Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 63
________________ ૫૪). મહાવીરનો વારસદાર કોણ? દશામાં જેની પાસે દશ હજાર રૂપિયા પણ નહોતા અને દસ હજાર રૂપિયાને એકઠા કરવાની તાકાત પણ નહોતી, તે જ વ્યક્તિ સાધુ બનીને દસ મિનિટમાં દસ કરોડ એકઠા કરે છે. આમ, અજ્ઞાની, ઢોંગી સાધુને ધન એકઠા કરનાર માનીને તેની મહિમા ગાતો હોય છે. અરે ભાઈ! ઘનતો પરિગ્રહ છે અને પરિગ્રહ તો પાપ છે. તું પાપ કરવાને જીવનો પુરુષાર્થ કેમ કહે છે? હાં, તેનો જવાબ જ્ઞાની પાસે છે. જ્ઞાની કહે છે કે જે અજ્ઞાની વસ્ત્રને પરિગ્રહ ન માનતા હોય તે જીવો ધનને પણ પરિગ્રહ શા માટે માને? તેની દષ્ટિમાં પરિગ્રહની પરિભાષા સંકુચિત છે. લૌકિક વ્યવહારમાં ભોગી મહાન ગણાય છે, જ્યારે અલૌકિક માર્ગમાં ત્યાગી છવ મહાન કહેવાય છે. ભોગીને ભોગ સંબંધી પ્રશ્નો ઉદ્દભવે છે તથા ત્યાગીને ત્યાગ સંબંધી. એક શ્રોતાએ મને પ્રશ્ન પૂછેલો કે આપ અમને બટાટા વગેરે કંદમૂળ ખાવાની મનાઈ કરો છો-પણ જો અમે કંદમૂળ નહિ ખાઈએ તો ભારત દેશમાં ઊપજતા કંદમૂળનું શું થશે? મેં તેને કહ્યું કે, “તુ હજુ પણ ભોગી જ છો કારણકે તને ભોગ સંબંધી સવાલ થયો પણ કંદમૂળનો ત્યાગ કરીને કોનું આલંબન લેવું એવો પ્રશ્રન થયો.” વસ્ત્ર અંતિમ પરિગ્રહ છે અને ધન પ્રથમ. તેમ છતાં જો વસ્ત્રને પ્રથમ અને ધનને અંતમાં રાખીએ તો પણ આશ્ચયનહિ કારણકે લોભી માણસ ધન માટે કપડા છોડીને નગ્ન પણ થઈ જાય છે. શરીરથી નહિ તો ભાવોથી તો નગ્ન થઈ જાય છે, પણ પૈસા છોડવા તૈયાર થતો નથી. તે એમ કહે છે કે ટીપેટીપે સરોવર ભરાય છે પણ તે એ વાતને ભૂલે છે કે સરોવરમાંથી એક ગ્લાસ પાણી બહાર કાઢી નાખતા એ સરોવર ખાલી નહિ થઈ જાય. પણ સત્ય તો એ છે કે તેને સરોવર ભરવું જ છે, ખાલી નથી કરવું. માનનો લોભી દાન આપીને પણ માન કષાયનું પોષણ કરે છે. જ્યાં પોતાની પ્રશંસા થાય તેવા સ્થાનોમાં દાન આપે છે પણ પાત્રદાન કે અપાત્રદાનનો કોઈ વિચાર કરતો નથી. માન કષાયના પોષણ અર્થે અપાયેલ દાનનો ઉપયોગ પરમદુઃખદાયક હોય છે. તેથી શ્રી રમણસારમાં કહ્યું છે -

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98