________________
(૭૫
મહાવીરનો વારસદાર કોણ?
कालु अणाइ अणाइ जीउ भवसायरु जि अणंतु । मिच्छादसणमोहियउ ण वि सुह दुक्ख जि पत्तु ॥४॥
“કાળ અનાદિ છે, સંસારી જીવ અનાદિ છે, સંસારસાગર પણ અનાદિ અનંત છે. મિથ્યાદર્શનને કારણે મોહી થતો થકો જીવ સુખ પ્રાપ્ત કરતો નથી. દુઃખ જ પામે છે.”
શ્રી પૂજ્યપાદ સ્વામીએ સર્વાર્થસિદ્ધિમાં કહ્યું છે કે - "मिथ्यादर्शनं द्विविधं नैसर्गिक परोपदेशपूर्वकं च ।। तत्र परोपदेशमन्तरेण मिथ्यात्वकर्मोदयवशात् आविर्भवति तत्वार्थाश्रद्धानलक्षणं नैसर्गिकं ।"
“મિથ્યાદર્શન બે પ્રકારના છે-એક નૈસર્ગિક અથવા અગૃહીત, બીજું અધિગમજ અથવા પરોપદેશપૂર્વક. જે પરના ઉપદેશ વિના જ મિથ્યાત્વ કર્મના ઉદયના વશે જીવ અજીવ આદિ તત્ત્વોનું અશ્રદ્ધાન પ્રગટ થાય છે તે નૈસર્ગિક છે. આ સામાન્ય-પણે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધાં જ જીવોમાં રહેલું હોય છે. જ્યાં સુધી મિથ્યાત્વકર્મનો ઉદય નહિ મટે ત્યાં સુધી આ મિથ્યાત્વભાવ થયા જ કરશે. બીજા પરોપદેશપૂર્વક મિથ્યાત્વના પાંચ ભેદ છે- એકાંત, વિપરીત, સંશય, વૈયિક અને અજ્ઞાન મિથ્યાદર્શન. આ પાંચ પ્રકાર સંજ્ઞી જીવોને પરના ઉપદેશથી થાય છે અને સંસ્કારવશ અજ્ઞાનીને પણ બની રહે છે.”
જિનાગમમાં મિથ્યાત્વને પાપનું મૂળ કહ્યું છે. ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત પાપનું સ્વરૂપ સામાન્ય લોકોની કલ્પનામાં રહેલા પાપના સ્વરૂપથી કંઈક જુદું જ છે. ભગવાન મહાવીરે સમજાવેલ મિથ્યાત્વ તથા હિંસા તથા
અહિંસાનું સ્વરૂપ અનેરૂ છે. ખરેખર પોતાના શરીરને પોતાનું માનવું તે તો મિથ્યાત્વ છે જ. પણ બીજાના શરીરને બીજાનું માનવું એ પણ મિથ્યાત્વ છે. એ જ રીતે પરજીવોને મારવાનો ભાવ તથા બચાવવાનો ભાવ એમ બંને ભાવ હિંસા છે. કારણકે મારવાનો ભાવ દ્વેષ તથા બચાવવાનો ભાવ રાગ છે. નિશ્ચયથી પરજીવોને મારવાના ભાવનો તથા બચાવવાના ભાવનો અભાવ થવો તે અહિંસા