Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 98
________________ જૈન તથા જૈનેત્તર સમાજમાં સુપ્રસિદ્ધ તાર્કિક વિદ્વાન, પ્રવચનકાર, લેખક તથા તત્ત્વચિંતક શ્રી પંડિત ક્લચંદ શાસ્ત્રીનો જન્મ ગુજરાતના ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં શનિવાર, 25 જુલાઈ 1981 ના શુભ દિને એક ધાર્મિક પરિવારમાં થયો હતો. પંડિત ફૂલચંદ શાસ્ત્રી આધ્યાત્મિક ક્રાંતિકારી સંત શ્રી શ્યામદેવસ્વામી તથા માતાજી રતનદેવીના સુપૌત્ર તથા અધ્યાત્મરસિક શ્રી કિશોરભાઈ તથા શ્રીમતી નિર્મળાબેનના મધ્યમ સુપુત્ર છે. પરમ પૂજ્ય આધ્યાત્મિક યુગપુરુષ સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અનન્ય શિષ્ય ડૉ. હુકમચંદજી ભારિલ્લ, આપના વિદ્યાગુરુ છે. આપ 14 વર્ષની બાળવયે શ્રી ટોડરમલ દિગંબર જૈન સિદ્ધાંત મહાવિદ્યાલયમાં તત્ત્વાભ્યાસ માટે જયપુર ગયા. ત્યાં પાંચ વર્ષ સુધી અભ્યાસ કરી ‘પંડિત'ની પદવી પ્રાપ્ત કરી તથા રાજસ્થાન વિશ્વવિદ્યાલય, જયપુર દ્વારા ‘શાસ્ત્રી’ની પદવી મેળવી. સન્ ૨૦૦૧થી મુંબઈમાં સ્થાયી થઈ આપ ધાર્મિક પ્રવચન પ્રવૃત્તિ ચલાવો છો. વર્તમાનમાં મુંબઈમાં વિભિન્ન ૧૦૦થી પણ વધુ સ્થાનો પર, હજારો લોકોને પ્રતિમાસ લગભગ 300 પ્રવચનો આપો છો. આજ સુધી આપે ખૂબ જ સરળ ભાષા તથા સુબોધ શૈલીમાં ૧૫૦૦૦થી પણ વધુ માર્મિક પ્રવચનો આપેલ છે. ‘આત્મસિદ્ધિ અનુશીલન', ‘પુષ્પવિરામ’, ‘મને ન મારો' (ઇંડોનેશિયનમાં) વગેરે આપની અણમોલકૃતિઓ છે. - ધર્મ પ્રચારાર્થે અનેકવાર વિદેશયાત્રાઓ કરી આપ દેશ સહિત વિદેશોમાં પણ લોકપ્રિય થયા છો. આપ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, પ્રાકૃત, મરાઠી ઉપરાંત ફ્રેંચ, ઇંડોનેશિયન, બતક, મલાયુ, જાપાનીઝ, ચાઈનીઝ, મંડેરીન, થાઈ, ફિલિપીનો વગેરે અનેક ભાષાઓના જાણકાર છો અને તે ભાષાઓમાં આપના વિડિયો તથા ઓડિયો પ્રવચનો WWW.fulchandshastri.com પર ઉપલબ્ધ છે. અલ્પવયે આવી અનેક સિદ્ધિઓ મેળવનાર આપ વિશ્વના સર્વપ્રથમ તત્ત્વવેત્તા છો.

Loading...

Page Navigation
1 ... 96 97 98