Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 90
________________ મહાવીરનો વારસદાર કોણ? પોતાનું મસ્તક કપાય જાય તો પણ સાચા દેવ-ગુરૂ-ધર્મની શ્રદ્ધા વિચલિત થવી ન જોઈએ. ત્યાં દેવી-દેવતા સાથે અન્ય કોઈ પણ પ્રકારનો અપેક્ષા ભાવ કે તેમનો મહિમાભાવ પણ ન હોવો જોઈએ. દેવી-દેવતા અમારી રક્ષા કરશે અથવા સંપત્તિ કે ધન આપશે એવી આશા રાખીને પૂજવા એ પણ વૈનયિક મિથ્યાત્વ છે. જેને ધર્મના મૂળમાં છોડવાનું કહ્યું છે, તેને અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી પણ ન છોડવામાં આવે તો જૈનધર્મને પામીને શું પ્રાપ્ત કર્યું? જેને સદૈવ, સદ્ગુરૂ તથા સશાસ્ત્રની શ્રદ્ધા ન હોય તેને આત્મા કદી મળતો નથી. તેથી સિદ્ધાંત એમ સમજવો જોઈએ કે, જેના ભવસમુદ્રનો કિનારો નજીક હોય છે, તેમને વીતરાગી દેવ-ગુરુ-ધર્મમાં દઢ સત્ય શ્રદ્ધા થયા વિના રહેતી નથી અને જેને ભવસમુદ્રમાં ડૂબવાનું હોય છે તેને રાગી દેવી-દેવતા કે ઢોંગી ગુરુ મળ્યા વિના રહેતા નથી અથવા વીતરાગી દેવ-ગુરુ-ધર્મ રુચતા નથી. - હર્ષની વાત તો એ છે જેને આત્માનું હિત કરવું હોય તેના માટે આજે પણ સનાતન વીતરાગ જૈન ધર્મ આ ક્ષેત્ર તથા કાળમાં વિદ્યમાન છે કે જે જિનેન્દ્ર ભગવાનનું સત્ય વીતરાગી સ્વરૂપ સમજાવે છે અને તેમના દ્વારા પ્રતિષ્ઠિત જિનમંદિરમાં બિરાજમાન જિનેન્દ્ર ભગવાનનું વીતરાગીરૂપ જિનપ્રતિમામાં ઝળકે છે. વીતરાગી જિનેન્દ્ર પ્રભુનો ચાહક પુણ્યનો લોભી હોતો નથી. જિનેન્દ્ર ભગવાનનું વીતરાગી સ્વરૂપ સમજવા તથા સમજાવવા માટે જિનપ્રતિમા ઉત્કૃષ્ટ માધ્યમ છે, તેના દ્વારા જ ભગવાન મહાવીર તથા તેમના પહેલા થયેલા સમસ્ત તીર્થકરોનું સ્વરૂપ સમજી શકાય છે, પરંતુ સત્ય સમજવા માટે પોતાનો પક્ષપાત છોડીને સત્યનો નિર્ણય કરવો પડશે. અજ્ઞાની પોતે તો પક્ષપાતમાં પડે છે, સાથે સાથે તે બીજા લોકોને પણ પક્ષપાતની દષ્ટિએ દેખે છે. થોડા વર્ષો પહેલા હું નાયરોબી (આફ્રિકા) પ્રવચન આપવા ગયેલો. ત્યાં મારું પ્રવચન સમાપ્ત થયા બાદ એક શ્રોતાએ મને પ્રશ્ન પૂછ્યો કે તમે અહીં દેરાવાસી તરફથી આવ્યા છો કે સ્થાનકવાસી તરફથી? મને થયું કે લોકો પણ કેવા કેવા પ્રશ્નો પૂછે છે! જો હું એમ જવાબ આપીશ કે હું દેરાવાસી તરફથી આવ્યો છું, તો ત્યાં ઉપસ્થિત સ્થાનકવાસી શ્રોતા ઉભા થઈને જતા રહેશે, તથા જો એમ

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98