________________
મહાવીરનો વારસદાર કોણ?
|
શું
તે સુત્ર આ પ્રમાણે છેतत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ।।२।। ‘તત્ત્વ તથા અર્થની સાચી શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહે છે.” ગ્રંથાધિરાજ સમયસારની ગાથા ૧૩ માં પણ કહ્યું છે કે – भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च । आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ।।१३।।
“ ભૂતાર્થથી જાણેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ - આ નવતત્ત્વજ સમ્યગ્દર્શન છે.”
ભગવાન મહાવીરની દિવ્યધ્વનિનું કેન્દ્રબિંદુ આત્મા છે. મુક્તિની પ્રાપ્તિનો આધાર આત્મા છે. તેથી તેમનો પ્રથમ ઉપદેશ એ હતો કે દરેક આત્મા સમાન છે. અજ્ઞાનીની દષ્ટિ સંયોગાધીન હોવાથી દરેક આત્માને સંયોગો સહિત દેખે છે જેના કારણે આત્મામાં ભેદભાવ ઉત્પન્ન થાય છે. દરેક મનુષ્યમાં આત્મા દેખાવો જોઈએ. આત્મિક દષ્ટિ જાગૃત થયા વિના આત્મોપલબ્ધિ થતી નથી. વનસ્પતિકાય, કીડી, મકોડા વગેરે તિર્યંચ, નારકી, દેવકે પોતાના ઘરમાં કામ કરી રહેલો નોકર, રસ્તા પર ભીખ માંગી રહેલો ભિખારી કે પોતાની પત્ની, પુત્ર, માતા, પિતા, ભાવલિંગી સાધુ કે ભગવાનમાં આત્મા દેખવો તેને આત્મિક દૃષ્ટિ પ્રગટી એમ કહેવાય.
નિશ્ચયથી દરેક આત્મા પરદ્રવ્યથી ભિન્ન છે. તેથી દરેક આત્માને શરીરાદિ સંયોગોથી રહિત દેખવાનો બોધ આપતા શ્રી સમાધિ શતકમાં અજ્ઞાની તથા જ્ઞાનીનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે કે
दृश्यमानमिदं मूढ स्त्रिलिंगमवबुध्यते । इदमित्यबुद्धस्तु निष्पन्नं शब्दवर्जितम् ।।४४।।
મૂર્ખ અજ્ઞાની આ દેખાતા જગતને સ્ત્રી, પુરુષ અને નપુંસક રૂપ ત્રણ લિંગમય દેખે છે. જ્ઞાની આ જગતને શબ્દરહિત પરમશાંત દેખે છે.”