________________
૨૨)
મહાવીરનો વારસદાર કોણ? સુંદરતા પણ હોવી જોઈએ અને અંતે એ વાતની પણ પુરી જાણકારી મેળવી લે છે કે તેમનું ખાનદાન ઊંચું છે કે નહિ ? આમ, તે છોકરો અઘાતિકર્મના ઉદયને નજરમાં રાખીને જ છોકરીને દેખી રહ્યો છે. છોકરીના પૈસાનો વિચાર એટલે તેના સાતા વેદનીયકર્મના ઉદયનો વિચાર, શરીરની સ્વસ્થતાનો વિચાર એટલે તેના આયુ કર્મના ઉદયનો વિચાર તથા તેના ખાનદાનનો વિચાર એટલે ગોત્રકર્મનો વિચાર આવે છે. પરંતુ તે છોકરો દેખવા ગયેલ છોકરીના જ્ઞાનાવરણી તથા દર્શનાવરણી કર્મના ક્ષયોપશમથી થતા જ્ઞાન-દર્શનનો, મોહનીય કર્મના ઉદયથી થતા મોહભાવનો, અંતરાયકર્મના ઉદયથી આવતા અંતરાયનો વિચાર કરતો નથી. તે છોકરાની દષ્ટિ તો માત્ર છોકરીના સંયોગો તરફ જ છે અને આજના આ યુગમાં આવા સંયોગાધીન છોકરા મળવા ખૂબ જ સરળ છે. માત્ર છોકરા જ નહિ, છોકરીઓ વિષે પણ એમ જ સમજવું જોઈએ.
એક પ્રેમીએ તેની પ્રેમિકાને પુછયું કે તારા પપ્પા પૈસાદાર છે કે નહિ? તો પ્રેમિકાએ જવાબ આપતા કહ્યું કે તમે બધાં પુરુષો એક સરખા છો. મારા પપ્પા પણ મને એમ પુછતા હતાં કે જે છોકરા સાથે તું લગ્ન કરવા ઈચ્છે છે તે છોકરો પૈસાદાર છે કે નહિ? જો કે બધાં પુરુષો જ નહિ, સ્ત્રીઓ પણ સંયોગાધીન દષ્ટિથી અલગ હોય એમ હોતું નથી. પરાધીન દષ્ટિમાં પુરુષ અને સ્ત્રીના કોઈ ભેદ હોતા નથી. દરેક અજ્ઞાની સ્વાર્થી છે કારણકે સ્વાર્થીપણું સંસારનું લક્ષણ છે. સંસારનાં સંબંધો રેતીના બનાવેલા લાડવા જેવા હોય છે, જેવી રીતે રેતીનો લાડવો પાણી સુકાય જતા પળભરમાં તૂટી જાય છે, વેર-વિખેર થઈ જાય છે તેવી રીતે સંસારનાં સંબંધો પણ સ્વાર્થ પુરો થઈ જતા પળભરમાં તૂટી જાય છે, વેરવિખેર થઈ જાય છે. જ્યારે સંસારના સ્વાર્થીપણાનું જ્ઞાન થાય તો દુઃખ ન થવું જોઈએ પણ સંસારના સ્વરૂપની સમજણ થવી જોઈએ. કારણકે સાચી સમજણ થવાથી વીતરાગતા પ્રગટ થાય છે અને અનંત દુઃખ ટળે છે. દુઃખનું મૂળ કારણ સંસાર નથી પણ સંસારની ગેરસમજ છે. માલવાના રાજા ભર્તુહરિને પોતાની પ્રાણપ્યારી પિંગળાની બેવફાઈ જણાવા છતાં પિંગળા પ્રત્યે દ્વેષ પ્રગટયો નહોતો પણ સમગ્ર સંસાર પ્રત્યેથી આસ્થા ઉઠી ગઈ હતી તેથી ત્યાગનો માર્ગ સ્વીકાર્યો હતો. સંસારના સ્વાર્થી સંબંધોને અજ્ઞાની પ્રેમભાવ નામ આપે છે. તે બીજાના