________________
૫૬)
મહાવીરનો વારસદાર કોણ?
રીતે સિદ્ધાંતોનું અર્થઘટન કરે છે. એવા અજ્ઞાની મિથ્યાદષ્ટીને તો મન ફાવે તેમ વર્તતો હોવાથી પાપનો જ બંધ થાય છે.
પોતાને અનુભવમાં નહિ આવતી એવી કર્મબંધ સંબંધી પ્રકૃતિની વાત તો બહુ દૂર, અજ્ઞાની અનુભવમાં આવતા કુદરતના સ્વભાવથી પણ મળતો નથી. પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી કહેતા કે, “અજ્ઞાની હંમેશા પ્રકૃતિના સ્વભાવથી વિરોધી કાર્ય કરે છે, તે પ્રકૃતિના સ્વભાવ સાથે મળતો નથી તેથી તેને પોતાના સ્વભાવથી વિપરીત ચાર ગતિમાં સંસારદશારૂપે પરિભ્રમણ કરવું પડે છે.’” શિયાળાની ઋતુમાં ઠંડી પડવી તથા ઉનાળાની ઋતુમાં ગરમી પડવી એ પ્રકૃતિનો સ્વભાવ છે. પરંતુ અજ્ઞાની, શિયાળાની ઋતુમાં પોતાના ઘરમાં ગરમ વાતાવરણ ઉભું કરે છે અર્થાત્ હીટર ચાલુ કરે છે તથા ઠંડીથી બચાવાનો પ્રયત્ન કરે છે તે માત્ર ઘરને જ નહિ, પોતાને પણ ગરમ વસ્ત્રોથી ઢાંકી દે છે આમ, જે રીતે બને તે રીતે અજ્ઞાની પોતાનો બચાવ કરે છે. એ જ રીતે ઉનાળાની ઋતુમાં પોતાના ઘરમાં ઠંડુ વાતાવરણ ઉભુ કરે છે અર્થાત્ એરકુલર કે એરકંડીશન ચાલુ કરે છે અને ગરમીથી બચાવાનો પ્રયત્ન કરે છે. આમ, અજ્ઞાની પ્રકૃતિના સ્વભાવનો સ્વીકાર નહિ કરીને તેનાથી વિરોધી કાર્ય કરે છે. તેથી મોક્ષ વિરોધી સંસારમાં પરિભ્રમણ કરે છે. ત્યારે કોઈ એવો પણ પ્રશ્ન કરે કે શિયાળામાં ગરમ કપડાં નહિ પહેરવા જોઈએ અને ઉનાળામાં એરકંડીશન ચાલુ નહિ કરવું જોઈએ, તો શું ચોમાસામાં વરસાદના સમયે છત્રી લઈને પણ બહાર ન નીકળવું? અરે ભાઈ! વરસાદના સમયં છત્રી લઈને કે છત્રી વિના બહાર નીકળવું જ દોષરૂપ છે, તેથી જ સાધુ વરસાદના ચાર મહિના વિહાર કરતા નથી. એક વ્યક્તિએ તો મને ત્યાં સુધી કહ્યું કે કોઈને પત્ની ઘેરથી ભગાડીને વરસાદમાં કામ કરવા મોકલશે અને ત્યારે તેની પાસે છત્રી નહિ હોય તો, એક ફાયદો જરૂર થશે કે તેના આંસુને કોઈ દેખી નહિ શકે. કારણકે વરસાદના ટીપાંની સાથે તેના આંસુ પણ ભળી જશે. અંતે તો વરસાદમાં છત્રી ન રાખનારને ફાયદો જ થશે.
સાર એ છે કે, પ્રકૃતિના સ્વભાવનો સ્વીકાર કરવો. પ્રકૃતિ અજ્ઞાનીને આધીન થતી નથી, પણ અજ્ઞાની પ્રકૃતિને આધીન થઈ જાય છે. એ જ અજ્ઞાનીના દુ:ખનું મૂળ કારણ છે.