________________
મહાવીરનો વારસદાર કોણ?
(૪૯
પણ ભગવાન પાસે માંગનારા લોકોમાં નથી, એમ કહીએ તો ખોટું નથી. કારણકે ભિખારીએ ભગવાન પાસે પૈસા ન માંગ્યા, તેને ખબર છે કે ભગવાન પાસે પૈસા માંગવાથી ભગવાન નહિ આપે પણ આ કરોડપતિ મને આપી શકે છે કારણકે તેની પાસે પૈસા છે. તેથી લોભી વ્યક્તિ એક ભિખારી જેટલો પણ વિચાર કરતો નથી એટલી હદે લોભના કારણે ભૌતિક વસ્તુમાં આંધળી દોડ મુકે છે. જેણે ભગવા પહેરેલા હોય તેમને ભગવાન ન કહેવાય, પણ જે કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીવાન હોય તેમને ભગવાન કહેવાય. ભગવાને બાહ્ય વૈભવને છોડીને પરમાત્મા પદ પ્રગટ કરીને અતીન્દ્રય સુખરૂપી આત્મિક વૈભવને પ્રાપ્ત કર્યો છે.
અજ્ઞાની સ્વદ્રવ્યમાં તો સુખ માનતો જ નથી. સાથે સાથે તે પરદ્રવ્યમાં પણ સુખ માનતો નથી, તે પરદ્રવ્યની એટલે કે મુખ્યરૂપે પુદ્ગલની પર્યાયમાં સુખ કે દુ:ખ માને છે. ખરેખર પરદ્રવ્ય કે પર્યાય આત્માને સુખ કે દુ:ખ આપી શકતા નથી. કારણકે પરદ્રવ્યનો યોગ છૂટી જાય તથા પર્યાય પલટાય જાય છે. જેમ અંતરંગમાં મિથ્યાત્વ મુખ્ય પરિગ્રહ હોવાથી ચૌદ અંતરંગ પરિગ્રહોમાં પ્રથમ ક્રમે છે, તેમ બાહ્યમાં ધન મુખ્ય પરિગ્રહ હોવાથી દસ બહિરંગ પરિગ્રહોમાં પ્રથમ છે. જેમ અંતરંગમા મિથ્યાત્વ છોડવું અઘરૂં છે, તેમ બાહ્યમાં ધન છોડવું અઘરૂં છે. બહિરંગ પરિગ્રહ છોડવાથી કષાય ઘટી પણ શકે તથા વધી પણ શકે. જયારે અંતરંગ પરિગ્રહ છૂટવાથી કષાય નિયમથી ઘટે છે. તેમ છતાં બાહ્ય પરિગ્રહમાં ધનને મહત્વ આપ્યું છે. પૂજ્ય ગુરૂદેવશ્રી કહેતા કે અજ્ઞાની માટે પૈસા તો બહારના દસ પ્રાણ પછીના અગિયારમાં પ્રાણ સમાન છે. જો કે પ્રાણ તો દસ જ હોય છે છતાં પણ ધનને અજ્ઞાની કેટલું મહત્વ આપે છે, તે સમજાવવા માટે આ પ્રકારનો વ્યંગ્ય કરતા હતા. અજ્ઞાની ધનને જ સુખનું મૂળ કારણ માને છે. અજ્ઞાની પહેલા તો ધન કમાવવા માટે દિવસ-રાત જાગતો હોય છે અને ધન કમાઈને તે ધનને સાચવવા માટે દિવસ-રાત જાગે છે. જગતમાં એવી સ્થિતિ છે કે જેની પાસે ઘઉંની બોરી ઉંચકવાની શક્તિ છે તેની પાસે ઘઉંની બોરી ખરીદવાની શક્તિ નથી તથા જેની પાસે તે ખરીદવાની શક્તિ છે તેનાથી બારી ઉંચકી શકાતી નથી. આમ, કોઈને ઉંચકવાનું તથા કોઈને ખરીદવાનું દુ:ખ છે. તેથી એમ સમજવું કે અજ્ઞાની પોતાના ભાવોથી જ દુ:ખી થાય છે.