________________
૬૦)
. મહાવીરનો વારસદાર કોણ? ખરાબમણું હોય છે. તમે પહેરેલા કપડા તમારી માન્યતામાં સારા છે, પણ એ જ કપડાં કોઈ ફિલ્મ સ્ટારની માન્યતામાં ખરાબ પણ હોય શકે છે અને તે જ કપડાં કોઈ નિર્ધનની માન્યતામાં ખૂબ જ સારા હોય શકે છે. તેથી એમ સમજવું કે તમે પહેરેલા કપડા સારા કે ખરાબ નથી. કારણ કે વસ્ત્રમાં સારાપણું તથા ખરાબમણું નથી. તે જ રીતે તે વસ્ત્ર કોઈ જીવને સારાપણું તથા ખરાબમણું માનવા માટે પ્રેરણા આપતું નથી. જીવ પોતાની નબળાઈથી પદાર્થને સારો માનીને રાગ અથવા ખરાબ માનીનેષ કરે છે.
એ જ રીતે સમુદ્ર સારો પણ નથી અને ખરાબ પણ નથી. જે વ્યક્તિ દૂરથી સમુદ્રની લહેરોને દેખે છે તેને સમુદ્ર સારો લાગે છે તથા જે વ્યક્તિ સમુદ્રમાં ડુબતો હોય તેને સમુદ્ર ખરાબ લાગે છે. વસ્તુની જેમ વ્યક્તિમાં પણ સમજવું. કોઈ વ્યક્તિ સારી કે ખરાબ નથી. જેને આપણે મિત્ર સમજીને સારો માનીએ છીએ તે જ વ્યક્તિને કોઈ બીજા લોકો શત્રુ સમજીને ખરાબ પણ માનતા હોય. તે જ રીતે કોઈ ઘટના પણ સારી કે ખરાબ નથી. જેમકે પોતાના ઘરમાંથી કોઈ ચોર એક લાખ રૂપિયા ચોરીને જતો રહે તો તે સારું થયું કે ખરાબ થયું? ત્યાં પણ સારું કે ખરાબ થયું નથી. જેના ઘરમાંથી રૂપિયા ચોરાયા તેના માટે ખરાબ થયું તથા ચોર માટે સારું થયું. પણ ખરેખર આ શું થયું? સારું કે ખરાબ? ભાઈ આ તો માત્ર થયું. તે સમયે જે થવાયોગ્ય હતું તે થયું. આમ, જગતની કોઈ વસ્તુ, વ્યક્તિ તથા ઘટનાસારી કે ખરાબ હોતી નથી.
અજ્ઞાની જે પદાર્થમાં દ્વેષ કરે છે તેને દૂર કરવાનો તથા જે પદાર્થમાં રાગ કરે છે તેને ટકાવીને રાખવાનો પ્રયત્ન કરે છે.
જે પદાર્થમાં અજ્ઞાની રાગ કરે છે તે પદાર્થનું અહિત કરનાર પ્રત્યે દ્વેષ કરે છે, તથા જેના પર દ્વેષ કરે છે તેનું અહિત કરનાર પ્રત્યે રાગ કરે છે. મિથ્યાત્વના લીધે, એકના કારણે બીજા પર તથા બીજાના કારણે ત્રીજા પર, એમ અનંત પદાર્થો પ્રત્યે રાગદ્વેષકરે છે. તેથી જ તેનાકષાયને અનંતાનુબંધી કષાય કહે છે.
જેમકે કોઈ વ્યક્તિ પોતાની ગાડીને પ્રેમ કરે છે. જે રસ્તામાં પાછળથી તેની ગાડીને કોઈ ટક્કર મારે તો ટક્કર મારનાર વ્યક્તિ પર દ્વેષ કરે છે તથા જો ટ્રાફિક પોલિસ ટક્કર મારનારને દંડ કરે તો ટ્રાફિક પોલિસ પર રાગ કરે છે. આ રીતે