Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 80
________________ મહાવીરનો વારસદાર કોણ? (૭૧ “પરમ પુરુષ મોક્ષના પરમપદમાં સદાય કર્મના લેપ રહિત અને બાધા રહિત પોતાના સ્વરૂપમાં સ્થિર આકાશ સમાન પરમ નિર્મળ પ્રકાશે છે. તે પરમાત્મા પોતાના પરમપદમાં કૃતકૃત્ય અને સર્વ જાણવા યોગ્ય વિષયોના જ્ઞાતા અને પરમાનંદમાં મગ્ન સદાય આનંદનો ભોગ કરે છે.” એ જ વાતને શ્રી સમન્તભદ્રાચાર્ય રત્નકરંડ શ્રાવકાચારમાં આ પ્રમાણે કહે છે शिवमजरमरुजमक्षयमप्याबाधं विशोक भयशंकम् । काष्ठागत सुख विद्याविभवं विमलं भजन्ति दर्शनशरणा:।। “સમ્યગ્દષ્ટી મહાત્મા પરમ આનંદ અને પરમ જ્ઞાનના વૈભવથી પૂર્ણ શિવપદને પામે છે, જ્યાં જરા નથી, રોગ નથી, ક્ષય નથી, બાધા નથી, શોક નથી, ભય નથી અને શંકા નથી.” શિવપદ એટલે મોક્ષપદ, મોક્ષપ્રાપ્તિના લક્ષ્યથી ધર્મની શરૂઆત કરવી જોઈએ કારણકે પૂર્ણતાના લક્ષ્ય ધર્મની શરૂઆત કરવી એ જ વાસ્તવિક શરૂઆત છે. શ્રી યોગસારમાં કહ્યું છે કે - जइ वीहउ चउगइगमणु तउ परभाव चपवि । अप्पा झायहि णिम्मलउ जिम सिवसुक्ख लहेवि ॥५॥ જો તું ચારે ગતિના ભ્રમણથી ભયભીત હો તો પરભાવોને છોડી દે, નિર્મળ આત્માનું ધ્યાનકર જેથી મોક્ષનું સુખ તું પામી શકે.” નરદેહ તો મળ્યો પણ સાર્થક ત્યારે જ કહેવાય જ્યારે દેહ રહિત અશરીરી એવી સિદ્ધ દશા પ્રગટ થાય. નરદેહ પામીને એવું ધ્યેય ન રાખવું કે મને આવતો ભવ સારો મળે, હું આવતા ભવમાં પણ મનુષ્ય બનું. કારણ કે સંસારનું લક્ષ્ય રાખવું એ જ અજ્ઞાનતા છે. તેથી ભલે આ કાળમાં મોક્ષ ન મળે તો પણ મોક્ષને જ ધ્યેય બનાવવું જોઈએ કારણકે મોક્ષના ધ્યેય વિના આત્માની અનુભૂતિ થતી નથી. તેથી જૈનોની “ગીતા’ સમાન મોક્ષશાસ્ત્ર (તત્ત્વાર્થસૂત્રમાં) એક માત્ર આત્માની સાચી શ્રદ્ધાને નહિ, પણ સાતતત્ત્વની સાચી શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98