________________
મહાવીરનો વારસદાર કોણ?
(૮૭
ચિંતન તો ભગવાનની દિવ્યધ્વનિમાં આવેલું સત્ય છે. તે ચિંતન મારા પોતાના મનની ઉપજ નથી. વધુ શું કહેવું? જો તેને પોતે જાતે કરેલા ચિંતનથી ઉત્પન્ન થયેલા ક્ષયોપશમ જ્ઞાનનું અહંકાર ન આવે તો તે અજ્ઞાની કેવી રીતે કહેવાય ?
મહાવીર ભગવાન અનેક ન હતા તથા ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત ધર્મ પણ અનેક ન હતા. માત્ર ભગવાન મહાવીર જ નહિ, પણ અનંત કેવળી દ્વારા પ્રરૂપિત કરવામાં આવેલો ધર્મ એક જ હોય છે. ધર્મના સ્વરૂપને સમજવા માટે ધ્યાન આપવા યોગ્ય મહત્વપૂર્ણ વાત એ છે કે બાળકથી લઈને વૃદ્ધ સુધી તથા શ્રાવકથી લઈને સાધુ સુધી અવાર-નવાર બોલવામાં આવતા તથા સાંભળવામાં આવતા માંગલિક રૂપ પાઠમાં એમ કહ્યું છે કે
चत्तारि लोगुत्तमा - अरहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपण्णत्तो धम्मो लोगुत्तमो ।
અહીં અરહંત, સિદ્ધ તથા સાધુ પરમેષ્ઠી સાથે તોગુત્તમા' તથા કેવળી ભગવાન દ્વારા પ્રરુપિત ધર્મ સાથે ‘સ્રોમુત્તમો’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તથા આપણે પણ તે શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરીને પોતાની ભૂલ દૂર કરવી જોઈએ. અરહંત, સિદ્ધ તથા સાધુ એમ તે દરેકની સંખ્યા અનેક હોવાથી તેમના નામ સાથે બહુવચનનો સુચક ‘લોનુત્તમા’ શબ્દનો પ્રયોગ થયો છે તથા કેવળી ભગવાન દ્વારા પ્રરુપિત ધર્મ એક જ હોવાથી તેની સાથે એકવચનનો સુચક ‘તોમુત્તમો’ શબ્દનો પ્રયોગ થયો છે.
જો કેવળી ભગવાન દ્વારા પ્રરુપિત ધર્મ સાથે ‘તોગુત્તમ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો કેવળી ભગવાનને અનેક ધર્મના પ્રરુપક માનવાનો દોષ આવે. જો “વતિપળતો ધમ્મો નોમુત્તમા' કહેવામાં આવે તો ત્રણેય કાળમાં ધર્મ એક જ હોય છે, તે સિદ્ધાંત પણ દુષિત થવાનો પ્રસંગ આવશે.
ત્યાં એક વિશેષ વાત એ પણ છે કે અરહંત, સિદ્ધ તથા સાધુ એમ ત્રણ પરમેષ્ઠીને જ મંગળ, ઉત્તમ તથા શરણ કહ્યા છે, આચાર્ય તથા ઉપાધ્યાયના નામોનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ ત્યાં પાંચેય પરમેષ્ઠીને મંગળ, ઉત્તમ તથા શરણ સમજવા જોઈએ. ‘સાધુ’ શબ્દમાં આચાર્ય તથા ઉપાધ્યાય એમ બંને પદો