________________
૭૪)
મહાવીરનો વારસદાર કોણ?
તેનું ફળ નરક તથા નિગોદ છે, પણ અપાત્ર મૂઢ આત્મા શબ્દ બોલી-બોલીને વૈરાગ્ય વિનાની ઉપરોક્ત પાપક્રિયાને પ્રેક્ટીકલ કહીને જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રતિપાદિત વ્યવહારને બદનામ કરે છે. તે તો ઉપરોક્ત પાપક્રિયા જિનેન્દ્ર ભગવાનને વચ્ચે રાખીને કરવા માંગે છે. પણ તેને ખબર નથી કે, નિશ્ચય પ્રગટ્યા વિના વ્યવહાર હોતો નથી. તેથી સમ્યકત્વ વિનાના વ્યવહારને મલિન બતાવતા ભાવપાહુડમાં કહ્યું છે કે -
जीवविमुक्को सबओ दंसणमुक्को य होइ चलसवओ। सवओ लोयअपुज्जो लोउत्तरयम्मि चलसवओ ॥१४३।। जह तारयण चंदो मयराओ मयउलाण सव्वाणं । अहिओ तह सम्मत्तो रिसिसावय दुविहधम्माणं ।।२४४।।
“જીવ રહિત શરીર મડદું છે. આત્મદર્શનરૂપ સમ્યક્ત વિના પ્રાણી ચાલતું મડદું છે. મડદું લોકમાં માનનીય ગણાતું નથી, તેને બાળી નાખવામાં આવે છે, લોકોતર માર્ગમાં વ્યવહાર ચારિત્રવાળા ચાલતા પ્રાણી મડદા સમાન અપૂજ્ય છે. જેમ નક્ષત્રોમાં ચંદ્ર શોભે છે, પશુઓમાં સિંહ શોભે છે. તેમ મુનિ અને શ્રાવક બન્નેના ધર્મમાં સમ્યગ્દર્શન શોભે છે. આ આત્માનુભવ વિના સર્વ વ્યવહાર મલિન જ છે.”
અવિરત સમ્યગ્દષ્ટીના બાહ્યચારિત્રને આદર્શ બનાવવાના બદલે તેમની શ્રદ્ધાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તીર્થકર ભગવાને પણ ભૂતકાળમાં સંસાર અવસ્થામાં લગ્ન વગેરે કરીને ભોગો ભોગવીને પાપર્યા હતાં, પરંતુ એક સમયે વૈરાગ્ય આવતા અનુભવ પ્રમાણથી ભોગોનો ત્યાગ કર્યો. તેનો અર્થ એવો નથી કે કોઈ બાળ બ્રહ્મચારીએ લગ્ન કરીને સ્ત્રીનો ભોગ કરીને સંસારસુખની અસારતાને અનુભવ કરીને ભોગોને છોડવા જોઈએ. કારણ કે યોગ્ય તો એ જ છે કે ઝેરના પારખા ન કરાય. ઝેર પીનાર અનેક લોકોને મરતા દેખીને ઝેરને ત્યાજ્ય માટે તેમાં જ તેની સમજદારી છે. બુદ્ધિશાળી લોકો ઝેરને ચાખીને તેને ત્યાગ કરવા યોગ્ય માનતા નથી.
મોહી જીવનું વર્ણન કરતા શ્રી યોગસાર ટીકામાં પણ કહ્યું છે કે -