Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 66
________________ મહાવીરનો વારસદાર કોણ? જ્ઞાની પુરુષ જગતના વ્યવસ્થિત સ્વરૂપને યથાર્થ જાણે છે તથા માને છે, તેથી તેમાં પરિવર્તન કરવાનો વિચાર પણ કરતા નથી. જયારે અજ્ઞાની જગતનું સ્વરૂપ અવ્યવસ્થિત જાણે છે તથા માને છે તેથી અજ્ઞાની જગતને વ્યવસ્થિત કરવાના કુવિચારો તથા મિથ્યા કોશિશો કરે છે. ખરેખર, વ્યવસ્થિત જગતને વ્યવસ્થિત કરવાનો અજ્ઞાનીનો ભાવ જ અવ્યવસ્થિત છે. તે ભાવો પણ જગતનું એક સ્વરૂપ હોવાથી, અંતે તો બધું જ વ્યવસ્થિત છે. આમ, અજ્ઞાની મિથ્યાદિષ્ટી ચાર પ્રકારની મિથ્યાબુદ્ધિથી પીડિત છે. તથા જ્ઞાની સમ્યબુદ્ધિ સહિત હોવાથી પોતાને નિત્ય સુખમય માને છે. ભટકવાના રસ્તા ઘણાં હોય છે પણ બચવાનો રસ્તો તો એક જ છે. તેથી સમ્યબુદ્ધિના કોઈ ભેદનથી. સમ્યગ્દષ્ટિને જ સમ્યબુદ્ધિ કહેવાય છે. જે સ્વ તથા પરને જુદાં જાણે છે, માને છે તથા અનુભવે છે તે જ આત્મજ્ઞાની છે. જેવી રીતે કોઈ છોકરો પોતાની સગાઈ થયા બાદ પોતાની ભાવિ પત્નીને પત્રમાં એમ લખે છે કે, તમે અને હું એક જ છીએ. અને લગ્નના છ મહિના પછી તો પૂછવું જ શું? તે કહે છે તું, તું છે, અને હું, હું છું. તારે અને મારે કોઈ સંબંધ નથી. લગ્ન પહેલા પત્નીનું સત્ય સ્વરૂપ જાણ્યું નહિ હોવાથી તેને પોતાની ભાવિ પત્ની તથા પોતાના વચ્ચે કોઈ ભેદ લાગતો નથી. પરંતુ થોડો કાળ વીત્યા બાદ જ્યારે તેણે પત્નીનું સાચું રૂપ જાણ્યું ત્યારે ખબર પડી કે તે મારી નથી. તે તો તે જ છે, હું તો હું જ છું. તેવી રીતે જ્ઞાની કહે છે કે હે અજ્ઞાની ! હવે ઘણો કાળ વીતી ગયો છે, હવે આ કાયા સાથે તું તું-મેં મેં કરવાનો અવસર આવી ગયો છે. આ કાયાને તું પોતાથી જુદી જાણીને તેના તરફથી પોતાની દષ્ટિ હટાવીને પોતાના સ્વભાવમાં સ્થિર કર, તો કાયાના બંધનથી મુક્ત થઈ અનંતકાળ સુધી નિત્ય સ્વાધીન સુખનો અનુભવ કરીશ. આ વાતજ્ઞાની અનુભવ પ્રમાણથી કહે છે. કારણકે તેઓ દેહ સાથે તુતુ-મેં મેં કરી ચુક્યા છે. ત્યાં તે પતિ પોતાની પત્ની સાથે તું તું-મેં મેં કરતી વખતે એમ કહેતો

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98