Book Title: Mahavirno Varasdar Kon
Author(s): Fulchandra Shastri
Publisher: Shyam Samadhi Ashram

View full book text
Previous | Next

Page 49
________________ ૪૦). મહાવીરનો વારસદાર કોણ? માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યમાં જ નહિ, પરંતુ સંસારની નિકૃષ્ટ એવી નિગોદ દશામાં અનંતજીવોને આયુ, શ્વાસોચ્છવાસ, ઈન્દ્રિય તથા શરીર એક હોવાથી, અનંત નિગોદિયા જીવો એકત્વબુદ્ધિના કારણે જ એક શ્વાસોચ્છવાસમાં અઢારવાર જન્મ-મરણ કરી અનંતદુઃખી થાય છે. એકત્વબુદ્ધિ માત્ર આત્મા અને શરીર સુધી જ સીમિત છે જ્યારે મમત્વબુદ્ધિ શરીરના સંયોગોને પણ વિષય બનાવે છે. ઘર-ગાડી વગેરે જડ તથા પત્ની-પુત્ર વગેરે ચેતનને પોતાના માનવા એટલે મમત્વબુદ્ધિ. જેની સાથે આત્માનો એકક્ષેત્રાવગાહ સંબંધ ન હોય, જે આત્માથી પ્રત્યક્ષ ભિન્ન દેખાતા હોય તેવા સંયોગોને પણ પોતાના માનીને આત્મા મમત્વબુદ્ધિનું પોષણ કરે છે. અજ્ઞાની એ વાતનો વિચાર કરતો નથી કે, ખરેખર મારું શું છે? પોતાનું શું છે?' તેને ઓળખવાનો સરળ ઉપાય છે. તેના વિષે શ્રી કૃપાળુદેવે કહ્યું છે કે “જે મારૂ છે, તે જવાનું નથી તથા જે જાય છે, તે મારું નથી.' ઘર-ગાડી, પત્ની-પુત્ર વગેરે દરેક વસ્તુનો વિયોગ થતો હોવાથી તે મારાં નથી જે “સ્વ” હોયતે કદી પર થાય નહિ અને જે પર હોય તે કદી “સ્વ” થાય નહિ. ત્યારે કોઈ કહેશે કે બસ! આત્મા જ મારો છે. તેને જ્ઞાની કહે છે કે ભાઈ! આત્મા મારો નથી, પણ આત્મા હું પોતે છું. જ્યારે તમે આત્માને મારો કહો છો ત્યારે તેનો ભાવ એમ થાય છે કે તમે આત્માથી જુદા છો અને આત્મા તમારો છે. તેથી એ પણ સિદ્ધ થયું કે આત્મા મારો નથી પણ હું સ્વયં આત્મા છું. આ જગતમાં કંઈ પણ મારું નથી. સમજદાર આત્મા પરદ્રવ્યને પોતાનું માનતા નથી અને માનવું પણ નજોઈએ. યોગસારમાં કહ્યું છે કે – देहादिउ जे पर कहिया ते अप्पाणु ण होहिं । इउ जाणेविणु जीव तुहं अप्पा अप्प मुणेहिं ॥११॥ “શરીર આદિને જે પોતાના આત્માથી ભિન્ન કરવામાં આવ્યા છે, તે પદાર્થ આત્મા થઈ શકતા નથી અને તે રૂપ આત્મા થઈ શકતો નથી. એમ સમજીને હે જીવ !તું પોતાને આત્મા જાણ, યથાર્થ આત્માનું જ્ઞાન કર.” અહીં એક પ્રશ્ન થાય કે ખરેખર પદ્રવ્ય મારું નથી તેમ છતાં અજ્ઞાની

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98