________________
૮૨)
મહાવીરનો વારસદાર કોણ? કહીશ કે હું સ્થાનકવાસી તરફથી આવ્યો છું તો ત્યાં ઉપસ્થિત દેરાવાસી શ્રોતા ઉભા થઈને જતા રહેશે. જો જવાબ જ ન આપું, તો તેઓ મને ભરતપુરના લોટા જેવો બધા પક્ષવાળો માનવા લાગશે. અંતે મેં તેમને જવાબ આપ્યો કે, “હું દેરાવાસીકે સ્થાનકવાસી કોઈ તરફથી આવ્યો નથી.”
મારો જવાબ સાંભળીને તેઓ વિચારમાં પડી ગયા અને થોડીવાર પછી બોલ્યા કે તમે તે બંને પક્ષ તરફથી આવવાની ના કહો છો એનો અર્થ તો એમ થયો કે, “તમે તમારો પોતાનો નવો પંથ શરુ કર્યો.”
મેં કહ્યું, અરે ભાઈ! મેં પોતાનો કોઈ નવો પંથ શરુ કર્યો નથી. તમે જે પંથોમાં મને વિભાજિત થયેલો જાણવા ઈચ્છો છો તે પંથો તો આજકાલથી નવીન ઉત્પન્ન થયેલા પંથો છે. હું તો અનાદિકાળથી ચાલી રહેલા તથા ભગવાન મહાવીર વગેરે અનંત વીતરાગી પ્રભુએ તેમની વાણીમાં સમજાવેલા વીતરાગી ધર્મનો મર્મ બતાવવા માટે આવ્યો છું. હું તો ભગવાન મહાવીરની ચિઠ્ઠીનો ચાકર છું. વીતરાગી પંથ તો અનાદિકાળથી ચાલી આવતો અભેદ પંથ છે. તેથી પંથનો વિકલ્પ કર્યા વિના તથા પોતાના મહામૂલ્ય મનુષ્યભવને વ્યર્થમાં ગુમાવ્યા પહેલા આત્માનું હિત સાધી લેવું જોઈએ. વીતરાગી પરમાત્માને ઓળખ્યા વિના આત્મા સમજાતો નથી, તેથી સર્વપ્રથમ પરમાત્માનું સ્વરૂપ સમજવું જોઈએ.
પરમાત્માનું સ્વરૂપ બતાવતાશ્રી યોગસાર ટીકામાં કહ્યું છે કેणिमल्लु णिकल्लु सुद्ध जिणु विण्हु बुध्धु सिव संतु । सो परमप्पा जिणभणिउ एहउ जाणि णिभंतु ।।१।।
જે કર્મમળ અને રાગાદિમળ રહિત છે, જે નિષ્કલ અર્થાત્ શરીર રહિત છે, જે શુદ્ધ અભેદ એક છે, જેણે આત્માના સર્વ શત્રુઓને જીતી લીધા છે, જે વિષ્ણુ છે અર્થાત્ જ્ઞાનની અપેક્ષાએ સર્વ લોકાલોક વ્યાપી છે-સર્વના જ્ઞાતા છે, જે બુદ્ધ છે અર્થાત્ સ્વ-પર તત્ત્વને સમજનાર છે, જે શિવ છે-પરમ કલ્યાણકારી છે, જે પરમ શાંત અને વીતરાગ છે તે જ પરમાત્મા છે, એમ જિનેન્દ્રદેવે કહ્યું છે. આ વાત તું નિઃશંકપણે જાણ.”
જગતમાં કોઈ પણ વસ્તુની મહિમા વસ્તુને જાણ્યા વિના આવતી નથી