________________
૬૮)
મહાવીરનો વારસદાર કોણ?
છ ઢાળામાં પણ કહ્યું છે - 'यह नरभव फिर मिलन कठिन है, जोसम्यक् नहि होवै।'
જે જીવ સમ્યગ્દર્શન પામતો નથી તેને ફરી મનુષ્યભવ મળવો અત્યંત દુર્લભ છે.”
તેથી એમ સમજવું કે જો આ ભવમાં આત્માનું હિત ન કરી લેવામાં આવે તો ચાર ગતિ અને ચોરાસી લાખ યોનિઓમાં જીવ પરિભ્રમણ કરે છે. જ્યાં સંસારી જીવ ઉત્પન્ન થાય છે તેને યોનિ કહે છે. મારા એક વડીલ મને હમેશા કહે છે કે જે લોકો દરિયાની બાજુમાં રહે છે, પણ દરિયાદિલ થતા નથી તે મરીને મધદરિયે માછલું બને છે. તેનો અર્થ એમ ન સમજવો કે દરિયાથી દૂર રહેનાર પાપીજીવ નીચ ગતિમાં નહિ જન્મ. કરૂણા ભાવના અભાવમાં અજ્ઞાની ક્યારેય ઉચ્ચ ગતિને પામતો નથી. તેનો કષાયભાવ જ તેનો શત્રુ છે. અત્યારે એવું અભિમાન કરે છે કે મને ધણાં બધા લોકો ઓળખે છે, હું જગતમાં પ્રખ્યાત છું. પણ તે જ જીવ અહંકારના ફળમાં જ્યારે મધદરિયે માછલું બનશે ત્યારે તેને કેટલા ઓળખશે? ક્યાં જશે તેનો અહંકાર? માત્ર એક પર્યાય નહિ, પણ ચાર ગતિ અને ચોરાસી યોનિઓમાં અનંતકાળ સુધી જન્મ-મરણ કરીને અનંત દુઃખ ભોગવવું પડશે.
શ્રી ગોમ્મસાર છવકાંડમાં કહ્યું છે - सामण्णेण य एवं णव जोणीओ हवंति वित्थारे । लक्खाणं चदुरसीदो जोणीओ होति णियमेण ॥८८ णिच्चिदरधादुसत्त य तरूदस विचलिंदियेसु छच्चेव । · सुरणिरय तिरियचउरो चोद्दस मणुए सदसहस्सा ।।९।।
મૂળ ભેદ યોનિઓના ગુણોના સામાન્યપણે નવ હોય છે.
સચિત, અચિત, મિત્ર એ ત્રણ; શીત, ઉષ્ણ, મિશ્ર એ ત્રણ; સંવૃત (ઢંકાયેલી), વિવૃત (ખુલ્લી) અને મિશ્રએ ત્રણ, દરેક યોનિમાં ત્રણેમાંથી એક એક ગુણ હોય છે. જેમ કે સચિત, શીત અને સંવૃત હોય અથવા અચિત, શીત અને સંવૃત હોય ઈત્યાદિ. એના ૮૪ લાખ ભેદગુણોના તારતમ્યની અપેક્ષાએ છે.”