________________
મહાવીરનો વારસદાર કોણ? - જે લોકોને ભગવાનની ખબર જ નથી તે લોકો એમ કહે છે કે અમે કોરી પાટી સમાન હોવાથી અમને વીતરાગી ભગવાનની શ્રદ્ધા થવી સરળ છે તથા જે રાગી-દ્વેષી દેવી દેવતાની પુજા કરીને મિથ્યાત્વનું પોષણ કરતા હોય તેમનું મિથ્યાત્વછૂટવું વધું અઘરું છે.
ત્યાં કોઈ કુદેવનો પૂજક એવો પણ તર્ક કરી શકે કે બાળક માટી ખાય છે, તેથી તેને સુયોગ્ય ભોજન ખવરાવવું સહેલું છે. કારણકે તેને ખાવાની આદત તો છે જ. બસ, માત્ર સમજની જરૂર છે. સમજ મળતા તે માટીને છોડી દેશે. તેને કેવી રીતે ખાવું એ શીખવવાની જરૂર નથી. એવી રીતે જે રાગ-દ્વેષી દેવી દેવતાને પૂજે છે તે એમ કહે છે કે અમે કોઈ દેવી દેવતામાં શ્રદ્ધા કરવાવાળા આસ્તિક હોવાથી, અમને શ્રદ્ધા કરવાનું શીખવવાની જરૂર નથી. બસ, અમને તો માત્ર સમજણની જ જરૂર છે. તેથી અમે સત્યને સહેલાઈથી સમજી શકીએ છીએ.
- ઉપરોક્ત બંને પ્રકારના લોકોમાં કોને ગૃહિત મિથ્યાત્વ છૂટી શકે તે સમસ્યામાં એક સમાધાન સહજ થાય છે કે બંને પોતાની આદતને મિથ્યા સમજે છે, તેથી પોતાની ભૂલને એકબીજા કરતા પહેલા દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને કરવો પણ જોઈએ.
પોતાને સાધર્મી બતાવતા કોઈ લોકો એમ પણ કહે છે કે અમે તમારા અને અમારા એમ બંને ભગવાનને માનીએ છીએ તેથી અમે સરળ છીએ. તથા તમે માત્ર વીતરાગી ભગવાનને જ માનો છો અને અમારા ભગવાનને નમસ્કાર પણ કરતા નથી, મસ્તક પણ ઝુકાવતા નથી, તેથી તમે કઠોર છો.
જેવી રીતે કોઈ બાળક એમ કહે કે હું મને ભાવતી માટી પણ ખાઉ છું અને તમને ભાવતી મીઠાઈ પણ ખાઉ છું પરંતુ તમે તો માત્ર મીઠાઈ જ ખાવ છો, માટી ખાતા નથી. તેથી તમે સરળ નથી. ત્યાં તે બાળક સરળ નહિ કહેવાય પણ ભોજન સંબંધી સત્ય જ્ઞાન નહિ હોવાથી અણસમજુ જ કહેવાશે. રાગી તથા વીતરાગી બંને દેવને નમસ્કાર કરવાને સરળતા નહિ પણ મૂઢતા કહેવાય. મસ્તક તો શરીરનો એવો ભાગ છે કે જ્યાં પાંચેય ઈન્દ્રિયો સમાયેલી છે. તેથી ભગવાનનો નિર્ણયર્યા વિના સર્વત્ર પોતાનું મસ્તક ઝુકાવનાર મૂળમાં જ ભૂલકરે છે.