________________
૭૮)
મહાવીરનો વારસદાર કોણ? બ્રહ્મચારી કહેનાર વ્યક્તિ પાંચ પાપમાંથી એક પાપને જ પાપ માની રહ્યો છે તેથી પોતાને તેનો જ ત્યાગી બતાવવામાં સંતોષ માને છે. કોઈ વ્યક્તિને એક માત્ર બ્રહ્મચર્ય વ્રતનો પાળનાર કહેવામાં આવે તો તેનાથી એમ ન માની લેવું જોઈએ કે એના જીવનમાં હિંસાદિ પાપોનો પણ ત્યાગ વર્તે છે. બ્રહ્મચર્ય પાળે છે એ સારું છે, પણ તેના દ્વારા તેનું લક્ષ્ય તો આત્મસ્વરૂપમાં કરવાનું જ હોવું જોઈએ કારણકે બ્રહ્મ અર્થાત્ આત્મામાં નિરંતર ચરવું-રહેવું એ જ નૈઋયિક બ્રહ્મચર્ય છે.
જગતમાં ધનથી લઈને વાસણ તથા વસ્ત્રને પરિગ્રહ માનવામાં આવે છે પણ આ પ્રકારનો પરિગ્રહ તો મનુષ્યગતિમાં જ દેખવામાં આવે છે. બાહ્ય ધનવૈભવરૂપ પરિગ્રહને જ પરિગહ માનવામાં આવે તો પશુ, પક્ષી, નારકી તથા દેવને અપરિગ્રહી માનવાનો પ્રસંગ આવશે તેનો આશય એમ સમજવો કે સર્વ પરિગ્રહમાં પ્રથમ એવા મિથ્યાત્વ પરિગ્રહને છોડ્યા વિના ગમે તેટલો બાહ્ય ત્યાગ કર્યો હોય તો પણ અપરિગ્રહીપણું પ્રગટ થશે નહિ.
પાંચ પાપનું સ્વરૂપ જેણે સમક્યું ન હોય તથા સપ્ત વ્યસનનો જેણે 1 ત્યાગ ન કર્યો હોય, તે મહાવીર ભગવાનનો ભક્ત ન કહેવાય. તેણે મહાવીરને માન્ય જ ન કહેવાય. મહાવીરને માનવાનો અર્થ મહાવીરનું નામ વચન દ્વારા બોલવું નહિ પણ મહાવીર ભગવાનના મહાન વચનોને માનવા તથા જીવનમાં અપનાવવા. કોઈ છોકરો એમ કહે કે હું મારી મને ખુબ જ માનું , એનો અર્થ એમ થયોકે માંની બતાવેલી વાતોને માનું છું. તે રૂપે આચરણ પણ કરૂ છું. એ જ રીતે કોઈ ભક્ત એમ કહે કે હું મહાવીરને માનું છું. એનો અર્થ એ થયો કે મહાવીર ભગવાનની દિવ્યધ્વનિમાં પ્રરૂપિત અનેકાંત સ્વરૂપી જગતને માનું છું, ચારિત્રમાં પાળું છું. આવા જીવને જ મહાવીરનો અનુયાયી કહેવાય.
આજે આપણે ભગવાન મહાવીર પર એટલો વિશ્વાસ પણ રાખતા નથી જેટલો વિશ્વાસ રેસ્ટોરંટમાં કામ કરતા વેઈટર પર કે ટ્રેઈન ચલાવનાર ડ્રાઈવર પર રાખીએ છીએ. જ્યારે આપણે કોઈ રેસ્ટોરંટમાં જઈને વેઈટરને કહીએ છીએ કે એક કપ ચા લઈને આવ. થોડા સમયમાં જ્યારે તે ચા લાવીને ટેબલ પર મુકે છે ત્યારે આપણને એ વિશ્વાસ છે કે વેઈટરે આ ચામાં ગરોળીનું ઝેર મેળવ્યું નથી. પણ સર્વજ્ઞ ભગવાને કહ્યું કે ચા સ્વયં ઝેર છે પરંતુ તે માન્યું નહિ, મહાવીરના