Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 50
________________ મહાવીરનો વારસદાર કોણ? પદ્રવ્યને મારું કેમ માને છે ? તેનું મૂળ કારણ છે કે અજ્ઞાનીની ઈચ્છાનુસાર જ્યાં સહજ પરિણમન થાય છે ત્યાં અજ્ઞાનીને મમત્વભાવ થાય છે. જો ઘરમાં પોતાની ઈચ્છાનુસાર કોઈ કાર્ય થાય તો એમ માને છે કે આ ઘર મારું છે. પરંતુ જો પોતાની ઈચ્છાનુસાર ઘરમાં પરિણમન ન થાય તો એમ કહે છે કે આ ઘરમાં રહીને પણ આ ઘર મારું નથી કારણકે આ ઘરમાં મારું કંઈ ચાલતું નથી. * કોઈ માતા-પિતાનો દીકરો ભણવા માટે અમેરિકા ગયો. ત્યાં ભણતર પૂર્ણ થયા બાદ પોતાના દીકરાનો ફોન આવ્યો કે મમ્મી-પપ્પા મારું ભણતર પૂર્ણ થઈ ગયું છે. આવતી કાલે હું ભારત પાછો આવી રહ્યો છું. મમ્મી-પપ્પા સહિત પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. પપ્પાએ બધાને સમાચાર આપ્યા કે મારો દીકરો અમેરિકાથી ભણીને ભારત પાછો આવી રહ્યો છે. દીકરાનો આવવાનો સમય થયો એટલે ઘરના બધા સદસ્યો દીકરાને લેવા એરપોર્ટ પર ગયાં. પપ્પા બધાને કહેતા હતાં કે હમણા મારો દીકરો આવશે. દીકરાનું વિમાન આવ્યું પપ્પા બોલ્યા, “આ મારા દીકરાનું વિમાન આવ્યું.” દીકરાને વિમાનમાંથી બહાર આવતા જોઈને ખુશીથી બોલી ઉઠયા કે “આ મારો દીકરો આવ્યો. પણ બીજી જ પળે જોયું કે દીકરો કોઈ અમેરિકન છોકરીનો હાથ પકડીને, તેના ગળામાં વરમાળા પહેરાવીને લાવ્યો છે. તે દશ્ય દેખીને પપ્પા બોલ્યા “આ દીકરો મારો નથી, કારણકે તેણે મારું માન્યું નહિ. મેં તેને અનેકવાર કહેલું કે અમેરિકન છોકરી સાથે લગ્ન કરતો નહિ. તેમ છતાં તેણે લગ્ન કર્યા” આમ, એક પળમાં દીકરાનું મમત્વ છૂટી જવાનું કારણ શું? બસ, એ જ કારણ કે દીકરાએ પપ્પાનું માન્યું નહિ. કોઈ અજ્ઞાની એમ પણ કહે છે કે મારો દીકરો ત્યાં સુધી જ મારો છે જ્યાં સુધી તેની પત્ની નથી આવી, પણ દીકરી તો જીંદગીભર મારી દીકરી જ છે. અજ્ઞાની પોતાના પરિવારમાં પણ ક્યારેક કોઈને, તો ક્યારેક કોઈ અન્યને પ્રેમ કરે છે. તેનું કારણ મમત્વબુદ્ધિ જ છે. જેને પોતાના કહીએ છીએ, એવા દૂરવર્તી સંયોગોની વાત તો બહુ દૂર, નિકટવર્તી દેહનું પરિણમન પણ આત્માની ઈચ્છાથી થતું નથી. સંપૂર્ણ શરીર

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98