SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરનો વારસદાર કોણ? તેના સંબંધી કોઈ વિચાર પણ કરવો નહિ. અહીં કોઈ એમ કહે કે જો અમે તે પૈસાને નહિ ઉપાડીએ તો કોઈ બીજી વ્યક્તિ તે પૈસાને ઉપાડી લેશે. તે ઉપાડનાર તે પૈસાનો સદુપયોગ કરશે કે દુરુપયોગ કરશે, તેની કોઈ ખાતરી નહિ હોવાથી, પોતે જ તે પૈસાને ઉપાડીને તેનો સદુપયોગ કરવો જોઈએ. (૭૭ જો કે તેમનો એ મત પણ યોગ્ય નથી. ઉપરોક્ત પ્રકારે રસ્તા પર પડેલી વસ્તુને ઉપાડી લઈને તેનો સદુપયોગ કરવાથી, વ્યક્તિને હંમેશા વસ્તુને ઉપાડવાનો ભાવ આવે છે, જેના કારણે તે વ્યક્તિની દૃષ્ટિ હંમેશા રસ્તા પર જ રહેવાનો પ્રસંગ પણ બની શકે છે અને તેની દૃષ્ટિમાં એ સ્વીકાર પણ થતો નથી કે વસ્તુને ઉપાડીને તેને બીજાને આપી દેવાથી માન કષાયનું પણ પોષણ થાય છે. કોઈના પાપના ઉદયથી પૈસા કે વસ્તુ પડી ગયા હતા અને કોઈના પુણ્યના, ઉદયથી પૈસા મળે છે. તે બંનેમાં જે વ્યક્તિ વચેટીયો છે કે જે પૈસાને બીજી વ્યક્તિ સુધી પહોચાડવામાં નિમિત્ત બન્યો છે તે અહંકારનું પોટલું પોતાના માથા પર બાંધીને ફરે છે અને તેનાથી આત્માનું કોઈ હિત થતું નથી માટે આવા વિકલ્પો અને પ્રવૃત્તિ છોડીને આત્મામાં રહેવાનો જ પ્રયત્ન કરવો જોઈએ, જિનમતમાં તો અહીં સુધી કહ્યું છે કે પર વસ્તુમાંથી સુખ લેવાનો ભાવ તથા પોતાપણાંનો ભાવ આવવો તે ચોરી છે. ત્યાં પર વસ્તુમાંથી સુખ તો લઈ શકાતું નથી, પણ સુખ લેવાનો જે ભાવ ઉત્પન્ન થાય છે તેને પણ ચોરી કહેવાય છે. પરસ્ત્રી કે પરપુરુષમાં લીન થવા માત્રનું નામ કુશીલ નથી, કોઈ પણ પરપદાર્થમાં લીન થવાનું નામ કુશીલ છે. આત્મામાં લીન થવાનું નામ બ્રહ્મચર્ય છે. જ્યારે બ્રહ્મચર્યના વિષય પર ચર્ચા થાય છે ત્યારે તેના પર સંકુચિત દૃષ્ટિએ જ વિચાર કરવામાં આવે છે. સ્ત્રી તથા પુરુષનો શારીરિક ભોગ ન કરવો તેને જ બ્રહ્મચર્ય માની લેવામાં આવે છે. તે પરિભાષા અનુસાર બ્રહ્મચર્ચ પાળનારા વ્રતધારી લોકોના નામ સાથે પણ બ્રહ્મચારી નામનું એક પ્રકારનું ઉપનામ લખાય રહ્યું છે. જેમ કે બ્રહ્મચારી નરેશભાઈ, બ્રહ્મચારી મહેશભાઈ. જેવીરીતે ડોકટરના નામ આગળ Dr. તથા એન્જિનીયરના નામ આગળ Er. એ જ રીતે આજના જમાનામાં બ્રહ્માચરીના નામ આગળ Br. ઉપનામ લખાઈ રહ્યું છે. પોતાને
SR No.007154
Book TitleMahavirno Varasdar Kon
Original Sutra AuthorN/A
AuthorFulchandra Shastri
PublisherShyam Samadhi Ashram
Publication Year2008
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy