Page #1
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
પંડિત ફૂલચંદ શાસ્ત્રી
Page #2
--------------------------------------------------------------------------
________________
णमो अरहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं।
उवज्झायाणं णमो लोए सब्द
મહાવીરનો વારસદાર કોણ?
* લેખક ક પંડિત ફૂલચંદ શાસ્ત્રી
(પ્રકાશક
" શ્રી શ્યામ સમાધિ આશ્રમ ઉમરાળા – ૩૬૪ ૩૩૦. જિ. ભાવનગર (સૌરાષ્ટ્ર)
ફોનઃ ૦૨૮૪૩-૨૩૫૨૦૩ E-mail : shyam@fulchandshastri.com Website : www.fulchandshastri.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિ : વિ. સં. ૨૦૬૪, ૨૫ જુલાઈ, ૨૦૦૮
પ્રત
'
: ૨૦૦૦
મૂલ્ય
:
૨૦/
ટાઈપ સેટીંગ : જૈન બંધુ પ્રિન્ટ્સ તથા મુદ્રક : ૭૪/બીબી, જુની હનુમાન ગલ્લી,
પહેલી ક્રોસ લેન, ૩જે માળે, દુકાન નં. ૩, કાલબાદેવી રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૨.
ફોનઃ ૪૦૨૨ ૯૧૫૪ પ્રાપ્તિ સ્થાન : (૧) શ્રી શ્યામ સમાધિ આશ્રમ
ઉમરાળા – ૩૬૪ ૩૩૦. જિ. ભાવનગર (સૌરાષ્ટ્ર)
ફોન : ૦૨૮૪૩-૨૩૨૨૦૩ (૨) પિયુષભાઈ એમ. શાહ
૧૧૯/૫, મસ્કતી મહલ, પાંચમે માળે, લોહાર ચાલ, મુંબઈ - ૪૦૦ ૦૦૨.
ફોનઃ ૨૨૦૮ ૪૮૯૭ (૩) અક્ષય દેસાઈ
૨૩, મીરાં બિલ્ડીંગ, ૧૮, એલ. ડી. રૂપારેલ લેન, મલબાર હીલ, મુંબઈ-૪૦૦ ૦૦૬.
ફોનઃ ૨૫૭૮ પપ૬૯ (7) Toral P. Bhansali
308, Ottava lane, Oak Brook, Illinoij - Chicago. USA Phone : 001-630-4409847.
Page #4
--------------------------------------------------------------------------
________________
જેઓશ્રીનો અઘ્યાત્મ વારસો
મેળવવા
હું સોભાગ્યશાળી થયો છું
એવા મારા
દિવ્ય આશિષદાતા તથા તાત્ત્વિક સંસ્કાર પ્રદાતા
૫૨મ પૂજય માતા-પિતાને સાદ અર્પણ.
પંડિત ફૂલચંદ શાસ્ત્રી
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
વર્તમાનમાં વર્ધમાનની વધુ જરૂર છે, તે વાતને લક્ષ્યમાં લઈને આત્માર્થી વિદ્વાન પંડિત ફૂલચંદ શાસ્ત્રીએ મહાવીરનો વારસદાર કોણ?' નામની અદ્ભુત કૃતિ લખીને આત્માર્થી સમાજને ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત મૂળભૂત સિદ્ધાંતોનો પરિચય કરાવ્યો છે તથા એ પણ સ્પષ્ટ કર્યું છે કે જૈન ધર્મ ફક્ત વાણિયાનો ધર્મ નથી, જૈન ધર્મ તો જન-જનનો ધર્મ છે. ચૌવીસ તીર્થંકરમાંથી એક પણ તીર્થકર વાણિયાનહતા.
તત્ત્વજ્ઞાન ઉપરાંત અનેક ભાષાઓના જ્ઞાતા તથા પ્રવક્તા શ્રી શાસ્ત્રીજીની આ અત્યંત મહત્ત્વપૂર્ણ કૃતિ છે. મહાવીરનો વારસદાર કોણ?' દ્વારા સામાન્યજન પણ સરળતાથી સમજી શકે એવા અનેક દૃષ્ટાંતોના માધ્યમથી તાત્વિક સિદ્ધાંતોનો પરિચય કરાવ્યો છે.
“મહાવીરનો વારસદાર કોણ?' કૃતિ પ્રકાશિત કરતા શ્રી શ્યામ સમાધિ આશ્રમ’ અત્યંત હર્ષનો અનુભવ કરે છે, સાથે-સાથે પંડિતજીને એવી શુભકામના પણ પાઠવે છે કે તેઓ ભવિષ્યમાં પણ જગતભરમાં તત્ત્વજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરે.
આ કૃતિનું આઘોપાંત અધ્યયન કરી દરેક આત્માર્થી જીવ ભગવાન મહાવીરને સત્ય સ્વરૂપે જાણે, માને તથા તેમના દ્વારા પ્રરૂપિત સિદ્ધાંતોને જીવનમાં અપનાવીને ભગવાન મહાવીરના અસલી વારસદાર થાય.
-પ્રકાશક
Page #6
--------------------------------------------------------------------------
________________
(प्रस्तावना)
डॉ. हुकमचंद भारिल्ल, पण्डित टोडरमल स्मारक भवन,
ए-४, बापुनगर, जयपुर-राज. पण्डित फूलचंद शास्त्री एक सुलझे हुये विचारोंवाले सुप्रसिद्ध आत्मार्थी विद्वान हैं। उन्होंने अपने बल पर अथक परिश्रम करके मुम्बईके आत्मार्थी समाजमें एक अद्वितिय स्थान बनाया है; अनेकानेक लोगोंको न केवल स्वाध्यायके मार्ग पर लगाया है, अपितु जैन तत्त्वज्ञानसे परिचित भी कराया है। वे अपने इस कार्यमें अनन्य निष्ठाके साथ लगे हुये हैं।
उन्होंने ‘महावीरका वारसदार कौन?' नामक यह पुस्तक लिखकर भगवान महावीरकी वाणीमें समागत मूल तत्त्वज्ञानको जन-जन तक पहुँचानेका प्रयास किया है। अत्यन्त सरल, सुबोध, प्रवाहमयी भाषा और प्रवचन शैलीमें लिखी यह कृति सामान्य लोगों तक जैन तत्त्वज्ञान पहुँचानेमें सफल होगी - ऐसा मेरा विश्वास है।
इसमें उन्होंने अनेक उदाहरणोंके माध्यमसे यह स्पष्ट करनेका प्रयास किया है कि यह जीव मिथ्यात्व और कषायभावोंके कारण संसारमें भटक रहा है और अनन्त दुःख उठा रहा है। यदि यह जीव स्वयंको जाने, पहिचाने और स्वयंमें ही समा जावें तो सहज अनन्त अतीन्द्रिय सुखको प्राप्त कर सकता है।
मैं उनके उज्जवल भविष्यकी कामना करता हुआ मंगल आशीर्वाद देता हूँ कि वे भविष्यमें भी इसी मार्ग में लगे रहकर स्व-पर कल्याणमें स्वयंको समर्पित कर दें
और अपने लक्ष्यमें सफल हों। १४ सितम्बर, २००८
. - डॉ. हुकमचंद भारिल्ल
Page #7
--------------------------------------------------------------------------
________________
પોતાની વાત...
આધુનિક યુવાવર્ગને જ્ઞાનથી નહિ, પણ વિજ્ઞાનથી ધર્મ સમજવો છે. આજે આગમ પ્રમાણથી તત્ત્વજ્ઞાનને સમજવા ઈચ્છતા જિજ્ઞાસુ મળવા અતિ દુષ્કર છે. આ સ્થિતિમાં ભગવાન મહાવીર તથા તેમના દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતોને તર્ક, યુક્તિ તથા દ્રષ્ટાંત દ્વારા પ્રસારિત કરી શકાય છે. શતાધિક દ્રષ્ટાંતો સહિત તર્કશૈલીમાં લખાયેલી “મહાવીરનો વારસદાર કોણ?' કૃતિ અધતન સમાજને તત્ત્વનું પ્રાથમિક અધ્યયન કરવામાં લાભદાયી નીવડશે.
જ્યારે જ્યારે અધર્મનો પ્રભાવ વધતો જાય છે, ત્યારે ત્યારે તે અધર્મનો અભાવ કરવા માટે “મહાવીરનો વારસદાર કોણ?' જેવી પ્રભાવશાળી કૃતિનો ઉદ્ભવ થાય છે. ભગવાન મહાવીરના અભાવમાં નિજ આત્માના સ્વભાવમાં સ્થિર થવાના માર્ગનો લોપ ન થાય તથા સામાન્ય જન પણ વીતરાગ ધર્મને સમજીને રાગ-દ્વેષરૂપી વિકારી ભાવથી મુક્ત થાય એ ઉદ્દેશ્યથી નિરપેક્ષ ભાવપૂર્વક મહાવીરનો વારસદાર કોણ?' લખવાનું કાર્ય સંપન્ન થયું છે. મને આશા છે કે સમાજને આ પુસ્તકના માધ્યમથી સત્ય તત્ત્વની સત્ય સમજણ થશે.
જે જીવ સમસ્ત પ્રકારના પક્ષપાતને છોડીને આ પુસ્તકનું અધ્યયન કરશે તે નિશ્ચિતરૂપે ભગવાન મહાવીર દ્વારા કથિત સિદ્ધાંતોથી સુપરિચિત થશે. એ વાત યાદ રહે કે કોઈને શનિનો ગ્રહ નડતો નથી, કોઈને મંગળનો ગ્રહ નડતો નથી, કોઈને રાહુનો ગ્રહ નડતો નથી. જો કોઈને કંઈ નડે છે તો એક માત્ર ‘આગ્રહ'. જે જીવ પોતાનો આગ્રહ છોડી દે તો તે પોતે મહાવીરનો વારસદાર થઈ શકે છે.
- વર્તમાનમાં ફેલાઈ રહેલી સામાજિક વિકૃતિને લક્ષ્યમાં લેતા એવું તારણ નીકળે છે દરેક વ્યક્તિને વર્ધમાનનો વારસદાર બનવું છે, પણ મહાવીરનો વારસદાર થવું નથી. વર્ધમાન રાજકુમાર હતા, મહાવીર ભગવાન હતા. વર્ધમાનનો વૈભવ પાંચ ઈન્દ્રિયના વિષય ભોગ હતા, મહાવીરનો વૈભવ જિતેન્દ્રિયપણું હતું. વર્ધમાન તો પોતાનો વારસો ત્યાગીને વન પ્રયાણ કરી ગયા જ્યારે મહાવીર પોતાનો વારસો લઈને સિદ્ધદશાને પામ્યા. જે જીવ પોતે પણ વીતરાગ દશા પામે તે મહાવીરનો અસલી વારસદાર કહેવાય.
સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં નિમિત્ત થતા સાચા દેવ-શાસ્ત્ર- ગુરુને મન-વચન-કાયાથી સાવધાનીપૂર્વક નમસ્કાર કરું છું. જ્ઞાનીના ઉપકારનો
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રતિઉપકાર વાળવા કોઈ પણ જીવ સમર્થ નથી તેથી તેમના વિશે વિશેષ શું કહું? જેટલા ગુણગાન ગાઉ, તેટલા ઓછા છે. - અલૌકિક માર્ગથી પરે એવા લૌકિક જગતમાં મારાં પૂજ્ય દાદા શ્રી શ્યામદેવ સ્વામીજી તથા દાદી શ્રી માતાજી રતનદેવી સહિત મારાં આદરણીય પિતાશ્રી તથા માતાશ્રીને હૃદયથી પ્રણામ કરું છું કે જેમના દ્વારા મને બાળપણથી જ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું. અધ્યાત્મ માર્ગમાં પ્રયાણ કરવા માટે માતા-પિતાનો મારા પર અકથ્ય ઉપકાર છે. બાળપણથી જ તેમણે અભક્ષ્ય ભક્ષણથી મને બચાવ્યો. જો તેમણે મને જન્મથી જ કંદમૂળ વગેરે અભક્ષ્ય ભક્ષણ કરાવ્યું હોત આજે હું એમ ન કહી શકત કે મેં મારા જીવનમાં કંદમૂળનો સ્વાદ પણ ચાખ્યો નથી. મારા જીવનમાં પળાતા આજીવન સદાચારમાં મારા માતા-પિતાનો અત્યંત ઉપકાર છે. તદુપરાંત મને તત્ત્વાભ્યાસની પ્રેરણા આપનાર મારા ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ તથા શ્રી નિકુળભાઈનો પણ આભારી છું.
મને જૈન તત્વજ્ઞાન નો પરિચય કરાવનાર વિદ્યાપ્રદાતા, મારા આદર્શ માર્ગદર્શક ડૉ. હુકમચંદજી ભારિલ્લ સાહેબને વિનયપૂર્વક પ્રણામ કરું છું. આદરણીય ડૉ. ભારિલ્લજી સાહેબે “મહાવીરનો વારસદાર કોણ?” કૃતિનું આદ્યપાન્ત અધ્યયન કરીને પુસ્તકના સાર તથા પ્રયોજનને પ્રસ્તાવનારૂપે લખ્યા બદલ ભાવસહિત આભાર વ્યક્ત કરું છું. આજે મારી પાસે જે કંઈ પણ જ્ઞાનરુપી વૈભવ છે, તે બધો જ વૈભવ શ્રી ડૉ. ભારિલ્લજી સાહેબની દેન છે. પાંચ વર્ષ સુધી તત્ત્વાભ્યાસ કરાવનાર શ્રી પંડિત ટોડરમલ દિગંબર જૈન સિદ્ધાંત મહાવિદ્યાલયનો ખૂબ જ સાણી છું. તદુપરાંત મારા મુંબઈના સ્થાયી જીવનમાં જેમનો પળે-પળે સાથ, સહકાર તથા માર્ગદર્શન મળે છે, તેવા મારા વડીલ આત્માર્થી ચિંતક શ્રી દિનેશભાઈ એમ. કોઠારી તથા શ્રી શૈલેષભાઈ ચંદુલાલ કોઠારીનો ખૂબ જ આભાર માનું છું. આ પુસ્તકનું ટાઈપ સેટીંગ તથા પ્રકાશનમાં સહાયક જૈન બંધુ પ્રિન્ટસ્ વાળા શ્રી અશોકભાઈ પી. જૈનનો આભારી છું.
આમ, આ પુસ્તકના પરમ મંગળ કાર્ય અર્થે જેમનો પ્રત્યક્ષ તથા પરોક્ષ સાથ-સહકાર મળ્યો છે તે સર્વનો હું અત્યંત ભાવપૂર્વક આભાર વ્યક્ત કરું છું. દરેક આત્માર્થી ભગવાન મહાવીરનો અસલી વારસદાર થાય એવી પરમ મંગળ ભાવના સાથે વિરમું છું.
- પંડિત ફૂલચંદ શાસ્ત્રી
Page #9
--------------------------------------------------------------------------
________________
મુખપૃષ્ઠ પરિચય
આ
મહાવીરનો વારસદાર કોણ?' કૃતિનું મુખપૃષ્ઠ અનેક વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાવે છે. આંબાના વૃક્ષ પર એક પણ કેરી વર્તતી નથી પરંતુ તે જ વૃક્ષ પર કેળા, પપૈયા, સફરજન વગેરે અનેક ફળો દર્શાવવામાં આવ્યા છે. આ પ્રતીકાત્મક ચિત્ર એમ સમજાવે છે કે જેવું વૃક્ષ છે, તેવું તેનું ફળ વર્તતુ નથી. ભગવાન મહાવીરને વૃક્ષ સાથે સરખાવવામાં આવ્યું છે તથા તે વૃક્ષ પર પાકેલા ફળને વર્તમાનમાં ભગવાન મહાવીરના વારસદાર હોવાનો દાવો કરતા મતાર્થી સમજવા. તે મતાથ પાક્યા તો ખરા, પણ જેવું વૃક્ષ હતું તે રૂપે ન પાક્યા. આંબાના વૃક્ષ પર એક પણ કેરી ન પાકી પણ કેળા, પપૈયા જેવા ફળ ) પાયા, તેને આકાળની વિકૃતિ સમજવી.
વૃક્ષનો ઢંકાયેલો ભાગ એમ બતાવે છે કે તે ઢંકાયેલા ભાગ પર કેરીનું ફળ હોય પણ શકે છે. તેના પરથી એમ સમજવું કે આ કાળમાં પણ ભગવાન મહાવીરના અસલી વારસદાર, આત્મજ્ઞાની ક્યાંક છુપાયેલા પણ હોય શકે છે. જો જ્ઞાનીનો છે યોગ ન થાય તો એમ સમજવું કે પોતે જ જ્ઞાનીને પ્રાપ્ત કરવા યોગ્ય પાત્ર થયો નથી.
આ ચિત્રને માત્ર પ્રતીકાત્મક સમજીને તેના પાછળનો 8/ મૂળ હેતુ ગ્રહણ કરવો, તો જ પુસ્તકનો મૂળ મર્મ સમજી શકાશે.
ઉ) લોઉ ૨૯ ૯ ૨૯ )
Page #10
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
ભગવાન મહાવીરનો અસલી વારસદાર કોણ છે? એ રહસ્ય જાણવા માટે ભગવાન મહાવીરના જીવન તથા તેમના દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતોથી પરિચિત થવું અનિવાર્ય છે. એ તો સર્વવિદિત છે કે ભગવાન મહાવીર જન્મથી ભગવાન ન હતા, તેમનું મૂળ નામ મહાવીર ન હતું. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું, મહાવીર તો તેમનું ઉપનામ છે. - અજ્ઞાની જગત એમ માને છે કે જ્યારે તે બાળક હતાં, ત્યારે તે મિત્રો સાથે રમતા હતા અને તે જ સમયે ત્યાં એક સાપ આવ્યો, તે સાપને દેખીને બધા બાળકો ડરીને દૂર ભાગી ગયા પરંતુ વર્ધમાન ડર્યા નહિ, તેમણે સાપને ઉપાડીને ત્યાંથી દૂર કરી દીધો. તે નીડર વર્ધમાન આ ઘટનાના લીધે વીર’ કહેવાયા. એટલું જ નહિ, એકવાર રાજ્યમાં હાથી પાગલ થઈ ગયેલો; તે હાથી પર કોઈપણ વ્યક્તિ અંકુશ રાખવામાં સફળ ન થઈ, ત્યારે વર્ધમાને તે પાગલ હાથીને અંકુશમાં આણ્યો. પોતાની આ મહાનતાના કારણે તેઓ ‘મહાવીર' કહેવાયા. પરંતુ એ તો લૌકિક જગતમાં પ્રચલિત માન્યતા છે. સત્યકંઈક જુદું જ છે.
જો સાપને ઉપાડીને દૂર કરી દેવા માત્રથી, તેઓ વીર કહેવાતા હોય, તો મદારીના નાના છોકરાઓ પણ સાપથી ડરતા નથી, તેથી મદારીના છોકરાઓને પણ મહાવીર માનવા પડશે. એટલું જ નહિ, જો હાથીને અંકુશમાં રાખવા માત્રથી, જો તેઓ મહાવીર કહેવાતા હોય, તો મહાવત પણ હાથીને અંકુશમાં રાખે છે, તેથી દરેક મહાવતને પણ મહાવીર માનવા પડશે. જો બીજાને અંકુશમાં રાખવાથી મહાવીર થઈ જવાતુ હોય તો મનુષ્ય કરતા પ્રાણીઓ બીજાને વધુ અંકુશમાં રાખે છે તેથી દરેક પ્રાણીઓને મહાવીર કહેવા પડશે. આમ, ત્રણલોકના નાથ જિનેન્દ્ર ભગવાનને, પ્રાણીઓ પર અંકુશ રાખવા, માત્રથી જ ભગવાન માની લેવા તે ઉચિત નથી. સરકસમાં કામ કરતા લોકો એક નહિ, પણ અનેક પ્રાણીઓ પર અંકુશ રાખે છે પરંતુ તેના કારણે તેઓ મહાવીર થઈ જતા નથી.
તેથી તેવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે જો ઉપરોક્ત ઘટનાના કારણે તેઓ મહાવીર ન થયા હોય, તો તેમની મહાવીરતાનું ખરૂં કારણ શું છે?
- તેમાં છુપાયેલું ખરું તત્ત્વ તો એ છે કે આત્મામાં ઉત્પન્ન થતા કામવિકારના વેગને ભલભલી વ્યક્તિ પણ અંકુશમાં રાખી શકતી નથી. પરંતુ તે
Page #11
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ? વિકારી ભાવને ભરયુવાનીમાં વર્ધમાને નષ્ટ કર્યો, તેથી તેઓ મહાવીર કહેવાયા. ત્રીસ વર્ષની યુવાવયે સંસારના ભોગોની ક્ષણભંગુરતાનો અહેસાસ થતાં ઘરપરિવાર છોડીને સ્વભાવમાં સ્થિર થયા. અપૂર્વ પુરુષાર્થ દ્વારા તેઓ વીતરાગી અને સર્વજ્ઞ થયા. જે વીતરાગી તથા સર્વજ્ઞ હોય તેને જ ભગવાન કહેવાય. મહાવીર થવા માટે જગતમાં પરિવર્તન કરવાની જરૂર નથી, જે પોતાનામાં પરિવર્તન થાય તો જ મહાવીર થઈ શકાય. અહીં સુધી કે પરમાં પરિવર્તનનો ભાવ જ સંસાર છે અને સંસારનું કારણ છે.
વહેલી સવારે ચાલવા નીકળ્યા હોઈએ ત્યાં રસ્તામાં પડેલા દસ હજાર રૂપિયાને દેખીને ઉપાડી લેનાર વ્યક્તિ મહાવીર નથી, પણ તે પૈસાને ઉપાડવાનો ભાવ પણ જેને ન આવે તે મહાવીર છે, તેને આત્માની મહાનતા કહેવાય. અહીં કોઈ કહે કે જો એમ હોય તો, પૈસા ઉપાડવાનો ભાવ ગાયને પણ આવતો નથી, તો શું ગાયને પણ મહાવીર કહેવાય? બિલકુલ નહિ. કારણકે ગાયને પૈસાનો વ્યવહાર હોતો નથી, તેથી તેને પૈસાનું મૂલ્ય નથી. ત્યાં ગાયને ભલે પૈસા ઉપાડવાનો ભાવ ઉત્પન્ન ન થતો હોય પણ તેને ઘાસ ખાવાનો ભાવ તો ઉત્પન્ન થાય છે, તેથી તેને પણ મહાવીર ન કહેવાય. રાગ દ્વેષના નિમિત્તે જુદાં હોય શકે છે, પરંતુ રાગદ્વેષનું મૂળ તો અજ્ઞાન જ છે.
- દરેક અજ્ઞાની જીવ, રાગ-દ્વેષરૂપી વિકારી ભાવોના લીધે જ અજ્ઞાની છે તથા તે ભાવોનો અભાવ કરીને પોતે પણ ભગવાન થઈ શકે છે. અજ્ઞાની મોહભાવના કારણે, કોઈને કોઈ પર નિમિત્તોમાં અટકેલો હોય છે. દરેક અજ્ઞાનીના અટકવાના સાધનો કે નિમિત્તો જુદા-જુદા હોય શકે છે પણ તેના અટકવાનું મૂલ કારણ એક માત્ર મોહભાવ છે. તેથી સર્વ પ્રથમ મોહભાવના હેયપણાનો નિર્ણય કરીને નિમિત્તોથી પણ છૂટવું જોઈએ. જ્યાં સુધી જીવની દષ્ટિ નિમિત્તાધિન છે, ત્યાં સુધી સનિમિત્તામાં રહેવું એ જીવનુ કર્તવ્ય છે.
જે સંયોગોમાં જીવ સુખ તથા દુઃખની કલ્પના કરે છે, તે અનુકૂળ તથા પ્રતિકૂળ સંયોગોની પ્રાપ્તિ થવી, એ જીવના પુરુષાર્થ પર આધારિત નથી. એટલું જ નહિ, તે સંયોગોને દૂર કરવા, રોકવા, પોતાની પાસે રાખવાકે પલટાવવા; એ કોઈ પણ કાર્યનો કર્તા આત્મા નથી. અજ્ઞાની પોતાની ઈચ્છાનુસાર જગતને
Page #12
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ? પરિણાવવા માંગે છે. જે તેની ઈચ્છાનુસાર જગતનું પરિણમન થાય, તો તે પોતાને સુખી માને છે અને જો તેની ઈચ્છાનુસાર જગતનું પરિણમન ન થાય, તો તે પોતાને દુઃખી માને છે. દરેક અજ્ઞાની પોતાને મળેલા અનુકૂળ સંયોગોથી પોતાને સુખી માને છે તથા પ્રતિકૂળ સંયોગોથી પોતાને દુ:ખી માને છે.
જે લોકો પોતાને સુખી કહે છે અને ખુશી અનુભવે છે, તેમનું સુખ પર, દ્રવ્યને આધીન છે અર્થાત્ તે વ્યક્તિ પરાધીન છે, તેથી તેની પરાધીન વ્યક્તિને સુખી ન કહેવાય. સુખનું સાચુ લક્ષણ તો સ્વાધીનતા છે તથા જે સ્વાધીન છે, તે માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની વગેરે ચેતન તથા શરીર, ઘર, ગાડી વગેરે જડ સંયોગોને આધીન થતા નથી.
અજ્ઞાની રાગ-દ્વેષના સદ્ભાવમાં અજ્ઞાનતાને કારણે મોટી ભૂલ એ કરે છે કે તે વર્તમાનકાળમાં ઉત્પન્ન થયેલી ઈચ્છાને વર્તમાનકાળમાં મળતા સંયોગો સાથે જોડે છે. તે એમ માને છે કે વર્તમાનમાં જે ઈચ્છા કરી, તે ઈચ્છાના ફળમાં આ સંયોગોની પ્રાપ્તિ થઈ. ખરેખર વર્તમાનમાં કરેલી ઈચ્છાના ફળમાં સંયોગોની પ્રાપ્તિ થતી નથી. પૂર્વે બાંધેલા પુણ્યકર્મના ઉદયથી અનુકૂળ સંયોગોની તથા પાપકર્મના ઉદયથી પ્રતિકૂળ સંયોગોની પ્રાપ્તિ થાય છે.
કર્મસિદ્ધાંતની દષ્ટિએ વિચારતા જીવને વર્તમાનમાં મળેલા સંયોગો, તે જીવના પૂર્વકર્મનું ફળ છે તથા વર્તમાનમાં ઉત્પન્ન થયેલા રાગ-દ્વેષરૂપી વિકારી ભાવોનું ફળ તો તે જીવને ભવિષ્યમાં મળશે.
આ સિદ્ધાંતને અનેક દષ્ટાંતોના માધ્યમથી સમજી શકાય છે.
હિંસા, જુઠ, ચોરી, કુશીલ તથા પરિગ્રહ, આ પાંચ પ્રકારના પાપ આગમમાં કહ્યા છે. તે પાપના ફળમાં, જીવને ક્યારેય પણ અનુકૂળ સયોગોની પ્રાપ્તિ થઈ શકે નહિ. પરંતુ અજ્ઞાની પાપના ફળમાં અનુકૂળતા તથા પુણ્યના ફળમાં પ્રતિકૂળતા માને છે.
કોઈ આતંકવાદીએ સંપતિની લાલચે કોઈ વ્યક્તિ પર અત્યાચાર તથા મારપીટ કરી અને અંતે તો હત્યા પણ કરી નાખી અને તે આતંકવાદી તે વ્યક્તિની સંપતિનો માલિક બની ગયો. ત્યાં અજ્ઞાની એમ માને છે કે, તેણે હત્યા કરીને સંપતિ મેળવી, પરંતુ ખરેખર એમ નથી. વર્તમાનમાં મળેલી સંપતિ તો તે
Page #13
--------------------------------------------------------------------------
________________
૪)
મહાવીરનો વારસદાર કોણ?
વ્યક્તિના ભૂતકાળમાં બંધાયેલા કર્મોનું કળ છે. તથા વર્તમાનમાં ઉત્પન્ન થયેલા હિંસારૂપ પાપનું ફળ તો તેને ભવિષ્યમાં મળશે. આ પરથી સમજવું કે હિંસા કરવાથી અનુકૂળ કાર્યની સિદ્ધિ થતી નથી. પૂર્વે કરેલા પુણ્ય કર્મના ઉદયથી અનુકૂળ કાર્યની સિદ્ધિ થાય છે. તે જ રીતે વર્તમાનની અહિંસાથી વર્તમાનમાં પ્રતિકૂળતા મળતી નથી પણ પૂર્વે કરેલા પાપકર્મના ફળમાં પ્રતિકૂળતા મળે છે. વર્તમાનના અહિંસક ભાવનું ફળ તો જીવને ભવિષ્યમાં મળશે.
૪
કોઈ દુકાનદાર પોતે ૬૦ રૂપિયામાં ખરીદેલી વસ્તુને ૨૦૦ રૂપિયામાં વેચે છે. જ્યારે ગ્રાહક પુછે કે આ વસ્તુ આટલી બધી મોંઘી કેમ છે? ત્યાં દુકાનદાર જુઠુ બોલે કે મેં તો આ વસ્તુને ૧૮૦ રૂપિયામાં ખરીદેલી છે અને હું તો માત્ર ૨૦ રૂપિયા નફો લઉ છું. આ સાંભળીને ગ્રાહક તે દુકાદારને પ્રામાણિક વેપારી સમજીને વસ્તુને ૨૦૦ રૂપિયામાં ખરીદી લે છે. ત્યારે અજ્ઞાની દુકાનદાર એમ માને છે કે હું ખોટું બોલ્યો તો ૧૪૦ રૂપિયા કમાયો. પરંતુ દુકાનદારની તે માન્યતા ખોટી છે. કારણ કે પૂર્વે કરેલા પુણ્યના ફળમાં, તે વર્તમાનમાં ૧૪૦ રૂપિયા કમાયો છે અને વર્તમાનમાં જે ખોટું બોલવાનો ભાવ ઉત્પન્ન થયો, તેનું ફળ તો તેને ભવિષ્યમાં પ્રતિકૂળતારૂપે મળશે.
કોઈ લોકો એમ પણ કહેતા હોય છે કે અમારે મજબુરીથી ખોટું બોલવું પડે છે. અરે! ખોટું બોલવા કરતાં ખોટું બોલવાના પુનરાવર્તનને ન રોકવું એ મોટું પાપ છે. વીતરાગી ભગવાને ખોટું બોલવાના પાપને બીજા નંબરનું પાપ કહ્યું છે. આજે જગતમાં બે નંબરી ધંધા તો બે નંબરના પાપથી જ થઈ રહ્યા છે તથા દિનપ્રતિદિન વધી જ રહ્યા છે, ઘટવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. અજ્ઞાનીની સંપત્તિ ધન છે, જ્યારે જ્ઞાનીની સંપત્તિ જ્ઞાન છે.
તેથી સમયસાર કળશમાં કહ્યું છે –
इति वस्तु स्वभावं स्वं ज्ञानी जानाति तेन स: । रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारक: ।। १७६।।
“જ્ઞાની પોતાની આત્મવસ્તુનો સ્વભાવ બરાબર જાણે છે તેથી રાગાદિભાવોને કદી આત્માનું ધન માનતા નથી, પોતે તેમના કર્તા થતા નથી. તે કર્મોદયથી થાય છે, આ (તો) તેમનો જાણનાર છે.’’
Page #14
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૫
તે જ રીતે ત્રીજા, ચોરી સંબંધી પાપ વિષે પણ સમજવું જોઈએ. કોઈ ચોર દરરોજ ચોરી કરવા જાય છે, ચોરી કરે છે અને એમ માને કે ચોરી કરવા ગયો તો ચોરી કરીને મને આ પૈસા મળ્યા. જો હું ચોરી કરવા ન ગયો હોત અને ઘર પર જ બેઠો રહ્યો હોત તો, મને આ પૈસા ન મળત. પહેલા ચાર દિવસ ચોરી કરીને તે ચોરે ઘણા પૈસા એકઠા કર્યા પરંતુ પાંચમા દિવસે ચોરી કરતા પકડાઈ ગયો અને તેને ગુન્હાના ફળમાં જેલમાં જવું પડયું.
ત્યાં એમ સમજવું જોઈએ કે પહેલા ચાર દિવસ ચોરી કરવાથી તેને પૈસા નહોતા મળ્યા. વર્તમાનમાં જે પૈસાની પ્રાપ્તિ થઈ તેને તો પુણ્યનો પ્રતાપ સમજવો. ચોરી જેવા પાપના ફળમાં ક્યારેય પૈસા ન મળે. પૈસા જ નહિ, કોઈ પણ અનુકૂળતા જીવને પાપના ફળમાં મળતી નથી નથી. પૂજા, ભક્તિ, વ્રત, તપ, ઉપવાસ, દયા, દાન વગેરે શુભભાવના ફળમાં અનુકૂળ સંયોગોની પ્રાપ્તિ થાય છે તથા તે પૂજાદિ પણ વ્યવહાર છે. ખરેખર તો તેને વર્તમાનમાં ઉત્પન્ન થયેલા, ચોરી કરવાના ભાવોનું ફળ ભવિષ્યમાં મળશે. એમ પણ સંભવી શકે કે ચાર દિવસ સુધી ચોરી કરવાના ભાવોથી બંધાયેલા કર્મના ફળમાં, પાંચમા દિવસે જેલમાં જવું પડ્યું હોય કારણકે પાંચમા દિવસે તે ચોરનો પુણ્યનો ઉદય ન હતો કે જેના ફળમાં તેને પૈસા મળે.
ચોરી તો ચોરી છે. તે તો પાપ જ છે. પછી ભલે ને તે ઈન્કમટેક્ષ, સેલ્સટેક્ષ કે સર્વિસટેક્ષ વગેરે ટેક્ષ સંબંધી ચોરી પણ કેમ ન હોય? ચોરીના ફળમાં વ્યક્તિ ક્યારેય પણ બચી શકે નહિ. જો કોઈ બચે તો પુણ્યના ફળે બચી શકે છે, એમ સમજવું.
એક બાળકીએ મને પુછ્યું કે જિનમંદિરમાં તો સાદગીપૂર્વક જ જવું જોઈએ તો પછી આ બધા લોકો સારા-સારા કપડા, આભૂષણો તથા શ્રૃંગાર દ્વારા પોતાને સજાવીને કેમ આવે છે? મેં તેને કહ્યું કે પોતાની પાસે જેટલા દાગીના, કપડા, ગાડી વગેરે સંપત્તિ છે તે બીજા લોકોને બતાવવા માટે જિનમંદિરથી ઉત્તમ કોઈ સ્થળ નથી; એમ અજ્ઞાની માને છે તેથી પોતાના પૈસા અહીં આવીને બતાવે છે. ત્યાં જ તે બાળકીના પપ્પા આ વાત સાંભળીને બોલ્યા, ના એમ નથી! અમે અમારા પૈસા બધા લોકોને બતાવતા નથી. મેં પુછ્યું એવું કોણ છે કે જેને તમે
Page #15
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ? તમારા પૈસા બતાવતા નથી? તો તેઓ બોલ્યા કે અમે ઈન્કમટેક્ષવાળાને અમારા પૈસા બતાવતા જ નથી.
તેનો અર્થ તો એ થયો કે જ્યાં પૈસા જતા રહેવાની સંભાવના હોય છે ત્યાં પૈસા બતાવતા નથી. ચોર તથા ડાકુને પણ પૈસા બતાવતા નથી. અહીં સુધી કે એવી કોઈ પણ વ્યક્તિને પોતાના પૈસા બતાવતા નથી કે જેને પોતાના પૈસા બતાવ્યા બાદ સામાવાળી વ્યક્તિ પૈસાની માંગણી કરવાની હોય. એનો અર્થ એમ નથી કે તે પોતાના પૈસા બીજાને નહિ બતાવતો હોવાથી તેને પૈસાનું અભિમાન રહ્યું નથી. જ્યાં પણ પોતાનો માન કષાય પોષાય છે, ત્યાં ગમે તેમ કરીને પણ પોતાની પ્રસિદ્ધિના લોભથી સંપત્તિ વગેરે બાહ્ય સાધનો વડે અજ્ઞાની પોતાને મહાન બતાવવાનો પ્રયત્ન કરે છે.
કુશીલસેવન કરવાના ફળમાં સુપુત્રની પ્રાપ્તિ થાય કે સંસ્કારી માતાપિતાને ત્યાં સંસ્કારી પુત્ર જન્મ; એવો નિયમ નથી. સુપુત્રની પ્રાપ્તિ કુશીલસેવન કરવાથી નહિ પણ પુણ્યના ઉદયથી થાય છે. માતા-પિતા ધર્મના સંસ્કારી ન હોય, તેમ છતાં પુત્ર ધર્મમાર્ગે ચાલે છે, આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી મુનિદીક્ષા પણ લઈ લે છે. માતા-પિતાની જેમ લગ્ન કરીને, સંસારભોગ ભોગવવાની દીકરાને ઈચ્છા જ ન થાય, ત્યાં એમ સમજવું કે માતા-પિતા અને દીકરાનો સંસ્કાર દષ્ટિએ કોઈ સંબંધ નથી.
પરિગ્રહ સંબંધી પાપ વિષે પણ અજ્ઞાનીની આવી મિથ્યા માન્યતા હોય છે. તે કહે છે કે પૈસા કમાવવા કરતા પૈસા બચાવવા એ વધુ અગત્યનું છે. વ્યક્તિ ભલે પૈસા ઘણા કમાતો હોય પણ પૈસા બચાવે નહિ તો તેને કહેવાય છે કે મુંબઈની કમાણી, મુંબઈમાં સમાણી? તેથી લોકો પોતાને પૈસા બચાવવાના કારણે મહાન માને છે. ખરેખર, પૈસા બચાવવાવાળા પણ ઘણા છે પરંતુ પૈસા પચાવવાવાળા કોઈ વિરલા જ છે, તે જ ખરા નીતિવાન છે.
આમ, પાંચ પાપનું ફળ તો પ્રતિકૂળતા જ છે અને પુણ્યનાં ફળમાં જ અનુકૂળતા છે. તેથી એમ સિદ્ધ થયું કે વર્તમાનમાં થતા પાપભાવને તથા વર્તમાનમાં મળતાસંયોગોને પરસ્પર કોઈ સંબંધ જ નથી.
કોઈ વ્યક્તિ આખી જિંદગી પુષ્કળ મહેનત કરીને એક લાખ રૂપિયા
Page #16
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ? એકઠા કરવાની ઈચ્છા કરે છે પરંતુ મરણ પર્યત એક લાખ રૂપિયા પણ કમાઈ શક્તો નથી કારણકે તેનો પાપનો ઉદય ચાલી રહ્યો છે. જ્યારે કોઈ બાળકને તો ધનવાન પરિવારમાં જન્મી મહેનત તો બહુ દૂર, ઈચ્છા કર્યા વિના પણ કરોડો રૂપિયાની સંપત્તિ મળે છે. તે બાળક મહેનત વિના જ પૂર્વકર્મના ફળમાં સંપત્તિ પ્રાપ્ત કરે છે. પૈસા કમાવવાની ઇચ્છા તો ભાવપરિગ્રહ છે અને તે પરિગ્રહ તો પાંચમું પાપ છે. તે પાપનું ફળ જીવને ભવિષ્યમાં મળશે અને વર્તમાનમાં પૈસાનું મળવું તે ભૂતકાળમાં બાંધેલા સાતા વેદનીયરૂપ પુણ્યકર્મનું ફળ છે. ,
અમેરિકામાં માલિક દ્વારા પાળવામાં આવતા કૂતરા પણ એરકંડીશન ગાડીમાં ફરે છે. આજકાલ આવા કૂતરા ભારતમાં પણ જોવા મળે છે. તે કૂતરા બાગ-બગીચામાં ફરે છે અને સ્વાદિષ્ટ ભોજન કરે છે. બીજી બાજુ તેના માલિક ને સવારથી રાત સુધી બાગ-બગીચામાં ફરવાની વાત તો બહુ દૂર, તેને તો ખાવા-પીવાનો પણ સમય નથી. અરે ! અહીં સુધી કે એ માલિકે કૂતરાની પણ સેવા ચાકરી અને દેખ-રેખ કરવી પડે છે. ત્યારે એ જાણવાની અભિલાષા થાય કે કૂતરાએ એવું શું કર્યું હશે કે તે આવી જાહોજહાલી ભોગવી રહ્યો છે? અરે ભાઈ! કૂતરાને ભૂતકાળમાં જે પુણ્ય બંધાયેલું, તે વર્તમાનમાં ઉદયમાં આવી રહ્યું છે અને માલિકનો એવો કર્મનો ઉદય ચાલી રહ્યો છે કે તેણે કૂતરાની પણ ગુલામી કરવી પડે છે. તેથી એ સમજી શકાય કે કર્મના ઉદય વિના અનુકૂળતા કે પ્રતિકૂળતા મળતી નથી. અન્ય બાહ્ય સાધનો પર આરોપ મુકીને તેના પર રાગ-દ્વેષ કરવા વ્યર્થ છે. વ્યક્તિના વ્યવહારિક જીવનમાં સુધારો થયા વિના આગમ દ્વારા ગમે તેટલું વાચા જ્ઞાન પ્રાપ્ત કરી લેવામાં આવે તો પણ તે કાર્યકારી નથી. એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ કે વ્યક્તિને મહેનતથી, અનુભવથી કે ઓળખાણથી કંઈ પણ મળતું નથી. જે કંઈ મળે છે, તે પૂર્વકર્મનું ફળ છે તેથી કોઈ પણ સંયોગવિયોગનું કર્તાપણું કરવું મિથ્યા છે.
