Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 68
________________ મહાવીરનો વારસદાર કોણ? જે કોઈ પોતાના દેહથી ભિન્ન પોતાના આત્માને જ્ઞાનમય પરમાત્મારૂપ દેખે છે અને પરમ સમાધિમાં સ્થિર થઈને ધ્યાન કરે છે, તે જ પંડિત અંતરાત્મા સાચા પંડિતના લક્ષણ બતાવતા સારસમુચ્ચયમાં કહ્યું છે – पण्डितोऽसौ विनीतोऽसौ धर्मज्ञः प्रियदर्शन: । य: सदाचार सम्पन्न: सम्यक्त्व द्रढमानस: ॥४२।। જે કોઈ સમ્યગ્દર્શનમાં દઢ છે અને સદાચારી છે, તે જ પંડિત છે, તે જ વિનયવાન છે. તે જ ધર્માત્મા છે, એનું જ દર્શન પ્રિય છે.” પંડિત એટલે આત્મજ્ઞાની. સાચો પંડિત દુનિયાની ભૂલ કાઢવામાં પોતાનો મનુષ્યભવ બરબાદ કરતો નથી પણ પોતાના આત્મામાં પડેલા વિભાવભાવ, આત્મામાંથી કાઢવા માટે નિજસ્વભાવમાં લીન થવાનો પુરુષાર્થ કરે છે. પંડિત થવા માટે જગતના સત્ય સ્વરૂપને સમજવું પણ જરૂરી છે. કારણકે જગતના સ્વરૂપને સમજ્યા વિના આત્મા જગતના પર પદાર્થોનો મોહ છોડી શકતો નથી. પર પદાર્થોનો મોહ છૂટયા વિના સ્વભાવની સમજણ થતી નથી. જગતના સત્ય સ્વરૂપને સમજવાના મુખ્ય સિદ્ધાંતો છે. 11. Nothing is good 2. Nothing is bad 3. Nothing is new 4. Nothing is old | 5. Nothing is early_ 6. Nothing is late અર્થાત્ જગતમાં કશું સારૂ નથી, કશું ખરાબ નથી, કશું નવું નથી, કશું જુનું નથી, કશું વહેલું નથી, કશું મોડું નથી. જે જીવ આ છ સિદ્ધાંતોને સમજીને તેને પોતાના જીવનમાં અપનાવે છે. તે જીવ અનંત સુખી થાય છે. તે સિદ્ધાંતનું સ્વરૂપ આ પ્રમાણે છે. જગતમાં કોઈ વસ્તુ, વ્યક્તિ તથા ધટના સારી કે ખરાબ નથી. જે વસ્તુ કોઈના માટે સારી હોય છે તે જ વસ્તુ કોઈ બીજાના માટે ખરાબ હોય છે. ખરેખર, વસ્તુમાં સારાપણું કે ખરાબ પણું હોતું નથી, માન્યતામાં સારાપણું તથા

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98