________________
મહાવીરનો વારસદાર કોણ?
(૭૩
ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત આત્માને સમજવા માટે આત્મા સાથે બંધાયેલા પુણ્ય-પાપરૂપ કર્મને તથા શુભાશુભ ભાવોને પણ સમજવા જોઈએ. કારણકે અશુભભાવોને છોડ્યા વિના શુભભાવ આવતો નથી અને શુભભાવ છૂટયા વિના શુદ્ધભાવ પ્રગટતો નથી. શુદ્ધભાવની પ્રાપ્તિનું બીજુ નામ આત્મ પ્રાપ્તિ કહેવાય. જો કે અશુભભાવોથી પાછા વળીને શુભભાવો તરફ આવવું એ પણ જીવની પાત્રતા છે. જે જીવમાં પાત્રતા હોય તે જીવમાં મહાવીર ભગવાનના સિદ્ધાંતોને સમજવાની કળા હોય છે. કોઈ પાત્ર જીવ તત્ત્વને ઈશારાથી પણ સમજી લે છે જ્યારે કોઈ હઠાગ્રહી અપાત્ર અનેક વાર સમજાવવા છતાં કુતર્ક કરીને પોતાને મહાન સિદ્ધ કરવા ઈચ્છે છે અને તત્ત્વના મૂળમર્મને સમજતો નથી. પાત્ર જીવ, બાહ્ય સાધનોથી કંઈક શીખીને વૈરાગ્ય માર્ગમાં લાગે છે, જ્યારે અપાત્ર જીવ બાહ્ય સાધનોનો દુરૂપયોગ કરીને રાગ દ્વેષ કરે છે.
એવા દૃષ્ટાં પણ શાસ્ત્રમાં આવે છે, માથા પર એક સફેદ વાળ દેખીને કોઈ જીવ યુવાનીની ક્ષણભંગુરતાને જાણી લે છે, તેને વૈરાગ્ય આવે છે તથા દીક્ષા અંગીકાર કરે છે. જ્યારે કોઈ અપાત્ર જીવને માથા પર બધાંય વાળ સફેદ થઈ ગયા હોય, તો પણ તે વાળની સફેદીને જાણીને તેને ફરી કાળા કરે છે, ડાય કરાવે છે. કારણકે સફેદ વાળને દેખીને ભૂલથી પોતાને વૈરાગ્ય ન આવી જાય. ડાય કરવી એ તો die (ડાય) થવાનું એટલે કે મરણ થવાનું પ્રતીક સમજવું જોઈએ. ડાય કરીને ડાય (મરણ) થવાના સત્યને છુપાવી શકાતું નથી, તેથી પોતે તે માર્ગમાં વધું ડાહ્યા ન થઈને પોતે આત્મહિતમાં લાગવું જોઈએ. ઘણાં લોકો આવા શ્રુંગારાદિ વિષયભોગને વ્યવહાર કહે છે. જો કે તેમને અંતરંગમાં તો વૈરાગ્ય પ્રગટ્યો હોતો નથી તેમ છતાં બાહ્ય શરીર પર શ્રૃંગાર વગેરે ક્રિયા કરીને તેને વ્યવહાર કે પ્રેક્ટીકલ કહે છે. એ જ પ્રમાણે દારૂ પીવો કે પીવરાવવો, જુગાર રમવો કે રમાડવો, કોઈ જીવની હત્યા કરવી કે કરાવવી, લડાઈ-ઝઘડા વગેરે વિવાદોમાં પડવું, માંસ ભક્ષણ કરવું કે કરાવવું અથવા કોઈ માંસભક્ષણ કરે તો તેના માટે પૈસા ચુકવવા, ઈન્કમ ટેક્ષ-સેલ ટેક્ષની ચોરી કરવી, વેશ્યાગમન કરવું તથા કરાવવું, પાનમસાલા ગુટકા ખાવા તથા ખવરાવવા, રેશમના કીડાને મારીને બનતી સિલ્કની સાડી પહેરવી કે પહેરાવવી, એ દરેક પ્રકારની ક્રિયા તથા ભાવ સાક્ષાત્ પાપ છે