________________
-
૧૬)
મહાવીરનો વારસદાર કોણ? વર્તમાનના અસંતોષરૂપલોભનું ફળ જીવને ભવિષ્યમાં મળશે ત્યારે ધનવાન નહિ પણ ધુળવાન થઈ જશે. તેથી એમ સમજવું કે સંતોષમાં જ સુખ છે, લાલચ વૃત્તિ અનંત દુઃખનું કારણ છે.
આત્માનુશાસનમાં કહ્યું છે કેआशागत: प्रतिप्राणी, यस्मिन् विश्वमणूपमम् । . कस्य किं कियदायाति, वृथा वो विषयैषिता ।।३६॥
આશારૂપી ખાડો દરેક પ્રાણીને હોય છે. અનંતાનંત જીવ છે તે સર્વને આશા હોય છે, તે આશારૂપી કૂવો કેવો છે કે તે એક ખાડામાં સમસ્ત લોક અણું સમાન છે. લોક તો એક જ છે, તો હવે અહીં કહો કે કોને કેટલો હિસ્સામાં આવે ? માટે જ તમારી જે આ વિષયની ઈચ્છા છે તે વૃથા જ છે.”
સમાધિશતકમાં શ્રી પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે - न तदस्तीन्द्रियार्थेषु यत् क्षेमंकरमात्मनः । तथापि रमते बालस्तत्रैधा ज्ञान भावनात् ॥५५।।
“ઈન્દ્રિય ભોગમાં આત્માનું હિત નથી તો પણ મિથ્યાદૃષ્ટી અજ્ઞાનની ભાવનાથી તેમાં જ રમ્યા કરે છે.”
આમ, પંચમાત્ર પણ સુખનું કારણ નથી એવી અનુકૂળતા પૂર્વકર્મના ઉદયથી જીવને મળે છે, તેમાં વર્તમાનમાં થઈ રહેલા ભાવો અનુકૂળતાનું કારણ થતા નથી. માત્ર અનુકૂળતા જ નહિ, પ્રતિકૂળતા વિષે પણ એમ જ સમજવું જોઈએ.
જ્યારે બજારમાંથી કોઈ એક વસ્તુની ખરીદી કરીએ તો તેની સાથે બીજી બે વસ્તુ મફતમાં મળે ત્યારે એમ ન સમજવું કે તે વસ્તુ મફતમાં મળી છે. કારણકે જગતમાં કોઈ પણ અનુકૂળતા કે પ્રતિકૂળતા મતમાં મળતી નથી. અનુકૂળ સંયોગો માટે પુણ્ય ખર્ચવું પડે છે અને પ્રતિકૂળ સંયોગો માટે પાપ ખર્ચવું પડે છે. અરે ! અહી સુધી કે પગમાં કાંટો વાગે, તો તે કાટો પણ મફતમાં વાગતો નથી, તેનાં માટે પણ પાપકર્મ ખર્ચાય છે.