Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 76
________________ (૬૭ મહાવીરનો વારસદાર કોણ? અભિલાષાથી આત્મા પરાધીન બની જાય છે. ખરેખર, આત્મામાં ત્રિકાળ સત્તારૂપ રહેલું અનંતજ્ઞાને મારું સામર્થ્ય છે તથા અનંતજ્ઞાન સાથે ત્રિકાળ રહેલું અનંતસુખ મારો વૈભવ છે.. આમ, દરેક સાધન જન્મથી જે અનુકૂળતા પ્રાપ્ત થઈ છે, તે પ્રશંસનીય છે, તેની મહિમા આવવી જોઈએ, કારણકે જ્યાં સુધી મનુષ્ય જીવનની મહત્તા, દુર્લભતા તથા સાર્થકતાની સમજણ ન થાય ત્યાં સુધી મનુષ્ય જીવનને વ્યર્થમાં ગુમાવ્યું, એમ સમજવું જોઈએ. મનુષ્યગતિમાં જ સંયમ સંભવતો હોવાથી તે જ મોક્ષનો દરવાજો છે. જેને મોહેપ્રાપ્તિની લગની લાગી હોય અને સંસાર પરિભ્રમણનો અંત કરવાની ધગશ હોય તેને મોક્ષ મળ્યા વિના રહેતો નથી. મનુષ્યગતિ સિવાય અન્ય કોઈ પણ ગતિથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે નહિ. મુક્તિની પ્રાપ્તિ મુનિને નહિ પણ અરિહંત ભગવાનને થાય છે. મુનિ અવસ્થા વિના અરિહંતદશા સંભવ નથી. તેથી મુનિધર્મ અંગીકાર કર્યા વિના મોક્ષ પણ મળતો નથી. મનુષ્યગતિમાં મુનિધર્મનું પાલન થાય છે તેથી મનુષ્યભવની મહિમા અપાર છે. એ સિદ્ધાંત છે કે તીર્થકર ભગવાનની દિવ્ય ધ્વનિ ગણધર વિના ખરતી નથી. ત્યાં જેમની ઉપસ્થિતિ વિના પ્રભુની વાણી ખરતી નથી તે ગણધર મનુષ્ય છે તથા જેમની વાણી ખરી રહી છે તે તીર્થકર પણ મનુષ્ય છે. આમ, મનુષ્યભવની મહત્તા છે. મોક્ષની પ્રાપ્તિકરવા માટે જ મનુષ્ય ભવની પ્રાપ્તિ થઈ છે એમ સમજવું. એકેન્દ્રિય પર્યાયથી બહાર નીકળીને ત્રણ પર્યાય પ્રાપ્ત થવી અત્યંત દુર્લભ છે. પંડિત દોલતરામજીએ છ ઢાળાની પ્રથમ ઢાળમાં કહ્યું છે.. 'दुर्लभलहिज्यों चिंतामणी, त्यों पर्यायलहि सतणी।' જેવી રીતે ચિંતામણી રત્ન મળવું અત્યંત દુર્લભ છે તેવી રીતે એકેન્દ્રિય દેહ છોડીને ત્રણ દેહ મળવો દુર્લભ છે. આપણે ત્રસ પર્યાયમાં અત્યંત દુર્લભ એવા મનુષ્યભવને પામ્યા. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી કહેતા કે, “સમ્યગ્દર્શન પામ્યા વિના જેનો નરભવ છૂટી જશે તેણે મનુષ્યભવને વ્યર્થમાં ગુમાવ્યો એમ જ કહેવાશે.”

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98