________________
મહાવીરનો વારસદાર કોણ?
આવે તો તેનો ત્યાગ પણ થઈ શકતો નથી. ભોજન સિવાય પણ વિદેશોમાં પાંચેય ઈન્દ્રિયના વિષયના ભોગ અઢળક છે, પણ સાચા સુખ માટે દરેક વિદેશી ઝંખે છે. જો કે ભારતની ભૂમિનો પ્રભાવ કંઈક અનેરો જ છે, ચોવીસ તીર્થંકરમાંથી એક પણ તીર્થકર વિદેશમાં જન્મ્યા કે મોક્ષ પામ્યા ન હતાં. સમસ્ત તીર્થકરો ભારતમાં જ જમ્યા અને ભારતથી જ મોક્ષ પામ્યા. - ભારત દેશમાં જન્મ થવો તેનું એટલું મહત્વ નથી, જેટલું મહત્વ મનુષ્યરૂપે જન્મ લીધો તેનું છે. કારણકે અહીં પશુ-પક્ષીના રૂપમાં જન્મ્યા હોત તો પણ શું લાભ થાત? અમેદશિખરમાં જન્મેલા પશુ-પક્ષીને શું લાભ? અરે! સિદ્ધશિલા પર જન્મ લેતા નિગોદિયાને પણ સિદ્ધ ભગવાનની બાજુમાં જન્મ લેવાનો કોઈ લાભ થતો નથી, તેથી નરદેહ પામીને પોતાના સ્વરૂપને ઓળખીને તેમાં લીન થવામાં જ આત્માનું હિત છે. આ દેશમાં એવા અનેક મનુષ્ય છે કે જે ભારતમાં જન્મ્યા હોવા છતાં જન્મથી શારીરિક અસ્વસ્થ છે, તેમને મનુષ્યભવ મળ્યો હોવા છતાં શારીરિક અસ્વસ્થતાને લીધે પશુ સમાન પરાધીન જીવન જીવવું પડે છે. તેઓ પોતાને પશુ જેવા દુઃખી માને છે અથવા તો કોઈ મનુષ્યભવ પામીને નાની ઉંમરમાં હાર્ટએટેક, કેન્સર વગેરે બિમારીથી અલ્પાયુમાં જ મરણ પામે છે અને પોતાને મળેલા અમૂલ્ય મનુષ્યભવને ગુમાવી દે છે. તેથી એમ વિચાર કરવો કે આ ભવમાં પોતાને સ્વસ્થ શરીર તથા દીર્ધાયુષ્ય મળ્યું એ શું પોતાના પુણ્યોદયના પ્રતીક નથી? જૈનકુળમાં જન્મ થવો તે ઉચ્ચ ગોત્રનો ઉદય નથી? અતિ પુણ્યોદયથી ભૌતિક જડ સંયોગો તથા ચેતન સંયોગો પ્રાપ્ત થયા હોવા છતાં, જે બુદ્ધિ ન મળે તો? તેથી એમ પણ વિચાર કરવો કે પોતાને ક્ષયોપશમ જ્ઞાનનો એવો ઉઘાડ છે કે જેનાથી સ્વ-પરનો નિર્ણય કરીને જીવ જ્ઞાતા સ્વભાવને ઓળખી શકે. એટલું જ નહિ, અનંતાનુબંધી કષાયભાવ પાતળા પડયા કે જેનાથી નિજાત્માના અનંત સામર્થ્યનું દેવ-શાસ્ત્ર-ગુરૂના માધ્યમથી જ્ઞાન થયું. પરપદાર્થમાં માત્ર પરિવર્તન કરવું એ આત્માનું સામર્થ્ય નથી તથા ભૌતિક અનુકૂળતા આત્માનો વૈભવ નથી. આત્મા પરમાં પરિવર્તન કરી શકતો જ નથી તથા ભૌતિક અનુકૂળ સંયોગોથી આત્માસુખ લઈ શકતો નથી. હાં, એટલું ખરું કે પરમાં પરિવર્તન કરવાના ભાવથી તથા પરપદાર્થથી સુખ લેવાની