________________
(૩૭
મહાવીરનો વારસદાર કોણ? આવો મિથ્યાદષ્ટિ જીવ જિનેન્દ્રકથિત તત્ત્વોની શ્રદ્ધા કરતો નથી, પરના ઉપદેશથી અથવા પરના ઉપદેશ વિના અયથાર્થ તત્ત્વોની શ્રદ્ધાર્યા કરે છે.”
અજ્ઞાનીની મિથ્યા માન્યતાને મિથ્યાત્વ અથવા મિથ્યાબુદ્ધિ પણ કહે છે. તે મિથ્યાબુદ્ધિ ચાર પ્રકારની કહી છે. એ–બુદ્ધિ, મમત્વબુદ્ધિ, કર્તુત્વબુદ્ધિ, ભોફ્તત્વબુદ્ધિ. ન ધ ૨. શHOS શિ
એકત્વબુદ્ધિ એટલે ભેદરૂપ પદાર્થોને અભેદરૂપ માનવા. આત્મા તથા શરીરને એક માનવા. આત્મા જીવ દ્રવ્ય છે તથા શરીર પુદ્ગલ દ્રવ્ય છે. બે સ્વંતત્ર ભિન્ન દ્રવ્યોને એક માનવાથી એકત્વબુદ્ધિનું પોષણ થાય છે. એકત્વબુદ્ધિનું બીજું નામ અહંબુદ્ધિ છે. અહીં અહં એટલે અભિમાન નહિ પણ અહં એટલે હું પોતાને શરીરરૂપે માનવાનું નામ એકત્વબુદ્ધિ છે. જે વિષયની દઢ શ્રદ્ધા હોય તેનો વિચાર કરવો પડતો નથી શરીરમાં એકત્વબુદ્ધિ હોવાથી અજ્ઞાનીએ તે પ્રકારનો વિચાર કરવો પડતો નથી. જ્યારે જ્ઞાનીને આત્મામાં એકત્વબુદ્ધિ હોવાથી હું પ્રકારનો વિચાર કરવો પડતો નથી. - અજ્ઞાની, આત્માને તો જાણતો નથી, સાથે તે દેહને પણ જાણતો નથી. જેવી રીતે કોઈ બાળકને બજારમાં લીંબુ લેવા માટે મોક્લો અને તે લીંબુને બદલે સંતરા લઈને આવે તો તેનો અર્થ એ થયો કે તે બાળકને લીંબુનું જ્ઞાન નથી. બીજો અર્થ એમ પણ થાય કે તેને સંતરાનું પણ જ્ઞાન નથી. કારણકે જો લીંબુનું જ્ઞાન હોત તો લીંબુ જ લાવ્યો હોત અથવા જો સંતરાનું જ્ઞાન હોત તો સંતરાન લાવ્યો હોત. આમ, તે લીંબુ અને સંતરા એમ બંને પદાર્થ સંબંધી અજ્ઞાની છે. તેવી રીતે અજ્ઞાની જો આત્માને જાણતો હોત તો આત્મામાં એકત્વથઈ ગયું હોત તથા જો દેહને જાણતો હોત તો દેહનું એકત્વ છૂટી ગયું હોત આમ, જે આત્માને જાણે છે તે જ દેહાદિ સંયોગોને જાણે છે. જે પોતાને જાણે છે, તે જગતને જાણે છે.
અજ્ઞાની જીવ જે શરીર ધારણ કરે છે તે શરીરમાં એકત્વ કરે છે. એક શરીર છોડ્યા બાદ તેને પૂર્વે છોડેલા શરીરમાં એકત્વ નથી. તે જે શરીરને ધારણ કરે છે તે શરીરમાં એકત્વબુદ્ધિ હોવાથી શરીરના વિયોગ થવાને પોતાનો નાશ થયો એમ માને છે. ઉત્કૃષ્ટ શરીરને છોડીને નીચી ગતિમાં જન્મ થાય તો પણ તેમાં એકત્વબુદ્ધિ હોવાથી અજ્ઞાની શરીરને છોડવા માંગતો નથી.