કોઈ વીસ વર્ષનો છોકરો પૈસા કમાવા માટે મુંબઈ આવ્યો. જ્યારે તે મુંબઈમાં આવ્યો, ત્યારે તેને કોઈ પણ પ્રકારનો અનુભવ કે ઓળખાણ ન હતી. તેને તે પણ ખબર નહતી પૈસા કમાવા માટે કેવી રીતે મહેનત કરવી? તેમ છતાં તે છોકરો દસ વર્ષ બાદ ત્રીસમાં વર્ષે લખપતિ બની ગયો. વર્ષો જતા ચાલીસમાં વર્ષે
Page #17
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ? કરોડપતિ પણ થઈ ગયો અને ત્રીસ વર્ષની કારકીર્દી બાદ પચાસમાં વર્ષે રસ્તા પર આવી ગયો. જે મહેનતથી, અનુભવથી તથા ઓળખાણથી પૈસા કમાયો હોત તો પચાસમાં વર્ષે અબજોપતિ કેમ ન બન્યો ઓળખાણ અને અનુભવ વિનાનો વીસ વર્ષનો છોકરો કરોડપતિ બને છે અને ત્રીસ વર્ષના અનુભવ અને ઓળખાણ બાદ પચાસ વર્ષનો તે વ્યક્તિ, વધુ તો કમાતો નથી પણ ભૂતકાળમાં કમાયેલા પૈસા પણ ગુમાવી દે છે. કર્મસિદ્ધાંતને સમજીને દરેક જીવે એ નિર્ણય કરવો જોઈએ કે કોઈ પણ સંયોગોની પ્રાપ્તિનો હર્ષકે શોક કરવો યોગ્ય નથી, જે હર્ષકે શોક કરતાં નથી, તેમાં જોડાણ કરતા નથી, તે જ જ્ઞાની છે. જ્ઞાની, સંસારમાં રહીને પણ સંસારથી લેવાતા નથી. જ્યારે જીવ સંયોગો અને વિયોગો સંબંધી વિચાર કરવાનું છોડી દે છે, ત્યારે તે સંયોગો સાથે રહેતો હોવા છતાં, સંયોગોથી મુક્ત થઈ ગયો; એમ કહેવાય છે.
અહીં સિદ્ધાંત સમજવા યોગ્ય છે કે જેવી રીતે અનુકૂળતા પાપના ફળમાં મળતી નથી, તેવી રીતે અનુકૂળતા ધર્મના ફળમાં પણ મળતી નથી. તેથી પુણ્ય અને ધર્મ વચ્ચેના અંતરને જાણવું પણ જરૂરી છે. મેં એવું ઘણા લોકો પાસે સાંભળ્યું છે કે કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી અને ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ જીવનમાં ઘણો ધર્મકર્યો એટલે સ્વર્ગમાં ગયા. તેને મારું એટલું જ કહેવું છે કે ભાઈ ! ધર્મનું ફળ મોક્ષ છે અને સ્વર્ગ તો સંસારની ચાર ગતિઓમાંની એક ગતિ છે. તેથી નિશ્ચય દષ્ટિએ એમ કહો કે પુણ્યરૂપી અધર્મના અર્થાત્ શુભકર્મના ફળમાં
સ્વર્ગ મળે છે. કારણકે ધર્મ તો પુણ્ય અને પાપના વિકારી ભાવોથી રહિત શુદ્ધતામય હોય છે. નિશ્ચયથી તો પુણ્ય અશુદ્ધતા-અધર્મ છે. તેને ઊંચી કક્ષાની અશુદ્ધતા સમજવી જોઈએ. તેને ધર્મ માનવાની ભૂલ ક્યારેય પણ કરવી જોઈએ નહિ.
જેવી રીતે રસ્તા પર કોઈ લોકોના પહેરેલા જુના કપડા વેચાતા હોય, તે તો અશુદ્ધ જ છે. પણ કોઈ ફિલ્મસ્ટાર કે ક્રિકેટરના પહેરેલા કપડા વેચાતા હોય કે હરાજી થતી હોય, ત્યાં તેમના કપડા પણ અશુદ્ધ જ છે. લોકોને રસ્તા પર સામાન્ય માણસના પહેરેલા જુના કપડા ખરીદવામાં શરમ આવે છે. પણ કોઈ ફિલ્મસ્ટાર કે ક્રિકેટરના કપડા ખરીદવામાં કે પહેરવામાં પણ કોઈ શરમ લાગતી
Page #18
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ? નથી. અહીં સુધી કે તે હસ્તીઓના કપડાં ખરીદનારના નામો છાપાઓમાં આવે છે, તેને વાંચીને ખરીદનાર ખુશ થાય છે. સામાન્ય લોકોના જુના કપડાની જેમ તે પણ અશુદ્ધ કપડા જ છે પણ તે ઊંચી કક્ષાના હોવાથી વિષય લોલુપી તેને સુખરૂપ માને છે. આમ, પુણ્ય પણ પાપ સમાન સંસારનું સાક્ષાત્ કારણ છે. પાપ સમાન પુણ્ય પણ આત્માની અશુદ્ધિ જ છે. પરંતુ તે અશુદ્ધિ ઊંચી કક્ષાની હોવાથી અજ્ઞાની તે પુણ્યને ઉપાદેય માને છે. આ યુગમાં ધમકરતાં પુણ્યશાળીની મહિમા વધી ગઈ છે. જ્ઞાની કરતા ધનીની વાહવાહ થઈ રહી છે. સામાન્ય વ્યક્તિ તો ઠીક, પણ પોતાને ધર્મી કહેનાર પણ ધનીના વખાણ કરતા ધરાતા નથી. તે દેખીને અત્યંત ખેદ થાય છે.
જેવી રીતે પાપભાવથી વર્તમાનમાં કે કાળાંતરે ઈચ્છિત કાર્યની સિદ્ધિ થતી નથી તેવી રીતે કષાયભાવોથી પણ વર્તમાનમાં કે કાળાંતરે ઈચ્છિત કાર્ય સિદ્ધ થતા નથી. ક્રોધભાવ દ્વારા જીવ, પોતાનું પ્રયોજન સાધવા ઈચ્છે છે અને તે જ સમયે જો પુણ્યના ઉદયથી કાર્ય સિદ્ધ થઈ પણ જાય, તો તે એમ માને છે કે ક્રોધ કરવાથી કાર્ય સિદ્ધ થયું. છે. જેમ કે કોઈ શેઠે તેના નોકરને સવારે નવ વાગ્યે કામ પર આવવા માટે કહ્યું પણ નોકર દસ વાગ્યે આવ્યો. એ જ રીતે બીજા દિવસે પણ સવારે નવ વાગ્યે આવવા માટે કહ્યું પણ નોકર સમયસર ન આવ્યો. આમ, ચાર દિવસ સુધી નોકર મોડો આવ્યો ત્યારે કંટાળેલા માલિકે ગુસ્સો કરીને કહ્યું કે હવે કાલથી તુ સમયસર આવજે, જો તુ સમયસર નહિ આવે, તો હું તને કાઢી મુકીશ. તે નોકર પાંચમા દિવસે નવ વાગ્યે સમયસર આવ્યો. આ ઘટનાથી માલિક એમ માની બેસે છે કે મેં ચાર દિવસ સુધી ક્રોધ નર્યો તો નોકર મોડો આવ્યો અને તેના પર ગુસ્સો કર્યો તો તે સમયસર આવ્યો. પરંતુ શેઠની તે માન્યતા મિથ્યા છે. પહેલા ચાર દિવસ નોકર પર ગુસ્સો નહિ કરવાથી મોડો આવ્યો એમ નથી પણ પાપના ઉદયથી નોકર મોડો આવ્યો હતો. તથા ગુસ્સો કરવાથી પાંચમા દિવસે સમયસર આવ્યો એમ પણ નથી. ખરેખર તે પુણ્યના ઉદયથી સમયસર આવ્યો છે. અજ્ઞાની ક્રોધભાવથી કાર્ય સિદ્ધિ માનતો હોવાથી દરેક સમયે ક્રોધભાવરૂપે પરિણમે છે અને ફળની રાહ દેખે છે. ખરેખર આ ક્રોધનું ફળ, તો તે માલિકને
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦)
મહાવીરનો વારસદાર કોણ?
મળ્યું જ નથી. જ્યારે ક્રોધનું ફળ મળશે ત્યારે નોકર સમયસર કે મોડો તો શું? પણ આવશે જ નહિ.
મોક્ષમાર્ગ પ્રકાશકના બીજા અધિકારમાં ક્રોધ કષાયના ઉદયથી થતી જીવની અવસ્થાનું વર્ણન કરતા શ્રી પંડિત ટોડરમલજી કહે છે કે
‘ક્રોધનો ઉદય થતાં પદાર્થો પ્રત્યે અનિષ્ટપણું ચિંતવી તેનું બૂરું થવું ઇચ્છે છે. કોઈ મકાન આદિ અચેતન પદાર્થ બૂરા લાગતાં તેને તોડવા-ફોડવા આદિ રૂપથી તેનું બૂરું કરવા ઈચ્છે છે તથા કોઈ શત્રુ આદિ સચેતન પદાર્થો બૂરા લાગે ત્યારે તેને વધ-બંધનાદિ વા પ્રહારાહિ વડે દુ:ખ ઉપજાવી તેનું બૂરું કરવા ઇચ્છે છે. વળી પોતે વા અન્ય ચેતન-અચેતન પદાર્થ કોઈ પ્રકારે પરિણમતા હોય અને પોતાને તે પરિણમન બૂરું લાગે તો તેને અન્ય પ્રકારે પરિણમાવવા વડે કરીને તે પરિણમનનું બૂરું ઇચ્છે છે. એ પ્રમાણે ક્રોધથી બૂરુ થવાની ઈચ્છા તો કરે, પણ બૂરું થયું તે ભવિતવ્યઆધીન છે.’
ક્રોધ કષાયની જેમ માન કષાયનું સ્વરૂપ પણ દુઃખદાયક જ સમજવું જોઈએ. માન આપીને પોતાના કાર્યની સિદ્ધિ થાય કે માન મળી જવાથી પોતે મહંત બની જાય એ વાત અસત્ય છે.
ન
ઉપરોક્ત સિદ્ધાંતના પ્રત્યક્ષ દૃષ્ટાંતો જોવા મળે છે. આજની સ્ત્રીઓએ નોકરોને પણ માન આપીને બોલાવવા પડે છે. તે જ સ્ત્રીઓ તેમના પતિને માન આપવામાં શરમ અનુભવે છે પણ નોકરોને મજબુરીથી માન આપીને બોલાવે છે. કારણકે તેમને એવો ડર હોય છે કે જો નોકરને માન નહિ આપીએ તો નોકરો કામ છોડીને જતા રહેશે અને ઘરની સફાઈ પોતે જાતે કરવી પડશે. જ્યારે પોતાના પતિને માન આપો કે ન આપો, તેઓ તો અમને છોડીને કયાંય જવાના નથી. જુઓ તો ખરા! અજ્ઞાનીની માન્યતા પણ કેવી વિચિત્ર છે! ઘરના નોકર તથા પતિ પર દઢ વિશ્વાસ છે પણ પરમાત્મા પર જરા પણ વિશ્વાસ નથી. કારણકે પરમાત્માએ એમ કહ્યું છે કે જે થવાનું હશે, તે જ થશે. તથા જે નહિ થવાનું નહિ હોય, તે નહિ જ થાય. જો આ સિદ્ધાંત પર વિશ્વાસ બેસે, તો જ એમ કહેવાય કે સર્વજ્ઞ ભગવાન પર દઢ શ્રદ્ધા થઈ. પરંતુ આવો વિચાર આવે છે કેટલાને? જગતમાં સકારાત્મક વિચારને પોઝિટિવ તથા નકારાત્મક વિચારને નેગેટિવ
Page #20
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૧૧ કહેવામાં આવે છે. જેમ કે કોઈ વ્યક્તિ એમ કહે કે આજે મારી ગાડીનો અકસ્માત થશે. લોકો તેના વિષે એમ કહે છે કે તે નેગેટિવ વિચારવાળો વ્યક્તિ છે. તે જ રીતે કોઈ બીજી વ્યક્તિ એમ વિચાર કરે કે આજે મારી ગાડીનો અકસ્માત નહિ જ થાય. એવા વિચારવાળાને સકારાત્મક વિચારવાળી વ્યક્તિ કહેવામાં આવે છે. પરંતુ જિનેન્દ્ર ભગવાન એમ કહે છે કે તે બંને વ્યક્તિના વિચારો નકારાત્મક છે. તો એવો પ્રશ્ન થાય કે પોઝિટિવ વિચાર કોને કહેવાય? તેનો ઉતર આ પ્રમાણે છે કે જેનાથી આકુળતા તથા રાગ-દ્વેષરૂપ વિકારીભાવનો અભાવ થાય, તે વિચારને જ સકારાત્મક એટલે કે પોઝિટિવ વિચાર કહેવાય.
ગાડીનું જે થવાનું હશે, એ જ થશે. તે જ પોઝિટિવ વિચાર કહેવાય. એમ એ સિદ્ધાંતને ત્રણેયકાળ સાથે ઘટિત કરવો જોઈએ. ખરેખર પરદ્રવ્યનો વિચાર છોડીને, નિજાત્માનો યથાર્થ વિચાર કરીને વિચાર રહિત દશાને પામવું, એ જ મુમુક્ષુનું ધ્યેય હોવું જોઈએ.
જેવી રીતે ભૂતકાળને બદલી શકાતો નથી પણ ભૂલી શકાય છે, તેવી રીતે વર્તમાનકાળ તથા ભવિષ્યકાળને પણ બદલી શકાતા નથી પણ તત્સંબંધી | વિકલ્પો અને કલ્પનાઓથી પોતાને મુક્ત કરી શકાય છે. તે પ્રકારે વિચાર કરતા ક્રિોધભાવથી પણ પોતાને બચાવી શકાય છે.
ક્રોધકષાયની જેમ માન કષાયથી પણ કાર્યસિદ્ધિ થતી નથી. માનકષાયના ઉદયથી સન્માન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. જ્યારે સન્માન મળે ત્યારે અજ્ઞાની એમ છે કે મારી મોટાઈના કારણે મને માન મળ્યું. ખરેખર, પૂર્વે કરેલા પુણ્યના ઉદયથી માન મળે છે. સન્માન મળવાને વર્તમાન ભાવ સાથે કોઈ સંબંધ નથી. વર્તમાનમાં જેમની વિશ્વભરમાં પ્રસિદ્ધિ થઈ રહી છે તથા આખી દુનિયા જેને ભગવાનના રૂપમાં માનવા લાગી છે, જેમના પુતળાને
મ્યુઝિયમમાં મુકવામાં આવે છે, તેઓ પણ માંસ ભક્ષણ, દારૂનું સેવન, વેશ્યાગમન, જુગાર રમવો, શિકાર કરવો વગેરે સપ્ત વ્યસનનું સેવન કરી રહ્યા છે. આમ, સપ્ત વ્યસનનું સેવન કરનારને આખા જગતમાં માન સન્માન મળે છે, તે તેમના પુણ્યનો જ ઉદય સમજવો. જે સ્વયં સપ્ત વ્યસનનું સેવન ન કરતો હોય, તેને સપ્ત વ્યસનના સેવન કરનાર વ્યક્તિની મહિમા પણ કેવી રીતે
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨).
મહાવીરનો વારસદાર કોણ? આવે? અર્થાત્ સદાચારીને તેમની મહિમા ન જ આવે અને આવવી પણ ન જોઈએ. તો કોઈ એમ કહે કે અમે તો તેના વ્યસનના નહિ, પણ તેમની કળાના વખાણ કરીએ છીએ, તેનો ઉત્તર એમ છે કે જે કળાનું ધ્યેય રાગ અને દ્વેષરૂપી વિકારીભાવોની ઉત્પત્તિ કરાવવાનું જ હોય, તે કળાને પ્રશંસા કરવા યોગ્ય કેમ મનાય? અર્થાત્ જે સંસાર પરિભ્રમણનું કારણ બને, તે સમ્માન આપવા યોગ્ય ન જ હોય શકે.
દરેક પ્રસિદ્ધ વ્યક્તિ મહાન હોય છે, એવો નિયમ નથી. સારા કામ કરીને પ્રસિદ્ધ થનાર તથા ખરાબ કામ કરીને પણ પ્રસિદ્ધ થનાર લોકો આ જગતમાં છે. હિંસાદિ પાપકરનારના નામો પણ ઈતિહાસમાં છપાય છે. પણ તે દરેકની મહિમા લાવવા માટે તેમના નામ છાપવામાં આવ્યા નથી. તે જ વાતને આ રીતે કહીએ તો પણ ખોટું નથી કે
- "ગિનનોગો, વડે નામહોતે હૈ,
वेही आगेजाके बदनामहोते है। बदनाम होकर के, वे ही लोग;
પર મી વડે નામ વાહોનેહૈ” આમ, પાપી લોકો પાપ કરીને પણ પુણ્યોદયથી જગત પ્રસિદ્ધ બને છે અને જગતના અજ્ઞાની તેમને માને છે. એ તો પાપીઓના પુણ્યનો ઉદય છે, તે તેમના પુણ્યકર્મનું ફળ છે. અજ્ઞાની માનકષાયને આધીન થઈને પોતાના નિજસ્વભાવની મહિમા કરતો નથી.
માની જીવની પ્રવૃત્તિ વિષે વર્ણન કરતા પંડિત ટોડરમલજીએ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે- “માનનો ઉદય થતાં અન્ય પદાર્થો પ્રત્યે અનિષ્ટપણે માની તેને નીચો પાડવા અને પોતે ઊંચો થવા ઈચ્છે છે. મળ, ધૂળ આદિ અચેતન પદાર્થોમાં જુગુપ્સા તથા નિરાદરાદિ વડે તેની હીનતા તથા પોતાની ઉચ્ચતા ઈચ્છે છે તથા અન્ય પુરુષાદિ ચેતન પદાર્થોને પોતાની આગળ નમાવવા તથા પોતાને આધીન કરવા ઈચ્છે છે. ઈત્યાદિ પ્રકારે અન્યની હીનતા તથા પોતાની ઊચ્ચતા સ્થાપન કરવા ઈચ્છે છે. લોકમાં પોતે જેમ ઊંચો દેખાય તેમ શૃંગારાદિ કરે વા ધન ખર્ચે.
Page #22
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
- (૧૩ બીજો કોઈ પોતાનાથી ઊચ્ચ કાર્ય કરતો હોય છતાં તેને કોઈ પણ પ્રકારે નીચો દર્શાવે તથા પોતે નીચ કાર્ય કરતો હોય છતાં પોતાને ઊંચો દર્શાવે. એ પ્રમાણે માન વડે પોતાની મહંતતાની ઈચ્છા તો ઘણી કરે, પણ મહેતતા થવી ભવિતવ્યઆધીન છે.”
જ્યારે જગતનું ક્ષણભંગુર સ્વરૂપ સમજાય છે, ત્યારે છ ખંડના ધણી ચક્રવર્તી પણ પોતાની છ ખંડની સંપત્તિને તુચ્છ જાણીને પોતે ભાવલિંગી મુનિના ચરણોમાં ભાવસહિત મસ્તક ઝુકાવે છે.
માનના ઉપાય અર્થે એમ કહેનારા લોકો પણ હોય છે કે જો તમે બધાં સાથે સારું વર્તન કરશો તો બધા લોકો પણ તમારી સાથે સારું વર્તન કરશે. જો કે આધ્યાત્મિક દષ્ટિએ કે કર્મસિદ્ધાંત દષ્ટિએ, એવો કોઈ નિયમ નથી.
જેમ કે, તમે કોઈને સ્મિત આપ્યું અને સામાવાળાએ પણ તમને સ્મિત આપ્યું. ત્યાં તમારા સ્મિત આપવાથી સામાવાળો તમને સ્મિત આપતો નથી, તમારા પુણ્યોદયથી સામાવાળો તમને સ્મિત આપે છે અને તમે સ્મિત આપ્યું તે ભાવ તો વર્તમાનમાં થયો છે અને તેનું યથાયોગ્ય ફળ તો ભવિષ્યમાં મળશે. કેટલીય વાર એમ પણ બનતું હોય છે કે આપણે પોતે તો બીજા સાથે સારું વર્તન કરીએ પણ સામાવાળો આપણી સાથે સારું વર્તન ન કરે, તેને પાપનો ઉદય સમજવો અને ક્યારેક પોતે કોઈની સાથે ખરાબ વર્તન કર્યું તેમ છતાં તે તમારી સાથે સારું વર્તન કરે, તો તેને તમારો પુણ્યોદય જ સમજવો. આમ, લાખ પ્રયત્ન કરીને પણ માન પ્રાપ્ત કરવાના અભિલાષી જીવ કરતાં કોઈ જીવ વિના પ્રયત્ન પણ સન્માનિત થતો હોય છે. તીર્થંકર પ્રભુ તેમનું ઉત્તમ દષ્ટાંત છે. તીર્થકર ભગવાનનો એવો પુણ્યોદય હોય છે કે કોઈ પણ પ્રકારના રાગાદિભાવ નહિ હોવા છતાં તેઓ સો ઈન્દ્રો દ્વારા પૂજાય છે અને અજ્ઞાની મનુષ્ય માન પ્રાપ્તિના અર્થે પોતાનો મનુષ્યભવ ગુમાવી દે છે.
ક્રોધ અને માન કષાય ની જેમ માયા અને લોભકષાયનું સ્વરૂપ પણ દુઃખદાયી જ સમજવું જોઈએ.
વર્તમાનમાં ઉત્પન્ન થતા માયા પરિણામના લીધે જીવને અનુકૂળતા મળતી નથી. છળ-કપટ કરીને અનુકૂળ સંયોગોની પ્રાપ્તિ ઈચ્છતો જીવ એ
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪).
મહાવીરનો વારસદાર કોણ? વાતને ભૂલી જાય છે કે છળ-કપટનું ફળ પ્રતિકૂળતા છે. બિલાડી છુપાઈને દૂધ પીવા માટે છળ કરે છે. વાઘ-સિંહ વગેરે પ્રાણીઓ છુપાઈને શિકાર કરવા માટે છળ કરે છે, અંગ્રેજોએ છળ-કપટ કરીને ભારતીઓને પરસ્પર લડાવ્યા અને ભારતમાં બસોથી પણ વધુ વર્ષો સુધી શાસન કર્યું. આમ, પરોક્ષરૂપે દેવ અને નારકીઓ પણ પોતાના સ્વાર્થની સિદ્ધિ અર્થ છળ-કપટ કરે છે. તેમ છતાં સ્વાર્થની સિદ્ધિ તો પુણ્યના ઉદયથી થાય છે. બિલાડીને છળ કરવાથી દૂધ પીવા મળતું નથી પણ પુણ્યના ઉદયથી દૂધ પીવા મળે છે. જો તે બિલાડીનો પોતાનો જ પુણ્યોદય ન હોય, તો બધા તે બિલાડીને મારીને ભગાડે છે. જેને એક દષ્ટાંતના માધ્યમથી સમજી શકાય છે. કોઈ વ્યક્તિના પિતા હોસ્પિટલમાં બિમાર હતા અને ડૉક્ટરે એમ કહ્યું કે તમારા પિતાની બિમારી ને દૂર કરવા માટે પાંચ લાખનો ખર્ચ થશે. કે પુત્ર પાસે પાંચ લાખ રૂપિયા નથી પણ તે પોતાનું ઘર વેચીને પણ પિતાનો ઈલાજ કરાવવા ઈચ્છે છે. તે પુત્ર પાંચ લાખ રૂપિયા ખર્ચ તે પહેલા જ પિતાનો દેહવિલય થઈ ગયો. મરણ પામીને તે પિતા બીજા જ ભવમાં બિલાડી રૂપે જન્મ લે છે. તે જ બિલાડી પોતાના પૂર્વભવના દીકરાના ઘરે આવી અને દૂધ પીવા માટે રસોડામાં ગઈ પણ દીકરાએ તે જ બિલાડીને ભગાડી મૂકી. જે પુત્ર પોતાના પિતા માટે પાંચ લાખ રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર હતો તે જ પુત્ર પોતાના પિતાનો આત્મા અહીં આવ્યો તો છે પણ પાંચ રૂપિયાનું દૂધ પીવરાવવા માટે તૈયાર નથી. તેથી એમ સમજવું કે જો જીવનો પુણ્યોદય ન હોય, તો અનેક છળ-કપટ કરવા છતાં પણ ઈચ્છાનુસાર સંયોગ મળતા નથી તથા પુણ્યોદયના યોગમાં છળ-કપટ વિના પણ ઈચ્છાનુસાર સંયોગો મળે છે. ઉપરોક્તદષ્ટાંત વિષે કોઈ એમ પણ કહી શકે કે તે પુત્રને એ વાતનું જ્ઞાન નથી કે, આ બિલાડીમાં મારા પિતાનો જ આત્મા છે. તેથી તે કેવી રીતે દૂધ પીવરાવે? પરંતુ એમ માનવુ તે યોગ્ય નથી. ઘણાં દીકરા એવા પણ હોય છે કે તેને એ વાતનું જ્ઞાન છે કે આ જ મારા પિતા છે; છતાં પણ પિતાને ભોજન માટે તરસવું પડે છે. પુત્રને પિતાનું જ્ઞાન હોવા છતા પણ પિતા પ્રત્યે રાગનો ભાવ થતો નથી. રાગનો ભાવ થાય પણ ક્યાંથી? જ્યારે પિતાનો પાપનો ઉદય ચાલતો હોય, ત્યારે પુત્રને પણ પિતા પ્રત્યે રાગભાવ થતો નથી અને જ્યારે પિતાનો પુણ્યનો ઉદય હોય તો પિતાની સેવા ચાકરી કરતાંપુત્ર થાકતો જ નથી.
Page #24
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૧૫ ક્રોધ તથા માન કષાયની જેમ માયા તથા લોભ કષાયનું પણ વર્ણન કરતા શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે
“માયા કષાયનો ઉદય થતા કોઈ પદાર્થને ઇષ્ટ માની તેને અર્થે નાના પ્રકારરૂપ-છલ પ્રપંચ વડે તેની સિદ્ધિ કરવા ઈચ્છે છે. રત્ન-સુવર્ણાદિ અચેતન પદાર્થોની વા સ્ત્રી, દાસી, દાસાદિ સચેતન પદાર્થોની સિદ્ધિ અર્થે અનેક છળ કરે. બીજાને ઠગવા માટે પોતાની અનેક પ્રકારે અછતી અવસ્થા કરે વા બીજા ચેતનઅચેતન અવસ્થાઓ પલટાવે. ઇત્યાદિ છળ વડે પોતાનો અભિપ્રાય સિદ્ધ કરવા ઈચ્છે છે. એ પ્રમાણે માયા વડે ઈષ્ટ સિદ્ધિ અર્થે નાના પ્રકારના છળ તો કરે છતાં ઈષ્ટસિદ્ધિ થવી ભવિતવ્યઆધીન છે.
લોભ કષાયનો ઉદય થતાં અન્ય પદાર્થોને ઈષ્ટ માની તેની પ્રાપ્તિ કરવા ઈચ્છે. વસ્ત્ર, આભરણ, ધન, ધાન્યાદિ અચેતન પદાર્થો તથા સ્ત્રી-પુત્રાદિ સચેતન પદાર્થોની તૃષ્ણા થાય છે. વળી પોતાનું વા અન્ય સચેતન-અચેતન પદાર્થોનું કોઈ પરિણમન હોવું ઈષ્ટરૂપ માની તેને તે પ્રકારના પરિણમનરૂપ પરિણમાવવા ઈચ્છે. એ પ્રમાણે લોભથી ઈષ્ટપ્રાપ્તિની ઈચ્છા તો ઘણી કરે, પરંતુ ઈષ્ટ પ્રાપ્તિ થવી ભવિતવ્યઆધીન છે.
લોભ કષાયથી પણ ઈચ્છાનુસાર કાર્ય સિદ્ધિ થતી નથી અર્થાત્ લોભથી અનુકૂળ સામગ્રીનો સંયોગ તથા પ્રતિકૂળ સામગ્રીનો વિયોગ થતો નથી. લોભને પાપનો બાપ કહ્યો છે, કારણકે હિંસા, જુઠ, ચોરી વગેરે પાંચેય પાપ લોભ કષાયના કારણે જ થાય છે. પાંચ ઈન્દ્રિયના વિષયોને ભોગવવા માટે તેના માધ્યમોનો પણ જીવ લોભ કરે છે. જેમ કે કોઈ પણ વ્યક્તિને પૈસાનો લોભ હોતો નથી પણ પૈસાના બદલામાં મળતી ભૌતિક વસ્તુ તથા તેના ભોગથી મળતા ઈન્દ્રિય સુખનો લોભ હોય છે. લોભને પાપનો બાપ કહેવાનું એક કારણ એ પણ છે કે લોભ કષાયનો ક્ષય સર્વકષાયના અંતમાં થાય છે તથા સમસ્ત પાપોનું મૂળ લોભ છે. લોભની પૂર્તિ કરવાથી લોભનો અભાવ થતો નથી પણ લોભ વધે છે. મેં એવું ઘણા વેપારીઓના મુખેથી સાંભળ્યું છે કે, “અસંતોષ જ ધનવાન થવાનો માર્ગ છે. પરંતુ તે વેપારીને એ વાતનું જ્ઞાન તથા શ્રદ્ધાન નથી કે અસંતોષથી ધનવાન થઈ શકાતું નથી પણ પુણ્યોદયથી માણસ ધનવાન બને છે અને
Page #25
--------------------------------------------------------------------------
________________
-
૧૬)
મહાવીરનો વારસદાર કોણ? વર્તમાનના અસંતોષરૂપલોભનું ફળ જીવને ભવિષ્યમાં મળશે ત્યારે ધનવાન નહિ પણ ધુળવાન થઈ જશે. તેથી એમ સમજવું કે સંતોષમાં જ સુખ છે, લાલચ વૃત્તિ અનંત દુઃખનું કારણ છે.
આત્માનુશાસનમાં કહ્યું છે કેआशागत: प्रतिप्राणी, यस्मिन् विश्वमणूपमम् । . कस्य किं कियदायाति, वृथा वो विषयैषिता ।।३६॥
આશારૂપી ખાડો દરેક પ્રાણીને હોય છે. અનંતાનંત જીવ છે તે સર્વને આશા હોય છે, તે આશારૂપી કૂવો કેવો છે કે તે એક ખાડામાં સમસ્ત લોક અણું સમાન છે. લોક તો એક જ છે, તો હવે અહીં કહો કે કોને કેટલો હિસ્સામાં આવે ? માટે જ તમારી જે આ વિષયની ઈચ્છા છે તે વૃથા જ છે.”
સમાધિશતકમાં શ્રી પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે - न तदस्तीन्द्रियार्थेषु यत् क्षेमंकरमात्मनः । तथापि रमते बालस्तत्रैधा ज्ञान भावनात् ॥५५।।
“ઈન્દ્રિય ભોગમાં આત્માનું હિત નથી તો પણ મિથ્યાદૃષ્ટી અજ્ઞાનની ભાવનાથી તેમાં જ રમ્યા કરે છે.”
આમ, પંચમાત્ર પણ સુખનું કારણ નથી એવી અનુકૂળતા પૂર્વકર્મના ઉદયથી જીવને મળે છે, તેમાં વર્તમાનમાં થઈ રહેલા ભાવો અનુકૂળતાનું કારણ થતા નથી. માત્ર અનુકૂળતા જ નહિ, પ્રતિકૂળતા વિષે પણ એમ જ સમજવું જોઈએ.
જ્યારે બજારમાંથી કોઈ એક વસ્તુની ખરીદી કરીએ તો તેની સાથે બીજી બે વસ્તુ મફતમાં મળે ત્યારે એમ ન સમજવું કે તે વસ્તુ મફતમાં મળી છે. કારણકે જગતમાં કોઈ પણ અનુકૂળતા કે પ્રતિકૂળતા મતમાં મળતી નથી. અનુકૂળ સંયોગો માટે પુણ્ય ખર્ચવું પડે છે અને પ્રતિકૂળ સંયોગો માટે પાપ ખર્ચવું પડે છે. અરે ! અહી સુધી કે પગમાં કાંટો વાગે, તો તે કાટો પણ મફતમાં વાગતો નથી, તેનાં માટે પણ પાપકર્મ ખર્ચાય છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
(૧૭
મહાવીરનો વારસદાર કોણ?
મંદિરથી પૂજા કરીને પાછા આવતા રસ્તામાં અકસ્માત થઈ જાય તો, તેને પૂજાનું ફળન સમજવું. કોઈ એમ વિચાર કરે કે પૂજા કરવા માટે ઘરની બહાર નીકળ્યા જ ન હોત તો અકસ્માત પણ ન થાત. પરંતુ તેવી મિથ્યા કલ્પના અજ્ઞાનીની ચિત્તમાં જ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને એ વાતની સમજણ નથી કે મારા પૂર્વે કરેલા પાપના ઉદયથી વર્તમાનમાં અકસ્માત થયો છે તથા પૂજાનું ફળ તો પુણ્યરૂપે ભવિષ્યમાં મળશે. તેથી પાપથી મુક્ત થવું; એ દરેક મુમુક્ષુ માટે અગત્યનું છે. એનો અર્થ એવો નથી કે પાપકર્મથી છૂટીને પુણ્યકર્મમાં અટકી જવું જોઈએ. હાં, પુણ્યના ઉદયથી અનુકૂળતા મળે પણ પુણ્યનો ઉદય આપણા હાથમાં ક્યાં છે? કર્મનો ઉદય તો બહુ દૂર, કર્મનો બંધ પણ આપણાં હાથમાં નથી કારણકે જીવ પુણ્ય બાંધતો નથી પણ પુણ્ય બંધાય છે. પુણ્યબંધની અભિલાષથી તો પાપનો જ બંધ થાય છે, પુણ્યનોનહિ.
સાર એ છે કે પુણ્ય અને પાપના ઉદયથી અનુકૂળતા તથા પ્રતિકૂળતા મળે તે મહત્વનું નથી પણ તેમાં સમભાવની કેળવણીનું મહત્વ છે. વસ્તુ
સ્વરૂપનો વિચાર કરીને સંયોગ-વિયોગનો સહજ ભાવે સ્વીકાર કરવો. કોઈ એમ કહે છે કે પ્રતિકૂળ સંયોગોને સહન કરી લેવા જોઈએ. પરંતુ ખરેખર પ્રતિકૂળતાને સહન કરવામાં પણ કર્તા બુદ્ધિનું પોષણ થાય છે, તેથી પ્રતિકૂળતાને સહજ ભાવે સ્વીકારવી જોઈએ કારણકે દરેક અજ્ઞાની મનુષ્યને દરેક સમયે પુણ્ય અને પાપકર્મનું ફળ મળે એવો નિયમ છે.
જેમકે કોઈ કરોડપતિ મર્સિડીઝ ગાડીમાં ચાર રસ્તાના સિગ્નલ પર અટકેલો હોય ત્યાં તેને પણ બન્ને ઉદય એક સાથે ચાલી રહ્યા છે. પાપના ઉદયથી રેડ સિગનલના કારણે રોકાવું પડ્યું છે પણ પુણ્યના ઉદયથી માર્સડીજ ગાડીમાં બેઠેલો છે. જો કે સામાન્યપણે દરેક મનુષ્યને જન્મથી મરણ સુધી નિરંતર મનુષ્પાયુનો ઉદય હોવાથી પ્રતિસમય પુણ્યોદય હોય છે અને તે પોતાને મિથ્યાત્વના ઉદયથી પોતાને મનુષ્યરૂપે માને છે, પણ હું શુદ્ધાત્મા છું નથી માનતો; તેથી મિથ્યાત્વરૂપ પાપનો ઉદય પણ તે સમય ચાલી રહ્યો છે. તેથી તે અપેક્ષાએ દરેક અજ્ઞાની મનુષ્યને નિરંતર પાપનો તથા પુણ્યનો ઉદય હોય છે. જો કે તે દરેકના ઉદયમાં અંતર હોય છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮)
મહાવીરનો વારસદાર કોણ? મહદંશે અમેરિકામાં રહેતા મનુષ્ય કરતાં ભારતમાં રહેતા મનુષ્ય નો પુણ્યનો ઉદય વધુ હોય છે. અમેરિકામાં જેટલા લોકો ખાય છે એટલા લોકો કમાય છે. જ્યારે ભારતમાં એક કમાય છે અને ઘરના દસ સદસ્યો વિના મહેનતે ખાય છે. અમેરિકામાં એવા કોઈ પુણ્યશાળી નથી, જેને વિના મહેનતે ખાવાનું મળી જાય. જ્યારે ભારતમાં વિના મહેનતે પણ આરામની જીંદગી જીવવાવાળા લોકો છે. જેને દુનિયા સુખી માને છે, તેને પણ પોતે પોતાની ગાડી ચલાવવી પડે છે, અરે ! અહીં સુધી કે પોતાના ઘરનું ટોઈલેટ પણ પોતે સાફ કરવું પડે છે. તે તો સાક્ષાત્ દેખાઈ રહેલો પાપનો ઉદય છે. જયારે ભારતમાં નોકર-ચાકરની સુવિધા, ગાડી-ડ્રાઈવરની સુવિધા મળવી તે શું ભારતવાસીનો પુણ્યોદય નથી? ઘર પર નોકર કામ કરી આપે દે તો ગાડીના માધ્યમથી મંદિર સુધી જઈએ છીએ. તો શું આ ભારતવાસીનો પુણ્યોદય નથી? વિદેશોમાં વીતરાગી જિનમંદિર મળવા પણ અતિ દુર્લભ છે, જ્યારે ભારતમાં ગામે-ગામે અનેક જિનમંદિરો મળે, તો શું આ ભારતવાસીનો પુણ્યોદય નથી? અનેક શાસ્ત્રો, તત્ત્વના ઉપદેશકોનો યોગ થવો એ પણ પુણ્યોદયનું જ પ્રતીક છે. તેથી એ વાતની મહિમા હંમેશા હોવી જોઈએ કે મારો જન્મ ભારત દેશમાં થયો, પાંચ ઈન્દ્રિયો તથા સ્વસ્થ શરીર મળ્યું અને તે સર્વમાં વિશેષ વીતરાગી ધર્મ મળ્યો તે મહાપુણ્યનો ઉદય છે. પરંતુ આ ઉદય તો ક્ષણિક છે, આજે છે તો કાલે નથી. અરે! આ ક્ષણે છે તો બીજી ક્ષણે નથી. તેથી મનુષ્યભવની એક પણ ક્ષણ ગુમાવ્યા વિના, મનુષ્યભવ છૂટ્યા પહેલા આત્માનું હિતકરી લેવું જોઈએ.
આ એક સત્ય ઘટના છે. એક વાર મારે સિંગાપુર જવાનું થયું. મારી સાથે પતિ-પત્નિનું યુગલ મારી બાજુની સીટ પર સફર કરી રહ્યું હતું. તેઓ લગ્ન બાદ ફરવા માટે તથા તેમના નિકટવર્તી લોકો સામે પોતાની મોટાઈ બતાવવા માટે તે બંને સિંગાપુર આવેલા અને એ તેમની પહેલી વિદેશ યાત્રા હતી. તેમની પાસે માત્ર ૧૫,000 રૂપિયા હતા. એમ સમજે કે સિંગાપુરમાં પાંચ દિવસ રહેવા માટે પણ પૈસા ન હતા. તેઓ સિંગાપુરના એરપોર્ટ પર ઉતર્યા અને પોતાની આદત મુજબ પત્નીએ રસ્તા પર કચરો ફેંક્યો. એટલી જ વારમાં પોલીસ ત્યાં આવી અને તેમને પકડ્યા અને ૫૦ ડોલરનો દંડ ભરવા માટે કહ્યું. પરંતુ આ બંને
Page #28
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૧૯ પતિ-પત્નીએ પોલીસને કહ્યું અમારી પાસે માત્ર ૫૦૦ ડોલર જ છે. તો પણ પોલીસે ૫૦૦ ડોલરનો દંડ લીધો અને તેની રસીદ પણ આપી. આ બાજુ પતિપત્ની બંને સિંગાપુર પોલીસના વર્તનથી ગુસ્સામાં હતા. જ્યારે પોલીસે તેમને રસીદ આપી તો ગુસ્સે થયેલા પતિએ તે રસીદ જોઈતી નથી; એમ કહીને રસ્તા પર ફેંકી દીધી એટલે પોલીસે કહ્યું કે રસીદને રસ્તા પર ફેંકવાના કારણે હવે બીજા ૫૦૦ ડોલરનો દંડ ભરવો પડશે. ત્યારે તો મામલો વધું બગડ્યો. આ બંને જણે કહ્યું કે હવે અમારી પાસે એક ડોલર પણ નથી. ત્યારે અંતે પોલીસે તેમને સિંગાપુરમાં છ મહિના માટે સફાઈ કરવાની સજા આપી. તેના પરથી સમજી શકાય કે જેમની પાસે સિંગાપુરમાં પાંચ દિવસ રહેવા માટે પુરતા પૈસા ન હતા, તેઓએ છ મહિના સુધી, વગર પૈસે સિંગાપુરમાં રહેવાનું તથા જમવાનું મળ્યું. જો પુણ્યનો ઉદય હોય તો ઈચ્છા ન કરવા છતાં અનુકૂળતા મળે છે. જો કે તેમની અનુકૂળતામાં પણ પ્રતિકૂળતા છુપાયેલી છે. જ્યારે છ મહિના સુધી સિંગાપુરમાં સજા ભોગવીને ભારત પાછા આવ્યા, તો પતિને ખબર પડી કે તેના સાહેબે તેને નોકરી પરથી કાઢી મુક્યો છે. - આમ પુણ્ય પછી પાપ અને પાપ પછી પુણ્યનો ઉદય થવો એ પ્રકૃતિનો નિયમ છે. પરંતુ ઉદયને આંખેથી દેખી શકતા નહિ હોવાથી, અજ્ઞાની પોતાને જ મહાન માને છે અને કર્મોદયના સ્વરૂપને ઓળખતો નથી, તેથી કર્મોદયના સ્વરૂપ પર વિશ્વાસ બેસવોતો બહુ દૂરની વાત છે.
