________________
મહાવીરનો વારસદાર કોણ?
(૪૩ હોવાથી અજ્ઞાની એમ માને છે કે હું પરદ્રવ્યનો કર્તા છું તથા પરદ્રવ્યના લીધે મારું પરિણમન થાય છે. કોઈ અજ્ઞાની કર્મને જગતનો કર્તા માને છે, તો કોઈ અજ્ઞાની ઈશ્વરને જગતનો કર્તા માને છે. પરંતુ તે બંને અજ્ઞાની છે કારણ કે તેઓ વસ્તુ સ્વરૂપને ઓળખતા નથી.
પંચાસ્તિકાય સંગ્રહ પરમાગમમાં કહ્યું છે કેएवं कत्ता भोत्ता होज्जं अप्पा सगेहि कम्मेहिं । हिंडदि पारमपारं संसारं मोहसंछण्णो ॥६१।।
“એ રીતે પોતાના કર્મોથી કર્તા-ભોક્તા થતો આત્મા મોહાચ્છાદિત વર્તતો થકો સાંત અથવા અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે.”
આમ, જ્યાં પોતાનું કોઈ પ્રયોજન સિદ્ધ થતું દેખાય એવા વિષયોમાં જોડાઈને જીવ વ્યર્થમાં સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે.
જેને દષ્ટાંતના માધ્યમથી સરળતાથી સમજી શકાય છે. રમતના ક્ષેત્રમાં ક્રિકેટની મેચ નિહાળતી વખતે અજ્ઞાની પુરેપુરો જોડાઈ જાય છે અને એમ અપેક્ષા કરે છે કે મારી ઈચ્છાનુસાર હિન્દુસ્તાન જીતે. પણ તે એમ વિચાર કરતો નથી કે, મારી ઈચ્છાનુસાર તો નહિ, પણ સ્ટેડિયમમાં સાક્ષાત્ મેચ દેખનારા લોકોની ઈચ્છાથી પણ હિન્દુસ્તાન જીતશે નહિ. તેઓ ત્યાં મેચ દેખતા-દેખતા, ગમે તેટલા કુદે, ચીસો પાડે, તેમ છતાં હિન્દુસ્તાન જીતવાનું હોય, તો જ જીતે છે. પ્રેક્ષકોની વાત તો દૂર, મેદાન પર રમી રહેલો ખેલાડી પણ એમ જ ઈચ્છા કરે છે હું સારો રમું અને છતું, છતાં પણ તેની પોતાની ઈચ્છા પણ કોઈ રીતે કાર્યકારી થતી નથી. ત્યારે એ વિચાર આવવો જોઈએ કે, જે ખેલાડીની પોતાની ઈચ્છા પણ કાર્યકારી નથી, તો હું પોતે હજારો કિલોમીટર દૂર રહીને અનંત ઈચ્છા કરું, તો તેનાથી શું લાભ? હાં ! એટલું નુકસાન જરૂર થશે કે તે ઈચ્છા અને આકુળતાના ફળમાં અનંતકર્મનું બંધન થશે કે જે સંસાર પરિભ્રમણનું કારણ બનશે.
અકર્તાવાદને સમજવા માટે એક દષ્ટાંત લઈએ. એક ઓરડામાં સિંહ અને બકરીને રાખવામાં આવ્યા છે અને તેમના વચ્ચે એક કાચની અતૂટ મજબૂત દીવાલ છે, તેમ છતાં સિંહ અને બકરીને કાચની દીવાલનું જ્ઞાન નહિ હોવાથી,