કોઈને ગમતો નથી પણ ઉપદેશ " આપવો દરેકને ગમે છે. દરેક વક્તાએ તે વાતને ન ભૂલવી જોઈએ કે જે વિષય પર પોતે વ્યાખ્યાન આપે છે તે તેનું પોતાનું નથી, તેણે પણ તે વિષયને કોઈ અન્ય સ્થાનેથી સાંભળીને અથવા વાંચીને જાણ્યો છે. તત્વજ્ઞાન પોતાનું ક્યાં છે? ગુરુદેવના સાચા ભક્ત એમ કહે છે કે આ તત્વજ્ઞાન અમારું પોતાનું નથી, આ વાણી તો પૂજ્ય ગુરૂદેવશ્રીની વાણી છે. ગુરૂદેવશ્રી એમ કહેતા હતા કે આ મારી પોતાની વાત નથી, આ તો કુંદકુંદાચાર્ય વગેરે ભાવલિંગી સાધુની વાત છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝુલનારા આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ પણ આગમમાં લિપીબદ્ધ કરેલી અથવા વચન દ્વારા કહેલી વાણીનું કર્તાપણું નહિ કરીને એમ કહે છે કે આ તો ભગવાન મહાવીરની દિવ્યધ્વનિમાંથી આવેલી વાત છે. ભગવાન મહાવીરે પણ દિવ્યધ્વનિના કર્તાપણાનો બોજો પોતાના પર ન લઈને કહ્યું હતું કે આ વાત તો અનંત ચોવીસી દ્વારા સમજાવવામાં આવેલી તથા દિવ્યધ્વનિમાં આવેલી વાત છે. અનંત ચોવીસ તીર્થંકર ભગવાને પણ એ સિદ્ધાંતનું કર્તાપણું પોતાના પર લીધું નથી અને કહ્યું છે કે આ સિદ્ધાંત કોઈના માલિકીના નથી પણ જગતનું વાસ્તવિક સ્વરૂપ છે તેથી આ તો આમ જ છે. તત્ત્વજ્ઞાન પર ત્રણ લોકના નાથ કેવળી ભગવાન પણ પોતાનો અધિકાર માનતા નથી, તે તત્ત્વજ્ઞાનરૂપી સમુદ્રમાંથી ક્ષયોપશમ જ્ઞાનના બે-ચાર ટીપાં લઈને આપણે એમ માનવા લાગીએ છીએ કે એ તો મારું પોતાનું ચિંતન છે. તત્વ સંબંધી કોઈ ઉંડા ચિંતનને લીધે પોતાને મહાન માનીએ છીએ, પરંતુ સમસ્ત તત્ત્વજ્ઞાતાજ્ઞાનપ્રદાતા શ્રી કેવળી ભગવાનની મહિમા ગાવાનો પણ સમય નથી. ત્યાં તેણે પોતાને મહાન ન માનીને એમ વિચાર કરવો જોઈએ કે પોતે કરેલું ચિંતન, ભગવાનની વાણીની અપેક્ષાએ ખોટું પણ હોય શકે છે. જો પોતે કરેલું ચિંતન ખોટું હોય તો તેનું અહંકાર કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. કોઈ એમ કહે કે જો તે ચિંતન ભગવાનની વાણી સાથે બંધબેસતુ હોય તો? હાં, તેનો ઉત્તર છે. જો પોતાનું ચિંતન ભગવાનની વાણી સાથે મળતું સત્ય હોય તો પણ અભિમાન કરવાનો પ્રસંગ બનવો ન જોઈએ કારણકે ભગવાનની વાણી સાથે મળતું આવતું

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98