જો પોતાના ફલેટની એક બારી પર સમયસાર શાસ્ત્ર તથા બીજી બારી પર દસ હજાર રૂપિયા પડેલા હોય તો તમે કોને બચાવશો? એવો પ્રશ્ન મેં કોઈ વ્યક્તિને પુછયો. તો તે વ્યક્તિએ કહ્યું કે, “હું દસ હજાર રૂપિયા બચાવીશ, કારણકે જે દસ હજાર રૂપિયા બચશે તો તેના બદલામાં સો નવા સમયસાર શાસ્ત્ર ખરીદી શકાશે.” પરંતુ તે વ્યક્તિને એવો વિચાર આવતો નથી કે એક સમયસારને બચાવીશ, તો તેના બદલામાં બંધાયેલા પુણ્યના ફળમાં એક લાખ રૂપિયા પણ મળી શકે છે. પરંતુ હકીકત એ છે કે તેને દસ હજાર રૂપિયાથી સો સમયસાર ખરીદી શકાય તે આંખેથી દેખાય છે પરંતુ એક સમયસારને નીચે પડતું બચાવવાના ફળમાં એક લાખ રૂપિયા મળે, એ હકીકત આંખ વડે પ્રત્યક્ષ દેખાતી
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૦)
મહાવીરનો વારસદાર કોણ? નથી; તેથી તેના પર વિશ્વાસ પણ થતો નથી. તેને 'Moneytalks' પર વિશ્વાસ છે પરંતુ 'Karnodoy talks' પર વિશ્વાસ નથી. એક સત્ય એ પણ છે કે તે દસ હજાર રૂપિયા બચાવીને ૧૦૦ સમયસાર ખરીદવાની વાતો ભલે કરે પરંતુ તેના હૃદયમાં તો એક સમયસાર પ્રત્યે પણ અહોભાવ નથી, તે શું ૧૦૦ સમયસાર ખરીદે અને તેને તો આ એક સમયસારનું પોતાના ઘરમાં હોવું બોજરૂપ લાગે છે, નહિ તો જેને જિનવાણી માતાને અહોભાવ હોય, તે વ્યક્તિ શાસ્ત્રને નીચે પડતું કે તેની આશાતના થતી દેખી પણ ન શકે.
- ૧૦૦ સમયસારને ખરીદવાની વાતો કરવાથી કંઈ થવાનું નથી. પરંતુ એક સમયસારને અપનાવે તો તેનો બેડો પાર થઈ શકે છે. એક સમયસાર નહિ, પણ સમયસારના એક વાક્યને પણ સમજી જાય તો તેનું હિત થઈ શકે છે. કારણ કે સમયસારનું પ્રત્યેક વાક્ય નિજાત્માનું પ્રતિપાદક છે. તેના માટે પણ દરેક મુમુક્ષુએ સર્વ પ્રથમ પાત્રતા પ્રગટ કરવી જોઈએ. આત્માની નિર્વિકલ્પ દશા તથા શુદ્ધોપયોગની વાતો કરતા પહેલા સામાન્ય શ્રાવકચાર તથા સદાચાર પર ધ્યાન આપવું જોઈએ કારણકે માત્ર ઊંચી-ઊંચી વાતો કરવાથી કંઈ વળતું નથી. જો કે મેં એવા ઘણા લોકોને દેખ્યા છે, જે પ્રવચનસભામાં કેવળજ્ઞાનની પર્યાય વિષે સ્પષ્ટીકરણ માંગે છે તથા કેવળજ્ઞાનની પર્યાય કેવી રીતે પલટાય છે? એવા સવાલો પણ પુછે છે. પાછા એ જ લોકો સભા પુરી થયા બાદ બહાર નીકળીને મારી નજર સામે પાન અને તંબાકુ ખાતા હોય છે. શું આવા જીવોને કેવળજ્ઞાનની પર્યાય સમજાય? અરે ! કેવળજ્ઞાનની પર્યાય તો શું પણ મતિજ્ઞાનની પર્યાય પણ સમજાઈ ન શકે. મતિભ્રષ્ટ લોકો તો પર્યાયનો અર્થ પણ ન સમજી શકે. આ કથનનો આશય માત્ર એટલો જ છે કે જીવે પોતાની દશાનુસાર વર્તવું. જે ટેબલ પર બે કિલો વજન રહી શકે તેમ હોય, તે ટેબલ પર વધુ વજન રાખવાથી તે તૂટી જશે. તે વાતને ભૂલવી ન જોઈએ. આમ, સદાચારનું પાલન કર્યા વિના તત્ત્વનો ઉપદેશ જવમાં ટકી શક્તો નથી. શાસ્ત્રનો અભ્યાસ કરીને પણ સદાચારહીન રહેલા લોકો, જ્ઞાનીના દષ્ટાંતો આપીને કહે છે કે જ્ઞાની પણ પાપ કરે છે, કારણકે પાપ તો ચારિત્રની નબળાઈ છે. તેથી હું સદાચારનું પાલન ન પણ કરું તો મારી પણ ચારિત્રની નબળાઈ સમજો. તેને કહે છે કે જ્ઞાનીના અવિરતિનામના દોષને
Page #30
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૨૧ આદર્શ ન બનાવાય. સભ્યશ્રદ્ધાના ગુણને આદર્શ માનવો જોઈએ. પોતાને જ્ઞાની તરીકે સિદ્ધ કરતા તે એમ પણ કહે છે કે ચક્રવર્તી જેવા જ્ઞાની છ ખંડ અને ૯૬૦૦૦ રાણીઓ ભોગવે છે, તો હું એક ઘર તથા એક પત્નીને કેમંન ભોગવું? પરંતુ તેને એમ વિચાર નથી આવતો કે ચક્રવર્તી છ ખંડ અને ૯૬૦૦૦ રાણીઓને છોડીને મુનિદીક્ષા પણ અંગીકાર કરે છે, તો હું એક ઘર અને એક પત્નીને કેમ ન છોડી શકું? સત્ય તો એ છે કે જેને સુખી થવું છે તે પોતાને સુખી છું એમ બતાવતા નથી. જ્યારે અજ્ઞાનીને તો માત્ર એટલું જ બતાવવું છે કે હું સુખી છું. 24 BH À } " We are ready to get mental sadness to get physical happiness. infact we don't want to be happy. we want to show the people that I'm happy" પોતે દુઃખી થતો હોય અને દુનિયા તેને સુખીરૂપે જાણે તો તેને ખુશી થાય છે. જેમ કે પોતે પોતાની ગાડીમાં બેઠો હોય ત્યારે દુનિયા તેને સુખી વ્યક્તિરૂપે દેખે છે, તે તેને ગમે છે પછી ભલે તે અંદરથી દુઃખી હોય. મનમાં તો બેંકથી લોન પર લીધેલી ગાડીનો હપ્તો કેમ ચુકવીશ તેની ચિંતા કરે છે અને બહારમાં દુનિયાને પોતે સુખી છે એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, કારણકે તેનું સુખ દુનિયાને બતાવવા પુરતું જ છે. જેનું સુખ સંયોગાધીન છે તે પરાધીન છે. અજ્ઞાનીની દષ્ટિ સંયોગાધીન હોવાથી પરાધીન છે. સ્વમાં સ્વાધીનતા છે. પરમાં પરાધીનતા છે. તે માત્ર પોતાને જ નહિ, જગતના જીવોને પણ સંયોગો સહિત દેખે છે, તેથી તેની દષ્ટિમાં કોઈ જીવ નાનો તથા કોઈ જીવ મોટો એવો ભેદ ઉત્પન્ન થાય છે. દ્રવ્યકર્મના ભેદરૂપ આઠ કર્મમાં ચાર ઘાતિકર્મ છે તથા ચાર અઘાતિ કર્મ છે. તેમાં અઘાતિકર્મના ઉદયથી સંયોગો મળતા હોવાથી અજ્ઞાનીની દષ્ટિ પણ અઘાતિકર્મના ઉદય પર અટકેલી હોય છે. - જ્યારે કોઈ સંયોગાધીન દષ્ટિવાળો છોકરો પોતાના વિવાહ કરવા માટે કોઈ છોકરીને દેખવા જાય છે ત્યારે તેની દષ્ટિ છોકરીના અઘાતિકર્મના ઉદય પર હોય છે. તેને છોકરીના ઘાતિકર્મનો ઉદય એટલી અસર કરતો નથી, જેટલો અઘાતિકર્મનો ઉદય આકર્ષિત કરે છે, જેમકે તે એમ વિચાર કરે છે કે છોકરી પાસે પૈસા છે કે નહિ, સ્વસ્થ શરીર છે કે નહિ અર્થાત્ એવી તો બિમારી નથી કે લગ્નબાદ તેનું મરણ થઈ જાય, એટલું જ નહિ તેના સ્વસ્થ શરીર સાથે શરીરની
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૨)
મહાવીરનો વારસદાર કોણ? સુંદરતા પણ હોવી જોઈએ અને અંતે એ વાતની પણ પુરી જાણકારી મેળવી લે છે કે તેમનું ખાનદાન ઊંચું છે કે નહિ ? આમ, તે છોકરો અઘાતિકર્મના ઉદયને નજરમાં રાખીને જ છોકરીને દેખી રહ્યો છે. છોકરીના પૈસાનો વિચાર એટલે તેના સાતા વેદનીયકર્મના ઉદયનો વિચાર, શરીરની સ્વસ્થતાનો વિચાર એટલે તેના આયુ કર્મના ઉદયનો વિચાર તથા તેના ખાનદાનનો વિચાર એટલે ગોત્રકર્મનો વિચાર આવે છે. પરંતુ તે છોકરો દેખવા ગયેલ છોકરીના જ્ઞાનાવરણી તથા દર્શનાવરણી કર્મના ક્ષયોપશમથી થતા જ્ઞાન-દર્શનનો, મોહનીય કર્મના ઉદયથી થતા મોહભાવનો, અંતરાયકર્મના ઉદયથી આવતા અંતરાયનો વિચાર કરતો નથી. તે છોકરાની દષ્ટિ તો માત્ર છોકરીના સંયોગો તરફ જ છે અને આજના આ યુગમાં આવા સંયોગાધીન છોકરા મળવા ખૂબ જ સરળ છે. માત્ર છોકરા જ નહિ, છોકરીઓ વિષે પણ એમ જ સમજવું જોઈએ.
એક પ્રેમીએ તેની પ્રેમિકાને પુછયું કે તારા પપ્પા પૈસાદાર છે કે નહિ? તો પ્રેમિકાએ જવાબ આપતા કહ્યું કે તમે બધાં પુરુષો એક સરખા છો. મારા પપ્પા પણ મને એમ પુછતા હતાં કે જે છોકરા સાથે તું લગ્ન કરવા ઈચ્છે છે તે છોકરો પૈસાદાર છે કે નહિ? જો કે બધાં પુરુષો જ નહિ, સ્ત્રીઓ પણ સંયોગાધીન દષ્ટિથી અલગ હોય એમ હોતું નથી. પરાધીન દષ્ટિમાં પુરુષ અને સ્ત્રીના કોઈ ભેદ હોતા નથી. દરેક અજ્ઞાની સ્વાર્થી છે કારણકે સ્વાર્થીપણું સંસારનું લક્ષણ છે. સંસારનાં સંબંધો રેતીના બનાવેલા લાડવા જેવા હોય છે, જેવી રીતે રેતીનો લાડવો પાણી સુકાય જતા પળભરમાં તૂટી જાય છે, વેર-વિખેર થઈ જાય છે તેવી રીતે સંસારનાં સંબંધો પણ સ્વાર્થ પુરો થઈ જતા પળભરમાં તૂટી જાય છે, વેરવિખેર થઈ જાય છે. જ્યારે સંસારના સ્વાર્થીપણાનું જ્ઞાન થાય તો દુઃખ ન થવું જોઈએ પણ સંસારના સ્વરૂપની સમજણ થવી જોઈએ. કારણકે સાચી સમજણ થવાથી વીતરાગતા પ્રગટ થાય છે અને અનંત દુઃખ ટળે છે. દુઃખનું મૂળ કારણ સંસાર નથી પણ સંસારની ગેરસમજ છે. માલવાના રાજા ભર્તુહરિને પોતાની પ્રાણપ્યારી પિંગળાની બેવફાઈ જણાવા છતાં પિંગળા પ્રત્યે દ્વેષ પ્રગટયો નહોતો પણ સમગ્ર સંસાર પ્રત્યેથી આસ્થા ઉઠી ગઈ હતી તેથી ત્યાગનો માર્ગ સ્વીકાર્યો હતો. સંસારના સ્વાર્થી સંબંધોને અજ્ઞાની પ્રેમભાવ નામ આપે છે. તે બીજાના
Page #32
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ? ' પ્રેમમાં પડે છે ત્યારે જગતને ભૂલી જાય છે. જગતને તો શું? તે પોતાને પણ ભૂલી જાય છે અને એક સમય એવો આવે છે કે જેને પ્રેમ કરે છે તેને પણ ભૂલી જાય છે. તેને તો માત્ર પ્રેમ જ નજર સમક્ષ ફરતો હોય છે. પરંતુ તે વ્યક્તિ પોતાના જીવનની અંતિમ પળ સુધી એ વાતનો નિર્ણય કરી શકતી નથી કે તે કોને પ્રેમ કરે છે? જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો તો તેના શરીરને પ્રેમ કરો છો કે તેના આત્માને પ્રેમ કરો છો? કોઈ એમ કહે છે કે અમે તો માત્ર શરીરને પ્રેમ કરીએ છીએ અને કોઈ આત્માનો પ્રેમી એમ કહે છે કે અમે આત્માને પ્રેમ કરીએ છીએ. પરંતુ સત્ય શું છે? હકીકત એ છે કે જગતમાં કોઈ માણસ કોઈના શરીરને પ્રેમ કરતો જ નથી. કારણકે મરણ થયા બાદ શરીરને તો સળગાવી દેવામાં આવે છે. જે શરીરને પોતાના નજર સમક્ષ જોવા ઈચ્છતો હતો તે જ શરીરને પોતાની નજર સમક્ષ પોતાના હાથે અગ્નિસંસ્કાર કરે છે. જે પિતાના દેહને પ્રેમ કરતા હોય, તો દેહ તો મરણ પછી પણ હોય છે, તેમ છતાં તે દીકરો પોતાના પિતાને પોતાના હાથે અગ્નિસંસ્કાર આપે છે. કેવી વિચિત્રતા ! જેણે દેહ આપ્યો તેને જ દાહ દે છે. તેથી એમ સિદ્ધ થયું કે કોઈ પણ વ્યક્તિ શરીરને પ્રેમ કરતો નથી, માં પોતાના દીકરાને પ્રેમ કરે છે. દીકરો ભણવા ગયો અને રસ્તામાં અકસ્માત થયો અને દીકરાનું મરણ થયું. દીકરાનું શરીર ઘર પર લાવવામાં આવ્યું શરીર તો એ જ પાછું આવ્યું છે જે ઘરેથી ગયું હતું. એ જ હાથ, પગ, આંખ, કાન વગેરે દરેક અંગો પણ એ જ છે પણ માઁ રડવા લાગે છે અને જેટલી બને, એટલી જલદી દીકરાનો અગ્નિસંસ્કાર કરવાની તૈયારી કરે છે. આદષ્ટાંત પરથી કોઈ એમ કહે કે માઁ દીકરાના શરીરને પ્રેમ કરતી નથી પણ તેના આત્માને પ્રેમ કરે છે. શરીર તો ઘરે આવ્યું પણ શરીર સાથે એ આત્મા ન આવ્યો જેને તે પ્રેમ કરે છે. તેથી કોઈ પણ વ્યક્તિ શરીરને નહિ પણ આત્માને પ્રેમ કરે છે. જો કે ખરેખર એમ પણ નથી. કોઈ કોઈના આત્માને પણ પ્રેમ કરતું નથી. કારણકે મરણ થયા બાદ શરીર વિનાનો એકલો આત્મા જો રાત્રે બે વાગ્યે પાછો આવે તો શું તેને પ્રેમ કરશે કે ઘરમાં બધાં લોકોને જગાડશે અને કહેશે કે ભાગો, ભાગો, ભૂત આવ્યું છે. પછી ભલે ને તે પોતાના સગા દીકરાનો એકલો આત્મા પણ કેમ ન હોય ! એનો અર્થ એમ થયો કે કોઈ શરીરને પ્રેમ કરતું નથી કે કોઈ આત્માને પણ પ્રેમ કરતું નથી. ત્યાં કોઈ ત્રીજી વ્યક્તિ એમ કહે કે અમે તો આત્મા અને શરીરની એક અવસ્થાને
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪)
મહાવીરનો વારસદાર કોણ? પ્રેમ કરીએ છીએ, તો તે પણ સત્ય નથી. કારણકે આત્મા અને શરીરની એકક્ષેત્રાવગાહી અવસ્થા તો પશુ-પક્ષીમાં પણ દેખવા મળે છે, તેમ છતાં તે પશુ-પક્ષી પ્રત્યે એવો પ્રેમ થતો નથી, જેવો પ્રેમ પોતાના પુત્ર પ્રત્યે હોય છે. કોઈ એમ પણ કહે કે તે પશુ-પક્ષી અમારી સંતાન નથી, તેથી તેમાં પ્રેમ થતો નથી, તો તેમ માનવું પણ યોગ્ય નથી. કારણકે જ્યારે દીકરો કોઈ એવું કામ કરે છે કે જેનાથી માતા-પિતાનું નામ ખરાબ થાય, તો પિતા પોતે પોતાના સગા દીકરા વિષે છાપામાં ખબર આપી દે છે કે આ દીકરા સાથે મારે કોઈ સંબંધ નથી, કોઈ પણ વ્યક્તિ તેની સાથે સંબંધ રાખશે તો તેનો જવાબદાર તે પોતે હશે, અમે કોઈ પણ તેના જવાબદાર નથી. ત્યાં એવો પ્રશ્ન થાય કે પોતાના સગા દીકરા પ્રત્યે પણ પ્રેમ કેમ ન રહ્યો? તેનો જવાબ એ છે કોઈ આત્માને કે શરીરને કે આત્મા અને શરીરની એક અવસ્થાને પ્રેમ કરતો જ નથી. દરેક જીવ પોતાના સ્વાર્થને જ પ્રેમ કરે છે. અને તેવી જ રીતે કોઈ જીવ આત્માને કે શરીરને કે આત્મા અને શરીરની એક અવસ્થાને નફરત પણ કરતો નથી. દરેક જીવ પોતાનું અહિત જેનાથી માને છે તેને નફરત કરે છે. આમ, આ આખો સંસાર સ્વાર્થી છે. નિઃસ્વાર્થ પ્રેમકે નફરત નામની વસ્તુ આ જગતમાં હોતી જ નથી. જે નિઃસ્વાર્થ છે તે વીતરાગતા છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી અવાર-નવાર કહેતા હતા કે જેને તું પોતાના માતા-પિતા, પુત્ર-પત્ની, ભાઈ-બહેન, સગા-વ્હાલાં માને છે, તે કોઈ તારાં થયા નથી અને થવાના પણ નથી. તે બધાં તો ઘુતારાની ટોળકી છે. આમ, અજ્ઞાની ઇન્દ્રિય સુખનો સ્વાર્થી છે. નિશ્ચય દષ્ટિએ તો સ્વ એટલે આત્મા અને અર્થી એટલે પ્રયોજનવાન જે જીવને પોતાના આત્મા સાથે જ પ્રયોજન હોય એટલે કે જે નિજ સ્વાભાવમાં જ સ્થિર થયા હોય તે જ સ્વાર્થી છે. ભૌતિક સુખ સંબંધી સ્વાર્થીપણું છોડીને દરેક જીવે નિશ્ચયદષિટએ સ્વાર્થી એટલે સ્વના અર્થી થવું જોઈએ અર્થાત્ આત્મજ્ઞાન પામવું જોઈએ. તેદષ્ટિએ વિચાર કરતા જ્ઞાની જ સ્વાર્થીથયા છે.
નિશ્ચય દૃષ્ટિએ વિચાર કરવામાં આવે ત્યારે વ્યવહાર ગૌણ થઈ જાય છે. નિશ્ચય દષ્ટિએ વિચારતા પૂણ્યના ઉદયથી પૈસા મળતા નથી અને પાપના ઉદયથી બિમારી આવતી નથી. પણ વ્યવહારનું જ્ઞાન કરાવવા માટે કર્મના
Page #34
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૨૫ ઉદયની મુખ્યતાથી તે પ્રમાણે કથન કરવામાં આવે છે. જ્યારે વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય તથા અર્જાવાદને સમજવા માટે નિશ્ચયનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. ઉપાદાનની મુખ્યતાથી તો પૈસાની ક્રિયાવતીગુણની ગતિપર્યાયની તે સમયની યોગ્યતાથી પૈસા ઘર સુધી આવે છે અને ઘરેથી જાય છે. તે જ રીતે શરીરના પરમાણુના સ્પર્શગુણની ઠંડી પર્યાયનું તે સમયની યોગ્યતાથી ગરમરૂપે પરિણમન થાય છે ત્યારે કર્મોદય હાજર હોય છે. આમ, કર્મ અને જગતનું પરિણમન પણ સ્વતંત્ર અને સ્વાધિન છે. પ્રત્યેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર જ છે કારણકે ઉત્પાદવ્યય અને ધ્રૌવ્ય સ્વતંત્ર છે. એક દ્રવ્યના અનંત ગુણો પણ સ્વતંત્ર રીતે પરિણમન કરે છે. -
રોટલીને ગેસ પર લાંબા સમય સુધી રાખવાથી રોટલી ગરમ થાય છે, કડવી થાય છે, દુર્ગધ આવવા લાગે છે અને કાળી પણ પડી જાય છે. અહીં એમ નહિ માનવું જોઈએ કે રોટલી લાંબા સમય માટે ગરમ કરી એટલે કડવી, દુગંધવાળી તથા કાળી થઈ ગઈ. કારણકે રોટલીના મુખ્ય ચાર ગુણો સ્વતંત્રરીતે પરિણમન કરે છે. તેના સ્પર્શગુણની પર્યાયની તે સમયની યોગ્યતાથી ગરમ થાય છે, તેના રસ ગુણની પર્યાયની તે સમયની યોગ્યતાથી કડવી થાય છે, તેના ગંધ ગુણની પર્યાયની તે સમયની યોગ્યતાથી દુર્ગધરૂપ થાય છે અને તેના વર્ણગુણની પર્યાયની તે સમયની યોગ્યતાથી કાળી થાય છે. આમ, દ્રવ્યની સાથે સાથે દ્રવ્યના ગુણોનું પરિણમન સ્વતંત્ર હોય છે. નિશ્ચયથી એક પર્યાય જ નહિ, એક જ સમયે થતો પર્યાયનો ઉત્પાદ તથા વ્યય પણ સ્વતંત્ર છે. જેમકે જે સમયે અંધકારનો વ્યય થાય છે તે જ સમયે પ્રકાશનો ઉત્પાદ થાય છે, તેમ છતા બંનેનો ઉત્પાદ અને વ્યય સ્વતંત્ર છે. નષ્ટ થતો અંધકાર, પ્રકાશને કઈ રીતે ઉત્પન્ન કરી શકે તેવી રીતે જે સમયે મિથ્યાજ્ઞાનનો વ્યય થાય છે, તે જ સમયે સમ્યજ્ઞાનનો ઉત્પાદ થાય છે. તે ઉત્પાદનું કારણ વ્યય નથી અને વ્યયનું કારણ ઉત્પાદ નથી. એટલે કે મિથ્યાજ્ઞાનના વ્યય થવાથી સમ્યજ્ઞાન પ્રગટ થતું નથી
અને સમ્યજ્ઞાનના ઉત્પાદથી મિથ્યાજ્ઞાનનો વ્યય થતો નથી. એટલે મિથ્યાજ્ઞાનનો વ્યય તેની વ્યયરૂપ યોગ્યતાથી તથા સમ્યજ્ઞાનનો ઉત્પાદ તેની ઉત્પાદરૂપ યોગ્યતાથી જ થાય છે. પર્યાયના ઉત્પાદ-વ્યય જ નહિ પણ પ્રત્યેક
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬)
મહાવીરનો વારસદાર કોણ? પર્યાયના અવિભાગ પ્રતિચ્છેદો પણ સ્વતંત્ર છે. આમ, ખરેખર કોઈ કોઈનો કર્તા નથી, માત્ર પરંપદાર્થના કર્તાપણાથી જ જીવ દુ:ખી થઈ રહ્યો છે. અનેકાંત - દષ્ટિહીન કોઈ અજ્ઞાનીએ નિશ્ચયને ગ્રહણ કર્યો તો નિમિત્તની મુખ્યતાથી કથન કરનારા વ્યવહારનો નિષેધ કર્યો અને કોઈ અજ્ઞાનીએ વ્યવહારને ગ્રહણ કર્યો તો ઉપાદાનની મુખ્યતાથી કથન કરનારા નિશ્ચયનો નિષેધ કર્યો. આમ, એકાંતદષ્ટિ અજ્ઞાની શાસ્ત્રમાંથી વાંચીને કે ગુરુ પાસે સાંભળીને પોતાને ખીલેલા જ્ઞાનને લીધે જ્ઞાની માની લે છે. જેથી જ્ઞાનદશા પામ્યા વિના રહી જાય છે. તેથી જેટલો બને એટલો તત્ત્વનો અભ્યાસ કરવો અને વસ્તુના યથાર્થ સ્વરૂપનો નિર્ણય કરવો. તત્વાભ્યાસથી આત્માનુભવ પ્રગટ થશે એવો નિયમ નથી પણ એટલું જરૂર છે કે જીવમાં તત્ત્વના સંસ્કાર સંચિત થશે, જે સંસ્કાર જીવને આ ભવે તથા આવતા ભવે પણ આત્માનુભવ માટે ઉપયોગી બનશે. - કોઈ એમ પણ કહે કે અમને પૂર્વભવનું જ્ઞાન આ ભવમાં યાદ આવતું નથી, તો આ ભવનું જ્ઞાન આવતા ભવમાં યાદ આવશે તેની શું ખાતરી છે? તેનો ઉત્તર એમ છે કે પૂર્વભવનું જ્ઞાન યાદ આવવાનું એટલું મહત્ત્વ નથી, જેટલું મહત્ત્વ સંસ્કાર સંચિત કરવાનું બતાવ્યું છે. જેવી રીતે પતંગ સાથે દોરો પણ જાય છે, એવી રીતે જીવ સાથે તેના સંસ્કાર પણ સાથે જાય છે.
હાં, એટલું અવશ્ય છે કે જો પતંગ સાથે દોરો સારી રીતે દઢ ન બાંધેલો હોય તો પતંગથી છૂટો પડી જવાની સંભાવના છે, તેવી રીતે જે સંસ્કાર આત્મામાં દઢતાપૂર્વક સંચિત ન થયા હોય તે સંસ્કાર કાળાંતરે આત્મામાંથી છૂટી પણ શકે છે.
કોઈ એમ પણ કહે છે કે હવે મને યાદ નથી રહેતું. તત્વનો અભ્યાસ કરવાનું કહેવામાં આવે તો એમ કહે છે કે મને યાદ નથી રહેતું. તેને એટલું તો યાદ રહે છે કે “મને યાદ નથી રહેતું. તેમાં પણ જો કોઈ સાથે ઝઘડો થયો હોય તો મરણપર્યંત ભૂલતો નથી અને તત્વની વાત સાંભળીને ઊભો થાય, એ પહેલા જ તત્વની વાત ભૂલી જાય છે. ખરેખર તો યાદ રાખવું બહું સહેલું છે, ભૂલવું અઘરું છે. યાદ રાખવું એ તો આત્માનો જ્ઞાન સ્વભાવ છે. પરને પોતાનું માનવાનું ભૂલી જવું એ જ ધર્મ છે, એટલે કે જો જીવ એ વાતને ભૂલી જાય કે હું ધનવાન છું,
Page #36
--------------------------------------------------------------------------
________________
(૨૭
મહાવીરનો વારસદાર કોણ? ગરીબ છું, સ્ત્રી છું, પુરુષ છું, મનુષ્ય છું, દેવ છું એટલે કે પોતાને દેહરૂપે તથા દેહના સંયોગોને પોતાના માનવાનું ભૂલે અર્થાત છોડે તો દેહમાં રહીને પણ વૈદેહી થઈ જશે.
ઘણાં વર્ષો પહેલાં પ્રસંગોપાત સંસારનું સ્વરૂપ બતાવતા મેં અનેક પદો લખ્યા હતા. તેમાંનું એક પદ આ પણ છે જેનો ભાવ અત્યંત માર્મિક છે.
"यादरखना इसजगतमें, बहुत ही आसान है। । यदिभूलना आसान होता, होते हमलोकाग्रमें।
સંસારના સંબંધોને યાદ રાખવા બહુ જ સહેલું છે, જો આ બધા સંબંધોને ભૂલીને આત્મા આત્મસ્વભાવમાં લીન થાય તો, લોકાગ્રે બિરાજમાન થાય એટલે કે સિદ્ધદશા પામે.
તેના માટે ધર્મની શરૂઆત તત્ત્વભ્યાસથી કરવી જોઈએ. વસ્તુ સ્વરૂપના યથાર્થ જ્ઞાન વિના શ્રદ્ધાન કદી પણ ન થઈ શકે. તત્વાભ્યાસમાં પણ જે શાસ્ત્ર હાથમાં આવે તેને વાંચી લેવું નહિ. એકડે એકથી શરૂઆત કરવી જોઈએ. ગમે એટલી ઉમર થઈ ગઈ હોય તો પણ શરમનો અનુભવર્યા વિના પ્રાથમિક ગ્રંથોથી તત્ત્વનો અભ્યાસ કરવો જોઈએ. જે જીવ દ્રવ્યના સ્વરૂપને તો જાણે નહિ, તેના ભાવને સમજે નહિ અને સ્વ-પરનું ભેદવિજ્ઞાન અને ધ્યાન કરવાનો પ્રયત્ન કરે, તો કદાપિ આત્માની પ્રાપ્તિ થઈ શકે નહિ. ત્યારે અજ્ઞાની એમ કહે છે કે શિવભૂતિ મુનિને પણ ક્યાં કંઈ યાદ રહેતું હતું? તેમ છતાં તેઓ પામી ગયા. હાં, તે સત્ય છે પણ તું ક્યાં શિવભૂતિ મુનિ છે કે તારે પણ યાદ રાખવાની જરૂર ન પડે. શિવભૂતિ મુનિને યાદ નહતું રહેતું પણ તેમના ભવોભવના સંસ્કાર તો દઢ હતાં, જો તારા સંસ્કાર એટલા દઢ હોય તો તારે પણ તત્ત્વનો અભ્યાસ કરવાની જરૂર નથી. અહીં સુધી કે આત્મા અને પરમાત્મા વિષે ચર્ચા કરનાર લોકો પણ દ્રવ્ય-ગુણ-પર્યાયના જ્ઞાનથી વંચિત હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ૪૫ વર્ષો સુધી સમયસાર વગેરે ગ્રંથો પર પ્રવચન સાંભળનારા લોકોને પણ દ્રવ્ય-ગુણપર્યાયની સમજણ હોતી નથી, એવા લોકો પણ હોય છે. તેથી સર્વપ્રથમ દ્રવ્યગુણ-પર્યાયનું સ્વરૂપ સમજવું. જ્યારે તેને પુછો કે ગોળની મીઠાશ અને પાણીની શીતળતા એ શું છે? તો તે કહે છે કે તે તેના ગુણો છે. પરંતુ મીઠાશ અને
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮)
મહાવીરનો વારસદાર કોણ? શીતળતા એ ગુણ નથી પણ પર્યાય છે. મીઠાશ એ રસગુણની પર્યાય છે. તથા શીતળતા એ સ્પર્શગુણની પર્યાય છે. ગુણ તો દ્રવ્યમાં ત્રિકાળ ટકે છે તો ગોળ પણ હંમેશા મીઠાશરૂપે રહેવો જોઈએ અથવા પાણી પણ હંમેશા શીતળતારૂપે રહેવું જોઈએ. પરંતુ ગોળની મીઠાશ ખટાશરૂપે તથા પાણીની શીતળતા ઉષ્ણતારૂપે પરિણમે છે; તેથી ગોળની મીઠાશ અને પાણીની શીતળતા પર્યાય છે. આમ, જ્યાં સુધી મૂળ સિદ્ધાંત સંબંધી અજ્ઞાન હોય, ત્યાં સુધી આત્માનું સ્વરૂપ કેવી રીતે અનુભવમાં આવે? આત્માના અનુભવની વાત તો બહુ દૂર, આત્માની સમજણ પણ ન થાય. જ્યારે કોઈ પ્રવચન સાંભળે ત્યારે તે એમ માને છે કે, આત્માને સાંભળું છું અને શાસ્ત્ર વાંચે ત્યારે એમ માને છે કે આત્માને વાંચ છું. જ્ઞાની કહે છે કે જે આત્માને કાન વડે સાંભળે છે તથા આત્માને આંખ વડે દેખે છે તે મૂર્ખ છે, અજ્ઞાની છે કારણકે સાંભળવાનું કાર્યકાનના નિમિત્તથી થાય છે અને દેખવાનું કાર્ય આંખના નિમિત્તથી થાય છે. જેનું જ્ઞાન ઈન્દ્રિયોના માધ્યમથી થાય તે પુદ્ગલ જ હોય. આત્મા કાન વડે સંભળાતો નથી તથા આંખ વિડે દેખાતો નથી. પરંતુ પ્રવચન સાંભળીને અને શાસ્ત્ર વાંચીને આત્માનો નિર્ણય કરી શકાય છે. આત્માનો નિર્ણય થયા વિના આત્માનો અનુભવ થતો નથી. આત્મા અરૂપી તથા વચનાતીત છે, તેમ છતાં તેને સમજાવવા તથા સમજવા માટે શાસ્ત્ર તથા ગુરુ નિમિત્ત હોય છે. જેવી રીતે મૌન વચનાતીત છે તેમ છતાં મૌનને સમજાવવા માટે વચનનો સહારો લેવો પડે છે. તેવી રીતે આત્મા અતીન્દ્રિય છે, તેમ છતાં આત્માને સમજાવવા માટે ઈન્દ્રિયોનો સહારો લેવો પડે છે, કારણકે આજ સુધી કોઈ પણ જીવને વીતરાગી દેવ કે ગુરુના વચન વિના કે શાસ્ત્રના અભ્યાસ વિના આત્મજ્ઞાન થયું નથી.
જેને આત્માની મહિમા હોય અને આત્માની પ્રતીતિ થઈ હોય, તેને આત્મ સ્વરૂપના પ્રતિપાદક દેવ-શાસ્ત્ર-ગુરૂની પણ અપાર મહિમા હોય. વર્તમાનકાળમાં એવા લોકો પણ ડગલેને પગલે જોવા મળે છે, જેઓ સમ્યગ્દર્શનનો અભ્યાસ તો કરે છે પણ તેમને સમ્યગ્દર્શન શબ્દ લખતાં પણ પ્રમાદ થાય છે. કેટલાંક લોકોએ તો સમ્યગ્દર્શનનું પણ શોર્ટ ફોર્મ કરી દીધું છે. તે સમ્યગ્દર્શનના સ્થાને માત્ર સ.દ. લખે છે. તે જ માણસ ક્યારેય એવું નથી કે
Page #38
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૨૯ લખતો કે મારે ક.૫. થવું છે. ત્યાં તો તે એમ લખે છે કે મારે કરોડપતિ થવું છે. કારણકે તેને તો કરોડપતિની મહિમા છે. જેમ સારા પુત્રને સુપુત્ર તથા ખરાબ પુત્રને કુપુત્ર કહેવામાં આવે છે તેમ જે રોડ (માર્ગ) ખરાબ હોય તેને કરોડ સમજવો જોઈએ. તથા તેના સ્વામીને કરોડપતિ. જો સમ્યગ્દર્શનની સાચી મહિમા હોય તો મહિમાવંત વચનોનો પ્રયોગ કરે. જેને અંદરમાં આત્માની મહિમા છે તેને બહાર પ્રગટયા વિના રહેતી નથી. જો અંદરથી પલટો આવે તો બહારથી પણ પલટો આવ્યા વિના રહે નહિ, એવો નિયમ છે.
જે લોકો વચનથી એમ કહે છે કે પરિગ્રહ રહિત થવું એજ સાચા સુખનો ઉપાય છે, તે લોકો એક પરિગ્રહને પણ છોડતા નથી, છોડવાની વાત તો બહુ દૂર દિન-પ્રતિદિન નવો પરિગ્રહ જોડવામાં જ વ્યસ્ત છે. તેથી વૈરાગ્યનું દર્શન તથા પ્રદર્શને એ બંને જુદી-જુદી વસ્તુ છે. જ્ઞાનીને વૈરાગ્યનું દર્શન થયું છે, જ્યારે અજ્ઞાનીને તો વૈરાગ્યનું પ્રદર્શન જ હોય શકે. જેને અંદરથી આત્માની રૂચિ જાગૃત થઈ હોય તે બીજાને કહેવામાં કે બોલવામાં પોતાનો સમય બગાડતા નથી.
