Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 88
________________ મહાવીરનો વારસદાર કોણ? વચનોમાં શ્રદ્ધાકરી નહિ. એ જ રીતે મુંબઈથી અમદાવાદ જવા માટે રાત્રે ટ્રેઈનમાં બેઠા પછી થોડી વાર એ આશા રાખીને ઊંઘી જઈએ છીએ કે સવારે છ વાગ્યે અમદાવાદ પહોંચી જઈશું. ત્યાં ટ્રેઈન ચલાવનાર ડ્રાઈવરનો ચહેરો દેખ્યો નથી છતાં પણ તેના પર વિશ્વાસ છે કે આ ગાડી મને સવારે છ વાગ્યે અમદાવાદ પહોંચાડી દેશે. તેમાં પણ જો સવારે છ વાગ્યાની બદલે ગાડી આઠ વાગ્યે અમદાવાદ પહોંચે તો પોતે દુઃખી થાય છે. ત્યાં તેને મહાવીર ભગવાન પર વિશ્વાસ નથી. મહાવીર ભગવાને જાણ્યું જ હતું કે ટ્રેઈન સવારે છ વાગ્યે નહિ, આઠ વાગ્યે પહોંચશે. જો તેને ભગવાન પર શ્રદ્ધા હોત તો આઠ વાગ્યે પહોંચવાનું દુઃખ ન થાત. પણ સત્ય તો એ છે કે તેને અત્યારે ત્રણ લોકના નાથ મહાવીર ભગવાન કરતાં ટ્રેઈનના ડ્રાઈવર પર વધુ શ્રદ્ધા છે. તેથી સમજી શકાય કે અત્યારે આપણા જીવનમાં ભગવાનનું શું મહત્વ છે. - કોઈ લોકો એમ પણ કહે છે કે અમે તો બધા ભગવાનને માનીએ છીએ, કારણકે ભગવાન તો એક જ હોય છે. અમારા માટે કોઈ પણ ધર્મનો કે ભગવાનનો ભેદ નથી. ત્યાં તેઓ પણ નાસ્તિક લોકોની જેમ દોષમાં પડે છે. તેમને ભગવાનને કઈ અપેક્ષાએ એક કહ્યા છે તેના સ્વરૂપનું જ્ઞાન નથી. વીતરાગતા તથા સર્વજ્ઞતાની અપેક્ષાએ ભગવાનનું સ્વરૂપ એક સમાન કહ્યું છે. પરંતુ સંખ્યાની અપેક્ષાએ ભગવાન અનંત છે. ભગવાનનો સત્ય નિર્ણય કર્યા વિના રાગી તથા વીતરાગી એમ બંનેને ભગવાન માનનારા લોકોની દશા કેવી છે તેને દષ્ટાંતના માધ્યમથી સમજી શકાય છે. વર્તમાન જગતમાં માતા-પિતા પોતાના બાળકની બે પ્રકારે બિમારી બતાવે છે. તેમાં પહેલી બિમારીવાળા બાળક એવા હોય છે કે જેને ભુખ જ લાગતી નથી એટલે ખાતા પણ નથી. જ્યારે બીજી બિમારીવાળા બાળકો એવા પણ હોય કે જેમને માટી ખાવાની આદત હોય છે. તે બંને બાળકો અસાધારણ કહેવાય છે. એ જ રીતે નાસ્તિક તથા સરાગી દેવી-દેવતાની પુજક એમ બંનેને એક સમાન જાણવા. જેને ભુખ લાગતી ન હોય તેવા બાળકોને સુયોગ્ય આહાર કરાવવો એ સહેલું છે, કારણકે તે બાળકને અન્ય કોઈપણ સ્વાદની ખબર જ નથી. પણ માટી ખાનાર બાળકને માટી છોડાવવી એ વધુ અધરૂં છે.

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98