Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 55
________________ છે , ૪૬). મહાવીરનો વારસદાર કોણ? નવ જ રોટલી સારી કેમ બનાવી દસમી કેમ બાળી નાખી?” તેના જવાબમાં એમ કહે છે કે, “મહેમાન આવી ગયા હતાં, હું દરવાજો ખોલવા ગઈ કે અહીં રોટલી બળી ગઈ.” આમ, ઈષ્ટ કાર્ય થાય છે તેનો કર્તા પોતાને તથા અનિષ્ટ કાર્યનોક્ત અન્યને માને છે. કોઈ આળસુ લોકો તત્ત્વાભ્યાસ સમયે બગાસા ખાય અને એમ બોલે કે અમે શું કરીએ? એ તો કર્મનો ઉદય એવો આવ્યો કે બગાસા આવી ગયા. તેમને અંદરથી તો કર્મસિદ્ધાંત પર શ્રદ્ધા નથી, પરંતુ પોતાને ફાવે ત્યાં કર્મના ઉદયનો સિદ્ધાંત ઘટિત કરી પ્રમાદનું પોષણ કરનાર મિથ્યાદિષ્ટી આત્માના અનુભવ તથા આત્માના અતીન્દ્રિય આનંદથી વંચિત રહી જાય છે. - કોઈ અજ્ઞાની મિથ્યાદષ્ટી તત્ત્વના અભ્યાસ તથા ક્ષયોપશમ જ્ઞાનના ઉઘાડને લીધે, ભાષાની પ્રવીણતાના કારણે અકર્તાવાદ તથા આત્મા પર પ્રવચન આપીને કહે છે કે, આજે તો ખૂબ જ આનંદ આવ્યો. ત્યાં તેને અકર્તાવાદની શ્રદ્ધા તો નથી પણ પોતાના જ્ઞાનનું અહંકાર તથા ભાષાનું કર્તાપણું હોવાથી કષાયના પોષણમાં જ આનંદ માને છે. અજ્ઞાનીને આત્માનો આનંદ કયાંથી હોય? તેને તો રાગનો જ આનંદ હોય ત્યાં કોઈ શ્રોતા પ્રવચન સમાપ્ત થયા બાદ તેને એમ કહે કે, “આજના પ્રવચનમાં ઘણો આનંદ આવ્યો.” તો તે એમ માને છે કે લોકોમાં મારી ચતુરાઈ તથા ભાષાના વખાણ થઈ રહ્યા છે. ત્યાં તે તત્ત્વના સિદ્ધાંતો તથા તત્ત્વની મહિમાને યાદ પણ કરતો નથી. આમ, અકર્તાવાદને ભણાવનાર પોતે પણ અર્જાવાદને સમજતા નથી. તેથી આત્માર્થી મુમુક્ષુએ આ સિદ્ધાંતનો મર્મ સમજવો ખૂબ જ જરૂરી છે. ' જેવી રીતે તીર્થકર ભગવાનના ચરણ જમીનને સ્પર્શતા નથી તેવી રીતે નિશ્ચયથી સમજવામાં આવે તો અજ્ઞાનીના પગ પણ જમીનને સ્પર્શતા નથી કારણકે પગના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય જમીનમાં મળતા નથી તથા જમીનના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પગમાં મળતા નથી. દ્રવ્યની સ્વતંત્રતા એ વાતને સિદ્ધ કરે છે કે પ્રત્યેક કણ-કણ સ્વતંત્ર છે. પૂજ્ય ગુરુવશ્રી માનતા હતા કે દરેક જીવ પોતપોતાની યોગ્યતાનુસાર આત્મજ્ઞાન પામશે, તેમ છતાં તેમણે તત્ત્વનો અનેક વર્ષો સુધી ઉપદેશ આપ્યો કારણકે તેઓ પોતાની પર્યાયના પણ અકર્તા હતા

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98