આ યુગમાં એવા લોકો ગલી-ગલીમાં જોવા મળે છે, જે એમ કહે છે કે “આને થઈ ગયું, આને થઈ ગયું.” અરે! પણ શું થઈ ગયું? તેને સમ્યગ્દર્શન બોલવામાં પણ શરમ આવે છે. જાણે સમ્યગ્દર્શન થઈ ગયું એમ કહેવાથી કોઈ પાપમાં પડી જતો હોય. જ્યાં સુધી તે કોઈ વ્યક્તિ પર સમ્યગ્દર્શનનો સિક્કો ન મારે ત્યાં સુધી લોકો તેને તત્ત્વનો જાણકાર માનવા તૈયાર નથી. જો કોઈ એમ કહે કે મને તો આજ સુધી કોઈ સાચા જ્ઞાની મળ્યા નથી, તો તેના વિષે એમ કહેશે કે તેમને જ્ઞાનીનો નિર્ણય કરવાની પાત્રતા જાગી નથી. આમ, જ્યાં સુધી તમે કોઈને જ્ઞાની ન કહો ત્યાં સુધી તે તમારો પીછો છોડશે નહિ. એ બધું આ કાળનો જ દોષ સમજવો. આ કળિયુગમાં ધનવાનને જ ભગવાન અને ધનને જ તેનો વૈભવ મનાય છે. એવા આ યુગમાં યુગપુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી કહેતા કે, “પૈસા તો ધૂળ છે.” આ વાક્ય તો પૂજ્ય ગુરુદેવશ્રીના મુખેથી નીકળે તો જ શોભે અર્થાત્ જ્ઞાનીના વચન અનુભવસિદ્ધ હોય છે. હકીકત એ છે કે જે જગતના સત્ય સ્વરૂપને સમજે છે તે જ ધનને ધૂળના રૂપમાં દેખી શકે છે. ધનના પરમાણું ભૂતકાળમાં ધૂળરૂપે હતા, ભવિષ્યમાં ધૂળમાં મળશે અને ધૂળ પણ બનશે. આવું
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૦)
મહાવીરનો વારસદાર કોણ? પુદ્ગલનું સ્વરૂપ છે. માત્ર ધન જ નહિ પણ દરેક પૌલિક વસ્તુ ધૂળ છે. પછી
ભલે, તે ધન હોય કે તન હોય. સોનું કાદવમાં પણ સોનું રહે છે, તે બદલાતું જ નિથી, એ વાત નિશ્ચય દષ્ટિએ વિચારતા અસત્ય સિદ્ધ થાય છે. સોનામાંથી કપડાં પણ બને અને તેલ પણ બને. પરંતુ તેના વચ્ચે અનેક પર્યાયો બદલાય છે. સોનામાંથી સીધા કપડાં બનતા નથી. પણ સોનું પરિવર્તન સ્વભાવી હોવાથી નિરંતર બદલાય છે કે જે એક સમયે કપડાંની પર્યાય રૂપે પણ પરિણમશે, જો કોઈને પૂછો કે ઘાસમાંથી મીઠાઈ બની શકે તો તે કહેશે, શું વાત કરો છો? ઘાસમાંથી તો મીઠાઈ બનતી હશે? પણ તેને યુક્તિ તથા દષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે, તો તે સમજી શકે છે. જેવી રીતે ગાયે ઘાસ ખાધું અને દૂધ આપ્યું. તે દૂધના પરમાણું ક્યાંથી આવ્યા અને ઘાસના પરમાણું ક્યાં ગયા? કારણ કે એક પણ પરમાણું નવો ઉત્પન્ન થતો નથી અને એક પણ પરમાણું નષ્ટ થતો નથી. એનો મતલબ એ થયો કે ઘાસના પરમાણું પોતે પર્યાયથી પલટીને દૂધરૂપે થયા છે. એ જ રીતે દૂધના પરમાણું દહીંરૂપે, દહીંના પરમાણું છાશરૂપે, છાશના પરમાણું માખણરૂપે, માખમના પરમાણું ઘી રૂપે તથા ઘીના પરમાણું મીઠાઈરૂપે પરિણમ્યા છે. તેથી ઘાસના પરમાણું જ ક્રમે કરીને મીઠાઈરૂપે પરિણમે છે અર્થાત્ ઘાસમાંથી મીઠાઈ બને છે. જે રીતે ઘાસના પરમાણું પૂર્વોક્ત પર્યાયરૂપે પલટાય છે, તે રીતે અન્ય પુદ્ગલ પર્યાયરૂપે પણ પલટાય છે. ઉત્પાદ તથા વ્યયરૂપે પરિણમતી બંને પર્યાય contrast રૂપ-વિરુદ્ધ સ્વભાવી હોય તો અજ્ઞાનીને પકડમાં આવવાની સંભાવના વધુ હોય છે. જેમકે રોટલીને ગેસ પર ગરમ કરતા તે કાળી પડે છે. ત્યાં સફેદથી કાળા પડવારૂપ પરિણમન પાંચ મિનિટમાં પણ જણાઈ શકે છે કારણકે તે સફેદ અને કાળી પર્યાયમાં વિરોધીપણું છે. રોટલીમાં પાંચ મિનિટ બાદ થયેલો બદલાવ સમજાય છે, તે જ પ્રમાણે કાળો કોલસો ગરમ થતાં લાલ દેવતા-અંગારારૂપે અને પછી અંતે સફેદ રાખરૂપે બદલાતો દેખાય છે પરંતુ સોનામાં પાંચ વર્ષ પછી પણ બદલાવ દેખાતો નથી. તેનો અર્થ એમ ન સમજવો કે સોનામાં બદલાવ થતો નથી. બદલાવું એ તો વસ્તુનો સ્વભાવ છે. પરંતુ તેના પ્રત્યેક સમયના બદલાવનું સ્પષ્ટ જ્ઞાન ન થવું એ આત્માનો વિભાવ છે, અજ્ઞાનીનું અજ્ઞાન છે. કેવળજ્ઞાન વડે પ્રત્યેક સમયનું
Page #40
--------------------------------------------------------------------------
________________
(૩૧
મહાવીરનો વારસદાર કોણ? પરિણમન પણ જણાય છે; તેથી એ નિર્ણય થવો જોઈએ કે દરેક દ્રવ્ય નિત્ય પરિણમનશીલ છે. આમ, જીવ અને પુદ્ગલનું સ્વરૂપ વિસ્તારથી સમજવું. વિશેષ સ્વરૂપ એમ જાણવું કે જેવી રીતે જીવનું ચોરાશી લાખ યોનિમાં પરિભ્રમણ થાય છે, તેવી રીતે પુદ્ગલનું પણ પરિભ્રમણ થાય છે. ટેલિવિઝનમાં ડિસ્કવરી ચેનલ પર ડાયનાસોર જેવા વિચિત્ર પ્રાણીઓ બતાવવા આવે છે, તો એને દેખીને એવો પ્રશ્ન ન કરવો કે, શું ભૂતકાળમાં આવા પ્રાણીઓ પણ હશે? ત્યાં એમ વિચાર કરવો કે ભૂતકાળમાં અનંતવાર હું આવા ભવો ધારણ કરી ચુક્યો છું અને વર્તમાનમાં આ અમુલ્ય મનુષ્યનો ભવ મળ્યો છે. એમ પુદ્ગલ વિષે પણ જાણવું કે, દરેક પુદ્ગલ વસ્તુ, જગતમાં રહેલી દરેક પુદગલ વસ્તુની પર્યાય સમાન ક્યારેક પરિણમેલી હોય છે અને ભવિષ્યમાં પણ પરિણમશે. કોઈને મર્સીડીઝ ગાડીને દેખીને તેની મહિમા આવે, તો એમ વિચાર કરવો કે, તે ગાડીના પરમાણું ભૂતકાળમાં વિષ્ટા વગેરે પર્યાયરૂપે પરિણમી ચુક્યા છે; તેથી તે ગાડી વખાણ કરવા લાયક તો નથી જ. ત્યારે કોઈ એમ કહે કે એ તો ભૂતકાળમાં વિષ્ટરૂપે હતા પરંતુ વર્તમાનમાં તો ગાડીરૂપે છે, તેથી તેને વર્તમાનરૂપે દેખો. હાં! તે પરમાણું વર્તમાનમાં ગાડીરૂપે છે પણ છે તો પુદ્ગલ જ. તે ગાડીરૂપે પરિણમી જવાથી જીવ નથી થઈ ગયા. આમ, ગમે તે પુદ્ગલ હોય, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની દષ્ટિએ તો તે પુદ્ગલ હોવાથી તુચ્છ જ છે. પરિભ્રમણ તો જીવ અને પુલ બંનેમા થઈ શકે છે કારણકે તેમાં કિયાવતી ગુણ છે. પરંતુ તેમાં જીવ માટે
એક સુવિધા છે કે, જો તેને પરિભ્રમણ ન કરવું હોય, તો તે મુક્તિ પામીને લોકાગ્ર સ્થિર થઈ શકે છે અને પરિભ્રમણ રોકી શકે છે. આ પ્રકારની સુવિધા પુદ્ગલ પાસે નથી. પુદ્ગલનું પરિભ્રમણ જેવું ભૂતકાળમાં થતું હતું, તેવું પરિભ્રમણ ભવિષ્યમાં પણ નિયમથી થશે.
જૈનદર્શનના ગૂઢ રહસ્યને સમજ્યા વિના વીતરાગતા કે વિજ્ઞાનતા પ્રગટી શકે નહિ, અનેક ગ્રંથોને વાંચીને તત્ત્વનો અભ્યાસ કરવાથી વિકલ્પ થાય છે, એમ કહીને આળસ વૃતિનું પોષણ ન કરવું જોઈએ. આળસુ જીવો સંસારમાં રહીને વિના મહેનતે સુખી થવા માંગે છે. જો સંસારમાં સુખ હોય તો તીર્થંકરાદિ ભગવાને સંસાર શા માટે છોડયો? અર્થાત સંસારમાં લેશમાત્ર સુખ નથી.
Page #41
--------------------------------------------------------------------------
________________
૩ર)
મહાવીરનો વારસદાર કોણ? અજ્ઞાની ક્યારેક મોક્ષની પણ ઈચ્છા કરે તો વિના મહેનતે મોક્ષકેમ મળે એવા વિચારો કરે છે. ખરેખર જેને સંસાર પરિભ્રમણથી કંટાળો આવી ગયો હોય, જેને સંસાર દુઃખરૂપ લાગ્યો હોય, જેને ચારગતિ અને ચોરાસી લાખ યોનિના પરિભ્રમણનો થાક લાગ્યો હોય; તેને મોક્ષની રુચિ થઈ એમ કહેવાય. જો તમારી કસોટી કરતા કોઈ એમ કહે કે અત્યારે મોક્ષની બસ કે ગાડી જઈ રહી છે અને પૂછે કે તમારે આવવું છે? સાથે ચોખવટ કરે કે, હાં, એકવાર મોક્ષે ગયા પછી ત્યાંથી પાછા આવવાની સુવિધા નથી, ત્યારે તમે એકવાર નહિ પણ સો વાર વિચાર કરશો અને અંતે ના પાડશો. તેના પરથી એમ સમજી શકાય કે, વિના મહેનતે મફતમાં જો મોક્ષ પ્રાપ્તિની ગેરેંટી આપવામાં આવે, તો પણ મોક્ષ જોઈતો નથી. એવા જીવો પુરુષાર્થ કરીને મોક્ષ ક્યારે પામશે? કોઈ એમ પણ કહે કે ના, અમને તો આજે કોઈ મોક્ષમાં લઈ જતું હોય તો જવા તૈયાર છીએ, તો તેને પણ મોક્ષ નહિ મળે કારણકે તે એમ કહે છે કે, “અમે જવા તૈયાર છીએ.' બીજાને પણ સાથે લઈને મોક્ષમાં ન જઈ શકાય. તેથી એમ વિચાર આવવો જોઈએ કે, “મોક્ષે જવા તૈયાર છું.
આમ, મુક્તિની પ્રાપ્તિના લક્ષ્ય આત્મસ્વરૂપની સમીપ જવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણકે નિર્વિકલ્પ આત્માનુભૂતિ વિના મોક્ષ તો દૂર પણ મોક્ષનો માર્ગ પણ મળશે નહિ. તથા ભેદજ્ઞાન તથા વિના નિર્વિકલ્પ અનુભૂતિ થઈ શકશે નહિ. ભેદજ્ઞાન એટલે ભેદરૂપ પદાર્થને ભેદરૂપે જાણવા. બે પરપદાર્થ વચ્ચે ભેદ માનવાથી તથા સ્વદ્રવ્યમાં પણ ભેદ માનવાથી ભેદજ્ઞાન થતું નથી કારણકે બે પરદ્રવ્ય વચ્ચે ભેદ માનવાથી રાગ-દ્વેષ થાય છે તથા સ્વદ્રવ્યમાં ભેદ માનવાથી વિકલ્પ ઉત્પન્ન થાય છે. તેથી ભેદજ્ઞાનસ્વદ્રવ્ય તથા પરદ્રવ્ય વચ્ચે થવું જોઈએ.
પાડોશીની ગાડી અને પોતાની ગાડી બંને ગાડી આત્માની દષ્ટિએ પદ્રવ્ય જ છે, છતાં પણ તેમાં પોતાનો અને પરનો ભેદ માનવાથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. આત્માને જ્ઞાન તથા દર્શન વગેરે ગુણોના ભેદરૂપ માનવાથી વિકલ્પ ઉત્પન્ન થાય છે. તેથી સ્વ-પરના ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ.
શ્રી અમૃતચંદ્રાચાર્યસમયસાર કળશમાં કહે છે
Page #42
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
ज्ञानादेव ज्वलनपयसोरौष्ण्यशैत्य व्यवस्था ज्ञानादेवोल्लसति लवणस्वाद भेदव्युदास: । ज्ञानादेव स्वरसविकसन्नित्य चैतन्यधातो: क्रोधादेश्च प्रभावति भिदा भिंदती कर्तृभावम् ।।६०॥
“ભેદવિજ્ઞાનના બળથી જ્ઞાનીને ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતા અને પાણીની શીતળતા ભિન્ન ભિન્ન દેખાય છે. ભેદવિજ્ઞાનથી જ રંધાયેલા શાકમાં લવણનો અને શાકનો સ્વાદ અલગ અલગ સ્વાદમાં આવે છે. ભેદવિજ્ઞાનથી જ દેખાય છે કે આ આત્મા આત્મક રસથી ભરેલો નિત્ય ચૈતન્યધાતુની મૂર્તિ વીતરાગ છે તથા આ ક્રોધાદિ વિકારોનો કર્તા નથી. ક્રોધાદિ અલગ છે, આત્મા અલગ છે.”
ઉપરોક્ત કળશમાં આત્મા તથા ક્રોધાદિ પરભાવ વચ્ચે ભેદવિજ્ઞાન કરવાની કળા બતાવી છે. પરંતુ તે પહેલા આત્મા અને પર દ્રવ્ય વચ્ચે ભેદવિજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. પરદ્રવ્યમાં પણ મુખ્યપણે દેહથી ભેદવિજ્ઞાનનો અભ્યાસ કરવો. કારણકે અજ્ઞાનીને એકત્વબુદ્ધિ હોવાથી તે અન્ય સંયોગી પદાર્થોમાં પણ મમત્વબુદ્ધિ કરે છે. -
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે
“વળી શરીરની અપેક્ષાએ અન્ય વસ્તુથી સંબંધ માને છે. જેમકેજેનાથી શરીર નીપજ્યું તેને પોતાના માતા-પિતા માને છે, શરીરને રમાડે તેને પોતાની રમણી માને છે, શરીર વડેનીપજ્યા તેને પોતાના દીકરા-દીકરી માને છે, શરીરને ઉપકારક છે તેને પોતાનો મિત્ર માને છે તથા શરીરનું બૂરું કરે તેને પોતાનો શત્રુ માને છે-ઈત્યાદિરૂપ તેની માન્યતા હોય છે. ઘણું શું કહીએ હર કોઈ પ્રકાર વડે પોતાને અને શરીરને તે એકરૂપ જ માને છે.”
તેથી જ્ઞાની પુરુષોએ મિથ્યાદિષ્ટીને શરીર અને આત્મા વચ્ચે ભેદજ્ઞાન કરવાની ભલામણ કરી છે. તે વાતને એક દષ્ટાંતથી આ રીતે સમજી શકાય છે.
- જ્યારે દર્પણ સામે જઈને દેખો, ત્યારે એમ વિચાર કરવો કે દર્પણમાં જે દેખાય રહ્યું છે, તે હું નથી; જે દેખાય રહ્યું છે તેને દેખનારો તથા જાણનારો હું
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪)
મહાવીરનો વારસદાર કોણ? આત્મા છું. એમ નિરંતર વિચાર કરતા શરીર સાથે જે એકત્વબુદ્ધિ છે તે મંદ પડશે અને એક સમય એવો પણ આવશે જ્યારે મિથ્યાબુદ્ધિ દૂર થઈ સમ્યબુદ્ધિ પ્રગટ થશે. રાગાદિ વિકારની મંદતા વિના ભેદજ્ઞાનનો અભ્યાસ કદાપિ થઈ શકે નહિ. જ્ઞાનીને ભેદજ્ઞાન સહજ હોય છે, જ્યારે અજ્ઞાનીએ આગમના અભ્યાસથી બુદ્ધિપૂર્વક ભેદજ્ઞાન માટે પુરુષાર્થ કરવો જોઈએ. તે જ આત્મજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય છે. આત્મામાં જ્ઞાનનું હોવું તથા જ્ઞાનમાં આત્માનું હોવું એ બંને અલગ અલગ વાત છે. આત્મામાં જ્ઞાનનું હોવું એ સ્વભાવ છે તથા જ્ઞાનમાં આત્માનું હોવું એ પુરુષાર્થ છે. એનો અર્થ એમ થયો કે જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે તેથી આત્મદ્રવ્યમાં ત્રિકાળ હોય છે. તે જ્ઞાનગુણની પર્યાય જ્યારે આત્મદ્રવ્યને જાણે ત્યારે તેને આત્માનો પુરુષાર્થ અથવા આત્મજ્ઞાન થયું એમ કહેવાય.
એક વાત તો નિશ્ચિત છે જેને પાંચ ઈન્દ્રિયોના વિષયભોગોથી વિરક્તિ થઈ નથી, તેને આત્માની રુચિ પણ જાગી નથી. આત્માની રુચિ એટલે પરપદાર્થોની અરુચિ. પરપદાર્થોની અરુચિનો અર્થ જ ન સમજવો. અરુચિ એટલે રાગ અને દ્વેષ બંનેનો અભાવ. જ્યારે કોઈ બેંકમાંથી ફોન આવે કે તમારે લોન જોઈએ છે? તો તમે કહેશો, “No, I am not interested” એનો અર્થ એમ થયો કે મને તમારી વાતમાં રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. મારે તમારી વાત જાણવામાં રસ નથી. તે રીતે પુદ્ગલમાં રાગ કે દ્વેષનો ભાવ તો ન જ આવે પણ તેને જાણવાનો ભાવ પણ ન આવે તેને ખરી રીતે પુદ્ગલની અરૂચિ થઈ એમ કહેવાય. જેના હોવાથી તથા નહિ હોવાથી પોતાને કોઈ ફરક ન પડે ત્યારે તેની અરૂચિ છે એમ કહેવાય. પુદ્ગલની અરૂચિને સમજવાની એક સરળ કળા છે. જેમકે કોઈ જ્ઞાની આત્મા વિષે પ્રવચન આપે છે, તો એ સાંભળીને અજ્ઞાનીને તે આત્મામાં રાગ થતો નથી અને દ્વેષ પણ થતો નથી. એટલું જ નહિ, તેને આત્માને જાણવાનો ભાવ પણ થતો નથી. તેને આત્મા ના હોવા કે નહિ હોવાથી - કોઈ ફરક પડતો નથી; તેથી એમ કહેવાય છે, તેને આત્માની અરૂચિ છે. જેની અરૂચિ હોય છે, તેનો વિકલ્પ પણ આવતો નથી. તે જ રીતે જ્યારે પારદ્રવ્યમાં - અરૂચિ થાય ત્યારે એમ સમજવું કે આત્મામાં રુચિ જાગૃત થઈ છે.
ધન્યાવતાર પ્રશમમૂર્તિ બહેન શ્રી ચંપાબેનની તત્ત્વચર્ચાના સંકલનરૂપ
Page #44
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૩૫ સ્વાનુભૂતિ દર્શનમાં રુચિના સંદર્ભમાં વિવેચન કરતા કહ્યું છે કે, જીવને જ્યાં રુચિ છે, ત્યાં તેનું સર્વસ્વ સમર્પણ કરી દે છે. જીવનો સમય અર્થાત્ સમય-સમય પર પરિણમતું જ્ઞાન જીવનું સર્વસ્વ છે તેથી જેને પોતાના સ્વભાવની રુચિ જાગૃત થઈ હોય, તેની પર્યાય પણ સ્વભાવ તરફ ઢળે છે. તેને તત્ત્વભ્યાસ કરવા માટે સહજ સમય પણ મળે છે. મેં કોઈ એક સાધર્મી ભાઈને કહ્યું કે, તમે મારી સાથે સ્વાધ્યાય કરવા આવજો. તો તેઓ બોલ્યા કે મારી પાસે સમય નથી. એકવાર હું આમ જ તેમના ઘેર પહોંચી ગયી
અને પુછયું કે તમે શું કરો છો ? તો બોલ્યા કે, Time Pass (સમય પસાર) કરી રહ્યો છું. તેથી સમજી શકાય કે જીવ પાસે આત્મા માટે થોડો પણ સમય નથી, પણ પરપદાર્થ માટે ઘણો સમય છે કે સમયને કયાં પસાર કરવો એની ખબર નથી. ઈન્દ્રિય ભોગોને ભોગવવા માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરનારને આત્માની ચર્ચા સાંભળવાની પ્રેરણા પણ કડવી લાગે છે. પાંચ ઈન્દ્રિયોના વિષયોને એકઠા કરવા માટે તથા શરીરની સ્વસ્થતા તથા સુંદરતા માટે ગમે તેટલા રૂપિયા ખર્ચી કાઢે છે પણ જિનમંદિરમાં કે જિનવાણીના પ્રચારપ્રસાર માટે એક રૂપિયો પણ ખર્ચતા પહેલા હજારવાર વિચાર કરે છે. ગુરુદેવ કહેતાકે પૈસો તો બહારનો પ્રાણ છે. હું તો ત્યાં સુધી કહું છું કે જો તમારે કોઈ સાથે સંબંધ ખરાબ કરવો હોય તો કોઈ પાસે પૈસા માંગીને જોઈ લો. આ જગતમાં કોઈ જૈન ધર્મ પાળે છે તો કોઈ હિંદુ ધર્મ પાળે છે. પરંતુ અજ્ઞાનીનો અંતરનાદ તો એમ કહે છે કે અમે તો ગાંધીધર્મ પાળીએ છીએ, કારણકે ભારતદેશની એવી કોઈ ચલણી નોટ નથી કે જેમાં ગાંધીજીનો ફોટો ન હોય. અમે તો પૈસાના પૂજારી છીએ. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાને દાસ એવી તેની મનઃસ્થિતિ હોય છે. કારણકે પૈસાથી જ ગાડી-બંગલા વગેરે વસ્તુઓ ખરીદી શકીએ છીએ. ખરેખર આપણે વસ્તુ ખરીદતા નથી પણ વસ્તુનું પોતાપણું ખરીદીએ છીએ. જ્યારે કોઈ ગ્રાહક ગાડી ખરીદે છે ત્યારે તે ગાડી નહિ પણ, ગાડીનું પોતાપણું ખદીદે છે. તે 'પાંચ લાખ રૂપિયાનું પોતાપણું છોડીને ગાડીમાં પોતાપણું કરે છે. બીજી બાજુ દુકાનદાર ગાડીનું પોતાપણું છોડીને પાંચ લાખ રૂપિયામાં પોતાપણું કરે છે. આમ, દુકાનદાર માલ વેચતો નથી તથા ગ્રાહક માલ ખરીદતો નથી. બને માત્ર પોતાપણું
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૬)
મહાવીરનો વારસદાર કોણ?
વેચે અને ખરીદે છે. પોતાપણું થયા પહેલા ગાડીનો કાચ ફૂટી જાય તો દુ:ખ થતું નથી. એવી જ રીતે રૂપિયાનુ પોતાપણું છૂટી ગયા પછી દુકાનદાર પાસેથી એ જ રૂપિયા કોઈ લૂંટી જાય તો પણ દુ:ખ થતું નથી. બેંકમાં કામ કરતો કેશીયર રોજનાં કરોડો રૂપિયા ગણે છે પણ તેમાં મમત્વ નહિ કરતો હોવાથી તે રૂપિયાનાં લીધે પોતાને સુખી કે દુ:ખી માનતો નથી. તેને એમ કહેવાય કે dufy without affachment - પોતાપણું કર્યા વિનાનું કર્તવ્ય.
પરદ્રવ્ય તો દુ:ખનું કારણ નથી, પદ્મવ્યનું જ્ઞાન પણ દુ:ખનું કારણ નથી. કોઈ એમ કહે કે કોઈ પાર્ટીમાં શત્રુ આવે તે દુ:ખનું કારણ નથી પણ શત્રુનું જ્ઞાન દુઃખનું કારણ છે. ખરેખર શત્રુનું જ્ઞાન પણ દુઃખનું કારણ નથી. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. જો સ્વભાવ જ દુઃખનું કારણ બને, તો સુખનું કારણ કોણ બને? ખરેખર શત્રુ પ્રત્યે પડેલો દ્વેષભાવ દુ:ખનું કારણ છે, જ્ઞાનસ્વભાવ નહિ. જેને તે શત્રુ જાણે છે તે જ વ્યક્તિને ત્યાં ઉપસ્થિત ઘણાં લોકો જાણી રહ્યા છે પણ તે બધા લોકોને દુઃખ થતું નથી કારણકે તેઓ તેને શત્રુરૂપે જાણતા નથી. કેવળી ભગવાનને સંપૂર્ણ જગતનું જ્ઞાન હોવા છતાં અનંતસુખી છે. કારણકે તેઓ પર પદાર્થમાં રાગ-દ્વેષ કરતા નથી. હાં ! પોતાપણું કરવું પણ દુ:ખનું કારણ નથી. કારણકે પોતાપણુ કરવું એ આત્માનો શ્રદ્ધાગુણ છે, સ્વભાવ છે. તેથી એમ સમજવું કે પરપદાર્થનું પોતાપણું અને તેનાથી ઉપજતા રાગ-દ્વેષ જ દુ:ખના કારણો છે. પરપદાર્થમાં પોતાપણાનું નામ જ મિથ્યાત્વ છે કે જે અનંત સંસાર પરિભ્રમણનું મૂળ છે.
શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી ગોમ્મટસાર જીવકાંડમાં કહે છેमिच्छतं वेदंतो जीवो विवरीय दंसणो होदि ।
धम्मं रोचेदि हु महुरं खु रसं जहा जरिदो ॥ १७ ॥ मिच्छाइट्ठी जीवो उवइटुं पवयणं ण सद्दहदि । सद्दहदि असष्भावं उवठ्ठे वा अणुव ॥ १८॥
‘‘મિથ્યાત્વ કર્મનું ફળ ભોગવનાર જીવ વિપરીત શ્રદ્ધાની હોય છે. જેમ
જ્વરપીડિત મનુષ્યને મધુર રસ રુચતો નથી તેમ મિથ્યાદષ્ટીને ધર્મ રુચતો નથી.
Page #46
--------------------------------------------------------------------------
________________
(૩૭
મહાવીરનો વારસદાર કોણ? આવો મિથ્યાદષ્ટિ જીવ જિનેન્દ્રકથિત તત્ત્વોની શ્રદ્ધા કરતો નથી, પરના ઉપદેશથી અથવા પરના ઉપદેશ વિના અયથાર્થ તત્ત્વોની શ્રદ્ધાર્યા કરે છે.”
અજ્ઞાનીની મિથ્યા માન્યતાને મિથ્યાત્વ અથવા મિથ્યાબુદ્ધિ પણ કહે છે. તે મિથ્યાબુદ્ધિ ચાર પ્રકારની કહી છે. એ–બુદ્ધિ, મમત્વબુદ્ધિ, કર્તુત્વબુદ્ધિ, ભોફ્તત્વબુદ્ધિ. ન ધ ૨. શHOS શિ
એકત્વબુદ્ધિ એટલે ભેદરૂપ પદાર્થોને અભેદરૂપ માનવા. આત્મા તથા શરીરને એક માનવા. આત્મા જીવ દ્રવ્ય છે તથા શરીર પુદ્ગલ દ્રવ્ય છે. બે સ્વંતત્ર ભિન્ન દ્રવ્યોને એક માનવાથી એકત્વબુદ્ધિનું પોષણ થાય છે. એકત્વબુદ્ધિનું બીજું નામ અહંબુદ્ધિ છે. અહીં અહં એટલે અભિમાન નહિ પણ અહં એટલે હું પોતાને શરીરરૂપે માનવાનું નામ એકત્વબુદ્ધિ છે. જે વિષયની દઢ શ્રદ્ધા હોય તેનો વિચાર કરવો પડતો નથી શરીરમાં એકત્વબુદ્ધિ હોવાથી અજ્ઞાનીએ તે પ્રકારનો વિચાર કરવો પડતો નથી. જ્યારે જ્ઞાનીને આત્મામાં એકત્વબુદ્ધિ હોવાથી હું પ્રકારનો વિચાર કરવો પડતો નથી. - અજ્ઞાની, આત્માને તો જાણતો નથી, સાથે તે દેહને પણ જાણતો નથી. જેવી રીતે કોઈ બાળકને બજારમાં લીંબુ લેવા માટે મોક્લો અને તે લીંબુને બદલે સંતરા લઈને આવે તો તેનો અર્થ એ થયો કે તે બાળકને લીંબુનું જ્ઞાન નથી. બીજો અર્થ એમ પણ થાય કે તેને સંતરાનું પણ જ્ઞાન નથી. કારણકે જો લીંબુનું જ્ઞાન હોત તો લીંબુ જ લાવ્યો હોત અથવા જો સંતરાનું જ્ઞાન હોત તો સંતરાન લાવ્યો હોત. આમ, તે લીંબુ અને સંતરા એમ બંને પદાર્થ સંબંધી અજ્ઞાની છે. તેવી રીતે અજ્ઞાની જો આત્માને જાણતો હોત તો આત્મામાં એકત્વથઈ ગયું હોત તથા જો દેહને જાણતો હોત તો દેહનું એકત્વ છૂટી ગયું હોત આમ, જે આત્માને જાણે છે તે જ દેહાદિ સંયોગોને જાણે છે. જે પોતાને જાણે છે, તે જગતને જાણે છે.
અજ્ઞાની જીવ જે શરીર ધારણ કરે છે તે શરીરમાં એકત્વ કરે છે. એક શરીર છોડ્યા બાદ તેને પૂર્વે છોડેલા શરીરમાં એકત્વ નથી. તે જે શરીરને ધારણ કરે છે તે શરીરમાં એકત્વબુદ્ધિ હોવાથી શરીરના વિયોગ થવાને પોતાનો નાશ થયો એમ માને છે. ઉત્કૃષ્ટ શરીરને છોડીને નીચી ગતિમાં જન્મ થાય તો પણ તેમાં એકત્વબુદ્ધિ હોવાથી અજ્ઞાની શરીરને છોડવા માંગતો નથી.
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮)
.
મહાવીરનો વારસદાર કોણ? એક રાજા હતાં. તેને કોઈ જ્ઞાનીએ કહ્યું કે તમારું આયુષ્ય પૂર્ણ થવાની તૈયારી છે. આઠ દિવસ પછી તમારૂ મરણ થશે. ત્યાર બાદ તમારા જ મહેલનાં શૌચાલયમાં તમારો જન્મ એક લાલ કીડારૂપે થશે. આ સાંભળીને રાજાને ખૂબ જ દુઃખ થયું. તેણે પોતાના ચાર દીકરા ને બોલાવ્યા અને કહ્યું કે જો તમે તમારા પિતાને લાલ કીડાના રૂપમાં દેખવા ન ઈચ્છાતા હો, તો અહીંથી મરણ થતાં જેવો કીડાનાં રૂપમાં મારો જન્મ થાય કે તરત જ ત્યાં લાલ કીડાને મારી નાખજો. શું તમે તમારા પિતાને એવી નીચી ગતિમાં રાખવા માંગશો? ચારેય દીકરાએ વચન આપ્યું કે અમે આપને લાલ કીડાની દશામાંથી મુક્ત કરી આપીશું. અહીં રાજાનું મરણ થાય એના પહેલા ચારેય દીકરા ત્યાં ટોઈલેટમાં કીડાના જન્મની રાહ જોવા લાગ્યા. અહીં રાજાનું આયુષ્ય પૂર્ણ થતાં ત્યાં ટોઈલેટમાં લાલ કીડાનો જન્મ થયો. ચારેય દીકરા લાકડી લઈને મારવા જાય છે કે તરત જ કીડો ઉછળીને ભાગી ગયો. તે કીડો મરવા ઈચ્છતો નથી. તે એમ કહેવા ઈચ્છે છે કે “હું કીડો છું, મનેન મારો” અર્થાત્ જે આત્મા રાજાના શરીરમાં એમ માનતો હતો કે “હું રાજા છું.” તે જ આત્મા કીડાના શરીરમાં એમ માને છે કે હું કીડો છું. આમ, દરેક મિથ્યાદિષ્ટી શરીરમાં અહંબુદ્ધિ કરે છે. અજ્ઞાની શરીરની ક્રિયાનો પોતાની ક્રિયા માને છે તથા પોતાના જ્ઞાન સ્વભાવને ઓળખતો નથી.
નાગસેન મુનિ તત્ત્વાનુશાસનમાં કહે છે – सद्रव्यमस्मि चिदहं ज्ञाता द्रष्टा सदाप्युदासीन: । स्वोपात्त देहमात्रस्तत: पृथग्गगनवदमूर्त: ।।१५३।।
સભાવ દ્રવ્ય છું, ચૈતન્યમય છું, જ્ઞાતા દષ્ટા છું, સદાય વૈરાગ્યવાન છું. જો કે શરીરમાં શરીર પ્રમાણ છું તો પણ શરીરથી જુદો છું. આકાશ સમાન અમૂર્તિક છું.”
આત્મા અને શરીર એકક્ષેત્રવગાહી છે પરંતુ એક નથી. આકાશના જે પ્રદેશ પર આત્મા હોય તે જ પ્રદેશ પર શરીર હોવાથી આત્મા અને શરીર વચ્ચે એકક્ષેત્રાવગાહ સંબંધ કહેવામાં આવે છે. બે દ્રવ્યમાં એકપણાનો આભાસ થઈ શુકે છે પણ બેદ્રવ્ય એક થઈ શકતા નથી તથા એ પણ નિશ્ચિત છે કે એકપણાના
Page #48
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૩૯ આભાસનું ફળ ભોગવવું પડે છે.
મુંબઈની માયાચારી તથા દિલ્હીની દુરાચારી આખા જગતમાં પ્રસિદ્ધ છે. હવે તો મોટામોટા શહેરોમાં એવું બને છે કે બે પચાસ પૈસાને ચોંટાડીને એક પાંચના સિક્કા જેવો આકાર તૈયાર કરવામાં આવે છે. ચાલાક લોકો સામાન્ય લોકોને ઉતાવળમાં દેખીને તેમને બે પચાસ પૈસાને ચોંટાડીને બનાવેલા સિક્કાને પાંચ રૂપિયાના રૂપમાં આપી દે છે. એકવાર મેં મુંબઈની એક દુકાન પરથી પંદર રૂપિયાની વસ્તુ ખરીદીને દુકાનદારને વીસ રૂપિયાની નોટ આપી. તે દુકાનદારે મને પાંચ રૂપિયા પાછા આપ્યા એમ સમજીને હું ત્યાંથી ઘેર પાછો આવ્યો. ફરી એ જ દુકાને પાંચ રૂપિયાની વસ્તુ લેવા ગયો તો દુકાનદારે તે સિક્કાને છીણી અને હથોડી વડે અલગ-અલગ કરીને કહ્યું કે આ તો બે પચાસ પૈસા છે. ત્યારે મેં તેમને ઘણાં સમજાવ્યા કે આ સિક્કો તમારી પાસેથી જ લઈ ગયો હતો, પરંતુ તેઓ માન્યા નહિ. જ્યારે મેં વિચાર કર્યો કે ખરેખર ભૂલ કોની હતી? ત્યારે સમજાયું કે ભૂલ તો મારી જ હતી. બે પચાસ પૈસાને મેં પાંચ રૂપિયાનો એક સિક્કો માની લીધો. તેનાં કારણે મને ચાર રૂપિયાનું નુકસાન ગયું. એ ચાર રૂપિયાનું નુકસાન થયું એ તો ચાલશે. પણ આત્મા અને શરીર બંનેને એક માની લેવાથી ચાર ગતિના પરિભ્રમણનું નુકસાન થશે તેથી તે નુકસાન ચલાવી લેવા જેવું નથી. જે શરીરમાં અમુક વર્ષો માટે રહેવાનું હોય, તેના સંબંધમાં એત્વ વિકલ્પ અને રાગ-દ્વેષ કરવાથી શું વળવાનું છે? હાં! એટલું જરૂર થશે કે તેના એકત્વથી સંસાર પરિભ્રમણ થશે.
અજ્ઞાનીને અનાદિકાળથી શરીરમાં એકત્વબુદ્ધિ હોવાથી તેને સદ્ગુરુ કે સન્શાસ્ત્રના માધ્યમથી આત્માની વાત સાંભળવી કે વાંચવી રુચતી નથી. જેવી રીતે કોઈ બાળકનું નામ ચિંટુ હોય, પરંતુ કોઈ તેને મોટુ કહીને બોલાવે તો તેને ખરાબ લાગે છે, ગુસ્સો આવે છે. કારણ કે તેને ચિંટુમાં દઢતાપૂર્વક એકત્વબુદ્ધિ પડેલી છે. તેથી જો કોઈ તેને અન્ય નામે સંબોધન કરે તો તે ક્રોધિત થઈ જાય છે. તેવી રીતે આત્માને શરીરમાં અનાદિકાળથી એકત્વબુદ્ધિ પડેલી હોવાથી આત્મા તરીકે સંબોધન કરતા સદગુરુ કે શાસ્ત્ર પ્રત્યે આત્માને અરુચિ થાય છે, ક્રોધ પણ આવે છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૦).
મહાવીરનો વારસદાર કોણ? માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યમાં જ નહિ, પરંતુ સંસારની નિકૃષ્ટ એવી નિગોદ દશામાં અનંતજીવોને આયુ, શ્વાસોચ્છવાસ, ઈન્દ્રિય તથા શરીર એક હોવાથી, અનંત નિગોદિયા જીવો એકત્વબુદ્ધિના કારણે જ એક શ્વાસોચ્છવાસમાં અઢારવાર જન્મ-મરણ કરી અનંતદુઃખી થાય છે.
એકત્વબુદ્ધિ માત્ર આત્મા અને શરીર સુધી જ સીમિત છે જ્યારે મમત્વબુદ્ધિ શરીરના સંયોગોને પણ વિષય બનાવે છે. ઘર-ગાડી વગેરે જડ તથા પત્ની-પુત્ર વગેરે ચેતનને પોતાના માનવા એટલે મમત્વબુદ્ધિ. જેની સાથે આત્માનો એકક્ષેત્રાવગાહ સંબંધ ન હોય, જે આત્માથી પ્રત્યક્ષ ભિન્ન દેખાતા હોય તેવા સંયોગોને પણ પોતાના માનીને આત્મા મમત્વબુદ્ધિનું પોષણ કરે છે. અજ્ઞાની એ વાતનો વિચાર કરતો નથી કે, ખરેખર મારું શું છે? પોતાનું શું છે?' તેને ઓળખવાનો સરળ ઉપાય છે. તેના વિષે શ્રી કૃપાળુદેવે કહ્યું છે કે “જે મારૂ છે, તે જવાનું નથી તથા જે જાય છે, તે મારું નથી.' ઘર-ગાડી, પત્ની-પુત્ર વગેરે દરેક વસ્તુનો વિયોગ થતો હોવાથી તે મારાં નથી જે “સ્વ” હોયતે કદી પર થાય નહિ અને જે પર હોય તે કદી “સ્વ” થાય નહિ. ત્યારે કોઈ કહેશે કે બસ! આત્મા જ મારો છે. તેને જ્ઞાની કહે છે કે ભાઈ! આત્મા મારો નથી, પણ આત્મા હું પોતે છું. જ્યારે તમે આત્માને મારો કહો છો ત્યારે તેનો ભાવ એમ થાય છે કે તમે આત્માથી જુદા છો અને આત્મા તમારો છે. તેથી એ પણ સિદ્ધ થયું કે આત્મા મારો નથી પણ હું સ્વયં આત્મા છું. આ જગતમાં કંઈ પણ મારું નથી. સમજદાર આત્મા પરદ્રવ્યને પોતાનું માનતા નથી અને માનવું પણ નજોઈએ.
યોગસારમાં કહ્યું છે કે – देहादिउ जे पर कहिया ते अप्पाणु ण होहिं । इउ जाणेविणु जीव तुहं अप्पा अप्प मुणेहिं ॥११॥
“શરીર આદિને જે પોતાના આત્માથી ભિન્ન કરવામાં આવ્યા છે, તે પદાર્થ આત્મા થઈ શકતા નથી અને તે રૂપ આત્મા થઈ શકતો નથી. એમ સમજીને હે જીવ !તું પોતાને આત્મા જાણ, યથાર્થ આત્માનું જ્ઞાન કર.”
અહીં એક પ્રશ્ન થાય કે ખરેખર પદ્રવ્ય મારું નથી તેમ છતાં અજ્ઞાની
Page #50
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ? પદ્રવ્યને મારું કેમ માને છે ?
તેનું મૂળ કારણ છે કે અજ્ઞાનીની ઈચ્છાનુસાર જ્યાં સહજ પરિણમન થાય છે ત્યાં અજ્ઞાનીને મમત્વભાવ થાય છે. જો ઘરમાં પોતાની ઈચ્છાનુસાર કોઈ કાર્ય થાય તો એમ માને છે કે આ ઘર મારું છે. પરંતુ જો પોતાની ઈચ્છાનુસાર ઘરમાં પરિણમન ન થાય તો એમ કહે છે કે આ ઘરમાં રહીને પણ આ ઘર મારું નથી કારણકે આ ઘરમાં મારું કંઈ ચાલતું નથી.
* કોઈ માતા-પિતાનો દીકરો ભણવા માટે અમેરિકા ગયો. ત્યાં ભણતર પૂર્ણ થયા બાદ પોતાના દીકરાનો ફોન આવ્યો કે મમ્મી-પપ્પા મારું ભણતર પૂર્ણ થઈ ગયું છે. આવતી કાલે હું ભારત પાછો આવી રહ્યો છું. મમ્મી-પપ્પા સહિત પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. પપ્પાએ બધાને સમાચાર આપ્યા કે મારો દીકરો અમેરિકાથી ભણીને ભારત પાછો આવી રહ્યો છે. દીકરાનો આવવાનો સમય થયો એટલે ઘરના બધા સદસ્યો દીકરાને લેવા એરપોર્ટ પર ગયાં. પપ્પા બધાને કહેતા હતાં કે હમણા મારો દીકરો આવશે. દીકરાનું વિમાન આવ્યું પપ્પા બોલ્યા, “આ મારા દીકરાનું વિમાન આવ્યું.” દીકરાને વિમાનમાંથી બહાર આવતા જોઈને ખુશીથી બોલી ઉઠયા કે “આ મારો દીકરો આવ્યો. પણ બીજી જ પળે જોયું કે દીકરો કોઈ અમેરિકન છોકરીનો હાથ પકડીને, તેના ગળામાં વરમાળા પહેરાવીને લાવ્યો છે. તે દશ્ય દેખીને પપ્પા બોલ્યા “આ દીકરો મારો નથી, કારણકે તેણે મારું માન્યું નહિ. મેં તેને અનેકવાર કહેલું કે અમેરિકન છોકરી સાથે લગ્ન કરતો નહિ. તેમ છતાં તેણે લગ્ન કર્યા” આમ, એક પળમાં દીકરાનું મમત્વ છૂટી જવાનું કારણ શું? બસ, એ જ કારણ કે દીકરાએ પપ્પાનું માન્યું નહિ.
કોઈ અજ્ઞાની એમ પણ કહે છે કે મારો દીકરો ત્યાં સુધી જ મારો છે જ્યાં સુધી તેની પત્ની નથી આવી, પણ દીકરી તો જીંદગીભર મારી દીકરી જ છે. અજ્ઞાની પોતાના પરિવારમાં પણ ક્યારેક કોઈને, તો ક્યારેક કોઈ અન્યને પ્રેમ કરે છે. તેનું કારણ મમત્વબુદ્ધિ જ છે.
