Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 73
________________ ૬૪) મહાવીરનો વારસદાર કોણ? શું? ભગવાન તો ભાગવાન બનાવે છે, જો ભક્ત પોતે ભગવાન બનવા માંગે તો! લોક વ્યવહારમાં એમ કહેવાય છે કે પારસમણીના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે પણ આ જગતમાં એવો કોઈ પાંરસમણી નથી કે જે લોખંડને પારસમણી બનાવે. પરંતુ ભગવાન મહાવીરની દિવ્યવાણી ભક્તને ભગવાન બનવા માટે ઉપયોગી બને છે. જગતના સમસ્ત પરપદાર્થોથી પોતાના ઉપયોગને સમેટીને નિજ આત્મામાં સ્થિર થયા વિના મુક્તિ મળતી નથી. ભૂતકાળ અનંતાનંત છે કે જે વીતી ગયો છે તથા ભવિષ્યકાળ અનંતાનંત છે કે જે હજી આવ્યો જ નથી તેથી ભૂતકાળનું સ્મરણ તથા ભવિષ્યકાળની કલ્પના કરવી વ્યર્થ છે. ભૂતIIĂરા, ૩૨ મવિગતીત્વના एक वर्तमान के सुखको, मैंने लिया कभी अल्प ना ।। વર્તમાનકાળ પણ એક સમય પુરતો જ હોવાથી એક સમયને અજ્ઞાની પકડી શકતો નથી, તેથી ભૂતકાળ, વર્તમાનકાળ તથા ભવિષ્યકાળ એમ ત્રણે કાળના ભેદને ભૂલીને ત્રિકાળી એક જ્ઞાયકને વર્તમાન પર્યાયમાં અનુભવવાથી જ સુખનો સાગર ઉછળે છે કે જે આજ સુધી અજ્ઞાનીને ઉછળ્યો જ નથી. ભગવાન મહાવીરને માનનારો દરેક જીવ મહાવીરનો ભક્ત છે. હું મહાવીરને માનું છું એમ કહેવું તથા ભગવાન મહાવીરની સત્ય શ્રદ્ધા થવી એ બંનેમાં ઘણું અંતર છે. જે જીવ ભગવાનને શ્રદ્ધાનપૂર્વક માને છે તે પોતે ભગવાન બને છે. ભગવાન બનવા માટે કુળથી જૈન હોવું એટલું મહત્વપૂર્ણ નથી જેટલું ભાવથી જૈન હોવાનું મહત્વ છે. ભગવાન મહાવીર તથા તેમના પહેલા થયેલા સર્વ તીર્થંકર ભગવાન કુળથી જૈન ન હતા, પણ ભાવથી જૈન હતા. જો એમ કહેવામાં આવે તો પણ ખોટું નહિ કહેવાય કે જૈનધર્મ વાણિયાનો ધર્મ નથી પણ ક્ષત્રિયનો ધર્મ છે. વાણિયો દરેક સ્થાને વેપારીબુદ્ધિ વાપરે છે, હિસાબ કરે છે. વેપારી બુદ્ધિવાળા જીવને ધર્મ પ્રગટ થઈ શકે નહિ. વાણિયો એમ વિચાર કરે છે કે જો હું ઉપવાસ કરીશ તો તેનાથી અત્યારે શું ફાયદો થશે? મુનિદીક્ષા લેવાથી શું લાભ થશે? તેનામાં એટલું વીર્ય હોતું નથી જેટલું વીર્ય ક્ષત્રિયમાં હોય છે. તેથી ચોવીસ તીર્થંકરો જન્મથી ક્ષત્રિય હતા. પહેલાના જમાનામાં ક્ષત્રિયો આંખો મીંચીને વિચાર કર્યા વિના યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરવા જતાં હતાં. તેઓ એમ પણ

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98