Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 79
________________ ૭૦) મહાવીરનો વારસદાર કોણ? સ્વભાવમાં લીન થઈ પુણ્ય તથા પાપને ક્ષય કરવાના માર્ગ પર સ્થિત થયા છે તે જ ભાગ્યશાળી છે, તેનો મનુષ્યભવ સાર્થક છે. તેના સંદર્ભમાં શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના ત્રીજા અધિકારમાં કહ્યું છે કે “..પણ એ મનુષ્યપર્યાયમાં કોઈ પોતાનું ભલું થવાનો પ્રયત્ન કરે તો તે થઈ શકે છે. જેમ કાણાં સાંઠાની જડ વા સાંઠાનો ઉપરનો ફિક્કો ભાગ તો ચૂસવા યોગ્ય જ નથી અને વચ્ચેની કાણી ગાંઠો હોવાથી તે પણ ચૂસી શકાતી નથી, છતાં કોઈ સ્વાદનો લોલુપી તેને બગાડો તો ભલે બગાડો, પરંતુ જો તેને વાવવામાં આવે તો તેમાંથી ઘણા સાંઠા થાય અને તેનો સ્વાદ પણ ઘણો મીઠો આવે. તેમ મનુષ્યપણામાં બાળ અને વૃદ્ધપણું તો સુખ ભોગવવા યોગ્ય નથી, વચ્ચેની અવસ્થા તે પણ રોગ-કલેશાદિ યુક્ત હોવાથી ત્યાં સુખ ઉપજતું નથી, છતાં કોઈ વિષયસુખનો લોલુપી તેને બગાડે તો ભલે બગાડે, પરંતુ જો તેને ધર્મસાધનામાં લગાવેતો તેથી ઘણા ઉચ્ચપદને તે પામે ત્યાં ઘણું નિરાકુળ સુખ પામે. માટે અહીં જ પોતાનું હિત સાધવું; પણ સુખ થવાના ભ્રમથી આ મનુષ્યજન્મને વૃથા ન ગુમાવવો.” છ ઢાળામાં કહ્યું છે કે – धनिधन्य है वह जीवनरभव, पाययह कारज किया । तिन अनादिभ्रमणपंचप्रकार, तजि वरिसुख लिया । તે જીવ ધન્યવાદને પાત્ર છે, જેણે નરભવ પામીને પોતાના આત્માને પામ્યા તથા પંચ પરાવર્તનરૂપ સંસાર પરિભ્રમણ છોડીને સુખરૂપી લક્ષ્મીનું વરણ શ્રી અમૃતચન્દ્રાચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહે છે કે - नित्यमपि निरुपलेप: स्वरुपसमवस्थितो निरुपधात:। गगनमिव परमपुरुष: परमपदे स्फुरति विशदतम:।।२२३।। कृतकृत्य: परमपदे परमात्मा सकलविषय विषयात्मा। પરમાનનિમનો જ્ઞાનમયો નતિ સવ રરકા

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98