________________
૪)
મહાવીરનો વારસદાર કોણ?
વ્યક્તિના ભૂતકાળમાં બંધાયેલા કર્મોનું કળ છે. તથા વર્તમાનમાં ઉત્પન્ન થયેલા હિંસારૂપ પાપનું ફળ તો તેને ભવિષ્યમાં મળશે. આ પરથી સમજવું કે હિંસા કરવાથી અનુકૂળ કાર્યની સિદ્ધિ થતી નથી. પૂર્વે કરેલા પુણ્ય કર્મના ઉદયથી અનુકૂળ કાર્યની સિદ્ધિ થાય છે. તે જ રીતે વર્તમાનની અહિંસાથી વર્તમાનમાં પ્રતિકૂળતા મળતી નથી પણ પૂર્વે કરેલા પાપકર્મના ફળમાં પ્રતિકૂળતા મળે છે. વર્તમાનના અહિંસક ભાવનું ફળ તો જીવને ભવિષ્યમાં મળશે.
૪
કોઈ દુકાનદાર પોતે ૬૦ રૂપિયામાં ખરીદેલી વસ્તુને ૨૦૦ રૂપિયામાં વેચે છે. જ્યારે ગ્રાહક પુછે કે આ વસ્તુ આટલી બધી મોંઘી કેમ છે? ત્યાં દુકાનદાર જુઠુ બોલે કે મેં તો આ વસ્તુને ૧૮૦ રૂપિયામાં ખરીદેલી છે અને હું તો માત્ર ૨૦ રૂપિયા નફો લઉ છું. આ સાંભળીને ગ્રાહક તે દુકાદારને પ્રામાણિક વેપારી સમજીને વસ્તુને ૨૦૦ રૂપિયામાં ખરીદી લે છે. ત્યારે અજ્ઞાની દુકાનદાર એમ માને છે કે હું ખોટું બોલ્યો તો ૧૪૦ રૂપિયા કમાયો. પરંતુ દુકાનદારની તે માન્યતા ખોટી છે. કારણ કે પૂર્વે કરેલા પુણ્યના ફળમાં, તે વર્તમાનમાં ૧૪૦ રૂપિયા કમાયો છે અને વર્તમાનમાં જે ખોટું બોલવાનો ભાવ ઉત્પન્ન થયો, તેનું ફળ તો તેને ભવિષ્યમાં પ્રતિકૂળતારૂપે મળશે.
કોઈ લોકો એમ પણ કહેતા હોય છે કે અમારે મજબુરીથી ખોટું બોલવું પડે છે. અરે! ખોટું બોલવા કરતાં ખોટું બોલવાના પુનરાવર્તનને ન રોકવું એ મોટું પાપ છે. વીતરાગી ભગવાને ખોટું બોલવાના પાપને બીજા નંબરનું પાપ કહ્યું છે. આજે જગતમાં બે નંબરી ધંધા તો બે નંબરના પાપથી જ થઈ રહ્યા છે તથા દિનપ્રતિદિન વધી જ રહ્યા છે, ઘટવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. અજ્ઞાનીની સંપત્તિ ધન છે, જ્યારે જ્ઞાનીની સંપત્તિ જ્ઞાન છે.
તેથી સમયસાર કળશમાં કહ્યું છે –
इति वस्तु स्वभावं स्वं ज्ञानी जानाति तेन स: । रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारक: ।। १७६।।
“જ્ઞાની પોતાની આત્મવસ્તુનો સ્વભાવ બરાબર જાણે છે તેથી રાગાદિભાવોને કદી આત્માનું ધન માનતા નથી, પોતે તેમના કર્તા થતા નથી. તે કર્મોદયથી થાય છે, આ (તો) તેમનો જાણનાર છે.’’