જેને પોતાના કહીએ છીએ, એવા દૂરવર્તી સંયોગોની વાત તો બહુ દૂર, નિકટવર્તી દેહનું પરિણમન પણ આત્માની ઈચ્છાથી થતું નથી. સંપૂર્ણ શરીર
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૨)
મહાવીરનો વારસદાર કોણ?
નહિ પણ શરીરનાં એક અંગમાંય આત્માનું ચાલતુ નથી. વાળને કાળામાં સફેદ થતાં આત્મા કયાં રોકી શકે છે, દાંતને પડતા ક્યાં રોકી શકે છે, નખને વધતા ક્યાં રોકી શકે છે, તે જ રીતે પ્રત્યેક અંગ વિષે સમજવું.
જ્યારે ફેક્ટરીના મશીનમાં કોઈની આંગળી આવી જતા કપાય જાય, ત્યારે તે ડોક્ટર પાસે કપાયેલી આંગળીને પણ લઈને જાય છે. ત્યા તેને એવી આશા હોય છે કે કદાચ આ આંગળી મારી થઈ જશે. પરંતુ જ્યારે ડોક્ટર એમ કહે કે, હવે આ આંગળી ચોંટી શકશે નહિ તો તે આંગળી ને ફેંકી દે છે. અર્થાત્ જ્યા સુધી આંગળી શરીર સાથે જોડાયેલી હતી ત્યાં સુધી તો તેને સાચવી અને જ્યારે કપાય ગઈ પણ તેને પોતાની થવાની સંભાવના માની ત્યાં સુધી આંગળીને સાચવી. આમ, જ્યારે અજ્ઞાનીને એ વાતનો નિર્ણય થઈ જાય કે આ વસ્તુ મારી થઈ શકે એમ નથી, તો તેનો મોહ પણ છૂટી જાય છે. પોતાના વાળ પર કોઈ ચ્યુઇંગમ ચોટાડે તો અજ્ઞાની ઝઘડો કરવા પર ઉતરી આવશે. પણ જ્યારે તે વાળ કપાય ગયા પછી નીચે પડેલા હોય અને તે વાળ પર કોઈ ચ્યુઇંગમ ચોંટાડે તો તેને કોઈ ફરક પડશે નહિ. આ પ્રકારે અજ્ઞાનીની મિથ્યા માન્યતા હોય છે. જ્ઞાનીને એવી પ્રતીતિ હોય છે કે કોઈ પણ પરદ્રવ્ય મારું નથી અને મારૂં થઈ શકતું નથી. તેથી જ્ઞાની શરીરને આધીન થઈ જતાં નથી.
એનો અર્થ એમ થયો કે અજ્ઞાની જે પુદ્ગલ વસ્તુને પોતાની માને છે, તેનાથી જ તે દુ:ખી થાય છે. મોહભાવ જ જીવના દુઃખનું મૂળ કારણ છે. અજ્ઞાની કાળા પડી રહેલા શરીરને સફેદ કરવા માટે તથા સફેદ થઈ રહેલા વાળને કાળા કરવા માટે પોતાનો સમય વ્યર્થમાં બરબાદ કરે છે. તેમ છતાં, શરીરની કોઈ પણ ક્રિયા પર તેનો અધિકાર નથી અર્થાત્ આત્માનું શરીરમાં કંઈ ચાલતું નથી.
એકત્વબુદ્ધિ તથા મમત્વબુદ્ધિ કરતાં પણ વધુ ભૂલો અજ્ઞાની કર્તૃત્વબુદ્ધિના સંબંધમાં કરે છે, કર્તૃત્વબુદ્ધિના કારણે એકત્વબુદ્ધિ તથા મમત્વબુદ્ધિ થાય છે. કોઈ અન્ય દ્રવ્યને પોતાના હિતનો કર્તા માનવાથી મિત્રરૂપ મમત્વબુદ્ધિ તથા અહિત કર્તા માનવાથી શત્રુરૂપ મમત્વબુદ્ધિ થાય છે. નિશ્ચયથી આત્મા પરદ્રવ્યનો કર્તા નથી પરંતુ અજ્ઞાની પરપદાર્થના સ્વતંત્ર પરિણમનનું કર્તાપણું પોતે કરે છે. વસ્તુ સ્વતંત્રતા તથા જગતના સ્વાધીનપણાનું અજ્ઞાન
Page #52
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૪૩ હોવાથી અજ્ઞાની એમ માને છે કે હું પરદ્રવ્યનો કર્તા છું તથા પરદ્રવ્યના લીધે મારું પરિણમન થાય છે. કોઈ અજ્ઞાની કર્મને જગતનો કર્તા માને છે, તો કોઈ અજ્ઞાની ઈશ્વરને જગતનો કર્તા માને છે. પરંતુ તે બંને અજ્ઞાની છે કારણ કે તેઓ વસ્તુ સ્વરૂપને ઓળખતા નથી.
પંચાસ્તિકાય સંગ્રહ પરમાગમમાં કહ્યું છે કેएवं कत्ता भोत्ता होज्जं अप्पा सगेहि कम्मेहिं । हिंडदि पारमपारं संसारं मोहसंछण्णो ॥६१।।
“એ રીતે પોતાના કર્મોથી કર્તા-ભોક્તા થતો આત્મા મોહાચ્છાદિત વર્તતો થકો સાંત અથવા અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે.”
આમ, જ્યાં પોતાનું કોઈ પ્રયોજન સિદ્ધ થતું દેખાય એવા વિષયોમાં જોડાઈને જીવ વ્યર્થમાં સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે.
જેને દષ્ટાંતના માધ્યમથી સરળતાથી સમજી શકાય છે. રમતના ક્ષેત્રમાં ક્રિકેટની મેચ નિહાળતી વખતે અજ્ઞાની પુરેપુરો જોડાઈ જાય છે અને એમ અપેક્ષા કરે છે કે મારી ઈચ્છાનુસાર હિન્દુસ્તાન જીતે. પણ તે એમ વિચાર કરતો નથી કે, મારી ઈચ્છાનુસાર તો નહિ, પણ સ્ટેડિયમમાં સાક્ષાત્ મેચ દેખનારા લોકોની ઈચ્છાથી પણ હિન્દુસ્તાન જીતશે નહિ. તેઓ ત્યાં મેચ દેખતા-દેખતા, ગમે તેટલા કુદે, ચીસો પાડે, તેમ છતાં હિન્દુસ્તાન જીતવાનું હોય, તો જ જીતે છે. પ્રેક્ષકોની વાત તો દૂર, મેદાન પર રમી રહેલો ખેલાડી પણ એમ જ ઈચ્છા કરે છે હું સારો રમું અને છતું, છતાં પણ તેની પોતાની ઈચ્છા પણ કોઈ રીતે કાર્યકારી થતી નથી. ત્યારે એ વિચાર આવવો જોઈએ કે, જે ખેલાડીની પોતાની ઈચ્છા પણ કાર્યકારી નથી, તો હું પોતે હજારો કિલોમીટર દૂર રહીને અનંત ઈચ્છા કરું, તો તેનાથી શું લાભ? હાં ! એટલું નુકસાન જરૂર થશે કે તે ઈચ્છા અને આકુળતાના ફળમાં અનંતકર્મનું બંધન થશે કે જે સંસાર પરિભ્રમણનું કારણ બનશે.
અકર્તાવાદને સમજવા માટે એક દષ્ટાંત લઈએ. એક ઓરડામાં સિંહ અને બકરીને રાખવામાં આવ્યા છે અને તેમના વચ્ચે એક કાચની અતૂટ મજબૂત દીવાલ છે, તેમ છતાં સિંહ અને બકરીને કાચની દીવાલનું જ્ઞાન નહિ હોવાથી,
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૪)
મહાવીરનો વારસદાર કોણ? સિંહ એમ વિચાર કરે છે કે હું બકરીને મારી નાખીશ અને બકરી એમ વિચાર કરે છે કે સિંહ મને મારી નાખશે. જો કે ખરેખર સિંહ, બકરીને મારી શકશે નહિ અને બકરી પણ સિંહ દ્વારા મરશે નહિ. કારણકે તેમના વચ્ચે મજબુત કાચની દીવાલ છે. તેવી રીતે દરેક અજ્ઞાનીને પ્રત્યેક દ્રવ્ય વચ્ચે રહેલી અકર્તુત્વવાદની વજદીવાલ નહિ દેખાતી હોવાને લીધે, તે એમ માને છે કે હું પરદ્રવ્યનો કર્તા છું તથા પરદ્રવ્ય મારો કર્તા છે. દીવાલને બનાવવાની જરૂર નથી, દીવાલ તો છે જ. બસ, માત્ર તેને જાણવાની જરૂર છે, માનવાની જરૂર છે. આમ, જાણવાથી તથા માનવાથી પોતે સહજ પરથી દષ્ટિહટાવીને સ્વભાવમાં સ્થિર થઈ જશે.
આ સિદ્ધાંત પોતાના વિકારને દૂર કરવા માટે મદદરૂપ બને છે. તેથી જીવે દરેક સમયે તેનું ચિંતન કરવું જોઈએ. જે જે ઘટનાથી પોતાને રાગ-દ્વેષ થતા હોય તે તે ઘટના પર આ સિદ્ધાંતને ઘટિત કરવો જોઈએ.
કારગીલની સરહદ પર રહેલા આતંકવાદીઓને તો સજા મળવી જ જોઈએ એવી ભાવના હું શા માટે ભાવું? કારણકે મારી ઈચ્છાનુસાર તેમને સજા થવાની કે અટકવાની જ નથી. હાં, એટલું જરૂર થશે કે પર દ્રવ્યમાં રાગ-દ્વેષ કરવાથી અનંત કર્મબંધ થશે. ' ફિલ્મ દેખતી ઘણી મહિલા, ભાવુક થઈને રડવા લાગે છે. પરંતુ તે એમ વિચારતી નથી કે, આ ફિલ્મ તો એક નાટક છે. તેમાં બતાવવામાં આવેલા દશ્યો નકલી છે પણ મને થઈ રહેલા રાગ-દ્વેષ અસલી છે. આ રાગ-દ્વેષથી બંધાઈ રહેલા કર્મો નકલી નથી. આ કર્મોનું ફળ મારે ભવિષ્યમાં ભોગવવું પડશે. ખરેખર એવો વિચાર કરવાથી ક્ષણેક્ષણ ઉત્પન્ન થતાં તીવ્રવિકારથી બચી શકાય છે..
હાં, એ વાત પણ નિશ્ચિત છે કે સમુહમાં કરેલા પાપ સમુહમાં ભોગવવા પડે, એવો નિયમ નથી. કારણકે દરેક જીવને પોતાના કપાયભાવ અનુસાર કર્મની સ્થિતિ તથા અનુભાગ બંધ પડે છે. તેથી તેનું ફળ પણ દરેક જીવને જુદા જુદા પ્રકારે જ મળશે. એમાં પણ ફિલ્મ દેખી રહેલા લોકોમાંથી કોઈ એક ભવે કે કોઈ બે ભવે કે કોઈ અમુક ભવે મોક્ષ જવાના હોય અને કોઈ જીવો એવા હોય કે જે અનંતકાળ સુધી હજી પરિભ્રમણ જ કરવાના હોય. તેથી દરેક જીવ તથા જીવને
Page #54
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૪૫ થતો કર્મબંધસ્વતંત્ર સમજવો જોઈએ.
પ્રત્યેક દ્રવ્યમાં ભાવવતી શક્તિ છે. એક દ્રવ્યને પોતાના પરિણમન કરવા માટે અન્યદ્રવ્યની કોઈ અપેક્ષા નથી. જો એક દ્રવ્યને અન્યદ્રવ્યની અપેક્ષા હોય તો સર્વદ્રવ્યના સમુહરૂપ જગતને પણ પરાધીન માનવું પડશે. કર્તાબુદ્ધિને છોડવા માટે પરદ્રવ્યને છોડવાની જરૂર જ નથી, કારણકે પરદ્રવ્ય સ્વયં છૂટું જ છે. બસ, મિથ્યાત્વતથા રાગદ્વેષરૂપી પરભાવને છોડીને સુખી થઈ શકાય છે. પણ ક્યારે? જ્યારે પરભાવને છોડે ત્યારે.
કર્તુત્વબુદ્ધિ જીવના દુઃખનું મુખ્ય કારણ હોવાથી આચાર્ય કુંદકુંદદેવે પણ સમયસારમાં સર્વાધિક ૭૬ ગાથાર્તાકર્મઅધિકારમાં લખી છે. જે જીવનેદ્રવ્યની સ્વતંત્રતાનું જ્ઞાન નથી તેને કત્વબુદ્ધિનું નિરંતર પોષણ થઈ રહ્યું છે. હું પરદ્રવ્યનું કરું છું એ ભાવ કરતા હું પરદ્રવ્યનું કંઈ કરી શકું છું. એ ભાવ વધું ખતરનાક છે. તેમાં પણ જ્યારે કોઈ કાર્ય જીવની પોતાની ઇચ્છાનુસાર ન થાય ત્યારે તે કાર્યને ભવિતવ્યતા પર ઢોળી દે છે.
તેના સંદર્ભમાં પડિંત ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકના ચોથા અધિકારમાં કહ્યું છે કે
વળી એ આશ્રવભાવોવડે જ્ઞાનાવરણાદિ કર્મોનો બંધ થાય છે. તેનો ઉદય થતાં જ્ઞાન-દર્શનનું તીનપણું થવું, મિથ્યાત્વ-કષાયરૂપ પરિણમન થવું, ઈચ્છાનુસાર ન બનવું, સુખ-દુ:ખના કારણો મળવા, શરીરનો સંયોગ રહેવો, ગતિજાતિ-શરીરાદિનીપજવાં અને નીચું-ઊંચુ કુળ પામવું થાય છે, એ બધાં હોવામાં મૂળ કારણ કર્મ છે, તેને આ જીવ ઓળખતા નથી કારણકે સૂક્ષ્મ છે તેથી તેને સુઝતા નથી અને પોતાને એ કાર્યોનો કર્તા દેખાતો નથી એટલે એ બધાં હોવામાં કાં તો પોતાને કર્તારૂપ માને છે અગર તો અન્યને કર્તારૂપ માને છે. તથા કદાચિત્ પોતાનું વા અન્યનું કર્તાપણું ન ભાસે તો ઘેલા જેવો બની ભવિતવ્ય માનવા લાગે છે.”
જ્યારે રોટલી બનાવતી વખતે દસમાંથી નવરોટીલી સારી બને, તો એમ કહે છે કે, “જુઓ મેં કેટલી સારી રોટલી બનાવી,” ત્યારે કોઈ એમ પુછે કે, “તેં
Page #55
--------------------------------------------------------------------------
________________
છે
,
૪૬).
મહાવીરનો વારસદાર કોણ? નવ જ રોટલી સારી કેમ બનાવી દસમી કેમ બાળી નાખી?” તેના જવાબમાં એમ કહે છે કે, “મહેમાન આવી ગયા હતાં, હું દરવાજો ખોલવા ગઈ કે અહીં રોટલી બળી ગઈ.” આમ, ઈષ્ટ કાર્ય થાય છે તેનો કર્તા પોતાને તથા અનિષ્ટ કાર્યનોક્ત અન્યને માને છે.
કોઈ આળસુ લોકો તત્ત્વાભ્યાસ સમયે બગાસા ખાય અને એમ બોલે કે અમે શું કરીએ? એ તો કર્મનો ઉદય એવો આવ્યો કે બગાસા આવી ગયા. તેમને અંદરથી તો કર્મસિદ્ધાંત પર શ્રદ્ધા નથી, પરંતુ પોતાને ફાવે ત્યાં કર્મના ઉદયનો સિદ્ધાંત ઘટિત કરી પ્રમાદનું પોષણ કરનાર મિથ્યાદિષ્ટી આત્માના અનુભવ તથા આત્માના અતીન્દ્રિય આનંદથી વંચિત રહી જાય છે. - કોઈ અજ્ઞાની મિથ્યાદષ્ટી તત્ત્વના અભ્યાસ તથા ક્ષયોપશમ જ્ઞાનના ઉઘાડને લીધે, ભાષાની પ્રવીણતાના કારણે અકર્તાવાદ તથા આત્મા પર પ્રવચન આપીને કહે છે કે, આજે તો ખૂબ જ આનંદ આવ્યો. ત્યાં તેને અકર્તાવાદની શ્રદ્ધા તો નથી પણ પોતાના જ્ઞાનનું અહંકાર તથા ભાષાનું કર્તાપણું હોવાથી કષાયના પોષણમાં જ આનંદ માને છે. અજ્ઞાનીને આત્માનો આનંદ કયાંથી હોય? તેને તો રાગનો જ આનંદ હોય ત્યાં કોઈ શ્રોતા પ્રવચન સમાપ્ત થયા બાદ તેને એમ કહે કે, “આજના પ્રવચનમાં ઘણો આનંદ આવ્યો.” તો તે એમ માને છે કે લોકોમાં મારી ચતુરાઈ તથા ભાષાના વખાણ થઈ રહ્યા છે. ત્યાં તે તત્ત્વના સિદ્ધાંતો તથા તત્ત્વની મહિમાને યાદ પણ કરતો નથી. આમ, અકર્તાવાદને ભણાવનાર પોતે પણ અર્જાવાદને સમજતા નથી. તેથી આત્માર્થી મુમુક્ષુએ આ સિદ્ધાંતનો મર્મ સમજવો ખૂબ જ જરૂરી છે. ' જેવી રીતે તીર્થકર ભગવાનના ચરણ જમીનને સ્પર્શતા નથી તેવી રીતે નિશ્ચયથી સમજવામાં આવે તો અજ્ઞાનીના પગ પણ જમીનને સ્પર્શતા નથી કારણકે પગના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય જમીનમાં મળતા નથી તથા જમીનના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પગમાં મળતા નથી. દ્રવ્યની સ્વતંત્રતા એ વાતને સિદ્ધ કરે છે કે પ્રત્યેક કણ-કણ સ્વતંત્ર છે. પૂજ્ય ગુરુવશ્રી માનતા હતા કે દરેક જીવ પોતપોતાની યોગ્યતાનુસાર આત્મજ્ઞાન પામશે, તેમ છતાં તેમણે તત્ત્વનો અનેક વર્ષો સુધી ઉપદેશ આપ્યો કારણકે તેઓ પોતાની પર્યાયના પણ અકર્તા હતા
Page #56
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ? એટલે અકર્તા માનતા હતા. જ્યારે અજ્ઞાની કર્તુત્વબુદ્ધિના અહંકારથી જ પટકાય છે. એન્યાય છે કે જે પતંગ આકાશમાં ઉડ છે, તે જ કપાય છે.
એક દ્રવ્ય, અન્યદ્રવ્યનું કર્તા નથી. તેમ છતાં કોઈ લોકો દ્વારા ભગવાનની અતિશયોક્તિ કરતા એવા વાક્યો પણ સાંભળવા મળે છે કે, જિનેન્દ્ર ભગવાન તેમની ભક્તિ કરનારને, ભક્ત નહિ પણ ભગવાન બનાવે છે. જો કે રાગી દેવી દેવતા તો પોતાની ભક્તિ કરનારને માત્ર ભક્ત બનાવે છે તેથી તેને કર્તુત્વ કહેવાય છે. જિનેન્દ્ર ભગવાન તેમની ભક્તિ કરનારને ભગવાન બનાવે છે, જે એમ માનવામાં આવે તો જિનેન્દ્ર ભગવાનને મહાકર્તા માનવાનો પ્રસંગ આવશે. તેથી એમ સમજવું કે “કોઈ, કોઈનું કંઈ નથી અને કોઈ, કોઈનું કંઈ કરતું પણ નથી.”
જે જીવને કર્તુત્વબુદ્ધિ હોય છે તેને ભોસ્તૃત્વબુદ્ધિ પણ હોય જ છે. આચાર્ય કુંદકુંદદેવને કર્તાભાવ ન હતો તેથી ભોક્તાભાવ પણ ન હતો. પોતે એમ માનતા ન હતા કે, “હું સમયસાર લખવાની ક્રિયાનો કર્તા છું” તેથી એમ પણ માનતા ન હતા કે “લોકો આ સમયસારના વખાણ કરે અર્થાત્ તેમને સમયસાર લખવાની ક્રિયાને ભોગવવાનો ભાવ પણ ન હતો. '
હું પરદ્રવ્યને ભોગવી શકું છું એવી માન્યતાનું નામ ભોક્તત્વબુદ્ધિ છે. પરપદાર્થોને ભોગવવાનો અધિકાર જીવને નથી પણ અજ્ઞાની પરપદાર્થોને ભોગવવાનો ભાવ કરે છે તે જ ભોસ્તૃત્વબુદ્ધિ છે. તેનું નામ મિથ્યાત્વ છે. અજ્ઞાનીને અનાદિકાળથી પરપદાર્થને ભોગવવાનો અભ્યાસ છે.
કુંદકુંદાચાર્ય સમયસારમાં કહે છે - सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोग बंध कहा । एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ॥४॥
“કામ, ભોગ અને બંધની કથા તો સંપૂર્ણ લોકે ખૂબ સાંભળી છે, તેનો પરિચય પણ પ્રાપ્ત કર્યો છે. તથા તેનો અનુભવ પણ કર્યો છે. તેથી તે તો સર્વસુલભ જ છે; પરંતુ પરથી ભિન્ન તથા પોતાનાથી અભિન્ન ભગવાન આત્માની કથાનક્યારેય સાંભળી છે, ક્યારેય તેનો પરિચય પ્રાપ્ત કર્યો છે તથા નક્યારેય તેનો અનુભવ કર્યો છે, તેથી તે સુલભ નથી.”
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૮)
મહાવીરનો વારસદાર કોણ?
પ્રવચનસારમાં કહ્યું છે કે
जदि संति हि पुण्णाणि य परिणाम समुखवाणि विविहाणि । जणयंति विसयहं जीवाणं સેવતાનું ||૪|| ते पुण उदिण्ण तण्हा दुहिदातण्हाहि विसयसोक्खाणि । इच्छति अणुहवंति य आमरणं दुःख संतत्ता ।। ७५ ।।
“શુભોપયોગથી બાંધેલા વિવિધ પ્રકારના પુણ્ય કર્મ દેવપર્યંત શરીરોને વિશેષ સામગ્રીનો સંયોગ આપીને વિષયોની તૃષ્ણા ઉત્પન્ન કરી દે તે દેવાદિ તૃષ્ણાને કારણે દુ:ખી થાય છે. તૃષ્ણાના રોગથી પીડાઈને વિષયસુખ ઈચ્છે છે, મરણસુધી ભોગવે છે તો પણ દુ:ખોથી સંતપ્ત રહે છે. તેમની તૃષ્ણા મટતી નથી.’
99
અજ્ઞાનીની ભોગવૃતિ દેખીને જ્ઞાનીને અજ્ઞાની પ્રત્યે કરૂણાભાવ ઉપજે છે. એ તો સ્વાભાવિક જ છે કે જેને આત્માનુભવ થયો હોય પરંતુ સંપૂર્ણ વીતરાગતા પ્રગટ ન થઈ હોય તેને કરૂણાભાવ આવ્યા વિના રહેતો નથી. જ્ઞાની કહે છે કે અજ્ઞાનીને જ્ઞાનસ્વભાવી આત્માનો અભ્યાસ નહિ હોવાથી દુ:ખી થઈ રહ્યો છે. જગતમાં એવું કોઈ પુદ્ગલ નથી કે જેને ભોગવવાનો ભાવ અજ્ઞાનીએ ન કર્યો હોય અને એવું કોઈ પુદ્ગલ નથી કે જે આત્માને સુખ આપી શક્યું હોય. જેની પોતાની પાસે જ સુખ નથી એવા પુદ્ગલ જડ પદાર્થમાં સુખ માનવું એ જ અજ્ઞાનીની મિથ્યા માન્યતા છે. અહી સુધી કે ભગવાન મહાવીર પાસે જઈને અજ્ઞાનીએ જે પણ માંગ્યુ તે બધું જ ભૌતિક સુખ જ માંગ્યું. તેથી જ્ઞાની કહે છે કે મંદિરમાં જઈને ભગવાન પાસે માંગે તેમાં અને ભિખારીમાં કંઈ અંતર નથી ભિખારી મંદિરની બહાર માંગે છે જ્યારે અજ્ઞાની મંદિરની અંદર માંગે છે. મંદિરમાં આવતા લોકો પાસેથી ભિખારી હાથ ફેલાવીને બે-પાંચ રૂપિયા માંગે છે,
જ્યારે ભગવાન પાસે જઈને અજ્ઞાની હાથ જોડીને બે-પાંચ કરોડ માંગે છે. ભિખારી તો એવા લોકો પાસે બે-પાંચ રૂપિયા માંગે છે કે જેમની પાસે બે-પાંચ લાખ રૂપિયા હોય છે જ્યારે અજ્ઞાની તો તેમની પાસેથી બે-પાંચ કરોડ રૂપિયા માંગે છે જેમની પાસે એક રૂપિયો પણ નથી. તેથી ભિખારીની બુદ્ધિ જેટલી બુદ્ધિ
Page #58
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૪૯
પણ ભગવાન પાસે માંગનારા લોકોમાં નથી, એમ કહીએ તો ખોટું નથી. કારણકે ભિખારીએ ભગવાન પાસે પૈસા ન માંગ્યા, તેને ખબર છે કે ભગવાન પાસે પૈસા માંગવાથી ભગવાન નહિ આપે પણ આ કરોડપતિ મને આપી શકે છે કારણકે તેની પાસે પૈસા છે. તેથી લોભી વ્યક્તિ એક ભિખારી જેટલો પણ વિચાર કરતો નથી એટલી હદે લોભના કારણે ભૌતિક વસ્તુમાં આંધળી દોડ મુકે છે. જેણે ભગવા પહેરેલા હોય તેમને ભગવાન ન કહેવાય, પણ જે કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીવાન હોય તેમને ભગવાન કહેવાય. ભગવાને બાહ્ય વૈભવને છોડીને પરમાત્મા પદ પ્રગટ કરીને અતીન્દ્રય સુખરૂપી આત્મિક વૈભવને પ્રાપ્ત કર્યો છે.
અજ્ઞાની સ્વદ્રવ્યમાં તો સુખ માનતો જ નથી. સાથે સાથે તે પરદ્રવ્યમાં પણ સુખ માનતો નથી, તે પરદ્રવ્યની એટલે કે મુખ્યરૂપે પુદ્ગલની પર્યાયમાં સુખ કે દુ:ખ માને છે. ખરેખર પરદ્રવ્ય કે પર્યાય આત્માને સુખ કે દુ:ખ આપી શકતા નથી. કારણકે પરદ્રવ્યનો યોગ છૂટી જાય તથા પર્યાય પલટાય જાય છે. જેમ અંતરંગમાં મિથ્યાત્વ મુખ્ય પરિગ્રહ હોવાથી ચૌદ અંતરંગ પરિગ્રહોમાં પ્રથમ ક્રમે છે, તેમ બાહ્યમાં ધન મુખ્ય પરિગ્રહ હોવાથી દસ બહિરંગ પરિગ્રહોમાં પ્રથમ છે. જેમ અંતરંગમા મિથ્યાત્વ છોડવું અઘરૂં છે, તેમ બાહ્યમાં ધન છોડવું અઘરૂં છે. બહિરંગ પરિગ્રહ છોડવાથી કષાય ઘટી પણ શકે તથા વધી પણ શકે. જયારે અંતરંગ પરિગ્રહ છૂટવાથી કષાય નિયમથી ઘટે છે. તેમ છતાં બાહ્ય પરિગ્રહમાં ધનને મહત્વ આપ્યું છે. પૂજ્ય ગુરૂદેવશ્રી કહેતા કે અજ્ઞાની માટે પૈસા તો બહારના દસ પ્રાણ પછીના અગિયારમાં પ્રાણ સમાન છે. જો કે પ્રાણ તો દસ જ હોય છે છતાં પણ ધનને અજ્ઞાની કેટલું મહત્વ આપે છે, તે સમજાવવા માટે આ પ્રકારનો વ્યંગ્ય કરતા હતા. અજ્ઞાની ધનને જ સુખનું મૂળ કારણ માને છે. અજ્ઞાની પહેલા તો ધન કમાવવા માટે દિવસ-રાત જાગતો હોય છે અને ધન કમાઈને તે ધનને સાચવવા માટે દિવસ-રાત જાગે છે. જગતમાં એવી સ્થિતિ છે કે જેની પાસે ઘઉંની બોરી ઉંચકવાની શક્તિ છે તેની પાસે ઘઉંની બોરી ખરીદવાની શક્તિ નથી તથા જેની પાસે તે ખરીદવાની શક્તિ છે તેનાથી બારી ઉંચકી શકાતી નથી. આમ, કોઈને ઉંચકવાનું તથા કોઈને ખરીદવાનું દુ:ખ છે. તેથી એમ સમજવું કે અજ્ઞાની પોતાના ભાવોથી જ દુ:ખી થાય છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૦)
મહાવીરનો વારસદાર કોણ? માણસના હાથમાં પૈસા આવતા પોતાને શું શું સમજવા લાગે છે તેની કલ્પના પણ ન કરી શકાય. હાં, એટલું અવશ્ય છે કે તેના વિચારો પલટાયા વિના રહેશે નહિ પણ જો ધનવાન બનીને પણ જે ધર્મને ન ભૂલે તો સમજવું કે તેમાં ઉડેઊંડે ધર્મનાં સંસ્કાર પડેલા છે.
મુંબઈમાં ઘટેલી આ એક સત્ય ઘટના છે. મારા એક કરોડપતિ મિત્રના ખબર અંતર પૂછવા માટે મેં તેમને ફોન કર્યો પણ તેમણે મારો નંબર તેમના મોબાઈલમાં જોઈને જ ફોન કાપી નાખ્યો. થોડા દિવસ સુધી મેં તેમને અનેક ફોન કર્યા પણ તેમણે એકપણ વખત મારો ફોન ઉપાડયો નહિ. તેથી કંટાળીને મેં તેમને ફોન કરવાનું ટાળ્યું. એક દિવસ એવો આવ્યો કે તેમનો સામેથી મારા પર ફોન આવ્યો અને રડતા-રડતા મને પૂછયું કે તમે ક્યાં ? કહ્યું કેમ? તો તે બોલ્યા કે મારે તમને મળવું છે. મેં પૂછ્યું, “કેમ? અચાનક? આમ જ?” અંતે તેમણે પોતાનું મૌન તોડ્યું અને સત્ય બતાવ્યું. તેમણે મને કહ્યું કે મારે આપને મળવું છે. આપ મને ક્યારે સમય આપી શકશો? અને હાં, જ્યારે તમે મને મળવા આવો તો કાંદિવલી આવજો, કારણકે હવે હું કાંદિવલી રહું છું. મારે મરીન ડ્રાઈવનો ફ્લેટ વેચી નાખવો પડ્યો છે. શેરબજારમાં મારા કરોડો રૂપિયા ડૂબી ગયા છે. હવે હું સાત હજાર રૂપિયાની નોકરી કરું . મને સમજાતું નથી કે મારે હવે શું કરવું? તમે ધર્મબાધક કર્મનું સ્વરૂપ સમજાવવા આવજે. તેમના આમંત્રણને માન આપીને અને ભૂતકાળને ભૂલીને હું તેમને મળવા ગયો. જ્યારે હું તેમની પાસે ગયો, ત્યારે મેં તેમને સમજાવતા કહ્યું કે તમે કોઈ ચિંતા ન કરો. હજી પણ કર્મના ઉદય એટલા ખરાબ નથી કારણ કે કાંદિવલીમાં ફલેટ અને સાત હજાર રૂપિયાની નોકરી મળી ગઈ છે. તમારે રસ્તા પર સુવાના દિવસો હજી આવ્યા નથી. આ વાતનો વિચાર કરતા તેમને થોડી સાંતવના મળી અને તેમણે મારી સાથે પ્રતિદિન સ્વાધ્યાય કરવા માટે વચન આપ્યું. જોકે તેમણે માંડ બે મહિના સ્વાધ્યાય કર્યો અને પછી તો એવું થયું કે તેમણે ફરી વાર મારો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. મારો નંબર જોઈને ફોન કાપી નાખવા લાગ્યા. હમણાં થોડા દિવસ પહેલા તેમના એક મિત્રએ મને સમાચાર આપ્યા કે તેઓ કાંદિવલીથી પાછા મરીન ડ્રાઈવ પર રહેવા માટે આવી ગયા છે અને શેરબજારમાં તેજી આવવાને
Page #60
--------------------------------------------------------------------------
________________
(૫૧.
મહાવીરનો વારસદાર કોણ? કારણે પહેલાથી પણ વધુ ધનવાન થઈ ગયા છે. હવે તમે જ વિચાર કરો કે શું આ ધર્મ સાથે રમાઈ રહેલી રમત નથી? ભલે માણસ ગમે તેટલો આકાશમાં ઉડ પણ તેણે એ વાતને ન ભૂલવી જોઈએ કે અંતે તો જમીન પર જ આવવાનું છે. તો પછી આ બધું અભિમાન શા માટે કરવું?
જગતમાં એવા ઘણા ધનવાન દેખાય છે કે જે ધન હોવા છતાં પણ જેલની સજા ભોગવી ચુક્યા છે. તેઓ કેમ રૂપિયાના બળ પર જેલમાં જતાં. પોતાને ન અટકાવી શક્યા? કોઈ કાળે પણ ઈષ્ટને ઈચ્છીએ ત્યારે ખેંચી આણી શકાતું નથી અને અનિષ્ટને આવતું અટકાવી શકાતું નથી. તેથી એમ સમજવું કે આ જગતમાં પૈસાથી કામ થઈ જાય છે, એમનથી.
જે લોકો લોકલ બસ સ્ટોપ પર બસની રાહ જોતા હોય છે તે દરેક વ્યક્તિ પાસે મિનિમમ ટીકીટના ચાર રૂપિયા છે. તેમ છતાં બસ કેમ આવતી નથી? કારણકે બસ પૈસાથી નહિ પુણ્યના ઉદયથી આવે છે. ત્યારે કોઈ પૈસા તરફથી વકીલાત કરતાં એમ કહે કે તેમની પાસે માત્ર ચાર રૂપિયા છે એટલે બસ આવતી નથી. જો તેમની પાસે ચાર લાખની ગાડી હોત તો આ રીતે રાહ જોવી પડત. તેમનો એ પક્ષ પણ યોગ્ય નથી. કારણકે જે ચાલીસ લાખની ગાડીમાં સફર કરનારે પણ પુણ્યોદય અભાવમાં લાલબતી પર ગાડી રોકીને આગળ જવાની રાહ જોવી પડે છે. તો તે કહે છે કે જયારે હાઈવે પર હોઈએ ત્યારે તો રેડ સિગ્નલ પણ હોતા નથી, તો ત્યાં પૈસા ઉપયોગી બન્યા કે નહિ? જવાબ છે નહિ. કારણકે જ્યારે જ્યારે પાપનો ઉદય હોય ત્યારે હાઈવે પર પણ ગાડીમાં પંક્સર પડે છે, ત્યારે ચાલીસ લાખની ગાડી હોવા છતાં પણ રસ્તા વચ્ચે તડકામાં ઉભા રહેવું પડે છે અને તે જ સમયે પેલી ચાર રૂપિયાવાળી બસ આગળ જતી દેખવામાં આવે છે. આમ, ચાલીસ લાખની ગાડી પણ પુણ્યોદયના અભાવમાં ઉપયોગી બનતી નથી. ત્યારે તે મને કહે છે કે હું તો તમને પહેલા જ કહેતો હતો કે ચાર રૂપિયાથી બસમાં જઈ શકાય છે અને ચાર રૂપિયાથી કામ થઈ જાય છે. ત્યારે મેં તેને કહ્યું કે તારી પાસે ચાર રૂપિયા હોય તો સામેથી જઈ રહેલી બસમાં બેસી જા. પણ મારી સાથે વિવાદ ન કર. આમ, તે બસમાં બેસી જતો રહ્યો પરંતુ બસનો અકસ્માત થવાથી ઘેર તો ન પહોંચી શકયો પણ હોસ્પિટલમાં જવું પડયું. આજે તેની પાસે
Page #61
--------------------------------------------------------------------------
________________
પર).
મહાવીરનો વારસદાર કોણ? કરોડો રૂપિયા હોવા છતાં તે ક્યાંય જઈ શકતો નથી.
del 244 24H08aj }, "money never talks, karmoday talks.” ખરેખર પુણ્ય અને પાપનો ઉદય બાલે છે. તેમાં પણ ઉદયને આધીન થવું એ જ જ્ઞાનીનું કર્તવ્ય છે. અજ્ઞાની જે રૂપિયાને પોતાના માને છે અને દુનિયાની સામે પોતાના બતાવે છે, તે રૂપિયા જો ખરેખર પોતાના હોય તો રૂપિયાની નોટમાં ગવર્નરની સહી છેકીને પોતાની સહી કેમ કરતો નથી? નોટમાં છાપેલો નંબર છેકીને, પોતાનો ફોન નંબર લખીને તે નોટને બજારમાં ચલાવવી જોઈએ પણ નોટમાં પોતાનું નામ તથા નંબર લખવાથી તે ચલણી નોટ પણ નકલી થઈ જાય છે. એનો અર્થ એ થયો કે એ નોટ પણ, તો જ ચાલે છે, જો તમે તેને પોતાની બનાવવાનો પ્રયત્ન ન કરો. અને જો કોઈ એ રીતે નોટમાં છેકછાક કરીને પોતાની બનાવવાનો પ્રયત્ન કરશે તો રૂપિયા સાથે છેડછાડ કરવાના અપરાધમાં તેને જેલની સજા પણ થઈ શકે છે. આમ, જે રૂપિયામાં અજ્ઞાની પોતાપણું કરે છે, તે રૂપિયામાં તેનું પોતાનું કંઈ ચાલતું નથી.
પૈસાનો લોભી પૈસા પાછળ ગાંડો થતો હોવા છતાં તેને પૈસાના ગુણ કે પર્યાયથી કોઈ ફરક પડતો નથી. પૈસાના સ્પર્શ, રસ, ગંધ તથા વર્ણ, એમ મુખ્ય ચાર ગુણોની પર્યાયનો નિરપેક્ષ ભાવ તેને પ્રત્યક્ષમાં દેખાતો હોય છે. પાંચની નોટનો કોમળ સ્પર્શ હોય કે પાંચના સિક્કાનો કડક સ્પર્શ હોય, તેને કોઈ ફરક પડતો નથી. તેને તો માત્ર પાંચ રૂપિયા જોઈએ છે. તેવી રીતે રૂપિયાની નોટો ખાટી હોય કે ખારી હોય, તેને નોટના રસ સાથે પણ કોઈ પ્રેમ નથી. હજારો લોકોના હાથમાં ફરી ફરીને તેનોટમાં મેલ અને પરસેવાની દુર્ગંધ મારતી હોય તો પણ તેને તે લેવામાં કોઈ આપત્તિ નથી. એવી રીતે જો ભારત સરકાર સો રૂપિયાની નોટને લાલ કે કાળા રંગમાં છાપે તો પણ લોકોને ફરક પડતો નથી. કોઈપણ પ્રકારના સ્પર્શ, રસ, ગંધ તથા વર્ણરૂપે પરિણમતા રૂપિયાને અજ્ઞાની કેમ પોતાના માને છે? શા માટે અજ્ઞાની, રૂપિયાનો ગુલામ બની જાય છે? તેનો સ્પષ્ટ ઉત્તર એ છે કે તે રૂપિયાથી વિષયભોગોને ખરીદી શકશે, એવીતેશ્રદ્ધા કરે છે.
જ્યારે કોઈ મહિલા દસ હજાર રૂપિયાની સાડી ખરીદીને પહેરે છે ત્યારે તેને આનંદ થાય છે, પણ થોડી વાર પછી તે દેખે છે કે કોઈ બીજી મહિલાએ પંદર
Page #62
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૫૩
હજાર રૂપિયાની સાડી પહેરી છે. તો તેને દેખીને પોતે દુઃખી થઈ જાય છે. ત્યારે એમ વિચાર આવે છે કે મેં દસ હજાર રૂપિયા ખર્ચ્યા, પણ મને સુખ તો મળ્યું જ નહિ. આવા જીવોને ધર્મમાં રુચિ થવાની સંભાવના વધે છે. ધર્મની રુચિ પણ ત્યારે જ થાય છે કે, જો તે સકારાત્મક વિચાર કરે તો ! ત્યાં પોતે કોઈને પંદર હજારની સાડી પહેરેલી દેખીને ફરી પાછા વીશ હજારની સાડી ખરીદવા જાય તો એમ સમજવું કે તે મહિલા દુ:ખ ખરીદવા ગઈ છે. તેના પરિણામ સમયે સમયે બદલાઈ જતા હોય છે. તેને એકપળમાં ક્રોધી તો બીજાપળે માની થવા માટે ક્યાં વાર લાગે છે? જો ક્યારેક ગાડીમાં જતા હોવ અને કોઈ ભિખારીનો હાથ લાગી જાય, તો તે ભિખારી પર પોતે ગુસ્સો કરે છે. એમ વિચાર કરતો નથી કે આજે પોતે શેઠ કહેવાય છે, તો આ ભિખારીના કારણે. આ જગતમાં કોઈ ભિખારી જ ન હોત તો તેને શેઠ કહીને કોણ બોલાવત? તેથી એમ સમજવું કે જે શેઠ છે, તેના શેઠપણામાં તેના નોકરનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. પોઝેટીવના પાઝેટીવનેસની કિંમત સામેના નેગેટીવથી છે એ ભૂલવા જેવું નથી. તેથી ભિખારી કે નોકર પ્રત્યેની હીન દષ્ટિ પલટાવી ખુબ જ જરૂરી છે. જયારે પોતે રસ્તા પર ઉભા હો અને કોઈ ભિખારી તમારી બાજુમાં ઉભેલા વ્યક્તિ પાસે ભીખ માંગતો હશે તો તમે ત્યાંથી થોડા દુર જતા રહેશો. કારણકે તમે જાણો છો કે તે બાજુવાળા પાસેથી ભીખ માંગીને તમારી પાસે જ આવવાનો છે. આમ, પોતે પોતાની ચતુરાઈનો પ્રયોગ ભિખારીથી બચવા માટે કરે છે. પણ ભવિષ્યમાં પોતે ભિખારી ન થવું પડે તેનો કોઈ ઉપાય કરતા નથી. જ્ઞાની કહે છે કે ભવિષ્યમાં તો શું, આજે પણ અજ્ઞાની ક્ષણેક્ષણે ભિખારી છે કારણકે પોતાનાં અનંત સુખ ખજાનાને ભુલીને પુદ્ગલ પાસેથી સુખ માંગી રહ્યો છે. એ જ અજ્ઞાનીનું ભિખારીપણું છે.
