Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 45
________________ ૩૬) મહાવીરનો વારસદાર કોણ? વેચે અને ખરીદે છે. પોતાપણું થયા પહેલા ગાડીનો કાચ ફૂટી જાય તો દુ:ખ થતું નથી. એવી જ રીતે રૂપિયાનુ પોતાપણું છૂટી ગયા પછી દુકાનદાર પાસેથી એ જ રૂપિયા કોઈ લૂંટી જાય તો પણ દુ:ખ થતું નથી. બેંકમાં કામ કરતો કેશીયર રોજનાં કરોડો રૂપિયા ગણે છે પણ તેમાં મમત્વ નહિ કરતો હોવાથી તે રૂપિયાનાં લીધે પોતાને સુખી કે દુ:ખી માનતો નથી. તેને એમ કહેવાય કે dufy without affachment - પોતાપણું કર્યા વિનાનું કર્તવ્ય. પરદ્રવ્ય તો દુ:ખનું કારણ નથી, પદ્મવ્યનું જ્ઞાન પણ દુ:ખનું કારણ નથી. કોઈ એમ કહે કે કોઈ પાર્ટીમાં શત્રુ આવે તે દુ:ખનું કારણ નથી પણ શત્રુનું જ્ઞાન દુઃખનું કારણ છે. ખરેખર શત્રુનું જ્ઞાન પણ દુઃખનું કારણ નથી. જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. જો સ્વભાવ જ દુઃખનું કારણ બને, તો સુખનું કારણ કોણ બને? ખરેખર શત્રુ પ્રત્યે પડેલો દ્વેષભાવ દુ:ખનું કારણ છે, જ્ઞાનસ્વભાવ નહિ. જેને તે શત્રુ જાણે છે તે જ વ્યક્તિને ત્યાં ઉપસ્થિત ઘણાં લોકો જાણી રહ્યા છે પણ તે બધા લોકોને દુઃખ થતું નથી કારણકે તેઓ તેને શત્રુરૂપે જાણતા નથી. કેવળી ભગવાનને સંપૂર્ણ જગતનું જ્ઞાન હોવા છતાં અનંતસુખી છે. કારણકે તેઓ પર પદાર્થમાં રાગ-દ્વેષ કરતા નથી. હાં ! પોતાપણું કરવું પણ દુ:ખનું કારણ નથી. કારણકે પોતાપણુ કરવું એ આત્માનો શ્રદ્ધાગુણ છે, સ્વભાવ છે. તેથી એમ સમજવું કે પરપદાર્થનું પોતાપણું અને તેનાથી ઉપજતા રાગ-દ્વેષ જ દુ:ખના કારણો છે. પરપદાર્થમાં પોતાપણાનું નામ જ મિથ્યાત્વ છે કે જે અનંત સંસાર પરિભ્રમણનું મૂળ છે. શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી ગોમ્મટસાર જીવકાંડમાં કહે છેमिच्छतं वेदंतो जीवो विवरीय दंसणो होदि । धम्मं रोचेदि हु महुरं खु रसं जहा जरिदो ॥ १७ ॥ मिच्छाइट्ठी जीवो उवइटुं पवयणं ण सद्दहदि । सद्दहदि असष्भावं उवठ्ठे वा अणुव ॥ १८॥ ‘‘મિથ્યાત્વ કર્મનું ફળ ભોગવનાર જીવ વિપરીત શ્રદ્ધાની હોય છે. જેમ જ્વરપીડિત મનુષ્યને મધુર રસ રુચતો નથી તેમ મિથ્યાદષ્ટીને ધર્મ રુચતો નથી.

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98