________________
૭૬)
કે
મહાવીરનો વારસદાર કોણ?
તેથી શ્રી અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નામના શાસ્ત્રમાં કહે છે
अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति । तेषामेवोत्पत्तिर्हिंसेति जिनागमस्य संक्षेपः ॥४४॥
નિશ્ચયથી રાગાદિ ભાવોનું પ્રગટ ન થવું એ અહિંસા છે અને રાગાદિ ભાવોનું ઉત્પન્ન થવું તે હિંસા છે. એવો જૈન સિદ્ધાંતનો સાર છે.
અરે ! નિજ સ્વભાવ ભૂલીને કે તેના પર દૃષ્ટિ ન કરીને પરને જાણવાનો ભાવ પણ હિંસા છે. ત્યાં હિંસાની પરિભાષામાં પરને જાણવા પર જોર નહિ આપીને સ્વને નહિ જાણવાની કમજોરી પર જોર આપવું. હિંસા સિવાયના અન્ય પાપોનું સ્વરૂપ પણ ઉંડાણથી સમજવું જોઈએ.
સત્ય સ્વરૂપી આત્માને અનુભવવો એ જ સત્ય છે. સત્યને સત્ય સ્વરૂપે નહિ સ્વીકારવું એ જ અસત્ય છે. ભગવાનની દિવ્યધ્વનિ ભવ્ય જીવોને હિતનો ઉપદેશ આપનારી હોય છે, તે વાણી નિઃશંક સત્ય છે. તેથી વિશેષ એમ જાણવું કે હિતોપદેશનો આધાર સર્વજ્ઞતા અર્થાત કેવળજ્ઞાન છે, તેથી તે સત્ય છે. તથા કેવજ્ઞાનનો આધાર પૂર્ણ વીતરાગતા છે તેથી તે પણ સત્ય છે. વીતરાગતાનો આધાર સમ્યગ્દર્શન છે તેથી તે પણ સત્ય છે. સમ્યગ્દર્શનનો આધાર ત્રિકાળી ધ્રુવ આત્મા છે તેથી તે જ પરમ સત્ય છે. આમ, ત્રિકાળી ધ્રુવ આત્માનો અનુભવ ન કરવો, તે જ અસત્ય નામનું મહાપાપ છે.
23
જેવી રીતે લોકમાં કોઈની રાખેલી વસ્તુને તેના માલિકની અનુમતિ વિના લઈ લેવી કે લઈને બીજાને આપી દેવી તે ચોરી છે, તેવી રીતે કોઈ વ્યક્તિની રસ્તામાં પડી ગયેલી વસ્તુને ઉપાડી લેવી અથવા ઉપાડીને બીજાને આપી દેવી અથવા તેને લઈને મંદિરમાં મૂકી દેવી તે પણ ચોરી છે.
કોઈ કહે કે રસ્તામાંથી મળેલા પૈસા મંદિરની પેટીમાં નાખવાથી શું પાપ? અરે ભાઈ! મંદિરમાં જે વસ્તુ આપવી હોય તે તમારી પોતાની હોવી જોઈએ. ચોરીનો માલ ભગવાનના મંદિરમાં ન ચઢાવાય. ત્યાં ઉત્તમ એ જ છે કે રસ્તા પર પડેલા પૈસા કે કોઈ પણ વસ્તુના માલિક તમે નથી તેથી તેને લેવી પણ નહિ અને