Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 64
________________ મહાવીરનો વારસદાર કોણ? " (૫૫ सप्पुरिसाणं दाणं, कप्पतरुणं फलाण सोहं वा। लोहीणं दाणं जइ, विमाणसोहा सवस्स जाणेह ।।२६।। “સપુરુષોને દાન આપવું, એ કલ્પવૃક્ષોના શોભા જેવું તથા સુખદાયક છે, પણ લોભી પુરુષોને દાન આપવું થાય છે, તે શબ અર્થાત્ મડદાની ઠાઠડીની શોભાસમાન જાણવું. શોભા તો થાય, પરંતુ ધણીને પરમ દુઃખદાયક હોય છે, માટે લોભી પુરુષોને દાન આપવામાં ધર્મનથી.” ઉપરોક્ત વાતનો વિચાર કરીને ક્યારેક ધર્મ સ્થાનોમાં પણ દાન આપે, સાથે સાથે નામની અભિલાષા છોડીને તે પોતાનું નામ પણ લખાવતો નથી. ત્યાં પણ એટલું તો જરૂર લખાવે છે કે એક મુમુક્ષુભાઈ તરફથી આ દાન આપવામાં આવે છે. જ્યારે દાતારોના નામની ઘોષણા થતી હશે ત્યારે એમ ઘોષણા થાય કે એક મુમુક્ષુભાઈ તરફથી આટલું દાન મળ્યું છે, તો તે મનોમન ફેલાય છે. ત્યાં તેને અભિમાનનો લોભ તો છૂટ્યો નથી, તેથી મનમાં એમ જ થઈ રહ્યું છે કે આ મુમુક્ષુભાઈ એટલે હું. ક્યારેક એમ પણ બને કે, તે “એક મુમુક્ષભાઈ તરફથી' એમ પણ ન લખાવે અને પૈસા સીધા દાનપેટીમાં જ નાખી દે. ત્યાં પણ જો દસ રૂપિયા નાખશે, તો પોતાના પાકીટમાં જે જુનીમાં જુની દસની નોટ હોય કે જે કયાંય ન ચાલતી હોય, તેને દાનપેટીમાં નાખે છે. આમ, જે ક્યાંય નથી ચાલતું, એ બધું ભગવાન પાસે ચાલે છે. ક્યારેક ધર્મસ્થાનોમાં લાખો રૂપિયાની બોલીથી ચડાવો લીધા બાદ પૈસા આપતો નથી. ત્યાં એમ કહે છે કે ક્રિયાથી પૈસા આપું કે ને આપું. એનાથી કોઈ કર્મ બંધાતા નથી, કર્મબંધનનું કારણ તો પરિણામ તથા આભિપ્રાય છે. જો કે સૈદ્ધાંતિક દષ્ટિએ તેની એ વાત સત્ય છે. પરંતુ કોઈની પાસે પૈસા લેતા સમયે એવો વિચાર આવતો નથી, ત્યાં એમ નથી કહેતો કે ચાલો, તેણે મને ભાવોથી આપ્યા છે, તેથી ક્રિયાથી ન પણ આપે તો ચાલશે. જ્યારે કોઈને પૈસા આપવાની વાત આવે છે ત્યારે ભાવોને પ્રઘાનતા આપે છે અને કોઈ પાસેથી પૈસા લેવાની વાત આવે ત્યારે ક્રિયાને મહત્વ આપે છે. આમ, પોતાને જે રીતે અનુકૂળ લાગે તે

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98