મિથ્યાદષ્ટી જે બાહ્ય સાધનોના કારણે અજ્ઞાનીને મહાન માને છે. તે બાહ્ય સાધનોના કારણે જ્ઞાનીને પણ મહાન માને છે. મિથ્યાદષ્ટી, જેવી રીતે અજ્ઞાનીને ધનવાન સમજીને તેને મહાન માને છે, તેવી રીતે કોઈ ઢોંગી વેશધારી સાધુને, સમાજ માટે અઢળક ધન એકઠા કરનાર સાધુ સમજીને મહાન માને છે અને કહે છે કે જીવનો પુરુષાર્થ તો જુઓ! ગઈકાલે સાધુ બન્યા પહેલા ગૃહસ્થ
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪).
મહાવીરનો વારસદાર કોણ? દશામાં જેની પાસે દશ હજાર રૂપિયા પણ નહોતા અને દસ હજાર રૂપિયાને એકઠા કરવાની તાકાત પણ નહોતી, તે જ વ્યક્તિ સાધુ બનીને દસ મિનિટમાં દસ કરોડ એકઠા કરે છે. આમ, અજ્ઞાની, ઢોંગી સાધુને ધન એકઠા કરનાર માનીને તેની મહિમા ગાતો હોય છે. અરે ભાઈ! ઘનતો પરિગ્રહ છે અને પરિગ્રહ તો પાપ છે. તું પાપ કરવાને જીવનો પુરુષાર્થ કેમ કહે છે? હાં, તેનો જવાબ જ્ઞાની પાસે છે. જ્ઞાની કહે છે કે જે અજ્ઞાની વસ્ત્રને પરિગ્રહ ન માનતા હોય તે જીવો ધનને પણ પરિગ્રહ શા માટે માને? તેની દષ્ટિમાં પરિગ્રહની પરિભાષા સંકુચિત છે. લૌકિક વ્યવહારમાં ભોગી મહાન ગણાય છે, જ્યારે અલૌકિક માર્ગમાં ત્યાગી છવ મહાન કહેવાય છે.
ભોગીને ભોગ સંબંધી પ્રશ્નો ઉદ્દભવે છે તથા ત્યાગીને ત્યાગ સંબંધી. એક શ્રોતાએ મને પ્રશ્ન પૂછેલો કે આપ અમને બટાટા વગેરે કંદમૂળ ખાવાની મનાઈ કરો છો-પણ જો અમે કંદમૂળ નહિ ખાઈએ તો ભારત દેશમાં ઊપજતા કંદમૂળનું શું થશે? મેં તેને કહ્યું કે, “તુ હજુ પણ ભોગી જ છો કારણકે તને ભોગ સંબંધી સવાલ થયો પણ કંદમૂળનો ત્યાગ કરીને કોનું આલંબન લેવું એવો પ્રશ્રન થયો.”
વસ્ત્ર અંતિમ પરિગ્રહ છે અને ધન પ્રથમ. તેમ છતાં જો વસ્ત્રને પ્રથમ અને ધનને અંતમાં રાખીએ તો પણ આશ્ચયનહિ કારણકે લોભી માણસ ધન માટે કપડા છોડીને નગ્ન પણ થઈ જાય છે. શરીરથી નહિ તો ભાવોથી તો નગ્ન થઈ જાય છે, પણ પૈસા છોડવા તૈયાર થતો નથી. તે એમ કહે છે કે ટીપેટીપે સરોવર ભરાય છે પણ તે એ વાતને ભૂલે છે કે સરોવરમાંથી એક ગ્લાસ પાણી બહાર કાઢી નાખતા એ સરોવર ખાલી નહિ થઈ જાય. પણ સત્ય તો એ છે કે તેને સરોવર ભરવું જ છે, ખાલી નથી કરવું.
માનનો લોભી દાન આપીને પણ માન કષાયનું પોષણ કરે છે. જ્યાં પોતાની પ્રશંસા થાય તેવા સ્થાનોમાં દાન આપે છે પણ પાત્રદાન કે અપાત્રદાનનો કોઈ વિચાર કરતો નથી. માન કષાયના પોષણ અર્થે અપાયેલ દાનનો ઉપયોગ પરમદુઃખદાયક હોય છે.
તેથી શ્રી રમણસારમાં કહ્યું છે -
Page #64
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
" (૫૫ सप्पुरिसाणं दाणं, कप्पतरुणं फलाण सोहं वा। लोहीणं दाणं जइ, विमाणसोहा सवस्स जाणेह ।।२६।।
“સપુરુષોને દાન આપવું, એ કલ્પવૃક્ષોના શોભા જેવું તથા સુખદાયક છે, પણ લોભી પુરુષોને દાન આપવું થાય છે, તે શબ અર્થાત્ મડદાની ઠાઠડીની શોભાસમાન જાણવું. શોભા તો થાય, પરંતુ ધણીને પરમ દુઃખદાયક હોય છે, માટે લોભી પુરુષોને દાન આપવામાં ધર્મનથી.”
ઉપરોક્ત વાતનો વિચાર કરીને ક્યારેક ધર્મ સ્થાનોમાં પણ દાન આપે, સાથે સાથે નામની અભિલાષા છોડીને તે પોતાનું નામ પણ લખાવતો નથી. ત્યાં પણ એટલું તો જરૂર લખાવે છે કે એક મુમુક્ષુભાઈ તરફથી આ દાન આપવામાં આવે છે. જ્યારે દાતારોના નામની ઘોષણા થતી હશે ત્યારે એમ ઘોષણા થાય કે એક મુમુક્ષુભાઈ તરફથી આટલું દાન મળ્યું છે, તો તે મનોમન ફેલાય છે. ત્યાં તેને અભિમાનનો લોભ તો છૂટ્યો નથી, તેથી મનમાં એમ જ થઈ રહ્યું છે કે આ મુમુક્ષુભાઈ એટલે હું.
ક્યારેક એમ પણ બને કે, તે “એક મુમુક્ષભાઈ તરફથી' એમ પણ ન લખાવે અને પૈસા સીધા દાનપેટીમાં જ નાખી દે. ત્યાં પણ જો દસ રૂપિયા નાખશે, તો પોતાના પાકીટમાં જે જુનીમાં જુની દસની નોટ હોય કે જે કયાંય ન ચાલતી હોય, તેને દાનપેટીમાં નાખે છે. આમ, જે ક્યાંય નથી ચાલતું, એ બધું ભગવાન પાસે ચાલે છે.
ક્યારેક ધર્મસ્થાનોમાં લાખો રૂપિયાની બોલીથી ચડાવો લીધા બાદ પૈસા આપતો નથી. ત્યાં એમ કહે છે કે ક્રિયાથી પૈસા આપું કે ને આપું. એનાથી કોઈ કર્મ બંધાતા નથી, કર્મબંધનનું કારણ તો પરિણામ તથા આભિપ્રાય છે. જો કે સૈદ્ધાંતિક દષ્ટિએ તેની એ વાત સત્ય છે. પરંતુ કોઈની પાસે પૈસા લેતા સમયે એવો વિચાર આવતો નથી, ત્યાં એમ નથી કહેતો કે ચાલો, તેણે મને ભાવોથી આપ્યા છે, તેથી ક્રિયાથી ન પણ આપે તો ચાલશે. જ્યારે કોઈને પૈસા આપવાની વાત આવે છે ત્યારે ભાવોને પ્રઘાનતા આપે છે અને કોઈ પાસેથી પૈસા લેવાની વાત આવે ત્યારે ક્રિયાને મહત્વ આપે છે. આમ, પોતાને જે રીતે અનુકૂળ લાગે તે
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૬)
મહાવીરનો વારસદાર કોણ?
રીતે સિદ્ધાંતોનું અર્થઘટન કરે છે. એવા અજ્ઞાની મિથ્યાદષ્ટીને તો મન ફાવે તેમ વર્તતો હોવાથી પાપનો જ બંધ થાય છે.
પોતાને અનુભવમાં નહિ આવતી એવી કર્મબંધ સંબંધી પ્રકૃતિની વાત તો બહુ દૂર, અજ્ઞાની અનુભવમાં આવતા કુદરતના સ્વભાવથી પણ મળતો નથી. પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી કહેતા કે, “અજ્ઞાની હંમેશા પ્રકૃતિના સ્વભાવથી વિરોધી કાર્ય કરે છે, તે પ્રકૃતિના સ્વભાવ સાથે મળતો નથી તેથી તેને પોતાના સ્વભાવથી વિપરીત ચાર ગતિમાં સંસારદશારૂપે પરિભ્રમણ કરવું પડે છે.’” શિયાળાની ઋતુમાં ઠંડી પડવી તથા ઉનાળાની ઋતુમાં ગરમી પડવી એ પ્રકૃતિનો સ્વભાવ છે. પરંતુ અજ્ઞાની, શિયાળાની ઋતુમાં પોતાના ઘરમાં ગરમ વાતાવરણ ઉભું કરે છે અર્થાત્ હીટર ચાલુ કરે છે તથા ઠંડીથી બચાવાનો પ્રયત્ન કરે છે તે માત્ર ઘરને જ નહિ, પોતાને પણ ગરમ વસ્ત્રોથી ઢાંકી દે છે આમ, જે રીતે બને તે રીતે અજ્ઞાની પોતાનો બચાવ કરે છે. એ જ રીતે ઉનાળાની ઋતુમાં પોતાના ઘરમાં ઠંડુ વાતાવરણ ઉભુ કરે છે અર્થાત્ એરકુલર કે એરકંડીશન ચાલુ કરે છે અને ગરમીથી બચાવાનો પ્રયત્ન કરે છે. આમ, અજ્ઞાની પ્રકૃતિના સ્વભાવનો સ્વીકાર નહિ કરીને તેનાથી વિરોધી કાર્ય કરે છે. તેથી મોક્ષ વિરોધી સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યારે કોઈ એવો પણ પ્રશ્ન કરે કે શિયાળામાં ગરમ કપડાં નહિ પહેરવા જોઈએ અને ઉનાળામાં એરકંડીશન ચાલુ નહિ કરવું જોઈએ, તો શું ચોમાસામાં વરસાદના સમયે છત્રી લઈને પણ બહાર ન નીકળવું? અરે ભાઈ! વરસાદના સમયં છત્રી લઈને કે છત્રી વિના બહાર નીકળવું જ દોષરૂપ છે, તેથી જ સાધુ વરસાદના ચાર મહિના વિહાર કરતા નથી. એક વ્યક્તિએ તો મને ત્યાં સુધી કહ્યું કે કોઈને પત્ની ઘેરથી ભગાડીને વરસાદમાં કામ કરવા મોકલશે અને ત્યારે તેની પાસે છત્રી નહિ હોય તો, એક ફાયદો જરૂર થશે કે તેના આંસુને કોઈ દેખી નહિ શકે. કારણકે વરસાદના ટીપાંની સાથે તેના આંસુ પણ ભળી જશે. અંતે તો વરસાદમાં છત્રી ન રાખનારને ફાયદો જ થશે.
સાર એ છે કે, પ્રકૃતિના સ્વભાવનો સ્વીકાર કરવો. પ્રકૃતિ અજ્ઞાનીને આધીન થતી નથી, પણ અજ્ઞાની પ્રકૃતિને આધીન થઈ જાય છે. એ જ અજ્ઞાનીના દુ:ખનું મૂળ કારણ છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
જ્ઞાની પુરુષ જગતના વ્યવસ્થિત સ્વરૂપને યથાર્થ જાણે છે તથા માને છે, તેથી તેમાં પરિવર્તન કરવાનો વિચાર પણ કરતા નથી. જયારે અજ્ઞાની જગતનું સ્વરૂપ અવ્યવસ્થિત જાણે છે તથા માને છે તેથી અજ્ઞાની જગતને વ્યવસ્થિત કરવાના કુવિચારો તથા મિથ્યા કોશિશો કરે છે. ખરેખર, વ્યવસ્થિત જગતને વ્યવસ્થિત કરવાનો અજ્ઞાનીનો ભાવ જ અવ્યવસ્થિત છે. તે ભાવો પણ જગતનું એક સ્વરૂપ હોવાથી, અંતે તો બધું જ વ્યવસ્થિત છે.
આમ, અજ્ઞાની મિથ્યાદિષ્ટી ચાર પ્રકારની મિથ્યાબુદ્ધિથી પીડિત છે. તથા જ્ઞાની સમ્યબુદ્ધિ સહિત હોવાથી પોતાને નિત્ય સુખમય માને છે. ભટકવાના રસ્તા ઘણાં હોય છે પણ બચવાનો રસ્તો તો એક જ છે. તેથી સમ્યબુદ્ધિના કોઈ ભેદનથી.
સમ્યગ્દષ્ટિને જ સમ્યબુદ્ધિ કહેવાય છે. જે સ્વ તથા પરને જુદાં જાણે છે, માને છે તથા અનુભવે છે તે જ આત્મજ્ઞાની છે.
જેવી રીતે કોઈ છોકરો પોતાની સગાઈ થયા બાદ પોતાની ભાવિ પત્નીને પત્રમાં એમ લખે છે કે, તમે અને હું એક જ છીએ. અને લગ્નના છ મહિના પછી તો પૂછવું જ શું? તે કહે છે તું, તું છે, અને હું, હું છું. તારે અને મારે કોઈ સંબંધ નથી. લગ્ન પહેલા પત્નીનું સત્ય સ્વરૂપ જાણ્યું નહિ હોવાથી તેને પોતાની ભાવિ પત્ની તથા પોતાના વચ્ચે કોઈ ભેદ લાગતો નથી. પરંતુ થોડો કાળ વીત્યા બાદ
જ્યારે તેણે પત્નીનું સાચું રૂપ જાણ્યું ત્યારે ખબર પડી કે તે મારી નથી. તે તો તે જ છે, હું તો હું જ છું.
તેવી રીતે જ્ઞાની કહે છે કે હે અજ્ઞાની ! હવે ઘણો કાળ વીતી ગયો છે, હવે આ કાયા સાથે તું તું-મેં મેં કરવાનો અવસર આવી ગયો છે. આ કાયાને તું પોતાથી જુદી જાણીને તેના તરફથી પોતાની દષ્ટિ હટાવીને પોતાના સ્વભાવમાં સ્થિર કર, તો કાયાના બંધનથી મુક્ત થઈ અનંતકાળ સુધી નિત્ય સ્વાધીન સુખનો અનુભવ કરીશ. આ વાતજ્ઞાની અનુભવ પ્રમાણથી કહે છે. કારણકે તેઓ દેહ સાથે તુતુ-મેં મેં કરી ચુક્યા છે.
ત્યાં તે પતિ પોતાની પત્ની સાથે તું તું-મેં મેં કરતી વખતે એમ કહેતો
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૮)
મહાવીરનો વારસદાર કોણ?
નથી કે મેં તારા જેવી કેટલીય પત્ની સાથે રહીને તેને છોડી દીધી છે, તે એટલો તો પોતાની પત્નીનો આદર કરે છે. પણ હે અજ્ઞાની મૂઢ! તું આ કાયાને વિષે એમ માની લે કે હે કાયા! મેં તારા જેવી અનેક કાયાઓ સાથે રહીને અનેક કાયાઓને છોડી દીધી છે, હવે મને તારામાં કોઈ રુચિ નથી. જો કે એ વાત બોલવા કરતાં માનવી એ વધુ લાભદાયી છે. માત્ર બોલવાથી કોઈ લાભ થવાનો નથી હાં, એટલું નુકસાન જરૂર થશે કે જીભ દુખવા લાગશે.
જ
સમ્યગ્દષ્ટીના શ્રદ્ધાનની ડિક્ષનરીમાં જાણવા સિવાયના કોઈ પણ ક્રિયાપદ હોતા નથી. જ્ઞાની એમ માને છે કે હું જાણું છું. જો કે એ પણ એક ક્રિયા છે પરંતુ તે ક્રિયાનો દેહ સાથે કોઈ સંબંધ નથી. અજ્ઞાની પોતાને દેહરૂપે માને છે અને તેને દેહ જ દેખાય છે તેથી તે દેહની ક્રિયાને જ ક્રિયા માને છે. તે આત્માની ક્રિયાને સ્વીકારતો પણ નથી. તે જ કારણ છે કે અજ્ઞાની શરીરની જ સેવાચાકરી કરે છે. જ્ઞાની એમ માને છે હું ચાલતો નથી પણ ચાલવાની ક્રિયાનો જાણનાર છું, હું ખાતો નથી પણ ખાવાની ક્રિયાનો જાણનાર છું. હું બોલતો નથી પણ બોલવાની ક્રિયાનો જાણનાર છું. એ જ રીતે શરીરની દરેક ક્રિયાથી ભિન્ન પોતાને જ્ઞાયક માને છે.
આત્મજ્ઞાન સહિત સહજ ભેદજ્ઞાનની મહિમા બતાવતા યોગસારમાં કહ્યું છે કે –
जो परियाणइ अप्प परु जो परभाव चएइ ।
सो पंडिउ अप्पा मुणहिं सो संसार मुएइ ||८||
66
જે કોઈ આત્માને અને પરને અર્થાત પોતાનાથી ભિન્ન પદાર્થોને સારી રીતે ઓળખે છે તથા જે પોતાના આત્માના સ્વભાવ સિવાય અન્ય સ્વભાવોનો ત્યાગ કરી દે છે તે જ પંડિત, ભેદવિજ્ઞાની અંતરાત્મા છે. તે પોતે પોતાનો અનુભવ કરે છે, તે જ સંસારથી છૂટી જાય છે.’’
તેના સંદર્ભમાં પરમાત્મ પ્રકાશમાં કહ્યું છે કે –
देह - विभिण्णउ णाणमउ, जो परमप्पु णिए । પરમ સમાહિ-પરિટ્ટિયન, પંડિ સોનિ વેક્।।૪।।
Page #68
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
જે કોઈ પોતાના દેહથી ભિન્ન પોતાના આત્માને જ્ઞાનમય પરમાત્મારૂપ દેખે છે અને પરમ સમાધિમાં સ્થિર થઈને ધ્યાન કરે છે, તે જ પંડિત અંતરાત્મા
સાચા પંડિતના લક્ષણ બતાવતા સારસમુચ્ચયમાં કહ્યું છે – पण्डितोऽसौ विनीतोऽसौ धर्मज्ञः प्रियदर्शन: । य: सदाचार सम्पन्न: सम्यक्त्व द्रढमानस: ॥४२।।
જે કોઈ સમ્યગ્દર્શનમાં દઢ છે અને સદાચારી છે, તે જ પંડિત છે, તે જ વિનયવાન છે. તે જ ધર્માત્મા છે, એનું જ દર્શન પ્રિય છે.”
પંડિત એટલે આત્મજ્ઞાની. સાચો પંડિત દુનિયાની ભૂલ કાઢવામાં પોતાનો મનુષ્યભવ બરબાદ કરતો નથી પણ પોતાના આત્મામાં પડેલા વિભાવભાવ, આત્મામાંથી કાઢવા માટે નિજસ્વભાવમાં લીન થવાનો પુરુષાર્થ કરે છે. પંડિત થવા માટે જગતના સત્ય સ્વરૂપને સમજવું પણ જરૂરી છે. કારણકે જગતના સ્વરૂપને સમજ્યા વિના આત્મા જગતના પર પદાર્થોનો મોહ છોડી શકતો નથી. પર પદાર્થોનો મોહ છૂટયા વિના સ્વભાવની સમજણ થતી નથી.
જગતના સત્ય સ્વરૂપને સમજવાના મુખ્ય સિદ્ધાંતો છે. 11. Nothing is good 2. Nothing is bad
3. Nothing is new 4. Nothing is old | 5. Nothing is early_ 6. Nothing is late
અર્થાત્ જગતમાં કશું સારૂ નથી, કશું ખરાબ નથી, કશું નવું નથી, કશું જુનું નથી, કશું વહેલું નથી, કશું મોડું નથી.
જે જીવ આ છ સિદ્ધાંતોને સમજીને તેને પોતાના જીવનમાં અપનાવે છે. તે જીવ અનંત સુખી થાય છે. તે સિદ્ધાંતનું સ્વરૂપ આ પ્રમાણે છે.
જગતમાં કોઈ વસ્તુ, વ્યક્તિ તથા ધટના સારી કે ખરાબ નથી. જે વસ્તુ કોઈના માટે સારી હોય છે તે જ વસ્તુ કોઈ બીજાના માટે ખરાબ હોય છે. ખરેખર, વસ્તુમાં સારાપણું કે ખરાબ પણું હોતું નથી, માન્યતામાં સારાપણું તથા
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૦)
. મહાવીરનો વારસદાર કોણ? ખરાબમણું હોય છે. તમે પહેરેલા કપડા તમારી માન્યતામાં સારા છે, પણ એ જ કપડાં કોઈ ફિલ્મ સ્ટારની માન્યતામાં ખરાબ પણ હોય શકે છે અને તે જ કપડાં કોઈ નિર્ધનની માન્યતામાં ખૂબ જ સારા હોય શકે છે. તેથી એમ સમજવું કે તમે પહેરેલા કપડા સારા કે ખરાબ નથી. કારણ કે વસ્ત્રમાં સારાપણું તથા ખરાબમણું નથી. તે જ રીતે તે વસ્ત્ર કોઈ જીવને સારાપણું તથા ખરાબમણું માનવા માટે પ્રેરણા આપતું નથી. જીવ પોતાની નબળાઈથી પદાર્થને સારો માનીને રાગ અથવા ખરાબ માનીનેષ કરે છે.
એ જ રીતે સમુદ્ર સારો પણ નથી અને ખરાબ પણ નથી. જે વ્યક્તિ દૂરથી સમુદ્રની લહેરોને દેખે છે તેને સમુદ્ર સારો લાગે છે તથા જે વ્યક્તિ સમુદ્રમાં ડુબતો હોય તેને સમુદ્ર ખરાબ લાગે છે. વસ્તુની જેમ વ્યક્તિમાં પણ સમજવું. કોઈ વ્યક્તિ સારી કે ખરાબ નથી. જેને આપણે મિત્ર સમજીને સારો માનીએ છીએ તે જ વ્યક્તિને કોઈ બીજા લોકો શત્રુ સમજીને ખરાબ પણ માનતા હોય. તે જ રીતે કોઈ ઘટના પણ સારી કે ખરાબ નથી. જેમકે પોતાના ઘરમાંથી કોઈ ચોર એક લાખ રૂપિયા ચોરીને જતો રહે તો તે સારું થયું કે ખરાબ થયું? ત્યાં પણ સારું કે ખરાબ થયું નથી. જેના ઘરમાંથી રૂપિયા ચોરાયા તેના માટે ખરાબ થયું તથા ચોર માટે સારું થયું. પણ ખરેખર આ શું થયું? સારું કે ખરાબ? ભાઈ આ તો માત્ર થયું. તે સમયે જે થવાયોગ્ય હતું તે થયું. આમ, જગતની કોઈ વસ્તુ, વ્યક્તિ તથા ઘટનાસારી કે ખરાબ હોતી નથી.
અજ્ઞાની જે પદાર્થમાં દ્વેષ કરે છે તેને દૂર કરવાનો તથા જે પદાર્થમાં રાગ કરે છે તેને ટકાવીને રાખવાનો પ્રયત્ન કરે છે.
જે પદાર્થમાં અજ્ઞાની રાગ કરે છે તે પદાર્થનું અહિત કરનાર પ્રત્યે દ્વેષ કરે છે, તથા જેના પર દ્વેષ કરે છે તેનું અહિત કરનાર પ્રત્યે રાગ કરે છે. મિથ્યાત્વના લીધે, એકના કારણે બીજા પર તથા બીજાના કારણે ત્રીજા પર, એમ અનંત પદાર્થો પ્રત્યે રાગદ્વેષકરે છે. તેથી જ તેનાકષાયને અનંતાનુબંધી કષાય કહે છે.
જેમકે કોઈ વ્યક્તિ પોતાની ગાડીને પ્રેમ કરે છે. જે રસ્તામાં પાછળથી તેની ગાડીને કોઈ ટક્કર મારે તો ટક્કર મારનાર વ્યક્તિ પર દ્વેષ કરે છે તથા જો ટ્રાફિક પોલિસ ટક્કર મારનારને દંડ કરે તો ટ્રાફિક પોલિસ પર રાગ કરે છે. આ રીતે
Page #70
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૬૧ મિથ્યાદિષ્ટી અનંતકષાય કરે છે. રાગ તથા દ્વેષ જ તેના દુઃખના મૂળ કારણો છે. અજ્ઞાની જે પદાર્થમાં રાગ કરે છે તે પદાર્થના વિયોગથી દુઃખી થાય છે તથા જે પદાર્થમાં ષ કરે છે તે પદાર્થના સંયોગથી દુઃખી થાય છે અને જે પદાર્થમાં રાગ તથા દ્વેષ કરતો નથી તે પદાર્થના સંયોગથી કે વિયોગથી દુઃખી થતો નથી. આમ, વીતરાગતાની પ્રાપ્તિ થવી એ જ સુખી થવાનો ઉપાય છે. જે પોતાને સુખી કહે છે અને સુખનું કારણ ભૌતિક વસ્તુને માને છે તેઓ પરાધીન હોવાથી તેમને સુખી ન કહી શકાય. સુખી તેને જ કહેવાય જેણે પોતે સુખી થવા માટે પરવસ્તુને આધીન ન થવું પડે. સ્વાધીનતાનું બીજું નામ સુખ.
પ્રથમ બે સિદ્ધાંતની જેમ ત્રીજા અને ચોથો સિદ્ધાંત પણ સમજવો. આ જગતમાં કંઈ નવું કે જૂનું નથી. કોઈ વ્યક્તિ માટે વસ્તુ જુની હોય છે તે જ વસ્તુ કોઈ અન્ય વ્યક્તિ માટે નવી પણ હોય શકે છે. પરંતુ તેના કારણે વસ્તુ નવી કે જુની થઈ જતી નથી. કોઈ મહિલા દુકાનેથી સાડી ખરીદીને લાવે છે ત્યારે એમ માને છે કે આજે હું નવી સાડી ખરીદીને આવી. પરંતુ એ સાડી દુકાનમાં છ મહિનાથી પડી હતી. દુકાનદાર માટે તે સાડી જુનામાં જુની હતી, એ જ રીતે જે દિવસે દુકાનદાર પાસે તે સાડી આવી ત્યારે દુકાનદારે એમ માન્યું કે આજે જ નવો આવેલો માલ છે. જ્યારે આ સાડી હોલસેલર પાસે આવે છે ત્યારે તે એમ માને છે આજે જ નવો માલ આવ્યો છે પણ તે માલ સાડીના કારખાનામાં એક વર્ષથી પડેલો હતો. જ્યારે આ મહિલા એ સાડીને એક વર્ષ સુઘી પહેર્યા બાદ જુની થઈ ગઈ છે એમ માનીને કોઈ ભિખારીને આપી દેશે ત્યારે ભિખારી એમ માનશે કે આજે જ મળેલી નવી સાડી છે. આમ, એક જ વસ્તુ કોઈના માટે નવી હોય છે તો કોઈના માટે જુની પણ હોય છે. આ જ સાપેક્ષતા છે.
ભૌતિક વસ્તુના સંબંધમાં સમજી શકાય છે કે કંઈ નવું કે જૂનું નથી. પણ જ્યારે કોઈ.એમ પૂછે કે આત્મા કેવો છે? નવો કે જુનો? તો શું જવાબ આપશો ? બસ એ જ કે આત્મા પણ નવો કે જુનો નથી. જે છે તે છે. પણ જો તેને અપેક્ષા સહિત સમજવામાં આવે તો આત્મા જુનો પણ છે અને નવો પણ છે. આત્મા એટલો જુનો છે કે તેનાથી જુનું કંઈ નથી તથા આત્મા એટલો નવો છે કે તેનાથી નવું કંઈ નથી. દ્રવ્ય દષ્ટિએ વિચાર કરતા આત્મા જુનામાં જુનો છે અને
Page #71
--------------------------------------------------------------------------
________________
કર)
મહાવીરનો વારસદાર કોણ? પર્યાય દષ્ટિએ વિચાર કરતા આત્માનવામાં નવો છે. આમ, આત્માનો અપેક્ષા સહિત વિચાર કરતાં આત્માનું અનેકાંતપણું સમજાય છે.
એ જ રીતે અંતિમ બે સિદ્ધાંતોનું પણ સત્ય સ્વરૂપ સમજવું. જગતની કોઈ ઘટના વહેલી નથી કે કોઈ ઘટના મોડી નથી. કોઈ કાર્યની કલ્પના કરવાથી તેમાં વહેલા કે મોડાપણાનો ભાવ ઉત્પન્ન થાય છે. તમે કોઈ વ્યક્તિને પાંચ વાગ્યે મળવા ઈચ્છતા હતા તથા તે વ્યક્તિ તમને સાત વાગ્યે મળવા ઈચ્છતી હતી પણ તમે તેને છ વાગ્યે મળ્યા. ત્યાં તમે એમ કહેશો કે હું એક કલાક મોડો મળ્યો તથા તે વ્યક્તિ એમ કહેશે કે હું એક કલાક વહેલા મળી. પરંતુ છ વાગ્યે મળવાનું તો નિશ્ચિત જ હતું. કુદરતના નિયમ પ્રમાણે તે ઘટના વહેલા કે મોડા થઈ નથી. તે ઘટના તો તેના સમય પર જ થઈ છે. જે લોકો રસ્તા પર રેડ સિગ્નલના કારણે ગાડીમાં બેસીને ગ્રીન સિગ્નલ થવાની રાહ દેખતા હોય છે, તેઓ જલદી જવા ઈચ્છે છે પણે જઈ શકતા નથી. કારણકે જેટલા વાગ્યે, જે સમયે સિગ્નલ ખુલવાનું હશે એટલા વાગ્યે જ ખુલશે. સમય પહેલા સિગ્નલ ખુલશે નહિ અને સમય થયા બાદ સિગ્નલ ખુલ્યા વિના રહેશે નહિ. હવે તો સરકાર પણ લોકોની આકુળતાને સમજી ગઈ છે. તેથી ચાર રસ્તા પર રેડ સિગ્નલની સાથે સમય પણ બતાવે છે. જેથી લોકોને આકુળતા ન થાય કે કેટલી સેકંડ બાદ સિગ્નલ ખુલશે. ત્યાં એ આકુળતા તો થતી નથી કે સિગ્નલ ક્યારે ખુલશે? પણ ત્યાં બીજી આકુળતા એ શરૂ થાય છે કે આટલી સેકંડ ક્યારે પુરી થશે? સમયને જાણતા હોવા છતાં પણ સમય ક્યારે પુરો થશે એવી આકુળતા શું અજ્ઞાનીની મુર્ખતા નથી? માંડમાંડ એક સિગ્નલથી છૂટીને આગળ જાય છે તો બીજી આકુળતા ઉત્પન્ન થાય છે કે આગળના સિગ્નલો પર રોકાવું પડશે તો? આમ, અજ્ઞાનીને સર્વજ્ઞ ભગવાન પર શ્રદ્ધા નહિ હોવાથી મબુદ્ધ પર્યાયને માનતો નથી અને વહેલું થવું તથા મોડું થવું એમકાળ સંબંધી વિકલ્પ અને આકુળતા કરે છે.
તે જ્યારે સિનેમાગૃહમાં ફિલ્મ દેખવા જાય છે, ત્યારે પોતાની ઈચ્છાનુસાર દશ્ય દેખવા મળે એવી અપેક્ષા રાખે છે. ત્યાં ફિલ્મના દશ્યનો પોતે પ્રત્યક્ષ અકર્તા હોવા છતાં ફિલ્મના દશ્યને રોકવા કે દૂર કરવાના વિકલ્પ કરીને તે વ્યર્થમાં જ દુઃખી થાય છે. જો કે ફિલ્મની રીલમાં રહેલા નિશ્ચિત દશ્યને તેના
Page #72
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૬૩
સમય પહેલા કે સમય પછી કરી શકાતું નથી. તેને આગળ કે પાછળ કરવું આપણા હાથમાં પણ નથી, આપણે તો તે ફિલ્મનું જે દશ્ય નિશ્ચિત છે તે દૃશ્યના દેખનાર માત્ર દૃષ્ટા છીએ. ત્રણ કલાકની ફિલ્મમાં જે દૃશ્ય એક કલાક અને ચાલીસ મિનિટે નિશ્ચિત છે તેને વહેલા કે મોડા કરી શકાતુ નથી. એક કલાક અને ચાલીસ મિનિટ પહેલા અનેક પ્રકારની આકુળતા કરવા છતાં તે દૃશ્ય આવશે નહિ તથા એક કલાક અને ચાલીસ મિનિટે તે દશ્ય આવ્યા વિના રહેશે નહિ. એ જ રીતે એક કલાક ને ચાલીસ મિનિટ બાદ પણ તે દશ્ય આવશે નહિ. જે ઘટના જે સમયે ઘટવાની નિશ્ચિત છે તે ઘટના તેના ઘટિત થવાના સમય પહેલા કે પછી ઘટતી નથી અર્થાત્ દરેક કાર્ય તેના સમયે જ થાય છે તેથી જે ભૂતકાળમાં થઈ ગયું, વર્તમાનમાં થઈ રહ્યું છે તથા ભવિષ્યમાં થશે તેને યોગ્ય સમજીને સ્વીકાર કરવો જોઈએ. કોઈ માતાના વીસ વર્ષના દીકરાનું મરણ થાય તો પણ તે યોગ્ય અર્થાત્ તેની તત્સમયની યોગ્યતાથી જ મરણ થયુ છે એમ સમજવું. યોગ્ય થવાનો અર્થ સારૂં થયું એમ નહિ સમજવો જોઈએ. યોગ્ય થવું એટલે થવા યોગ્ય થવું. આમ, વિચાર કરતા આ જગતને દેખવાની અનેકાંતદૃષ્ટિ પ્રગટ થશે અને કોઈ પણ ઘટના પોતાના ભાવોને વિચલિત કરી શકશે નહિ.
આ છ સિદ્ધાંતોના માધ્યમથી જગતનું સત્ય સ્વરૂપ સમજ્યા બાદ જગતમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરવાનો ભાવ ઉત્પન્ન થતો નથી. જ્ઞાનીને જગતનું પરિણમન સહજ જણાય છે. જે ભૂતકાળમાં ભૂલો થઈ હોય તેને ભૂલી જવી જોઈએ. હવે તો વર્તમાનમાં જીવવું જોઈએ. કારણકે ભૂતકાળના વિચારોમાં વર્તમાન બગાડવાથી તે વર્તમાન પણ એક સમય બાદ ભૂતકાળ થઈ જશે. આમ, સુધરવા કરતાં બગડવાનું પ્રમાણ વધી જશે. તેથી કહ્યું છે કે ભૂતકાળને ભૂલો, વર્તમાનને સંભાળો તો ભવિષ્ય સુધરી જશે. હાં, સારો પાઠ શીખવનાર ભૂતકાળ હંમેશા યાદ રાખવો જોઈએ કે જેનાથી ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન
થાય.
ભગવાન મહાવીરનો ઉપદેશ માત્ર ભક્ત બનવા પુરતો ન હતો. ભગવાનનો ઉપદેશ ભગવાન બનવા માટે હોય છે. ભગવાનની ભક્તિ કરવા માત્રથી ભગવાન બની શકાતું હોત તો નિજ સ્વરૂપમાં લીન થવાની જરૂર પણ
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૪)
મહાવીરનો વારસદાર કોણ?
શું? ભગવાન તો ભાગવાન બનાવે છે, જો ભક્ત પોતે ભગવાન બનવા માંગે તો! લોક વ્યવહારમાં એમ કહેવાય છે કે પારસમણીના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે પણ આ જગતમાં એવો કોઈ પાંરસમણી નથી કે જે લોખંડને પારસમણી બનાવે. પરંતુ ભગવાન મહાવીરની દિવ્યવાણી ભક્તને ભગવાન બનવા માટે ઉપયોગી બને છે. જગતના સમસ્ત પરપદાર્થોથી પોતાના ઉપયોગને સમેટીને નિજ આત્મામાં સ્થિર થયા વિના મુક્તિ મળતી નથી. ભૂતકાળ અનંતાનંત છે કે જે વીતી ગયો છે તથા ભવિષ્યકાળ અનંતાનંત છે કે જે હજી આવ્યો જ નથી તેથી ભૂતકાળનું સ્મરણ તથા ભવિષ્યકાળની કલ્પના કરવી વ્યર્થ છે.
ભૂતIIĂરા, ૩૨ મવિગતીત્વના एक वर्तमान के सुखको, मैंने लिया कभी अल्प ना ।।
વર્તમાનકાળ પણ એક સમય પુરતો જ હોવાથી એક સમયને અજ્ઞાની પકડી શકતો નથી, તેથી ભૂતકાળ, વર્તમાનકાળ તથા ભવિષ્યકાળ એમ ત્રણે કાળના ભેદને ભૂલીને ત્રિકાળી એક જ્ઞાયકને વર્તમાન પર્યાયમાં અનુભવવાથી જ સુખનો સાગર ઉછળે છે કે જે આજ સુધી અજ્ઞાનીને ઉછળ્યો જ નથી.
ભગવાન મહાવીરને માનનારો દરેક જીવ મહાવીરનો ભક્ત છે. હું મહાવીરને માનું છું એમ કહેવું તથા ભગવાન મહાવીરની સત્ય શ્રદ્ધા થવી એ બંનેમાં ઘણું અંતર છે. જે જીવ ભગવાનને શ્રદ્ધાનપૂર્વક માને છે તે પોતે ભગવાન બને છે. ભગવાન બનવા માટે કુળથી જૈન હોવું એટલું મહત્વપૂર્ણ નથી જેટલું ભાવથી જૈન હોવાનું મહત્વ છે. ભગવાન મહાવીર તથા તેમના પહેલા થયેલા સર્વ તીર્થંકર ભગવાન કુળથી જૈન ન હતા, પણ ભાવથી જૈન હતા. જો એમ કહેવામાં આવે તો પણ ખોટું નહિ કહેવાય કે જૈનધર્મ વાણિયાનો ધર્મ નથી પણ ક્ષત્રિયનો ધર્મ છે. વાણિયો દરેક સ્થાને વેપારીબુદ્ધિ વાપરે છે, હિસાબ કરે છે. વેપારી બુદ્ધિવાળા જીવને ધર્મ પ્રગટ થઈ શકે નહિ. વાણિયો એમ વિચાર કરે છે કે જો હું ઉપવાસ કરીશ તો તેનાથી અત્યારે શું ફાયદો થશે? મુનિદીક્ષા લેવાથી શું લાભ થશે? તેનામાં એટલું વીર્ય હોતું નથી જેટલું વીર્ય ક્ષત્રિયમાં હોય છે. તેથી ચોવીસ તીર્થંકરો જન્મથી ક્ષત્રિય હતા. પહેલાના જમાનામાં ક્ષત્રિયો આંખો મીંચીને વિચાર કર્યા વિના યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરવા જતાં હતાં. તેઓ એમ પણ
Page #74
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૬૫ વિચારતા ન હતાં કે જો યુદ્ધના મેદાનમાં હું મરણ પામીશ તો મારી પત્ની અને બાળકોને કોણ સાચવશે? તેમનું ભરણપોષણ કોણ કરશે? બસ, એ બધા વિચાર છોડીને પોતાનું કર્તવ્ય કરવું જોઈએ. એવી જ રીતે કોઈ વીર પુરુષ જ્યારે મુનિદીક્ષા લે છે ત્યારે ભવિષ્યનો એ વિચાર કરતા નથી કે જો હું દીક્ષા લઈશ તો મારી પત્ની-પુત્ર તથા પરિવારનું શું થશે? સાચો વીર પોતાના અપાર પુરુષાર્થના બળ પર સંયોગોના વિકલ્પોને વિદાય આપીને નિજ સ્વભાવમાં પ્રયાણ કરે છે. મુક્તિરૂપી લક્ષ્મીનું વરણ કરે છે.
