________________
૪૨)
મહાવીરનો વારસદાર કોણ?
નહિ પણ શરીરનાં એક અંગમાંય આત્માનું ચાલતુ નથી. વાળને કાળામાં સફેદ થતાં આત્મા કયાં રોકી શકે છે, દાંતને પડતા ક્યાં રોકી શકે છે, નખને વધતા ક્યાં રોકી શકે છે, તે જ રીતે પ્રત્યેક અંગ વિષે સમજવું.
જ્યારે ફેક્ટરીના મશીનમાં કોઈની આંગળી આવી જતા કપાય જાય, ત્યારે તે ડોક્ટર પાસે કપાયેલી આંગળીને પણ લઈને જાય છે. ત્યા તેને એવી આશા હોય છે કે કદાચ આ આંગળી મારી થઈ જશે. પરંતુ જ્યારે ડોક્ટર એમ કહે કે, હવે આ આંગળી ચોંટી શકશે નહિ તો તે આંગળી ને ફેંકી દે છે. અર્થાત્ જ્યા સુધી આંગળી શરીર સાથે જોડાયેલી હતી ત્યાં સુધી તો તેને સાચવી અને જ્યારે કપાય ગઈ પણ તેને પોતાની થવાની સંભાવના માની ત્યાં સુધી આંગળીને સાચવી. આમ, જ્યારે અજ્ઞાનીને એ વાતનો નિર્ણય થઈ જાય કે આ વસ્તુ મારી થઈ શકે એમ નથી, તો તેનો મોહ પણ છૂટી જાય છે. પોતાના વાળ પર કોઈ ચ્યુઇંગમ ચોટાડે તો અજ્ઞાની ઝઘડો કરવા પર ઉતરી આવશે. પણ જ્યારે તે વાળ કપાય ગયા પછી નીચે પડેલા હોય અને તે વાળ પર કોઈ ચ્યુઇંગમ ચોંટાડે તો તેને કોઈ ફરક પડશે નહિ. આ પ્રકારે અજ્ઞાનીની મિથ્યા માન્યતા હોય છે. જ્ઞાનીને એવી પ્રતીતિ હોય છે કે કોઈ પણ પરદ્રવ્ય મારું નથી અને મારૂં થઈ શકતું નથી. તેથી જ્ઞાની શરીરને આધીન થઈ જતાં નથી.
એનો અર્થ એમ થયો કે અજ્ઞાની જે પુદ્ગલ વસ્તુને પોતાની માને છે, તેનાથી જ તે દુ:ખી થાય છે. મોહભાવ જ જીવના દુઃખનું મૂળ કારણ છે. અજ્ઞાની કાળા પડી રહેલા શરીરને સફેદ કરવા માટે તથા સફેદ થઈ રહેલા વાળને કાળા કરવા માટે પોતાનો સમય વ્યર્થમાં બરબાદ કરે છે. તેમ છતાં, શરીરની કોઈ પણ ક્રિયા પર તેનો અધિકાર નથી અર્થાત્ આત્માનું શરીરમાં કંઈ ચાલતું નથી.
એકત્વબુદ્ધિ તથા મમત્વબુદ્ધિ કરતાં પણ વધુ ભૂલો અજ્ઞાની કર્તૃત્વબુદ્ધિના સંબંધમાં કરે છે, કર્તૃત્વબુદ્ધિના કારણે એકત્વબુદ્ધિ તથા મમત્વબુદ્ધિ થાય છે. કોઈ અન્ય દ્રવ્યને પોતાના હિતનો કર્તા માનવાથી મિત્રરૂપ મમત્વબુદ્ધિ તથા અહિત કર્તા માનવાથી શત્રુરૂપ મમત્વબુદ્ધિ થાય છે. નિશ્ચયથી આત્મા પરદ્રવ્યનો કર્તા નથી પરંતુ અજ્ઞાની પરપદાર્થના સ્વતંત્ર પરિણમનનું કર્તાપણું પોતે કરે છે. વસ્તુ સ્વતંત્રતા તથા જગતના સ્વાધીનપણાનું અજ્ઞાન