________________
૨૦)
મહાવીરનો વારસદાર કોણ? નથી; તેથી તેના પર વિશ્વાસ પણ થતો નથી. તેને 'Moneytalks' પર વિશ્વાસ છે પરંતુ 'Karnodoy talks' પર વિશ્વાસ નથી. એક સત્ય એ પણ છે કે તે દસ હજાર રૂપિયા બચાવીને ૧૦૦ સમયસાર ખરીદવાની વાતો ભલે કરે પરંતુ તેના હૃદયમાં તો એક સમયસાર પ્રત્યે પણ અહોભાવ નથી, તે શું ૧૦૦ સમયસાર ખરીદે અને તેને તો આ એક સમયસારનું પોતાના ઘરમાં હોવું બોજરૂપ લાગે છે, નહિ તો જેને જિનવાણી માતાને અહોભાવ હોય, તે વ્યક્તિ શાસ્ત્રને નીચે પડતું કે તેની આશાતના થતી દેખી પણ ન શકે.
- ૧૦૦ સમયસારને ખરીદવાની વાતો કરવાથી કંઈ થવાનું નથી. પરંતુ એક સમયસારને અપનાવે તો તેનો બેડો પાર થઈ શકે છે. એક સમયસાર નહિ, પણ સમયસારના એક વાક્યને પણ સમજી જાય તો તેનું હિત થઈ શકે છે. કારણ કે સમયસારનું પ્રત્યેક વાક્ય નિજાત્માનું પ્રતિપાદક છે. તેના માટે પણ દરેક મુમુક્ષુએ સર્વ પ્રથમ પાત્રતા પ્રગટ કરવી જોઈએ. આત્માની નિર્વિકલ્પ દશા તથા શુદ્ધોપયોગની વાતો કરતા પહેલા સામાન્ય શ્રાવકચાર તથા સદાચાર પર ધ્યાન આપવું જોઈએ કારણકે માત્ર ઊંચી-ઊંચી વાતો કરવાથી કંઈ વળતું નથી. જો કે મેં એવા ઘણા લોકોને દેખ્યા છે, જે પ્રવચનસભામાં કેવળજ્ઞાનની પર્યાય વિષે સ્પષ્ટીકરણ માંગે છે તથા કેવળજ્ઞાનની પર્યાય કેવી રીતે પલટાય છે? એવા સવાલો પણ પુછે છે. પાછા એ જ લોકો સભા પુરી થયા બાદ બહાર નીકળીને મારી નજર સામે પાન અને તંબાકુ ખાતા હોય છે. શું આવા જીવોને કેવળજ્ઞાનની પર્યાય સમજાય? અરે ! કેવળજ્ઞાનની પર્યાય તો શું પણ મતિજ્ઞાનની પર્યાય પણ સમજાઈ ન શકે. મતિભ્રષ્ટ લોકો તો પર્યાયનો અર્થ પણ ન સમજી શકે. આ કથનનો આશય માત્ર એટલો જ છે કે જીવે પોતાની દશાનુસાર વર્તવું. જે ટેબલ પર બે કિલો વજન રહી શકે તેમ હોય, તે ટેબલ પર વધુ વજન રાખવાથી તે તૂટી જશે. તે વાતને ભૂલવી ન જોઈએ. આમ, સદાચારનું પાલન કર્યા વિના તત્ત્વનો ઉપદેશ જવમાં ટકી શક્તો નથી. શાસ્ત્રનો અભ્યાસ કરીને પણ સદાચારહીન રહેલા લોકો, જ્ઞાનીના દષ્ટાંતો આપીને કહે છે કે જ્ઞાની પણ પાપ કરે છે, કારણકે પાપ તો ચારિત્રની નબળાઈ છે. તેથી હું સદાચારનું પાલન ન પણ કરું તો મારી પણ ચારિત્રની નબળાઈ સમજો. તેને કહે છે કે જ્ઞાનીના અવિરતિનામના દોષને