આવા નિકૃષ્ટ પંચમકાળમાં આવા ઉત્કૃષ્ટ સંયોગો મળ્યા એ જ અતિપુણ્યોદય છે. અનેક પ્રકારે અનુકૂળતા મળવા છતાં પ્રતિકૂળતાને લક્ષમાં લઈને દુ:ખી થવું એ અજ્ઞાનીની આદત છે અને તે આદતના કારણે જ અજ્ઞાની દુઃખી છે.
આપણો મહાપુણ્યનો ઉદય છે કે આપણે ભારતદેશમાં જન્મ્યા. જરા વિચાર કરો કે જો પરદેશમાં જન્મ્યા હોત તો શું થાત? જ્યાં શાકાહાર અને માંસાહારની પરિભાષાની પણ લોકોને ખબર નથી, જ્યાં લોકોએ જન્મથી માંસાહાર સિવાય બીજુ કંઈ ભોજન જ કર્યું નથી. વિદેશોમાં ક્યાંક સુવર વગેરે પ્રાણીઓને માંસાહારની શ્રેણીમાં ગણવામાં આવે છે તથા ગાય, બકરી, મરઘી, વગેરે પ્રાણીઓને શાકાહાર તરીકે માનવામાં આવે છે. વળી, ક્યાંક મરઘી વગેરે પ્રાણીઓને માંસાહારની શ્રેણીમાં ગણવામાં આવે છે તો ઈંડા, માછલી વગેરે હિંસક પદાર્થોને શાકાહાર માનવામાં આવે છે. દરેક ભારતીયે પોતાનું મહા સદ્ભાગ્ય સમજવું જોઈએ કે ભારત દેશમાં જન્મીને તેણે શાકાહાર અને માંસાહારની સાચી પરિભાષા તો સાંભળી !
જે જીવને સત્યનું જ્ઞાન હશે, તે સત્યનું પાલન કરશે. પણ જ્યાં પાપ અને પુણ્યની સત્ય પરિભાષાનું જ્ઞાન નથી એવા વિદેશોમાં પાપ પ્રવૃતિ દૂર થવી અશક્ય છે. ચીન, જાપાન, ઇંડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, થાઈલેંડ તથા તાઈવાન વગેરે દેશોમાં માંસાહારી લોકોને માંસાહાર છોડાવવો, તે અતિ કપરું કાર્ય છે, તેનું કારણ એ જ છે કે તેઓ માંસાહારને પાપરૂપ માનતા જ નથી. કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવા માટે તે વસ્તુને પાપરૂપ કે દુઃખનું કારણ માનવામાં ન
Page #75
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
આવે તો તેનો ત્યાગ પણ થઈ શકતો નથી. ભોજન સિવાય પણ વિદેશોમાં પાંચેય ઈન્દ્રિયના વિષયના ભોગ અઢળક છે, પણ સાચા સુખ માટે દરેક વિદેશી ઝંખે છે. જો કે ભારતની ભૂમિનો પ્રભાવ કંઈક અનેરો જ છે, ચોવીસ તીર્થંકરમાંથી એક પણ તીર્થકર વિદેશમાં જન્મ્યા કે મોક્ષ પામ્યા ન હતાં. સમસ્ત તીર્થકરો ભારતમાં જ જમ્યા અને ભારતથી જ મોક્ષ પામ્યા. - ભારત દેશમાં જન્મ થવો તેનું એટલું મહત્વ નથી, જેટલું મહત્વ મનુષ્યરૂપે જન્મ લીધો તેનું છે. કારણકે અહીં પશુ-પક્ષીના રૂપમાં જન્મ્યા હોત તો પણ શું લાભ થાત? અમેદશિખરમાં જન્મેલા પશુ-પક્ષીને શું લાભ? અરે! સિદ્ધશિલા પર જન્મ લેતા નિગોદિયાને પણ સિદ્ધ ભગવાનની બાજુમાં જન્મ લેવાનો કોઈ લાભ થતો નથી, તેથી નરદેહ પામીને પોતાના સ્વરૂપને ઓળખીને તેમાં લીન થવામાં જ આત્માનું હિત છે. આ દેશમાં એવા અનેક મનુષ્ય છે કે જે ભારતમાં જન્મ્યા હોવા છતાં જન્મથી શારીરિક અસ્વસ્થ છે, તેમને મનુષ્યભવ મળ્યો હોવા છતાં શારીરિક અસ્વસ્થતાને લીધે પશુ સમાન પરાધીન જીવન જીવવું પડે છે. તેઓ પોતાને પશુ જેવા દુઃખી માને છે અથવા તો કોઈ મનુષ્યભવ પામીને નાની ઉંમરમાં હાર્ટએટેક, કેન્સર વગેરે બિમારીથી અલ્પાયુમાં જ મરણ પામે છે અને પોતાને મળેલા અમૂલ્ય મનુષ્યભવને ગુમાવી દે છે. તેથી એમ વિચાર કરવો કે આ ભવમાં પોતાને સ્વસ્થ શરીર તથા દીર્ધાયુષ્ય મળ્યું એ શું પોતાના પુણ્યોદયના પ્રતીક નથી? જૈનકુળમાં જન્મ થવો તે ઉચ્ચ ગોત્રનો ઉદય નથી? અતિ પુણ્યોદયથી ભૌતિક જડ સંયોગો તથા ચેતન સંયોગો પ્રાપ્ત થયા હોવા છતાં, જે બુદ્ધિ ન મળે તો? તેથી એમ પણ વિચાર કરવો કે પોતાને ક્ષયોપશમ જ્ઞાનનો એવો ઉઘાડ છે કે જેનાથી સ્વ-પરનો નિર્ણય કરીને જીવ જ્ઞાતા સ્વભાવને ઓળખી શકે. એટલું જ નહિ, અનંતાનુબંધી કષાયભાવ પાતળા પડયા કે જેનાથી નિજાત્માના અનંત સામર્થ્યનું દેવ-શાસ્ત્ર-ગુરૂના માધ્યમથી જ્ઞાન થયું. પરપદાર્થમાં માત્ર પરિવર્તન કરવું એ આત્માનું સામર્થ્ય નથી તથા ભૌતિક અનુકૂળતા આત્માનો વૈભવ નથી. આત્મા પરમાં પરિવર્તન કરી શકતો જ નથી તથા ભૌતિક અનુકૂળ સંયોગોથી આત્માસુખ લઈ શકતો નથી. હાં, એટલું ખરું કે પરમાં પરિવર્તન કરવાના ભાવથી તથા પરપદાર્થથી સુખ લેવાની
Page #76
--------------------------------------------------------------------------
________________
(૬૭
મહાવીરનો વારસદાર કોણ? અભિલાષાથી આત્મા પરાધીન બની જાય છે. ખરેખર, આત્મામાં ત્રિકાળ સત્તારૂપ રહેલું અનંતજ્ઞાને મારું સામર્થ્ય છે તથા અનંતજ્ઞાન સાથે ત્રિકાળ રહેલું અનંતસુખ મારો વૈભવ છે..
આમ, દરેક સાધન જન્મથી જે અનુકૂળતા પ્રાપ્ત થઈ છે, તે પ્રશંસનીય છે, તેની મહિમા આવવી જોઈએ, કારણકે જ્યાં સુધી મનુષ્ય જીવનની મહત્તા, દુર્લભતા તથા સાર્થકતાની સમજણ ન થાય ત્યાં સુધી મનુષ્ય જીવનને વ્યર્થમાં ગુમાવ્યું, એમ સમજવું જોઈએ.
મનુષ્યગતિમાં જ સંયમ સંભવતો હોવાથી તે જ મોક્ષનો દરવાજો છે. જેને મોહેપ્રાપ્તિની લગની લાગી હોય અને સંસાર પરિભ્રમણનો અંત કરવાની ધગશ હોય તેને મોક્ષ મળ્યા વિના રહેતો નથી. મનુષ્યગતિ સિવાય અન્ય કોઈ પણ ગતિથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે નહિ. મુક્તિની પ્રાપ્તિ મુનિને નહિ પણ અરિહંત ભગવાનને થાય છે. મુનિ અવસ્થા વિના અરિહંતદશા સંભવ નથી. તેથી મુનિધર્મ અંગીકાર કર્યા વિના મોક્ષ પણ મળતો નથી. મનુષ્યગતિમાં મુનિધર્મનું પાલન થાય છે તેથી મનુષ્યભવની મહિમા અપાર છે. એ સિદ્ધાંત છે કે તીર્થકર ભગવાનની દિવ્ય ધ્વનિ ગણધર વિના ખરતી નથી. ત્યાં જેમની ઉપસ્થિતિ વિના પ્રભુની વાણી ખરતી નથી તે ગણધર મનુષ્ય છે તથા જેમની વાણી ખરી રહી છે તે તીર્થકર પણ મનુષ્ય છે. આમ, મનુષ્યભવની મહત્તા છે. મોક્ષની પ્રાપ્તિકરવા માટે જ મનુષ્ય ભવની પ્રાપ્તિ થઈ છે એમ સમજવું.
એકેન્દ્રિય પર્યાયથી બહાર નીકળીને ત્રણ પર્યાય પ્રાપ્ત થવી અત્યંત દુર્લભ છે. પંડિત દોલતરામજીએ છ ઢાળાની પ્રથમ ઢાળમાં કહ્યું છે.. 'दुर्लभलहिज्यों चिंतामणी, त्यों पर्यायलहि सतणी।'
જેવી રીતે ચિંતામણી રત્ન મળવું અત્યંત દુર્લભ છે તેવી રીતે એકેન્દ્રિય દેહ છોડીને ત્રણ દેહ મળવો દુર્લભ છે. આપણે ત્રસ પર્યાયમાં અત્યંત દુર્લભ એવા મનુષ્યભવને પામ્યા. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી કહેતા કે, “સમ્યગ્દર્શન પામ્યા વિના જેનો નરભવ છૂટી જશે તેણે મનુષ્યભવને વ્યર્થમાં ગુમાવ્યો એમ જ કહેવાશે.”
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૮)
મહાવીરનો વારસદાર કોણ?
છ ઢાળામાં પણ કહ્યું છે - 'यह नरभव फिर मिलन कठिन है, जोसम्यक् नहि होवै।'
જે જીવ સમ્યગ્દર્શન પામતો નથી તેને ફરી મનુષ્યભવ મળવો અત્યંત દુર્લભ છે.”
તેથી એમ સમજવું કે જો આ ભવમાં આત્માનું હિત ન કરી લેવામાં આવે તો ચાર ગતિ અને ચોરાસી લાખ યોનિઓમાં જીવ પરિભ્રમણ કરે છે. જ્યાં સંસારી જીવ ઉત્પન્ન થાય છે તેને યોનિ કહે છે. મારા એક વડીલ મને હમેશા કહે છે કે જે લોકો દરિયાની બાજુમાં રહે છે, પણ દરિયાદિલ થતા નથી તે મરીને મધદરિયે માછલું બને છે. તેનો અર્થ એમ ન સમજવો કે દરિયાથી દૂર રહેનાર પાપીજીવ નીચ ગતિમાં નહિ જન્મ. કરૂણા ભાવના અભાવમાં અજ્ઞાની ક્યારેય ઉચ્ચ ગતિને પામતો નથી. તેનો કષાયભાવ જ તેનો શત્રુ છે. અત્યારે એવું અભિમાન કરે છે કે મને ધણાં બધા લોકો ઓળખે છે, હું જગતમાં પ્રખ્યાત છું. પણ તે જ જીવ અહંકારના ફળમાં જ્યારે મધદરિયે માછલું બનશે ત્યારે તેને કેટલા ઓળખશે? ક્યાં જશે તેનો અહંકાર? માત્ર એક પર્યાય નહિ, પણ ચાર ગતિ અને ચોરાસી યોનિઓમાં અનંતકાળ સુધી જન્મ-મરણ કરીને અનંત દુઃખ ભોગવવું પડશે.
શ્રી ગોમ્મસાર છવકાંડમાં કહ્યું છે - सामण्णेण य एवं णव जोणीओ हवंति वित्थारे । लक्खाणं चदुरसीदो जोणीओ होति णियमेण ॥८८ णिच्चिदरधादुसत्त य तरूदस विचलिंदियेसु छच्चेव । · सुरणिरय तिरियचउरो चोद्दस मणुए सदसहस्सा ।।९।।
મૂળ ભેદ યોનિઓના ગુણોના સામાન્યપણે નવ હોય છે.
સચિત, અચિત, મિત્ર એ ત્રણ; શીત, ઉષ્ણ, મિશ્ર એ ત્રણ; સંવૃત (ઢંકાયેલી), વિવૃત (ખુલ્લી) અને મિશ્રએ ત્રણ, દરેક યોનિમાં ત્રણેમાંથી એક એક ગુણ હોય છે. જેમ કે સચિત, શીત અને સંવૃત હોય અથવા અચિત, શીત અને સંવૃત હોય ઈત્યાદિ. એના ૮૪ લાખ ભેદગુણોના તારતમ્યની અપેક્ષાએ છે.”
Page #78
--------------------------------------------------------------------------
________________
(૬૯
મહાવીરનો વારસદાર કોણ?
તે આ રીતે છે: ૧- નિત્ય નિગોદ સાધારણ વનસ્પતિ જીવોની
૭ લાખ યોનિ ૨- ઈતર નિગોદ સાધારણ વનસ્પતિ જીવોની ૭લાખ યોનિ ૩- પૃથ્વીકાયિક જીવોની
૭ લાખ યોનિ ૪- જલકાયિક જીવોની
૭ લાખ યોનિ પ- અગ્નિકાયિક જીવોની
૭ લાખ યોનિ ૬- વાયુકાયિક જીવોની
૭ લાખ યોનિ ૭- પ્રત્યેક વનસ્પતિ જીવોની
૧૦ લાખ યોનિ ૮- દ્વિઈન્દ્રિય જીવોની
૨ લાખ યોનિ ૯- ત્રેન્દ્રિય જીવોની
૨ લાખ યોનિ ૧૦-ચોરેન્દ્રિય જીવોની
૨ લાખ યોનિ ૧૧- દેવોની
જલાખ યોનિ ૧૨- નારકીઓની
૪ લાખ યોનિ ૧૩- પંચેન્દ્રિય તિર્યંચોની
૪ લાખ યોનિ ૧૪- મનુષ્યોની
૧૪ લાખ યોનિ
૮૪ લાખ યોનિઓઆમ, જીવનું લાંબા કાળ સુધીનું પરિભ્રમણ એકેન્દ્રિય પર્યાયમાં જ થાય છે. આ સંસાર સાગરમાં અનંતાનંત ભવ એકેન્દ્રિય પર્યાયમાં વીતાવ્યા બાદ જીવને બે હજાર સાગરોપમ વર્ષની ત્રસ પર્યાયમાં મનુષ્યગતિના માત્ર અડતાલીસ ભવ જ મળે છે. તેમાં પણ અનુકૂળ સંયોગો, દીર્ધાયુષ્ય, સ્વસ્થ નિરોગી શરીર તથા ઉત્તમ કુળ મળવા અતિદુર્લભ છે. તેથી ગમે તેવા સંયોગોમાં પણ પોતાને પુણ્યશાળી સમજવા.
ખરેખર ઉપરોક્ત સંયોગો જેને મળ્યા હોય તેને ભાગ્યશાળી ન કહેવાય પણ જે પોતાને મળેલા કોઈ પણ સંયોગો તરફથી દષ્ટિ હટાવીને પોતાના
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૦)
મહાવીરનો વારસદાર કોણ? સ્વભાવમાં લીન થઈ પુણ્ય તથા પાપને ક્ષય કરવાના માર્ગ પર સ્થિત થયા છે તે જ ભાગ્યશાળી છે, તેનો મનુષ્યભવ સાર્થક છે.
તેના સંદર્ભમાં શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના ત્રીજા અધિકારમાં કહ્યું છે કે
“..પણ એ મનુષ્યપર્યાયમાં કોઈ પોતાનું ભલું થવાનો પ્રયત્ન કરે તો તે થઈ શકે છે. જેમ કાણાં સાંઠાની જડ વા સાંઠાનો ઉપરનો ફિક્કો ભાગ તો ચૂસવા યોગ્ય જ નથી અને વચ્ચેની કાણી ગાંઠો હોવાથી તે પણ ચૂસી શકાતી નથી, છતાં કોઈ સ્વાદનો લોલુપી તેને બગાડો તો ભલે બગાડો, પરંતુ જો તેને વાવવામાં આવે તો તેમાંથી ઘણા સાંઠા થાય અને તેનો સ્વાદ પણ ઘણો મીઠો આવે. તેમ મનુષ્યપણામાં બાળ અને વૃદ્ધપણું તો સુખ ભોગવવા યોગ્ય નથી, વચ્ચેની અવસ્થા તે પણ રોગ-કલેશાદિ યુક્ત હોવાથી ત્યાં સુખ ઉપજતું નથી, છતાં કોઈ વિષયસુખનો લોલુપી તેને બગાડે તો ભલે બગાડે, પરંતુ જો તેને ધર્મસાધનામાં લગાવેતો તેથી ઘણા ઉચ્ચપદને તે પામે ત્યાં ઘણું નિરાકુળ સુખ પામે. માટે અહીં જ પોતાનું હિત સાધવું; પણ સુખ થવાના ભ્રમથી આ મનુષ્યજન્મને વૃથા ન ગુમાવવો.”
છ ઢાળામાં કહ્યું છે કે – धनिधन्य है वह जीवनरभव, पाययह कारज किया । तिन अनादिभ्रमणपंचप्रकार, तजि वरिसुख लिया ।
તે જીવ ધન્યવાદને પાત્ર છે, જેણે નરભવ પામીને પોતાના આત્માને પામ્યા તથા પંચ પરાવર્તનરૂપ સંસાર પરિભ્રમણ છોડીને સુખરૂપી લક્ષ્મીનું વરણ
શ્રી અમૃતચન્દ્રાચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહે છે કે - नित्यमपि निरुपलेप: स्वरुपसमवस्थितो निरुपधात:। गगनमिव परमपुरुष: परमपदे स्फुरति विशदतम:।।२२३।। कृतकृत्य: परमपदे परमात्मा सकलविषय विषयात्मा। પરમાનનિમનો જ્ઞાનમયો નતિ સવ રરકા
Page #80
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૭૧
“પરમ પુરુષ મોક્ષના પરમપદમાં સદાય કર્મના લેપ રહિત અને બાધા રહિત પોતાના સ્વરૂપમાં સ્થિર આકાશ સમાન પરમ નિર્મળ પ્રકાશે છે. તે પરમાત્મા પોતાના પરમપદમાં કૃતકૃત્ય અને સર્વ જાણવા યોગ્ય વિષયોના જ્ઞાતા અને પરમાનંદમાં મગ્ન સદાય આનંદનો ભોગ કરે છે.”
એ જ વાતને શ્રી સમન્તભદ્રાચાર્ય રત્નકરંડ શ્રાવકાચારમાં આ પ્રમાણે કહે છે
शिवमजरमरुजमक्षयमप्याबाधं विशोक भयशंकम् । काष्ठागत सुख विद्याविभवं विमलं भजन्ति दर्शनशरणा:।।
“સમ્યગ્દષ્ટી મહાત્મા પરમ આનંદ અને પરમ જ્ઞાનના વૈભવથી પૂર્ણ શિવપદને પામે છે, જ્યાં જરા નથી, રોગ નથી, ક્ષય નથી, બાધા નથી, શોક નથી, ભય નથી અને શંકા નથી.”
શિવપદ એટલે મોક્ષપદ, મોક્ષપ્રાપ્તિના લક્ષ્યથી ધર્મની શરૂઆત કરવી જોઈએ કારણકે પૂર્ણતાના લક્ષ્ય ધર્મની શરૂઆત કરવી એ જ વાસ્તવિક શરૂઆત છે.
શ્રી યોગસારમાં કહ્યું છે કે - जइ वीहउ चउगइगमणु तउ परभाव चपवि । अप्पा झायहि णिम्मलउ जिम सिवसुक्ख लहेवि ॥५॥
જો તું ચારે ગતિના ભ્રમણથી ભયભીત હો તો પરભાવોને છોડી દે, નિર્મળ આત્માનું ધ્યાનકર જેથી મોક્ષનું સુખ તું પામી શકે.”
નરદેહ તો મળ્યો પણ સાર્થક ત્યારે જ કહેવાય જ્યારે દેહ રહિત અશરીરી એવી સિદ્ધ દશા પ્રગટ થાય. નરદેહ પામીને એવું ધ્યેય ન રાખવું કે મને આવતો ભવ સારો મળે, હું આવતા ભવમાં પણ મનુષ્ય બનું. કારણ કે સંસારનું લક્ષ્ય રાખવું એ જ અજ્ઞાનતા છે. તેથી ભલે આ કાળમાં મોક્ષ ન મળે તો પણ મોક્ષને જ ધ્યેય બનાવવું જોઈએ કારણકે મોક્ષના ધ્યેય વિના આત્માની અનુભૂતિ થતી નથી. તેથી જૈનોની “ગીતા’ સમાન મોક્ષશાસ્ત્ર (તત્ત્વાર્થસૂત્રમાં) એક માત્ર આત્માની સાચી શ્રદ્ધાને નહિ, પણ સાતતત્ત્વની સાચી શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું
Page #81
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
|
શું
તે સુત્ર આ પ્રમાણે છેतत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ।।२।। ‘તત્ત્વ તથા અર્થની સાચી શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહે છે.” ગ્રંથાધિરાજ સમયસારની ગાથા ૧૩ માં પણ કહ્યું છે કે – भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च । आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ।।१३।।
“ ભૂતાર્થથી જાણેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ - આ નવતત્ત્વજ સમ્યગ્દર્શન છે.”
ભગવાન મહાવીરની દિવ્યધ્વનિનું કેન્દ્રબિંદુ આત્મા છે. મુક્તિની પ્રાપ્તિનો આધાર આત્મા છે. તેથી તેમનો પ્રથમ ઉપદેશ એ હતો કે દરેક આત્મા સમાન છે. અજ્ઞાનીની દષ્ટિ સંયોગાધીન હોવાથી દરેક આત્માને સંયોગો સહિત દેખે છે જેના કારણે આત્મામાં ભેદભાવ ઉત્પન્ન થાય છે. દરેક મનુષ્યમાં આત્મા દેખાવો જોઈએ. આત્મિક દષ્ટિ જાગૃત થયા વિના આત્મોપલબ્ધિ થતી નથી. વનસ્પતિકાય, કીડી, મકોડા વગેરે તિર્યંચ, નારકી, દેવકે પોતાના ઘરમાં કામ કરી રહેલો નોકર, રસ્તા પર ભીખ માંગી રહેલો ભિખારી કે પોતાની પત્ની, પુત્ર, માતા, પિતા, ભાવલિંગી સાધુ કે ભગવાનમાં આત્મા દેખવો તેને આત્મિક દૃષ્ટિ પ્રગટી એમ કહેવાય.
નિશ્ચયથી દરેક આત્મા પરદ્રવ્યથી ભિન્ન છે. તેથી દરેક આત્માને શરીરાદિ સંયોગોથી રહિત દેખવાનો બોધ આપતા શ્રી સમાધિ શતકમાં અજ્ઞાની તથા જ્ઞાનીનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે કે
दृश्यमानमिदं मूढ स्त्रिलिंगमवबुध्यते । इदमित्यबुद्धस्तु निष्पन्नं शब्दवर्जितम् ।।४४।।
મૂર્ખ અજ્ઞાની આ દેખાતા જગતને સ્ત્રી, પુરુષ અને નપુંસક રૂપ ત્રણ લિંગમય દેખે છે. જ્ઞાની આ જગતને શબ્દરહિત પરમશાંત દેખે છે.”
Page #82
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૭૩
ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત આત્માને સમજવા માટે આત્મા સાથે બંધાયેલા પુણ્ય-પાપરૂપ કર્મને તથા શુભાશુભ ભાવોને પણ સમજવા જોઈએ. કારણકે અશુભભાવોને છોડ્યા વિના શુભભાવ આવતો નથી અને શુભભાવ છૂટયા વિના શુદ્ધભાવ પ્રગટતો નથી. શુદ્ધભાવની પ્રાપ્તિનું બીજુ નામ આત્મ પ્રાપ્તિ કહેવાય. જો કે અશુભભાવોથી પાછા વળીને શુભભાવો તરફ આવવું એ પણ જીવની પાત્રતા છે. જે જીવમાં પાત્રતા હોય તે જીવમાં મહાવીર ભગવાનના સિદ્ધાંતોને સમજવાની કળા હોય છે. કોઈ પાત્ર જીવ તત્ત્વને ઈશારાથી પણ સમજી લે છે જ્યારે કોઈ હઠાગ્રહી અપાત્ર અનેક વાર સમજાવવા છતાં કુતર્ક કરીને પોતાને મહાન સિદ્ધ કરવા ઈચ્છે છે અને તત્ત્વના મૂળમર્મને સમજતો નથી. પાત્ર જીવ, બાહ્ય સાધનોથી કંઈક શીખીને વૈરાગ્ય માર્ગમાં લાગે છે, જ્યારે અપાત્ર જીવ બાહ્ય સાધનોનો દુરૂપયોગ કરીને રાગ દ્વેષ કરે છે.
એવા દૃષ્ટાં પણ શાસ્ત્રમાં આવે છે, માથા પર એક સફેદ વાળ દેખીને કોઈ જીવ યુવાનીની ક્ષણભંગુરતાને જાણી લે છે, તેને વૈરાગ્ય આવે છે તથા દીક્ષા અંગીકાર કરે છે. જ્યારે કોઈ અપાત્ર જીવને માથા પર બધાંય વાળ સફેદ થઈ ગયા હોય, તો પણ તે વાળની સફેદીને જાણીને તેને ફરી કાળા કરે છે, ડાય કરાવે છે. કારણકે સફેદ વાળને દેખીને ભૂલથી પોતાને વૈરાગ્ય ન આવી જાય. ડાય કરવી એ તો die (ડાય) થવાનું એટલે કે મરણ થવાનું પ્રતીક સમજવું જોઈએ. ડાય કરીને ડાય (મરણ) થવાના સત્યને છુપાવી શકાતું નથી, તેથી પોતે તે માર્ગમાં વધું ડાહ્યા ન થઈને પોતે આત્મહિતમાં લાગવું જોઈએ. ઘણાં લોકો આવા શ્રુંગારાદિ વિષયભોગને વ્યવહાર કહે છે. જો કે તેમને અંતરંગમાં તો વૈરાગ્ય પ્રગટ્યો હોતો નથી તેમ છતાં બાહ્ય શરીર પર શ્રૃંગાર વગેરે ક્રિયા કરીને તેને વ્યવહાર કે પ્રેક્ટીકલ કહે છે. એ જ પ્રમાણે દારૂ પીવો કે પીવરાવવો, જુગાર રમવો કે રમાડવો, કોઈ જીવની હત્યા કરવી કે કરાવવી, લડાઈ-ઝઘડા વગેરે વિવાદોમાં પડવું, માંસ ભક્ષણ કરવું કે કરાવવું અથવા કોઈ માંસભક્ષણ કરે તો તેના માટે પૈસા ચુકવવા, ઈન્કમ ટેક્ષ-સેલ ટેક્ષની ચોરી કરવી, વેશ્યાગમન કરવું તથા કરાવવું, પાનમસાલા ગુટકા ખાવા તથા ખવરાવવા, રેશમના કીડાને મારીને બનતી સિલ્કની સાડી પહેરવી કે પહેરાવવી, એ દરેક પ્રકારની ક્રિયા તથા ભાવ સાક્ષાત્ પાપ છે
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૪)
મહાવીરનો વારસદાર કોણ?
તેનું ફળ નરક તથા નિગોદ છે, પણ અપાત્ર મૂઢ આત્મા શબ્દ બોલી-બોલીને વૈરાગ્ય વિનાની ઉપરોક્ત પાપક્રિયાને પ્રેક્ટીકલ કહીને જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રતિપાદિત વ્યવહારને બદનામ કરે છે. તે તો ઉપરોક્ત પાપક્રિયા જિનેન્દ્ર ભગવાનને વચ્ચે રાખીને કરવા માંગે છે. પણ તેને ખબર નથી કે, નિશ્ચય પ્રગટ્યા વિના વ્યવહાર હોતો નથી. તેથી સમ્યકત્વ વિનાના વ્યવહારને મલિન બતાવતા ભાવપાહુડમાં કહ્યું છે કે -
जीवविमुक्को सबओ दंसणमुक्को य होइ चलसवओ। सवओ लोयअपुज्जो लोउत्तरयम्मि चलसवओ ॥१४३।। जह तारयण चंदो मयराओ मयउलाण सव्वाणं । अहिओ तह सम्मत्तो रिसिसावय दुविहधम्माणं ।।२४४।।
“જીવ રહિત શરીર મડદું છે. આત્મદર્શનરૂપ સમ્યક્ત વિના પ્રાણી ચાલતું મડદું છે. મડદું લોકમાં માનનીય ગણાતું નથી, તેને બાળી નાખવામાં આવે છે, લોકોતર માર્ગમાં વ્યવહાર ચારિત્રવાળા ચાલતા પ્રાણી મડદા સમાન અપૂજ્ય છે. જેમ નક્ષત્રોમાં ચંદ્ર શોભે છે, પશુઓમાં સિંહ શોભે છે. તેમ મુનિ અને શ્રાવક બન્નેના ધર્મમાં સમ્યગ્દર્શન શોભે છે. આ આત્માનુભવ વિના સર્વ વ્યવહાર મલિન જ છે.”
અવિરત સમ્યગ્દષ્ટીના બાહ્યચારિત્રને આદર્શ બનાવવાના બદલે તેમની શ્રદ્ધાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તીર્થકર ભગવાને પણ ભૂતકાળમાં સંસાર અવસ્થામાં લગ્ન વગેરે કરીને ભોગો ભોગવીને પાપર્યા હતાં, પરંતુ એક સમયે વૈરાગ્ય આવતા અનુભવ પ્રમાણથી ભોગોનો ત્યાગ કર્યો. તેનો અર્થ એવો નથી કે કોઈ બાળ બ્રહ્મચારીએ લગ્ન કરીને સ્ત્રીનો ભોગ કરીને સંસારસુખની અસારતાને અનુભવ કરીને ભોગોને છોડવા જોઈએ. કારણ કે યોગ્ય તો એ જ છે કે ઝેરના પારખા ન કરાય. ઝેર પીનાર અનેક લોકોને મરતા દેખીને ઝેરને ત્યાજ્ય માટે તેમાં જ તેની સમજદારી છે. બુદ્ધિશાળી લોકો ઝેરને ચાખીને તેને ત્યાગ કરવા યોગ્ય માનતા નથી.
મોહી જીવનું વર્ણન કરતા શ્રી યોગસાર ટીકામાં પણ કહ્યું છે કે -
Page #84
--------------------------------------------------------------------------
________________
(૭૫
મહાવીરનો વારસદાર કોણ?
कालु अणाइ अणाइ जीउ भवसायरु जि अणंतु । मिच्छादसणमोहियउ ण वि सुह दुक्ख जि पत्तु ॥४॥
“કાળ અનાદિ છે, સંસારી જીવ અનાદિ છે, સંસારસાગર પણ અનાદિ અનંત છે. મિથ્યાદર્શનને કારણે મોહી થતો થકો જીવ સુખ પ્રાપ્ત કરતો નથી. દુઃખ જ પામે છે.”
શ્રી પૂજ્યપાદ સ્વામીએ સર્વાર્થસિદ્ધિમાં કહ્યું છે કે - "मिथ्यादर्शनं द्विविधं नैसर्गिक परोपदेशपूर्वकं च ।। तत्र परोपदेशमन्तरेण मिथ्यात्वकर्मोदयवशात् आविर्भवति तत्वार्थाश्रद्धानलक्षणं नैसर्गिकं ।"
“મિથ્યાદર્શન બે પ્રકારના છે-એક નૈસર્ગિક અથવા અગૃહીત, બીજું અધિગમજ અથવા પરોપદેશપૂર્વક. જે પરના ઉપદેશ વિના જ મિથ્યાત્વ કર્મના ઉદયના વશે જીવ અજીવ આદિ તત્ત્વોનું અશ્રદ્ધાન પ્રગટ થાય છે તે નૈસર્ગિક છે. આ સામાન્ય-પણે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધાં જ જીવોમાં રહેલું હોય છે. જ્યાં સુધી મિથ્યાત્વકર્મનો ઉદય નહિ મટે ત્યાં સુધી આ મિથ્યાત્વભાવ થયા જ કરશે. બીજા પરોપદેશપૂર્વક મિથ્યાત્વના પાંચ ભેદ છે- એકાંત, વિપરીત, સંશય, વૈયિક અને અજ્ઞાન મિથ્યાદર્શન. આ પાંચ પ્રકાર સંજ્ઞી જીવોને પરના ઉપદેશથી થાય છે અને સંસ્કારવશ અજ્ઞાનીને પણ બની રહે છે.”
જિનાગમમાં મિથ્યાત્વને પાપનું મૂળ કહ્યું છે. ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત પાપનું સ્વરૂપ સામાન્ય લોકોની કલ્પનામાં રહેલા પાપના સ્વરૂપથી કંઈક જુદું જ છે. ભગવાન મહાવીરે સમજાવેલ મિથ્યાત્વ તથા હિંસા તથા
અહિંસાનું સ્વરૂપ અનેરૂ છે. ખરેખર પોતાના શરીરને પોતાનું માનવું તે તો મિથ્યાત્વ છે જ. પણ બીજાના શરીરને બીજાનું માનવું એ પણ મિથ્યાત્વ છે. એ જ રીતે પરજીવોને મારવાનો ભાવ તથા બચાવવાનો ભાવ એમ બંને ભાવ હિંસા છે. કારણકે મારવાનો ભાવ દ્વેષ તથા બચાવવાનો ભાવ રાગ છે. નિશ્ચયથી પરજીવોને મારવાના ભાવનો તથા બચાવવાના ભાવનો અભાવ થવો તે અહિંસા
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૬)
કે
મહાવીરનો વારસદાર કોણ?
તેથી શ્રી અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નામના શાસ્ત્રમાં કહે છે
अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति । तेषामेवोत्पत्तिर्हिंसेति जिनागमस्य संक्षेपः ॥४४॥
નિશ્ચયથી રાગાદિ ભાવોનું પ્રગટ ન થવું એ અહિંસા છે અને રાગાદિ ભાવોનું ઉત્પન્ન થવું તે હિંસા છે. એવો જૈન સિદ્ધાંતનો સાર છે.
અરે ! નિજ સ્વભાવ ભૂલીને કે તેના પર દૃષ્ટિ ન કરીને પરને જાણવાનો ભાવ પણ હિંસા છે. ત્યાં હિંસાની પરિભાષામાં પરને જાણવા પર જોર નહિ આપીને સ્વને નહિ જાણવાની કમજોરી પર જોર આપવું. હિંસા સિવાયના અન્ય પાપોનું સ્વરૂપ પણ ઉંડાણથી સમજવું જોઈએ.
સત્ય સ્વરૂપી આત્માને અનુભવવો એ જ સત્ય છે. સત્યને સત્ય સ્વરૂપે નહિ સ્વીકારવું એ જ અસત્ય છે. ભગવાનની દિવ્યધ્વનિ ભવ્ય જીવોને હિતનો ઉપદેશ આપનારી હોય છે, તે વાણી નિઃશંક સત્ય છે. તેથી વિશેષ એમ જાણવું કે હિતોપદેશનો આધાર સર્વજ્ઞતા અર્થાત કેવળજ્ઞાન છે, તેથી તે સત્ય છે. તથા કેવજ્ઞાનનો આધાર પૂર્ણ વીતરાગતા છે તેથી તે પણ સત્ય છે. વીતરાગતાનો આધાર સમ્યગ્દર્શન છે તેથી તે પણ સત્ય છે. સમ્યગ્દર્શનનો આધાર ત્રિકાળી ધ્રુવ આત્મા છે તેથી તે જ પરમ સત્ય છે. આમ, ત્રિકાળી ધ્રુવ આત્માનો અનુભવ ન કરવો, તે જ અસત્ય નામનું મહાપાપ છે.
23
જેવી રીતે લોકમાં કોઈની રાખેલી વસ્તુને તેના માલિકની અનુમતિ વિના લઈ લેવી કે લઈને બીજાને આપી દેવી તે ચોરી છે, તેવી રીતે કોઈ વ્યક્તિની રસ્તામાં પડી ગયેલી વસ્તુને ઉપાડી લેવી અથવા ઉપાડીને બીજાને આપી દેવી અથવા તેને લઈને મંદિરમાં મૂકી દેવી તે પણ ચોરી છે.
કોઈ કહે કે રસ્તામાંથી મળેલા પૈસા મંદિરની પેટીમાં નાખવાથી શું પાપ? અરે ભાઈ! મંદિરમાં જે વસ્તુ આપવી હોય તે તમારી પોતાની હોવી જોઈએ. ચોરીનો માલ ભગવાનના મંદિરમાં ન ચઢાવાય. ત્યાં ઉત્તમ એ જ છે કે રસ્તા પર પડેલા પૈસા કે કોઈ પણ વસ્તુના માલિક તમે નથી તેથી તેને લેવી પણ નહિ અને
Page #86
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
તેના સંબંધી કોઈ વિચાર પણ કરવો નહિ.
અહીં કોઈ એમ કહે કે જો અમે તે પૈસાને નહિ ઉપાડીએ તો કોઈ બીજી વ્યક્તિ તે પૈસાને ઉપાડી લેશે. તે ઉપાડનાર તે પૈસાનો સદુપયોગ કરશે કે દુરુપયોગ કરશે, તેની કોઈ ખાતરી નહિ હોવાથી, પોતે જ તે પૈસાને ઉપાડીને તેનો સદુપયોગ કરવો જોઈએ.
(૭૭
જો કે તેમનો એ મત પણ યોગ્ય નથી. ઉપરોક્ત પ્રકારે રસ્તા પર પડેલી વસ્તુને ઉપાડી લઈને તેનો સદુપયોગ કરવાથી, વ્યક્તિને હંમેશા વસ્તુને ઉપાડવાનો ભાવ આવે છે, જેના કારણે તે વ્યક્તિની દૃષ્ટિ હંમેશા રસ્તા પર જ રહેવાનો પ્રસંગ પણ બની શકે છે અને તેની દૃષ્ટિમાં એ સ્વીકાર પણ થતો નથી કે વસ્તુને ઉપાડીને તેને બીજાને આપી દેવાથી માન કષાયનું પણ પોષણ થાય છે. કોઈના પાપના ઉદયથી પૈસા કે વસ્તુ પડી ગયા હતા અને કોઈના પુણ્યના, ઉદયથી પૈસા મળે છે. તે બંનેમાં જે વ્યક્તિ વચેટીયો છે કે જે પૈસાને બીજી વ્યક્તિ સુધી પહોચાડવામાં નિમિત્ત બન્યો છે તે અહંકારનું પોટલું પોતાના માથા પર બાંધીને ફરે છે અને તેનાથી આત્માનું કોઈ હિત થતું નથી માટે આવા વિકલ્પો અને પ્રવૃત્તિ છોડીને આત્મામાં રહેવાનો જ પ્રયત્ન કરવો જોઈએ,
જિનમતમાં તો અહીં સુધી કહ્યું છે કે પર વસ્તુમાંથી સુખ લેવાનો ભાવ તથા પોતાપણાંનો ભાવ આવવો તે ચોરી છે. ત્યાં પર વસ્તુમાંથી સુખ તો લઈ શકાતું નથી, પણ સુખ લેવાનો જે ભાવ ઉત્પન્ન થાય છે તેને પણ ચોરી કહેવાય છે.
પરસ્ત્રી કે પરપુરુષમાં લીન થવા માત્રનું નામ કુશીલ નથી, કોઈ પણ પરપદાર્થમાં લીન થવાનું નામ કુશીલ છે. આત્મામાં લીન થવાનું નામ બ્રહ્મચર્ય છે. જ્યારે બ્રહ્મચર્યના વિષય પર ચર્ચા થાય છે ત્યારે તેના પર સંકુચિત દૃષ્ટિએ જ વિચાર કરવામાં આવે છે. સ્ત્રી તથા પુરુષનો શારીરિક ભોગ ન કરવો તેને જ બ્રહ્મચર્ય માની લેવામાં આવે છે. તે પરિભાષા અનુસાર બ્રહ્મચર્ચ પાળનારા વ્રતધારી લોકોના નામ સાથે પણ બ્રહ્મચારી નામનું એક પ્રકારનું ઉપનામ લખાય રહ્યું છે. જેમ કે બ્રહ્મચારી નરેશભાઈ, બ્રહ્મચારી મહેશભાઈ. જેવીરીતે ડોકટરના નામ આગળ Dr. તથા એન્જિનીયરના નામ આગળ Er. એ જ રીતે આજના જમાનામાં બ્રહ્માચરીના નામ આગળ Br. ઉપનામ લખાઈ રહ્યું છે. પોતાને
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૮)
મહાવીરનો વારસદાર કોણ? બ્રહ્મચારી કહેનાર વ્યક્તિ પાંચ પાપમાંથી એક પાપને જ પાપ માની રહ્યો છે તેથી પોતાને તેનો જ ત્યાગી બતાવવામાં સંતોષ માને છે. કોઈ વ્યક્તિને એક માત્ર બ્રહ્મચર્ય વ્રતનો પાળનાર કહેવામાં આવે તો તેનાથી એમ ન માની લેવું જોઈએ કે એના જીવનમાં હિંસાદિ પાપોનો પણ ત્યાગ વર્તે છે. બ્રહ્મચર્ય પાળે છે એ સારું છે, પણ તેના દ્વારા તેનું લક્ષ્ય તો આત્મસ્વરૂપમાં કરવાનું જ હોવું જોઈએ કારણકે બ્રહ્મ અર્થાત્ આત્મામાં નિરંતર ચરવું-રહેવું એ જ નૈઋયિક બ્રહ્મચર્ય છે.
