________________
૪૪)
મહાવીરનો વારસદાર કોણ? સિંહ એમ વિચાર કરે છે કે હું બકરીને મારી નાખીશ અને બકરી એમ વિચાર કરે છે કે સિંહ મને મારી નાખશે. જો કે ખરેખર સિંહ, બકરીને મારી શકશે નહિ અને બકરી પણ સિંહ દ્વારા મરશે નહિ. કારણકે તેમના વચ્ચે મજબુત કાચની દીવાલ છે. તેવી રીતે દરેક અજ્ઞાનીને પ્રત્યેક દ્રવ્ય વચ્ચે રહેલી અકર્તુત્વવાદની વજદીવાલ નહિ દેખાતી હોવાને લીધે, તે એમ માને છે કે હું પરદ્રવ્યનો કર્તા છું તથા પરદ્રવ્ય મારો કર્તા છે. દીવાલને બનાવવાની જરૂર નથી, દીવાલ તો છે જ. બસ, માત્ર તેને જાણવાની જરૂર છે, માનવાની જરૂર છે. આમ, જાણવાથી તથા માનવાથી પોતે સહજ પરથી દષ્ટિહટાવીને સ્વભાવમાં સ્થિર થઈ જશે.
આ સિદ્ધાંત પોતાના વિકારને દૂર કરવા માટે મદદરૂપ બને છે. તેથી જીવે દરેક સમયે તેનું ચિંતન કરવું જોઈએ. જે જે ઘટનાથી પોતાને રાગ-દ્વેષ થતા હોય તે તે ઘટના પર આ સિદ્ધાંતને ઘટિત કરવો જોઈએ.
કારગીલની સરહદ પર રહેલા આતંકવાદીઓને તો સજા મળવી જ જોઈએ એવી ભાવના હું શા માટે ભાવું? કારણકે મારી ઈચ્છાનુસાર તેમને સજા થવાની કે અટકવાની જ નથી. હાં, એટલું જરૂર થશે કે પર દ્રવ્યમાં રાગ-દ્વેષ કરવાથી અનંત કર્મબંધ થશે. ' ફિલ્મ દેખતી ઘણી મહિલા, ભાવુક થઈને રડવા લાગે છે. પરંતુ તે એમ વિચારતી નથી કે, આ ફિલ્મ તો એક નાટક છે. તેમાં બતાવવામાં આવેલા દશ્યો નકલી છે પણ મને થઈ રહેલા રાગ-દ્વેષ અસલી છે. આ રાગ-દ્વેષથી બંધાઈ રહેલા કર્મો નકલી નથી. આ કર્મોનું ફળ મારે ભવિષ્યમાં ભોગવવું પડશે. ખરેખર એવો વિચાર કરવાથી ક્ષણેક્ષણ ઉત્પન્ન થતાં તીવ્રવિકારથી બચી શકાય છે..
હાં, એ વાત પણ નિશ્ચિત છે કે સમુહમાં કરેલા પાપ સમુહમાં ભોગવવા પડે, એવો નિયમ નથી. કારણકે દરેક જીવને પોતાના કપાયભાવ અનુસાર કર્મની સ્થિતિ તથા અનુભાગ બંધ પડે છે. તેથી તેનું ફળ પણ દરેક જીવને જુદા જુદા પ્રકારે જ મળશે. એમાં પણ ફિલ્મ દેખી રહેલા લોકોમાંથી કોઈ એક ભવે કે કોઈ બે ભવે કે કોઈ અમુક ભવે મોક્ષ જવાના હોય અને કોઈ જીવો એવા હોય કે જે અનંતકાળ સુધી હજી પરિભ્રમણ જ કરવાના હોય. તેથી દરેક જીવ તથા જીવને