Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 67
________________ ૫૮) મહાવીરનો વારસદાર કોણ? નથી કે મેં તારા જેવી કેટલીય પત્ની સાથે રહીને તેને છોડી દીધી છે, તે એટલો તો પોતાની પત્નીનો આદર કરે છે. પણ હે અજ્ઞાની મૂઢ! તું આ કાયાને વિષે એમ માની લે કે હે કાયા! મેં તારા જેવી અનેક કાયાઓ સાથે રહીને અનેક કાયાઓને છોડી દીધી છે, હવે મને તારામાં કોઈ રુચિ નથી. જો કે એ વાત બોલવા કરતાં માનવી એ વધુ લાભદાયી છે. માત્ર બોલવાથી કોઈ લાભ થવાનો નથી હાં, એટલું નુકસાન જરૂર થશે કે જીભ દુખવા લાગશે. જ સમ્યગ્દષ્ટીના શ્રદ્ધાનની ડિક્ષનરીમાં જાણવા સિવાયના કોઈ પણ ક્રિયાપદ હોતા નથી. જ્ઞાની એમ માને છે કે હું જાણું છું. જો કે એ પણ એક ક્રિયા છે પરંતુ તે ક્રિયાનો દેહ સાથે કોઈ સંબંધ નથી. અજ્ઞાની પોતાને દેહરૂપે માને છે અને તેને દેહ જ દેખાય છે તેથી તે દેહની ક્રિયાને જ ક્રિયા માને છે. તે આત્માની ક્રિયાને સ્વીકારતો પણ નથી. તે જ કારણ છે કે અજ્ઞાની શરીરની જ સેવાચાકરી કરે છે. જ્ઞાની એમ માને છે હું ચાલતો નથી પણ ચાલવાની ક્રિયાનો જાણનાર છું, હું ખાતો નથી પણ ખાવાની ક્રિયાનો જાણનાર છું. હું બોલતો નથી પણ બોલવાની ક્રિયાનો જાણનાર છું. એ જ રીતે શરીરની દરેક ક્રિયાથી ભિન્ન પોતાને જ્ઞાયક માને છે. આત્મજ્ઞાન સહિત સહજ ભેદજ્ઞાનની મહિમા બતાવતા યોગસારમાં કહ્યું છે કે – जो परियाणइ अप्प परु जो परभाव चएइ । सो पंडिउ अप्पा मुणहिं सो संसार मुएइ ||८|| 66 જે કોઈ આત્માને અને પરને અર્થાત પોતાનાથી ભિન્ન પદાર્થોને સારી રીતે ઓળખે છે તથા જે પોતાના આત્માના સ્વભાવ સિવાય અન્ય સ્વભાવોનો ત્યાગ કરી દે છે તે જ પંડિત, ભેદવિજ્ઞાની અંતરાત્મા છે. તે પોતે પોતાનો અનુભવ કરે છે, તે જ સંસારથી છૂટી જાય છે.’’ તેના સંદર્ભમાં પરમાત્મ પ્રકાશમાં કહ્યું છે કે – देह - विभिण्णउ णाणमउ, जो परमप्पु णिए । પરમ સમાહિ-પરિટ્ટિયન, પંડિ સોનિ વેક્।।૪।।

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98