Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 60
________________ (૫૧. મહાવીરનો વારસદાર કોણ? કારણે પહેલાથી પણ વધુ ધનવાન થઈ ગયા છે. હવે તમે જ વિચાર કરો કે શું આ ધર્મ સાથે રમાઈ રહેલી રમત નથી? ભલે માણસ ગમે તેટલો આકાશમાં ઉડ પણ તેણે એ વાતને ન ભૂલવી જોઈએ કે અંતે તો જમીન પર જ આવવાનું છે. તો પછી આ બધું અભિમાન શા માટે કરવું? જગતમાં એવા ઘણા ધનવાન દેખાય છે કે જે ધન હોવા છતાં પણ જેલની સજા ભોગવી ચુક્યા છે. તેઓ કેમ રૂપિયાના બળ પર જેલમાં જતાં. પોતાને ન અટકાવી શક્યા? કોઈ કાળે પણ ઈષ્ટને ઈચ્છીએ ત્યારે ખેંચી આણી શકાતું નથી અને અનિષ્ટને આવતું અટકાવી શકાતું નથી. તેથી એમ સમજવું કે આ જગતમાં પૈસાથી કામ થઈ જાય છે, એમનથી. જે લોકો લોકલ બસ સ્ટોપ પર બસની રાહ જોતા હોય છે તે દરેક વ્યક્તિ પાસે મિનિમમ ટીકીટના ચાર રૂપિયા છે. તેમ છતાં બસ કેમ આવતી નથી? કારણકે બસ પૈસાથી નહિ પુણ્યના ઉદયથી આવે છે. ત્યારે કોઈ પૈસા તરફથી વકીલાત કરતાં એમ કહે કે તેમની પાસે માત્ર ચાર રૂપિયા છે એટલે બસ આવતી નથી. જો તેમની પાસે ચાર લાખની ગાડી હોત તો આ રીતે રાહ જોવી પડત. તેમનો એ પક્ષ પણ યોગ્ય નથી. કારણકે જે ચાલીસ લાખની ગાડીમાં સફર કરનારે પણ પુણ્યોદય અભાવમાં લાલબતી પર ગાડી રોકીને આગળ જવાની રાહ જોવી પડે છે. તો તે કહે છે કે જયારે હાઈવે પર હોઈએ ત્યારે તો રેડ સિગ્નલ પણ હોતા નથી, તો ત્યાં પૈસા ઉપયોગી બન્યા કે નહિ? જવાબ છે નહિ. કારણકે જ્યારે જ્યારે પાપનો ઉદય હોય ત્યારે હાઈવે પર પણ ગાડીમાં પંક્સર પડે છે, ત્યારે ચાલીસ લાખની ગાડી હોવા છતાં પણ રસ્તા વચ્ચે તડકામાં ઉભા રહેવું પડે છે અને તે જ સમયે પેલી ચાર રૂપિયાવાળી બસ આગળ જતી દેખવામાં આવે છે. આમ, ચાલીસ લાખની ગાડી પણ પુણ્યોદયના અભાવમાં ઉપયોગી બનતી નથી. ત્યારે તે મને કહે છે કે હું તો તમને પહેલા જ કહેતો હતો કે ચાર રૂપિયાથી બસમાં જઈ શકાય છે અને ચાર રૂપિયાથી કામ થઈ જાય છે. ત્યારે મેં તેને કહ્યું કે તારી પાસે ચાર રૂપિયા હોય તો સામેથી જઈ રહેલી બસમાં બેસી જા. પણ મારી સાથે વિવાદ ન કર. આમ, તે બસમાં બેસી જતો રહ્યો પરંતુ બસનો અકસ્માત થવાથી ઘેર તો ન પહોંચી શકયો પણ હોસ્પિટલમાં જવું પડયું. આજે તેની પાસે

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98