________________
મહાવીરનો વારસદાર કોણ?
(૨૯ લખતો કે મારે ક.૫. થવું છે. ત્યાં તો તે એમ લખે છે કે મારે કરોડપતિ થવું છે. કારણકે તેને તો કરોડપતિની મહિમા છે. જેમ સારા પુત્રને સુપુત્ર તથા ખરાબ પુત્રને કુપુત્ર કહેવામાં આવે છે તેમ જે રોડ (માર્ગ) ખરાબ હોય તેને કરોડ સમજવો જોઈએ. તથા તેના સ્વામીને કરોડપતિ. જો સમ્યગ્દર્શનની સાચી મહિમા હોય તો મહિમાવંત વચનોનો પ્રયોગ કરે. જેને અંદરમાં આત્માની મહિમા છે તેને બહાર પ્રગટયા વિના રહેતી નથી. જો અંદરથી પલટો આવે તો બહારથી પણ પલટો આવ્યા વિના રહે નહિ, એવો નિયમ છે.
જે લોકો વચનથી એમ કહે છે કે પરિગ્રહ રહિત થવું એજ સાચા સુખનો ઉપાય છે, તે લોકો એક પરિગ્રહને પણ છોડતા નથી, છોડવાની વાત તો બહુ દૂર દિન-પ્રતિદિન નવો પરિગ્રહ જોડવામાં જ વ્યસ્ત છે. તેથી વૈરાગ્યનું દર્શન તથા પ્રદર્શને એ બંને જુદી-જુદી વસ્તુ છે. જ્ઞાનીને વૈરાગ્યનું દર્શન થયું છે, જ્યારે અજ્ઞાનીને તો વૈરાગ્યનું પ્રદર્શન જ હોય શકે. જેને અંદરથી આત્માની રૂચિ જાગૃત થઈ હોય તે બીજાને કહેવામાં કે બોલવામાં પોતાનો સમય બગાડતા નથી.
આ યુગમાં એવા લોકો ગલી-ગલીમાં જોવા મળે છે, જે એમ કહે છે કે “આને થઈ ગયું, આને થઈ ગયું.” અરે! પણ શું થઈ ગયું? તેને સમ્યગ્દર્શન બોલવામાં પણ શરમ આવે છે. જાણે સમ્યગ્દર્શન થઈ ગયું એમ કહેવાથી કોઈ પાપમાં પડી જતો હોય. જ્યાં સુધી તે કોઈ વ્યક્તિ પર સમ્યગ્દર્શનનો સિક્કો ન મારે ત્યાં સુધી લોકો તેને તત્ત્વનો જાણકાર માનવા તૈયાર નથી. જો કોઈ એમ કહે કે મને તો આજ સુધી કોઈ સાચા જ્ઞાની મળ્યા નથી, તો તેના વિષે એમ કહેશે કે તેમને જ્ઞાનીનો નિર્ણય કરવાની પાત્રતા જાગી નથી. આમ, જ્યાં સુધી તમે કોઈને જ્ઞાની ન કહો ત્યાં સુધી તે તમારો પીછો છોડશે નહિ. એ બધું આ કાળનો જ દોષ સમજવો. આ કળિયુગમાં ધનવાનને જ ભગવાન અને ધનને જ તેનો વૈભવ મનાય છે. એવા આ યુગમાં યુગપુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી કહેતા કે, “પૈસા તો ધૂળ છે.” આ વાક્ય તો પૂજ્ય ગુરુદેવશ્રીના મુખેથી નીકળે તો જ શોભે અર્થાત્ જ્ઞાનીના વચન અનુભવસિદ્ધ હોય છે. હકીકત એ છે કે જે જગતના સત્ય સ્વરૂપને સમજે છે તે જ ધનને ધૂળના રૂપમાં દેખી શકે છે. ધનના પરમાણું ભૂતકાળમાં ધૂળરૂપે હતા, ભવિષ્યમાં ધૂળમાં મળશે અને ધૂળ પણ બનશે. આવું