________________
૪૮)
મહાવીરનો વારસદાર કોણ?
પ્રવચનસારમાં કહ્યું છે કે
जदि संति हि पुण्णाणि य परिणाम समुखवाणि विविहाणि । जणयंति विसयहं जीवाणं સેવતાનું ||૪|| ते पुण उदिण्ण तण्हा दुहिदातण्हाहि विसयसोक्खाणि । इच्छति अणुहवंति य आमरणं दुःख संतत्ता ।। ७५ ।।
“શુભોપયોગથી બાંધેલા વિવિધ પ્રકારના પુણ્ય કર્મ દેવપર્યંત શરીરોને વિશેષ સામગ્રીનો સંયોગ આપીને વિષયોની તૃષ્ણા ઉત્પન્ન કરી દે તે દેવાદિ તૃષ્ણાને કારણે દુ:ખી થાય છે. તૃષ્ણાના રોગથી પીડાઈને વિષયસુખ ઈચ્છે છે, મરણસુધી ભોગવે છે તો પણ દુ:ખોથી સંતપ્ત રહે છે. તેમની તૃષ્ણા મટતી નથી.’
99
અજ્ઞાનીની ભોગવૃતિ દેખીને જ્ઞાનીને અજ્ઞાની પ્રત્યે કરૂણાભાવ ઉપજે છે. એ તો સ્વાભાવિક જ છે કે જેને આત્માનુભવ થયો હોય પરંતુ સંપૂર્ણ વીતરાગતા પ્રગટ ન થઈ હોય તેને કરૂણાભાવ આવ્યા વિના રહેતો નથી. જ્ઞાની કહે છે કે અજ્ઞાનીને જ્ઞાનસ્વભાવી આત્માનો અભ્યાસ નહિ હોવાથી દુ:ખી થઈ રહ્યો છે. જગતમાં એવું કોઈ પુદ્ગલ નથી કે જેને ભોગવવાનો ભાવ અજ્ઞાનીએ ન કર્યો હોય અને એવું કોઈ પુદ્ગલ નથી કે જે આત્માને સુખ આપી શક્યું હોય. જેની પોતાની પાસે જ સુખ નથી એવા પુદ્ગલ જડ પદાર્થમાં સુખ માનવું એ જ અજ્ઞાનીની મિથ્યા માન્યતા છે. અહી સુધી કે ભગવાન મહાવીર પાસે જઈને અજ્ઞાનીએ જે પણ માંગ્યુ તે બધું જ ભૌતિક સુખ જ માંગ્યું. તેથી જ્ઞાની કહે છે કે મંદિરમાં જઈને ભગવાન પાસે માંગે તેમાં અને ભિખારીમાં કંઈ અંતર નથી ભિખારી મંદિરની બહાર માંગે છે જ્યારે અજ્ઞાની મંદિરની અંદર માંગે છે. મંદિરમાં આવતા લોકો પાસેથી ભિખારી હાથ ફેલાવીને બે-પાંચ રૂપિયા માંગે છે,
જ્યારે ભગવાન પાસે જઈને અજ્ઞાની હાથ જોડીને બે-પાંચ કરોડ માંગે છે. ભિખારી તો એવા લોકો પાસે બે-પાંચ રૂપિયા માંગે છે કે જેમની પાસે બે-પાંચ લાખ રૂપિયા હોય છે જ્યારે અજ્ઞાની તો તેમની પાસેથી બે-પાંચ કરોડ રૂપિયા માંગે છે જેમની પાસે એક રૂપિયો પણ નથી. તેથી ભિખારીની બુદ્ધિ જેટલી બુદ્ધિ