________________
મહાવીરનો વારસદાર કોણ? એટલે અકર્તા માનતા હતા. જ્યારે અજ્ઞાની કર્તુત્વબુદ્ધિના અહંકારથી જ પટકાય છે. એન્યાય છે કે જે પતંગ આકાશમાં ઉડ છે, તે જ કપાય છે.
એક દ્રવ્ય, અન્યદ્રવ્યનું કર્તા નથી. તેમ છતાં કોઈ લોકો દ્વારા ભગવાનની અતિશયોક્તિ કરતા એવા વાક્યો પણ સાંભળવા મળે છે કે, જિનેન્દ્ર ભગવાન તેમની ભક્તિ કરનારને, ભક્ત નહિ પણ ભગવાન બનાવે છે. જો કે રાગી દેવી દેવતા તો પોતાની ભક્તિ કરનારને માત્ર ભક્ત બનાવે છે તેથી તેને કર્તુત્વ કહેવાય છે. જિનેન્દ્ર ભગવાન તેમની ભક્તિ કરનારને ભગવાન બનાવે છે, જે એમ માનવામાં આવે તો જિનેન્દ્ર ભગવાનને મહાકર્તા માનવાનો પ્રસંગ આવશે. તેથી એમ સમજવું કે “કોઈ, કોઈનું કંઈ નથી અને કોઈ, કોઈનું કંઈ કરતું પણ નથી.”
જે જીવને કર્તુત્વબુદ્ધિ હોય છે તેને ભોસ્તૃત્વબુદ્ધિ પણ હોય જ છે. આચાર્ય કુંદકુંદદેવને કર્તાભાવ ન હતો તેથી ભોક્તાભાવ પણ ન હતો. પોતે એમ માનતા ન હતા કે, “હું સમયસાર લખવાની ક્રિયાનો કર્તા છું” તેથી એમ પણ માનતા ન હતા કે “લોકો આ સમયસારના વખાણ કરે અર્થાત્ તેમને સમયસાર લખવાની ક્રિયાને ભોગવવાનો ભાવ પણ ન હતો. '
હું પરદ્રવ્યને ભોગવી શકું છું એવી માન્યતાનું નામ ભોક્તત્વબુદ્ધિ છે. પરપદાર્થોને ભોગવવાનો અધિકાર જીવને નથી પણ અજ્ઞાની પરપદાર્થોને ભોગવવાનો ભાવ કરે છે તે જ ભોસ્તૃત્વબુદ્ધિ છે. તેનું નામ મિથ્યાત્વ છે. અજ્ઞાનીને અનાદિકાળથી પરપદાર્થને ભોગવવાનો અભ્યાસ છે.
કુંદકુંદાચાર્ય સમયસારમાં કહે છે - सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोग बंध कहा । एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ॥४॥
“કામ, ભોગ અને બંધની કથા તો સંપૂર્ણ લોકે ખૂબ સાંભળી છે, તેનો પરિચય પણ પ્રાપ્ત કર્યો છે. તથા તેનો અનુભવ પણ કર્યો છે. તેથી તે તો સર્વસુલભ જ છે; પરંતુ પરથી ભિન્ન તથા પોતાનાથી અભિન્ન ભગવાન આત્માની કથાનક્યારેય સાંભળી છે, ક્યારેય તેનો પરિચય પ્રાપ્ત કર્યો છે તથા નક્યારેય તેનો અનુભવ કર્યો છે, તેથી તે સુલભ નથી.”