જગતમાં ધનથી લઈને વાસણ તથા વસ્ત્રને પરિગ્રહ માનવામાં આવે છે પણ આ પ્રકારનો પરિગ્રહ તો મનુષ્યગતિમાં જ દેખવામાં આવે છે. બાહ્ય ધનવૈભવરૂપ પરિગ્રહને જ પરિગહ માનવામાં આવે તો પશુ, પક્ષી, નારકી તથા દેવને અપરિગ્રહી માનવાનો પ્રસંગ આવશે તેનો આશય એમ સમજવો કે સર્વ પરિગ્રહમાં પ્રથમ એવા મિથ્યાત્વ પરિગ્રહને છોડ્યા વિના ગમે તેટલો બાહ્ય ત્યાગ કર્યો હોય તો પણ અપરિગ્રહીપણું પ્રગટ થશે નહિ.
પાંચ પાપનું સ્વરૂપ જેણે સમક્યું ન હોય તથા સપ્ત વ્યસનનો જેણે 1 ત્યાગ ન કર્યો હોય, તે મહાવીર ભગવાનનો ભક્ત ન કહેવાય. તેણે મહાવીરને માન્ય જ ન કહેવાય. મહાવીરને માનવાનો અર્થ મહાવીરનું નામ વચન દ્વારા બોલવું નહિ પણ મહાવીર ભગવાનના મહાન વચનોને માનવા તથા જીવનમાં અપનાવવા. કોઈ છોકરો એમ કહે કે હું મારી મને ખુબ જ માનું , એનો અર્થ એમ થયોકે માંની બતાવેલી વાતોને માનું છું. તે રૂપે આચરણ પણ કરૂ છું. એ જ રીતે કોઈ ભક્ત એમ કહે કે હું મહાવીરને માનું છું. એનો અર્થ એ થયો કે મહાવીર ભગવાનની દિવ્યધ્વનિમાં પ્રરૂપિત અનેકાંત સ્વરૂપી જગતને માનું છું, ચારિત્રમાં પાળું છું. આવા જીવને જ મહાવીરનો અનુયાયી કહેવાય.
આજે આપણે ભગવાન મહાવીર પર એટલો વિશ્વાસ પણ રાખતા નથી જેટલો વિશ્વાસ રેસ્ટોરંટમાં કામ કરતા વેઈટર પર કે ટ્રેઈન ચલાવનાર ડ્રાઈવર પર રાખીએ છીએ. જ્યારે આપણે કોઈ રેસ્ટોરંટમાં જઈને વેઈટરને કહીએ છીએ કે એક કપ ચા લઈને આવ. થોડા સમયમાં જ્યારે તે ચા લાવીને ટેબલ પર મુકે છે ત્યારે આપણને એ વિશ્વાસ છે કે વેઈટરે આ ચામાં ગરોળીનું ઝેર મેળવ્યું નથી. પણ સર્વજ્ઞ ભગવાને કહ્યું કે ચા સ્વયં ઝેર છે પરંતુ તે માન્યું નહિ, મહાવીરના
Page #88
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ? વચનોમાં શ્રદ્ધાકરી નહિ.
એ જ રીતે મુંબઈથી અમદાવાદ જવા માટે રાત્રે ટ્રેઈનમાં બેઠા પછી થોડી વાર એ આશા રાખીને ઊંઘી જઈએ છીએ કે સવારે છ વાગ્યે અમદાવાદ પહોંચી જઈશું. ત્યાં ટ્રેઈન ચલાવનાર ડ્રાઈવરનો ચહેરો દેખ્યો નથી છતાં પણ તેના પર વિશ્વાસ છે કે આ ગાડી મને સવારે છ વાગ્યે અમદાવાદ પહોંચાડી દેશે. તેમાં પણ જો સવારે છ વાગ્યાની બદલે ગાડી આઠ વાગ્યે અમદાવાદ પહોંચે તો પોતે દુઃખી થાય છે. ત્યાં તેને મહાવીર ભગવાન પર વિશ્વાસ નથી. મહાવીર ભગવાને જાણ્યું જ હતું કે ટ્રેઈન સવારે છ વાગ્યે નહિ, આઠ વાગ્યે પહોંચશે. જો તેને ભગવાન પર શ્રદ્ધા હોત તો આઠ વાગ્યે પહોંચવાનું દુઃખ ન થાત. પણ સત્ય તો એ છે કે તેને અત્યારે ત્રણ લોકના નાથ મહાવીર ભગવાન કરતાં ટ્રેઈનના ડ્રાઈવર પર વધુ શ્રદ્ધા છે. તેથી સમજી શકાય કે અત્યારે આપણા જીવનમાં ભગવાનનું શું મહત્વ છે. - કોઈ લોકો એમ પણ કહે છે કે અમે તો બધા ભગવાનને માનીએ છીએ, કારણકે ભગવાન તો એક જ હોય છે. અમારા માટે કોઈ પણ ધર્મનો કે ભગવાનનો ભેદ નથી. ત્યાં તેઓ પણ નાસ્તિક લોકોની જેમ દોષમાં પડે છે. તેમને ભગવાનને કઈ અપેક્ષાએ એક કહ્યા છે તેના સ્વરૂપનું જ્ઞાન નથી. વીતરાગતા તથા સર્વજ્ઞતાની અપેક્ષાએ ભગવાનનું સ્વરૂપ એક સમાન કહ્યું છે. પરંતુ સંખ્યાની અપેક્ષાએ ભગવાન અનંત છે. ભગવાનનો સત્ય નિર્ણય કર્યા વિના રાગી તથા વીતરાગી એમ બંનેને ભગવાન માનનારા લોકોની દશા કેવી છે તેને દષ્ટાંતના માધ્યમથી સમજી શકાય છે.
વર્તમાન જગતમાં માતા-પિતા પોતાના બાળકની બે પ્રકારે બિમારી બતાવે છે. તેમાં પહેલી બિમારીવાળા બાળક એવા હોય છે કે જેને ભુખ જ લાગતી નથી એટલે ખાતા પણ નથી. જ્યારે બીજી બિમારીવાળા બાળકો એવા પણ હોય કે જેમને માટી ખાવાની આદત હોય છે. તે બંને બાળકો અસાધારણ કહેવાય છે. એ જ રીતે નાસ્તિક તથા સરાગી દેવી-દેવતાની પુજક એમ બંનેને એક સમાન જાણવા. જેને ભુખ લાગતી ન હોય તેવા બાળકોને સુયોગ્ય આહાર કરાવવો એ સહેલું છે, કારણકે તે બાળકને અન્ય કોઈપણ સ્વાદની ખબર જ નથી. પણ માટી ખાનાર બાળકને માટી છોડાવવી એ વધુ અધરૂં છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ? - જે લોકોને ભગવાનની ખબર જ નથી તે લોકો એમ કહે છે કે અમે કોરી પાટી સમાન હોવાથી અમને વીતરાગી ભગવાનની શ્રદ્ધા થવી સરળ છે તથા જે રાગી-દ્વેષી દેવી દેવતાની પુજા કરીને મિથ્યાત્વનું પોષણ કરતા હોય તેમનું મિથ્યાત્વછૂટવું વધું અઘરું છે.
ત્યાં કોઈ કુદેવનો પૂજક એવો પણ તર્ક કરી શકે કે બાળક માટી ખાય છે, તેથી તેને સુયોગ્ય ભોજન ખવરાવવું સહેલું છે. કારણકે તેને ખાવાની આદત તો છે જ. બસ, માત્ર સમજની જરૂર છે. સમજ મળતા તે માટીને છોડી દેશે. તેને કેવી રીતે ખાવું એ શીખવવાની જરૂર નથી. એવી રીતે જે રાગ-દ્વેષી દેવી દેવતાને પૂજે છે તે એમ કહે છે કે અમે કોઈ દેવી દેવતામાં શ્રદ્ધા કરવાવાળા આસ્તિક હોવાથી, અમને શ્રદ્ધા કરવાનું શીખવવાની જરૂર નથી. બસ, અમને તો માત્ર સમજણની જ જરૂર છે. તેથી અમે સત્યને સહેલાઈથી સમજી શકીએ છીએ.
- ઉપરોક્ત બંને પ્રકારના લોકોમાં કોને ગૃહિત મિથ્યાત્વ છૂટી શકે તે સમસ્યામાં એક સમાધાન સહજ થાય છે કે બંને પોતાની આદતને મિથ્યા સમજે છે, તેથી પોતાની ભૂલને એકબીજા કરતા પહેલા દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને કરવો પણ જોઈએ.
પોતાને સાધર્મી બતાવતા કોઈ લોકો એમ પણ કહે છે કે અમે તમારા અને અમારા એમ બંને ભગવાનને માનીએ છીએ તેથી અમે સરળ છીએ. તથા તમે માત્ર વીતરાગી ભગવાનને જ માનો છો અને અમારા ભગવાનને નમસ્કાર પણ કરતા નથી, મસ્તક પણ ઝુકાવતા નથી, તેથી તમે કઠોર છો.
જેવી રીતે કોઈ બાળક એમ કહે કે હું મને ભાવતી માટી પણ ખાઉ છું અને તમને ભાવતી મીઠાઈ પણ ખાઉ છું પરંતુ તમે તો માત્ર મીઠાઈ જ ખાવ છો, માટી ખાતા નથી. તેથી તમે સરળ નથી. ત્યાં તે બાળક સરળ નહિ કહેવાય પણ ભોજન સંબંધી સત્ય જ્ઞાન નહિ હોવાથી અણસમજુ જ કહેવાશે. રાગી તથા વીતરાગી બંને દેવને નમસ્કાર કરવાને સરળતા નહિ પણ મૂઢતા કહેવાય. મસ્તક તો શરીરનો એવો ભાગ છે કે જ્યાં પાંચેય ઈન્દ્રિયો સમાયેલી છે. તેથી ભગવાનનો નિર્ણયર્યા વિના સર્વત્ર પોતાનું મસ્તક ઝુકાવનાર મૂળમાં જ ભૂલકરે છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
પોતાનું મસ્તક કપાય જાય તો પણ સાચા દેવ-ગુરૂ-ધર્મની શ્રદ્ધા વિચલિત થવી ન જોઈએ. ત્યાં દેવી-દેવતા સાથે અન્ય કોઈ પણ પ્રકારનો અપેક્ષા ભાવ કે તેમનો મહિમાભાવ પણ ન હોવો જોઈએ. દેવી-દેવતા અમારી રક્ષા કરશે અથવા સંપત્તિ કે ધન આપશે એવી આશા રાખીને પૂજવા એ પણ વૈનયિક મિથ્યાત્વ છે. જેને ધર્મના મૂળમાં છોડવાનું કહ્યું છે, તેને અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી પણ ન છોડવામાં આવે તો જૈનધર્મને પામીને શું પ્રાપ્ત કર્યું? જેને સદૈવ, સદ્ગુરૂ તથા સશાસ્ત્રની શ્રદ્ધા ન હોય તેને આત્મા કદી મળતો નથી. તેથી સિદ્ધાંત એમ સમજવો જોઈએ કે, જેના ભવસમુદ્રનો કિનારો નજીક હોય છે, તેમને વીતરાગી દેવ-ગુરુ-ધર્મમાં દઢ સત્ય શ્રદ્ધા થયા વિના રહેતી નથી અને જેને ભવસમુદ્રમાં ડૂબવાનું હોય છે તેને રાગી દેવી-દેવતા કે ઢોંગી ગુરુ મળ્યા વિના રહેતા નથી અથવા વીતરાગી દેવ-ગુરુ-ધર્મ રુચતા
નથી.
- હર્ષની વાત તો એ છે જેને આત્માનું હિત કરવું હોય તેના માટે આજે પણ સનાતન વીતરાગ જૈન ધર્મ આ ક્ષેત્ર તથા કાળમાં વિદ્યમાન છે કે જે જિનેન્દ્ર ભગવાનનું સત્ય વીતરાગી સ્વરૂપ સમજાવે છે અને તેમના દ્વારા પ્રતિષ્ઠિત જિનમંદિરમાં બિરાજમાન જિનેન્દ્ર ભગવાનનું વીતરાગીરૂપ જિનપ્રતિમામાં ઝળકે છે. વીતરાગી જિનેન્દ્ર પ્રભુનો ચાહક પુણ્યનો લોભી હોતો નથી. જિનેન્દ્ર ભગવાનનું વીતરાગી સ્વરૂપ સમજવા તથા સમજાવવા માટે જિનપ્રતિમા ઉત્કૃષ્ટ માધ્યમ છે, તેના દ્વારા જ ભગવાન મહાવીર તથા તેમના પહેલા થયેલા સમસ્ત તીર્થકરોનું સ્વરૂપ સમજી શકાય છે, પરંતુ સત્ય સમજવા માટે પોતાનો પક્ષપાત છોડીને સત્યનો નિર્ણય કરવો પડશે. અજ્ઞાની પોતે તો પક્ષપાતમાં પડે છે, સાથે સાથે તે બીજા લોકોને પણ પક્ષપાતની દષ્ટિએ દેખે છે.
થોડા વર્ષો પહેલા હું નાયરોબી (આફ્રિકા) પ્રવચન આપવા ગયેલો. ત્યાં મારું પ્રવચન સમાપ્ત થયા બાદ એક શ્રોતાએ મને પ્રશ્ન પૂછ્યો કે તમે અહીં દેરાવાસી તરફથી આવ્યા છો કે સ્થાનકવાસી તરફથી? મને થયું કે લોકો પણ કેવા કેવા પ્રશ્નો પૂછે છે! જો હું એમ જવાબ આપીશ કે હું દેરાવાસી તરફથી આવ્યો છું, તો ત્યાં ઉપસ્થિત સ્થાનકવાસી શ્રોતા ઉભા થઈને જતા રહેશે, તથા જો એમ
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૨)
મહાવીરનો વારસદાર કોણ? કહીશ કે હું સ્થાનકવાસી તરફથી આવ્યો છું તો ત્યાં ઉપસ્થિત દેરાવાસી શ્રોતા ઉભા થઈને જતા રહેશે. જો જવાબ જ ન આપું, તો તેઓ મને ભરતપુરના લોટા જેવો બધા પક્ષવાળો માનવા લાગશે. અંતે મેં તેમને જવાબ આપ્યો કે, “હું દેરાવાસીકે સ્થાનકવાસી કોઈ તરફથી આવ્યો નથી.”
મારો જવાબ સાંભળીને તેઓ વિચારમાં પડી ગયા અને થોડીવાર પછી બોલ્યા કે તમે તે બંને પક્ષ તરફથી આવવાની ના કહો છો એનો અર્થ તો એમ થયો કે, “તમે તમારો પોતાનો નવો પંથ શરુ કર્યો.”
મેં કહ્યું, અરે ભાઈ! મેં પોતાનો કોઈ નવો પંથ શરુ કર્યો નથી. તમે જે પંથોમાં મને વિભાજિત થયેલો જાણવા ઈચ્છો છો તે પંથો તો આજકાલથી નવીન ઉત્પન્ન થયેલા પંથો છે. હું તો અનાદિકાળથી ચાલી રહેલા તથા ભગવાન મહાવીર વગેરે અનંત વીતરાગી પ્રભુએ તેમની વાણીમાં સમજાવેલા વીતરાગી ધર્મનો મર્મ બતાવવા માટે આવ્યો છું. હું તો ભગવાન મહાવીરની ચિઠ્ઠીનો ચાકર છું. વીતરાગી પંથ તો અનાદિકાળથી ચાલી આવતો અભેદ પંથ છે. તેથી પંથનો વિકલ્પ કર્યા વિના તથા પોતાના મહામૂલ્ય મનુષ્યભવને વ્યર્થમાં ગુમાવ્યા પહેલા આત્માનું હિત સાધી લેવું જોઈએ. વીતરાગી પરમાત્માને ઓળખ્યા વિના આત્મા સમજાતો નથી, તેથી સર્વપ્રથમ પરમાત્માનું સ્વરૂપ સમજવું જોઈએ.
પરમાત્માનું સ્વરૂપ બતાવતાશ્રી યોગસાર ટીકામાં કહ્યું છે કેणिमल्लु णिकल्लु सुद्ध जिणु विण्हु बुध्धु सिव संतु । सो परमप्पा जिणभणिउ एहउ जाणि णिभंतु ।।१।।
જે કર્મમળ અને રાગાદિમળ રહિત છે, જે નિષ્કલ અર્થાત્ શરીર રહિત છે, જે શુદ્ધ અભેદ એક છે, જેણે આત્માના સર્વ શત્રુઓને જીતી લીધા છે, જે વિષ્ણુ છે અર્થાત્ જ્ઞાનની અપેક્ષાએ સર્વ લોકાલોક વ્યાપી છે-સર્વના જ્ઞાતા છે, જે બુદ્ધ છે અર્થાત્ સ્વ-પર તત્ત્વને સમજનાર છે, જે શિવ છે-પરમ કલ્યાણકારી છે, જે પરમ શાંત અને વીતરાગ છે તે જ પરમાત્મા છે, એમ જિનેન્દ્રદેવે કહ્યું છે. આ વાત તું નિઃશંકપણે જાણ.”
જગતમાં કોઈ પણ વસ્તુની મહિમા વસ્તુને જાણ્યા વિના આવતી નથી
Page #92
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૮૩ તો પછી વીતરાગતા તથા વીતરાગી ભગવાનની મહિમા વીતરાગતાને દેખ્યા વિના કેવી રીતે આવે? દુઃખની વાત તો એ છે કે અજ્ઞાની વીતરાગતાને દેખતા જ નથી. અજ્ઞાની પોતાને તો દેહરૂપે માને છે, સાથેસાથે પરમાત્માને પણ માત્ર દેહરૂપે જ માને છે. જો જીવ શુદ્ધ ભાવથી પરમાત્માનું ચિંતવન કરે, તો પરમપદને
પામે છે.
શ્રી યોગસાર ટીકામાં કહ્યું છેजिण सुमिरहु जिण चिंतवहु जिण झायहु सुमणेण । सो झाहंतह परमपउ लब्भइ एक्कखणेण ।।१९।।
“શુદ્ધ ભાવથી જિનેન્દ્રનું સ્મરણ કરો, જિનેન્દ્રનું ચિંતવન કરો, જિનેન્દ્રનું ધ્યાન કરો. એવું ધ્યાન કરવાથી એક ક્ષણમાં પરમપદ પ્રાપ્ત થઈ જાય છે.”
- ઉપરોક્ત વાતને શાસ્ત્ર કે ગુરુમુખેથી સાંભળીને ક્યારેક જિનમંદિરમાં દર્શન કરવા જાય તો પણ જિનેન્દ્ર ભગવાનના વીતરાગી સ્વરૂષથી અપરિચિત તે અજ્ઞાની જિનમંદિરમાં પ્રવેશ કરતા જ પોતાની આંખો બંધ કરી દે છે અને જિનેન્દ્રપ્રતિમા સમક્ષ ભગવાનના દર્શન કરે છે, આંખો બંધ કર્યા પછી તેને પ્રતિમા દેખાય ક્યાંથી? તે ભગવાનની પ્રતિમામાં ભગવાનના દર્શન કરવા જાય છે કે અદર્શન કરવા માટે પોતે મંદિરની બહાર તો પોતાની આંખો ખુલ્લી રાખે છે, પણ મંદિરમાં પ્રવેશ કરતા જ આંખો બંધ કરી દે છે, ફરી મંદિરથી બહાર આવીને આંખો ખોલે છે. એનો અર્થ તો એમ થયો કે જ્યાં આંખો ખોલવાની ખરી જરૂર હોય છે ત્યાં તો આંખો ખુલ્લી રાખીને ભગવાનના દર્શન કર્યા જ નહિ. કોઈ એમ પણ કહે કે આંખો બંધ રાખીને સ્થિરતા વધુ રહે છે. જો એમ હોય તો આંખો બંધ રાખીને ઘર પર જ સ્થિરતા કેમ ન રહી? જિનપ્રતિમા સમક્ષ આવવાની જરૂર જ કેમ પડી? તેથી આંખો વડે પ્રતિમાને નિહાળીને વીતરાગી ભગવાનનું ચિંતવન કરવું.
શ્રી યોગસર ટીકામાં કહ્યું છે
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૪)
મહાવીરનો વારસદાર કોણ? मिच्छादं सणमोहियउ परु अप्पा ण मुणेइ । सो बहिरप्पा जिणभणिउ पुण संसारु भमेइ ।।७।। .
“મિથ્યાદર્શનથી મોહી જીવ પરમાત્માને જાણતો નથી, એ જ બહિરાત્મા છે. તે વારંવાર સંસારમાં પરિભ્રમણ કરે છે; એમ શ્રી જિનેન્દ્રદેવે કહ્યું
જો કે વીતરાગી ભગવાન તેમના ભક્તોને કંઈ આપતા નથી તથા ભક્તો પાસેથી કંઈ લેતા પણ નથી. ભક્તોને જ નહિ, તેઓ જગતમાં રહીને પણ જગતથી ન્યારા છે. તેમ છતાં વીતરાગી ભગવાન મારાં આદર્શ છે કારણ કે મારે પોતે પણ ભગવાન જેવા થવું છે, અરે ભાઈ! ભગવાન જેવા શા માટે? એમ જ કહો કે મારે પોતે ભગવાન થવું છે પરંતુ વિવેકપૂર્વક ભગવાનના સ્વરૂપનો નિર્ણય ર્યા વિના ભગવાન કેવી રીતે થવાય? ભગવાન થવાની વાત તો દૂર, તેણે તો ભગવાનને આદર્શ પણ ન માન્યા કહેવાય.
શ્રી સમન્તભદ્રાચાર્ય સ્વયંભૂસ્તોત્રમાં કહે છે
“પરમાત્મા વીતરાગ છે, આપણી પૂજાથી પ્રસન્ન થતા નથી. પરમાત્મા વેદરહિત છે, આપણી નિંદાથી અપ્રસન્ન નથી થતા. તો પણ તેમના પવિત્ર ગુણોનું સ્મરણ મનને પાપરૂપી મેલથી (રહિત કરી) સ્વચ્છ કરે છે. અનુપમ યોગાભ્યાસથી જેણે આઠકર્મના કઠિન કલંકને બાળી નાખ્યું છે અને જે મોક્ષના અતીન્દ્રિય સુખના ભોક્તા છે, તે જ પરમાત્મા છે. મારો સંસાર શાંત કરવા માટે તે ઉદાસીન સહાયક છે. તેમના ધ્યાનથી હું સંસારનો ક્ષય કરીશ.”
શ્રી પૂજ્યપાદસ્વામી સમાધિશતકમાં કહે છેनिर्मल: केवल: शुद्धो विविक्त: प्रभुरव्ययः । પરમેષ્ઠી પરાત્મતિ પરમાત્મશ્વરી નિન: Jદ્દો
“પરમાત્મા કર્મમળરહિત છે, કેવળ સ્વાધીન છે, સાર્થને સિદ્ધ કરીને સિદ્ધ થયા છે, સર્વદ્રવ્યોની સત્તાથી નિરાળી સત્તાના ધારક છે, તે જ અનંતવીર્ય ધારક પ્રભુ છે, તે જ અવિનાશી છે, પરમપદમાં રહેનાર પરમેષ્ઠી છે, તે જ શ્રેષ્ઠ આત્મા છે, તે જ શુદ્ધ ગુણરૂપી ઐશ્વર્યના ધારક ઈશ્વર છે, તે જ પરમ વિજયી
Page #94
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
જિતેન્દ્ર છે.’’
(૮૫
શ્રી પરમાત્મપ્રકાશમાં કહ્યું છે
66
જેણે સર્વ કર્મ દૂર કરીને અને દેહાદિ પરદ્રવ્યોનો સંયોગ ટાળીને પોતાના જ્ઞાનમય આત્માની પ્રાપ્તિ કરી છે, તે જ પરમાત્મા છે, તેને શુદ્ધ મનથી જાણ. તે પરમાત્મા નિત્ય છે, નિરંજન વીતરાગ છે, અજ્ઞાનમય છે, પરમાનંદ સ્વભાવના ધારક છે. તે જ શિવ છે, શાંત છે, તેના શુદ્ધભાવને ઓળખો. જે વેદો દ્વારા, શાસ્ત્રો દ્વારા કે ઈન્દ્રિયો દ્વારા જાણી શકાતો નથી, માત્ર નિર્મળ ઘ્યાનમાં ઝળકે છે, તે જ અનાદિ અનંત, અવિનાશી શુદ્ધ આત્મા પરમાત્મા છે.’’
આમ, રાગી દેવ તથા વીતરાગી પરમાત્મા એમ બન્નેના ભેદનો નિર્ણય દરેક જીવે પોતે જ કરવો જોઈએ. પોતાનો નિર્ણય પોતાને જ ઉપયોગી બનશે, બીજા જીવોને નહિ તથા બીજા જીવોનો નિર્ણય બીજા જીવોને જ ઉપયોગી બનશે, પોતાને નહિ. પોતાનો નિર્ણય સાચો છે કે બીજાનો નિર્ણય સાચો છે એ નિર્ણય પણ પોતે જ કરવો જોઈએ. હાં, જેણે ધર્મમાર્ગ પર ચાલવું હોય તેણે દરેક
વ્યક્તિ સાથે ધર્મચર્ચામાં પડવું જોઈએ નહિ, જો તમારે કોઈ સાથે વિવાદ કરવો હોય તો જ ધર્મના મુદ્દા પર ચર્ચા કરજો અને જોઈ લેજો કે ચર્ચા કરતા મરચા ઉડે છે કે નહિ?
તેથી સમજવું કે ધર્મ માત્ર ચર્ચાનો વિષય નથી, પરંતુ ચર્ચાનો વિષય છે. હાં. એટલું જરૂર હોવું જોઈએ કે પોતે સાચા અને ખોટાનો ભેદ કરવો જોઈએ. તેનાથી વીતરાગી ભગવાનની મહિમા ઓછી થતી નથી પણ તે નિર્ણય વાદવિવાદ ટાળવા માટે તથા જિનેન્દ્ર ભગવાનના પથ પર ચાલવા માટે ઉપયોગી બને છે. એ વાત અલગ છે કે કોઈ રુચિવાન જીજ્ઞાસુ જીવ તમને તત્ત્વના જાણકાર માનીને ધર્મ સંબંધી જાણકારી લેવા ઈંચ્યું તથા જો તમારી પાસે એ વિષય પર અનુભવ કે આગમ પ્રમાણ સાથે સમજણ હોય તો બીજાને તે વિષય યુક્તિ તથા આગમ પ્રમાણ સહિત સમજાવવો. તેમ છતાં પોતાનું ધ્યેય તો પોતાને સમજવાનું જ હોવું જોઈએ. કારણકે ધર્મને સમજાવવો એ પુણ્ય છે તથા ધર્મને સમજવો એ ધર્મ છે. પોતાને સમજાયા પછી તે જ વિષયને બીજાને
જ
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૬).
મહાવીરનો વારસદાર કોણ? સમજાવવાનો ભાવ આવવો યોગ્ય છે, પણ બીજાને સમજાવવાના લક્ષ્ય પોતે સમજવું યોગ્ય નથી. કારણ કે આ કાળમાં શ્રોતાની સંખ્યા ઘટવા લાગી છે અને વક્તાનો વધારો થઈ રહ્યો છે. ઉપદેશ સાંભળવો કોઈને ગમતો નથી પણ ઉપદેશ " આપવો દરેકને ગમે છે. દરેક વક્તાએ તે વાતને ન ભૂલવી જોઈએ કે જે વિષય પર પોતે વ્યાખ્યાન આપે છે તે તેનું પોતાનું નથી, તેણે પણ તે વિષયને કોઈ અન્ય સ્થાનેથી સાંભળીને અથવા વાંચીને જાણ્યો છે. તત્વજ્ઞાન પોતાનું ક્યાં છે? ગુરુદેવના સાચા ભક્ત એમ કહે છે કે આ તત્વજ્ઞાન અમારું પોતાનું નથી, આ વાણી તો પૂજ્ય ગુરૂદેવશ્રીની વાણી છે. ગુરૂદેવશ્રી એમ કહેતા હતા કે આ મારી પોતાની વાત નથી, આ તો કુંદકુંદાચાર્ય વગેરે ભાવલિંગી સાધુની વાત છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝુલનારા આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ પણ આગમમાં લિપીબદ્ધ કરેલી અથવા વચન દ્વારા કહેલી વાણીનું કર્તાપણું નહિ કરીને એમ કહે છે કે આ તો ભગવાન મહાવીરની દિવ્યધ્વનિમાંથી આવેલી વાત છે. ભગવાન મહાવીરે પણ દિવ્યધ્વનિના કર્તાપણાનો બોજો પોતાના પર ન લઈને કહ્યું હતું કે આ વાત તો અનંત ચોવીસી દ્વારા સમજાવવામાં આવેલી તથા દિવ્યધ્વનિમાં આવેલી વાત છે. અનંત ચોવીસ તીર્થંકર ભગવાને પણ એ સિદ્ધાંતનું કર્તાપણું પોતાના પર લીધું નથી અને કહ્યું છે કે આ સિદ્ધાંત કોઈના માલિકીના નથી પણ જગતનું વાસ્તવિક સ્વરૂપ છે તેથી આ તો આમ જ છે. તત્ત્વજ્ઞાન પર ત્રણ લોકના નાથ કેવળી ભગવાન પણ પોતાનો અધિકાર માનતા નથી, તે તત્ત્વજ્ઞાનરૂપી સમુદ્રમાંથી ક્ષયોપશમ જ્ઞાનના બે-ચાર ટીપાં લઈને આપણે એમ માનવા લાગીએ છીએ કે એ તો મારું પોતાનું ચિંતન છે. તત્વ સંબંધી કોઈ ઉંડા ચિંતનને લીધે પોતાને મહાન માનીએ છીએ, પરંતુ સમસ્ત તત્ત્વજ્ઞાતાજ્ઞાનપ્રદાતા શ્રી કેવળી ભગવાનની મહિમા ગાવાનો પણ સમય નથી. ત્યાં તેણે પોતાને મહાન ન માનીને એમ વિચાર કરવો જોઈએ કે પોતે કરેલું ચિંતન, ભગવાનની વાણીની અપેક્ષાએ ખોટું પણ હોય શકે છે. જો પોતે કરેલું ચિંતન ખોટું હોય તો તેનું અહંકાર કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. કોઈ એમ કહે કે જો તે ચિંતન ભગવાનની વાણી સાથે બંધબેસતુ હોય તો? હાં, તેનો ઉત્તર છે. જો પોતાનું ચિંતન ભગવાનની વાણી સાથે મળતું સત્ય હોય તો પણ અભિમાન કરવાનો પ્રસંગ બનવો ન જોઈએ કારણકે ભગવાનની વાણી સાથે મળતું આવતું
Page #96
--------------------------------------------------------------------------
________________
મહાવીરનો વારસદાર કોણ?
(૮૭
ચિંતન તો ભગવાનની દિવ્યધ્વનિમાં આવેલું સત્ય છે. તે ચિંતન મારા પોતાના મનની ઉપજ નથી. વધુ શું કહેવું? જો તેને પોતે જાતે કરેલા ચિંતનથી ઉત્પન્ન થયેલા ક્ષયોપશમ જ્ઞાનનું અહંકાર ન આવે તો તે અજ્ઞાની કેવી રીતે કહેવાય ?
મહાવીર ભગવાન અનેક ન હતા તથા ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત ધર્મ પણ અનેક ન હતા. માત્ર ભગવાન મહાવીર જ નહિ, પણ અનંત કેવળી દ્વારા પ્રરૂપિત કરવામાં આવેલો ધર્મ એક જ હોય છે. ધર્મના સ્વરૂપને સમજવા માટે ધ્યાન આપવા યોગ્ય મહત્વપૂર્ણ વાત એ છે કે બાળકથી લઈને વૃદ્ધ સુધી તથા શ્રાવકથી લઈને સાધુ સુધી અવાર-નવાર બોલવામાં આવતા તથા સાંભળવામાં આવતા માંગલિક રૂપ પાઠમાં એમ કહ્યું છે કે
चत्तारि लोगुत्तमा - अरहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपण्णत्तो धम्मो लोगुत्तमो ।
અહીં અરહંત, સિદ્ધ તથા સાધુ પરમેષ્ઠી સાથે તોગુત્તમા' તથા કેવળી ભગવાન દ્વારા પ્રરુપિત ધર્મ સાથે ‘સ્રોમુત્તમો’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તથા આપણે પણ તે શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરીને પોતાની ભૂલ દૂર કરવી જોઈએ. અરહંત, સિદ્ધ તથા સાધુ એમ તે દરેકની સંખ્યા અનેક હોવાથી તેમના નામ સાથે બહુવચનનો સુચક ‘લોનુત્તમા’ શબ્દનો પ્રયોગ થયો છે તથા કેવળી ભગવાન દ્વારા પ્રરુપિત ધર્મ એક જ હોવાથી તેની સાથે એકવચનનો સુચક ‘તોમુત્તમો’ શબ્દનો પ્રયોગ થયો છે.
જો કેવળી ભગવાન દ્વારા પ્રરુપિત ધર્મ સાથે ‘તોગુત્તમ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો કેવળી ભગવાનને અનેક ધર્મના પ્રરુપક માનવાનો દોષ આવે. જો “વતિપળતો ધમ્મો નોમુત્તમા' કહેવામાં આવે તો ત્રણેય કાળમાં ધર્મ એક જ હોય છે, તે સિદ્ધાંત પણ દુષિત થવાનો પ્રસંગ આવશે.
ત્યાં એક વિશેષ વાત એ પણ છે કે અરહંત, સિદ્ધ તથા સાધુ એમ ત્રણ પરમેષ્ઠીને જ મંગળ, ઉત્તમ તથા શરણ કહ્યા છે, આચાર્ય તથા ઉપાધ્યાયના નામોનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ ત્યાં પાંચેય પરમેષ્ઠીને મંગળ, ઉત્તમ તથા શરણ સમજવા જોઈએ. ‘સાધુ’ શબ્દમાં આચાર્ય તથા ઉપાધ્યાય એમ બંને પદો
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૮)
મહાવીરનો વારસદાર કોણ?
ગર્ભિત છે. તેમ છતાં પાંચ પરમેષ્ઠી પદમાં મહત્વપૂર્ણ પદ ત્રણ છે. કારણકે મુક્તિની પ્રાપ્તિ માટે અનિવાર્ય પદ પાંચ નથી. અરિહંત, સિદ્ધ તથા સાધુ એ ત્રણ પદ મુક્તિની પ્રાપ્તિ માટે અનિવાર્ય પદ છે. આચાર્ય તથા ઉપાઘ્યાય એ બંને વૈકલ્પિક પરમેષ્ઠી પદ છે. જો કોઈ જીવ મુનિદશા દરમ્યાન આચાર્ય તથા ઉપાધ્યાય ન થાય, તો પણ તે મોક્ષ પામી શકે છે. જો કે કોઈ પણ જીવને સાધુ, અરહંત તથા સિદ્ધ પદ પામ્યા વિના મોક્ષ મળતો નથી. આમ, વીતરાગી પરમેષ્ઠીના સત્ય લક્ષણોને ઓળખવા જોઈએ તથા તેમાં દૃઢ શ્રદ્ધા પણ કરવી જોઈએ.
જેને વીતરાગી તત્ત્વની મહિમા હોય છે તેને વીતરાગી શુદ્ધતત્ત્વ મળ્યા બાદ અન્ય સ્થાને જવું કે સાંભળવુ રુચતું નથી. જેને જ્ઞાનીની મહિમા હોય, તેને જ્ઞાની સિવાય અન્ય કયાંય રુચતું નથી. એટલું જ નહિ, તે આત્માર્થીને ભગવાનમાં કોઈ ભેદ દેખાતા નથી. જેને વીતરાગતાની રુચિ થઈ હોય તેને આદિનાથ કે મહાવીરમાં ભેદ દેખાતા નથી. મહાવીરસ્વામી કે ગૌતમસ્વામીમાં ભેદ દેખાતા નથી વીતરાગતાનો ચાહક મહાવીરસ્વામી તથા ગૌતમસ્વામીને વર્તમાનમાં સિદ્ધ પરમાત્મા રૂપે દેખે છે. એવી જ રીતે જેને જિનવાણીમાં રુચિ થઈ હોય તેને સમયસાર કે મોક્ષમાર્ગ પ્રકાશકમાં ભેદ જણાતો નથી. ત્યાં તેને એવો વિચાર આવતો નથી કે સમયસાર ગ્રંથ આચાર્યનું લખેલું છે તથા મોક્ષમાર્ગ પ્રકાશક પંડિતજી દ્વારા રચાયું છે. બસ, શાસ્ત્રના રચયિતા આત્મજ્ઞાની હોવા અનિવાર્ય છે, તો જ તેને જિનવાણી કહેવાય. છતાં પણ કોઈ મિથ્યાદષ્ટી આગમ પ્રમાણ તથા યુક્તિ વડે વીતરાગી વાણીનું લેખન કરે તો તે પણ જ્ઞાની પુરુષનો યોગ થવામાં મદદરૂપ બને છે અને તત્ત્વને સમજવા માટે સહાયક પણ થાય છે.
આત્માર્થી જીવ, સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ દ્વારા તત્ત્વનું સત્ય સ્વરૂપ જાણીને, અંતરંગમાં તેનો વિચાર કરીને ભેદજ્ઞાનના અભ્યાસથી આગળ જતા નિર્વિકલ્પ આત્માનુભૂતિ પામે છે. તેના માધ્યમથી જ આત્મા સિદ્ધત્વને પામીને અનંતકાળ સુધી અનંત સુખ ભોગવે છે.
દરેક જીવ ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતોને જાણે, માને તથા પોતાના જીવનમાં અપનાવીને અનંત સુખી થાય, એવી મંગળ ભાવના સાથે વિરમું છું.
Page #98
--------------------------------------------------------------------------
________________ જૈન તથા જૈનેત્તર સમાજમાં સુપ્રસિદ્ધ તાર્કિક વિદ્વાન, પ્રવચનકાર, લેખક તથા તત્ત્વચિંતક શ્રી પંડિત ક્લચંદ શાસ્ત્રીનો જન્મ ગુજરાતના ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાં શનિવાર, 25 જુલાઈ 1981 ના શુભ દિને એક ધાર્મિક પરિવારમાં થયો હતો. પંડિત ફૂલચંદ શાસ્ત્રી આધ્યાત્મિક ક્રાંતિકારી સંત શ્રી શ્યામદેવસ્વામી તથા માતાજી રતનદેવીના સુપૌત્ર તથા અધ્યાત્મરસિક શ્રી કિશોરભાઈ તથા શ્રીમતી નિર્મળાબેનના મધ્યમ સુપુત્ર છે. પરમ પૂજ્ય આધ્યાત્મિક યુગપુરુષ સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અનન્ય શિષ્ય ડૉ. હુકમચંદજી ભારિલ્લ, આપના વિદ્યાગુરુ છે. આપ 14 વર્ષની બાળવયે શ્રી ટોડરમલ દિગંબર જૈન સિદ્ધાંત મહાવિદ્યાલયમાં તત્ત્વાભ્યાસ માટે જયપુર ગયા. ત્યાં પાંચ વર્ષ સુધી અભ્યાસ કરી ‘પંડિત'ની પદવી પ્રાપ્ત કરી તથા રાજસ્થાન વિશ્વવિદ્યાલય, જયપુર દ્વારા ‘શાસ્ત્રી’ની પદવી મેળવી. સન્ ૨૦૦૧થી મુંબઈમાં સ્થાયી થઈ આપ ધાર્મિક પ્રવચન પ્રવૃત્તિ ચલાવો છો. વર્તમાનમાં મુંબઈમાં વિભિન્ન ૧૦૦થી પણ વધુ સ્થાનો પર, હજારો લોકોને પ્રતિમાસ લગભગ 300 પ્રવચનો આપો છો. આજ સુધી આપે ખૂબ જ સરળ ભાષા તથા સુબોધ શૈલીમાં ૧૫૦૦૦થી પણ વધુ માર્મિક પ્રવચનો આપેલ છે. ‘આત્મસિદ્ધિ અનુશીલન', ‘પુષ્પવિરામ’, ‘મને ન મારો' (ઇંડોનેશિયનમાં) વગેરે આપની અણમોલકૃતિઓ છે. - ધર્મ પ્રચારાર્થે અનેકવાર વિદેશયાત્રાઓ કરી આપ દેશ સહિત વિદેશોમાં પણ લોકપ્રિય થયા છો. આપ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, પ્રાકૃત, મરાઠી ઉપરાંત ફ્રેંચ, ઇંડોનેશિયન, બતક, મલાયુ, જાપાનીઝ, ચાઈનીઝ, મંડેરીન, થાઈ, ફિલિપીનો વગેરે અનેક ભાષાઓના જાણકાર છો અને તે ભાષાઓમાં આપના વિડિયો તથા ઓડિયો પ્રવચનો WWW.fulchandshastri.com પર ઉપલબ્ધ છે. અલ્પવયે આવી અનેક સિદ્ધિઓ મેળવનાર આપ વિશ્વના સર્વપ્રથમ તત્ત્વવેત્તા છો.